પુત્રને પત્ર – જયવતી કાજી

પ્રિય દિકરા સંજીવ,

તને કદાચ અમારો આ પત્ર જોઇને આશ્ચર્ય થશે. તું ઘરમાં જ હોય અને અમે તને પત્ર લખીએ ! પરંતુ કેટલીક વાતો મોઢામોઢ કરવા કરતાં ટૂંકમા લખીને જ કરવી વધુ સરળ બને છે. એટલે જ તારા મમ્મી અને હું તને આ સહિયારો પત્ર લખીએ છીએ. હવે તારાં લગ્નને બહું થોડા દિવસો બાકી રહ્યાં છે. અમે આનંદથી એ અવસરને ઊજવવાની તૈયારી કરી રહ્યાં છીએ. અમે આ મંગળ દિવસની તો ક્યારનીયે રાહ જોતા હતાં.

પોતાનો દીકરો મોટો થાય, ભણેગણે યુવાન થાય, અને કારકીર્દી શરૂ કરે એટલે મનમાં તાલાવેલી શરૂ થાય. ક્યારે વહુ ઘરમાં આવે ! ક્યારે સુંદર, સુશિક્ષિત, સંસ્કારી યુવતી રૂમઝુમ કરતી કુમકુમ પગલે પુત્રવધૂ બની ઘરમાં પ્રવેશ કરે ! વહાલસોયા દિકરાને એની જીવનસંગીની મળે, અને જે કુટુંબની શાન વધારે, વંશનો વેલો ચાલુ રાખે, ઘરસંસારને સુખદ અને સોહામણો બનાવે એવી ગૃહલક્ષ્મીને ઘરમાં લાવવાનું માતાપિતાનું સ્વપ્નું હોય છે.

તારાં લગ્નનો પ્રસંગ અમારા જીવનનો એક સીમાચિહ્ન દિવસ છે. આનંદ-ઉત્સાહનો, કૃતાર્થતાનો અવસર છે. તારાં લગ્ન થતાં જ એક નવી વ્યકિત આપણા ઘરમાં અને કુટુંબમા પ્રવેશ કરશે. એક નવો જ સંબધ અને સ્થાન લઇને એ આવશે. તારા જીવનનો એ સુખ અને આનંદ અને પ્રેમનો અનોખો સબંધ હશે. એ પોતાનું ઘર, કુટુંબ, મિત્રો, સગાસ્નેહીઓ, પોતાની રીતરસમ બધુ છોડીને એક નવા અજાણ્યા ઘરમાં-કુટુંબમા પ્રવેશ કરશે. પોતીકાં છોડી એ પારકાંને પોતીકાં કરવા નીકળીને આવશે. તારી સંગાથે એ જીવનની સફર કરવાનું સ્વપ્ન લઇને આવશે. એને પોતાની રીતે પોતાનાં સંસારને સજાવવાના કોડ હશે. તારા લગ્ન થતાં તારા જીવનનો એક નવો અત્યંત મહત્વપુર્ણ અંક શરૂ થશે. આપણા સંબંધોનાં નવાં સમીકરણો ઊભા થશે. એટલે અમારા મનમાં થોડીક ચિંતા અને મથામણ છે. તેની વાત કરવા માંગીએ છીએ. અમારી લાગણીઓ તારી સાથે “share” કરવા માંગીએ છીએ.

શ્રુતિ આધુનિક શિક્ષિત યુવતી છે. એના પોતાના કેટલાક વિચારો અને ખ્યાલો દઢ હશે. અમુક રહેણીકરણીથી એ ટેવાયેલી હશે, એ બધું કંઇ રાતોરાત બદલાતું હશે ? આ નવો સંબંધ અને એક નવી વ્યક્તિનું આગમન. આ બધાંથી આપણે અપરિચિત છીએ. આપણે ધીરે ધીરે એનાથી ટેવાવું પડશે. તારી અને અમારી વચ્ચે જન્મનો-લોહીનો સંબંધ છે. તારાં જીવનમાં અમારી અગ્રતા હતી અને તું અમારાં જીવનનો મધ્યબિંદુ હતો. હવે તારી અગ્રતા શ્રુતિ હશે. તારી મમ્મી તરીકે તારા ખાવાપીવાનો – તારાં કપડાંલત્તાનો હું ખ્યાલ રાખતી આવી છું, તારા રૂમમાં હું નિ:સંકોચ દાખલ થઇ શકતી. તારી વેરવિખેરે વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતી. સાંજે તારા ઘરે આવવાની હું આતુરતાપુર્વક રાહ જોતી. રાત્રે તું અમારી સાથે બેસી ઘડીભર વાતો કરતો. હવે, સંજુ તારા પપ્પામમ્મીની સાથે સાથે એક બીજી વ્યક્તિ – શ્રુતિ પણ તારી પ્રતીક્ષા કરશે, તું એને મળવા, બહાર ફરવા લઇ જવા માટે ઉત્સુક હ્શે. તારું ભાવતું અને રુચતું ખાવાનું શ્રુતિ બનાવશે. કદાચ હવે તને એના હાથની વસ્તુઓ અત્યાર સુધી હું – તારી મમ્મી બનાવતી હતી એના કરતાં વધારે સ્વાદિષ્ટ લાગશે.

દીકરા ! આ બધું અત્યંત સ્વાભાવિક છે. જીવનમાં એક સંબંધ પર બીજી એક નવી મજબૂત ગાંઠ બાંધતાં સંભવ છે કે પહેલાંની ગાંઠ ઢીલી પડે. સમજવા છતાં અમને ઓછું આવે એવુ બને. અમને થશે કે પહેલાનો તું – અમારો વહાલો દીકરો અને ઘર બદલાઇ ગયાં ! અમારું સ્થાન હવે ગૌણ બની ગયું છે. આ નવી ઊભી થનાર પરિસ્થિતિ સાથે કેવી રીતે સમાધાન કરી શકશું એનો ગભરાટ થાય છે. શ્રુતિના મનમાં શું થતું હશે ! અમે એને ભારરૂપ – અડચણરૂપ તો નહીં લાગીએ ને ? તારી બન્ને મોટીબહેનો સુમિતાએ અને સુજાતાને સ્થાને જ – પુત્રી ને સ્થાને જ એને ઘરમાં રાખવા ઇચ્છીએ છીએ. જીવનમાં બદલાના સ્થાનનો સ્વીકાર વડીલોએ જ સમજણપુર્વક કરવાનો હોય…છતાંય…

દીકરા ! એક તરફ માતાપિતા અને કુટુંબ અને બીજી તરફ પત્ની પ્રત્યેનું કર્તવ્ય. આ ભિન્ન કર્તવ્યો ક્યારેક સામેસામા અથડાય એવું બનશે ! તારી સ્થિતિ ક્યારેક “સૂડી વચ્ચે સોપારી” જેવી થશે એ અમે સમજીએ છીએ. આ બન્ને સંબંધો અને આનુષંગિક ફરજોનું તારે સતત સમતુલન કરતાં રહેવું પડશે, એ જરાયે સહેલું કે સરળ તો નથી જ. તારે પણ એક બાજુ ઢળી ન જવાનુ હોય. એમ કરશે તો બીજા પક્ષે અન્યાય થશે. એક તરફ તારો અને શ્રુતિ નો સંબંધ અને બીજે પક્ષે અમે સમજણ અને વિવેકપુર્વક તારે બધા સંબંધોનું સતત સમતુલન કરતાં રહેવુ પડશે. અઘરું ઘણું છે. છતાં ધીમે ધીમે બધું ગોઠવાઇ જશે, અમને તારામાં વિશ્વાસ છે. અમારે માટે તો તું સુખી એટલે અમે સુખી. આની સાથે જ એક બીજા સંબંધની વાત કરી લઉ. એ સંબંધ છે શ્રુતિના એના પિયર સાથેનો, એના સગાંસ્નેહીઓ અને મિત્રો સાથેનો. લગ્ન થાય એટલે સ્ત્રીએ પિયરને ભૂલી જવાનું. એ સંબંધો કાપી નાંખવાના કે જેથી એ સ્વસૂરપક્ષમાં એ ઓતપ્રોત થઇ શકે એવા પરંપરાગત ખ્યાલો છે. પત્નીના પિયરયાઓથી તો દૂર જ રહેવાનું અને અમને દૂર જ રાખવા સારાં. ઘરમાં એમને ઘુસવા દેવાના જ નહી. આ બધા ખ્યાલો ખોટા છે. શ્રુતિના માતાપિતા અને પરિવાર સાથે આપણા પરિવારે ગાઢ અને મૈત્રીનો સંબંધ કેળવવાનો છે. તારે એ કુટુંબમાં સ્નેહભર્યુ સ્થાન મેળવવાનું રહેશે. ‘એ લોકો તો દીકરીવાળા’ એવા હિણ ખ્યાલો જરાય શોભાસ્પદ નથી.

હવે તારા અને શ્રુતિના સંબંધની વાત કરું ? સંજુ ! આપણો સમાજ હજી પણ મહદઅંશે પુરુષપ્રધાન છે. લગ્નને સુખી અને સફળ બનાવવાની જવાબદારી સ્ત્રીની ગણાઇ છે. એમાં એણે સફળતાથી પાર ઊતરવાનું હોય છે. કારણ કે, સ્ત્રી માટે પતિ અને લગ્ન એનું સમગ્ર અસ્તિત્વ હોય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે તે પ્રમાણે એણે પતિની અનુવર્તિની થવાનુ હોય છે. સતત અનુકૂલન પત્નીએ કરવાનું હોય એવી અપેક્ષા રખાય છે. સ્ત્રી એટલે સેવા, સહનશીલતા અને સમર્પણ. પતિ એનો પરમેશ્વર. પતિ એટલે પત્નીનો સ્વામી – માલિક. સ્ત્રીના પક્ષે આજ્ઞાંકિતતા – અનુકૂલન અને વિલોપન. પરંતુ આ એક પક્ષી અને અન્યાયી નથી ? સ્ત્રી અને પુરુષ – પતિ અને પત્ની લગ્નસંબંધના બે સમાન ભાગીદાર છે. અનુકૂલન અને સમર્પણ અને પ્રત્યાર્પણ ઉભયપક્ષે સ્વેચ્છાએ અને સહજ રીતે થતું રહે ત્યારે જ જીવન મ્હોરી ઉઠે. પત્ની એટલે પ્રિય સખી, સહચરી અને જીવનસંગી. તમારે એકબીજા માટે માત્ર પતિ કે પત્ની જ નથી બની રહેવાનું. એક્બીજાનાં ગાઢ અને જીગરજાન મિત્ર બનીને રહેવાનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્ત્રીની ભૂમિકા ઘણી વિસ્તરી છે. ઘણી બધી તક આજે એને માટે ખૂલી છે. એની પતિ માટેની અને પોતાના માટેની અપેક્ષાઓ ઘણી બદલાઇ છે. સ્ત્રીની પારંપારિક સીમિત ભૂમિકા આજે રહી નથી. એનું સ્થાન આજે કયાં નથી ? ઝડપથી બદલાતું જીવન અને સ્ત્રીની બદલાતી ભૂમિકાએ દામ્પત્યજીવન પર તણાવ ઉભો કર્યો છે. સ્ત્રીની કારકીર્દીને અંગે પણ સમય અંગે, કામકાજની વહેંચણી અંગે પણ સમજૂતી કરવી પડશે. સંજુ! શ્રુતિનું કર્તવ્ય તારી પ્રગતિમાં સહાયરૂપ થવાનું છે. સુખદુ:ખમાં તારી પડખે ઉભા રહેવાનું છે તેવી જ રીતે તારે પણ એના વિકાસમાં સહાયક બનવાનું છે. એની આશા – આકાંક્ષાઓ સમજવા સતત પ્રયત્નશીલ રહેજે. એના વ્યકિતત્વનો આદર કરવાનો છે.

કદાચ તે ઘણાને કહેતા સાંભળ્યા હશે. “પત્નીને તો પહેલેથી દાબમાં જ રાખવાની હોય. શરૂઆતથી જ લગામ હાથમાં નહીં રહે તો પછી એ ક્યારેય અંકુશમાં નહીં રહે!” પણ સંજુ ! સ્ત્રીના કોમળ સ્નિગ્ધ હ્રદયને પતિ તરીકેના અધિકારથી જ વશ કરાતું નથી. એને પ્રેમથી જીતવાનું હોય છે. અધિકાર માત્ર પ્રેમથી જ સંપાદન થતો હોય છે. સાચું જ કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન હોય છે, ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. પ્રેમને પણ પરિપક્વ મિષ્ટ અને ગાઢ થતાં સમય લાગતો હોય છે.

હવે એક મહત્વની વાત કરું ? આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક પવિત્ર બંધન માન્યું છે. જીવનભરનો અતુટ સંબંધ માન્યો છે. એ સંબંધ જ્યારે બંધાય છે ત્યારે જીવન ધન્ય બની જાય છે. એમાં લગ્નેતર સંબંધને અવકાશ જ ન હોય ! એનું પરિણામ સંતાપ અને દુ:ખમાં જ આવે છે. વિશ્વાસ જ જીવનના પાયામાં રહેલો હોય છે. એક વખત એ પાયો જ ડગમગી જાય પછી શું બાકી રહે !
અમને ખબર છે કે લગ્નપ્રસંગે અને ત્યાર પછી એમ જ કહોને કે જીવનભર સ્ત્રીને જ પતિ અને સાસરીયાં પ્રત્યેની ફરજની શિખામણ અપાતી હોય છે. મોટેભાગે સામાયિકોમાં અને છાપાંઓમાં પણ એમ જ થતું હોય છે. આપણાં સમાજમાં ઘણું બધું એકપક્ષીય જ ચાલતું રહ્યું છે, પણ તને નથી લાગતું કે લગ્નજીવનની સફળતા માટે સ્ત્રી અને પુરુષ બન્નેની જવાબદારી રહે છે? સ્ત્રી અને પુરુષના પતિ અને પત્નીના સંબંધનાં સમીકરણો નવેસરથી કરવાની જરૂર નથી ? વધું અમારે શું કહેવાનું હોય ! તમારી સહજીવનયાત્રા સુખદ અને મંગલમય બની રહો. અનેકાનેક આશિષ સહિત.

– તારાં મમ્મી-પપ્પા

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૌરાષ્ટ્ર અને જન્માષ્ટમી-અતુટ સંબંધ – નિલય ઉપાધ્યાય
ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

39 પ્રતિભાવો : પુત્રને પત્ર – જયવતી કાજી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Excellent….!!!!! 🙂

  If all parents are thinking like this then there will be no chance of misunderstanding….!

  “Nava Sambadho banavva Juna Sambandho todava pade…E vat to bilkul Gervyajbi j chhe….”

  Mr. Mrugesh Shah.

  If possible please give email address, phone number or home address of this writer….. !

 2. ખૂબ જ સરસ શિખામણ અને સમજ

 3. Manisha says:

  Dear Madam,

  Many thanks for this article.. Nice letter.. Hope reading by this letter,,, if someone get correct path of the life.

  Mrugeshbhai ,,, keep this article on top of all…

  Best Regards,
  Manisha

 4. Prashant Oza says:

  બહુ જ સરસ્
  aa lekh badha e vaanchvo joiye specially ek putra maate nathi pan aapna samaj maate pan ek dakhlo che k STRII e ghar ma Murti ni vastu nathi pan PAVITRATA NI MURAT ane Pariwar nu MAAN che……..saache bahu j saras che aa patra……..

 5. KavitaKavita says:

  Very good letter. Every one should read & try to follow the advice. If only 10% of them follow the advice this society will be much more happy. I will be first one to try from this moment.

 6. Sujata says:

  very nice article!! All young generation should keep this advice in their mind same with parents!!

 7. Ami Patel says:

  very nice! I dont have words to praise!

  Aava vicharoni sathe jo aavnar vahu na suvichar male to ghar swarg bani jay.. Thank God!

 8. Bhavna Shukla says:

  Mrugeshbhai,
  Aabhar aatalo sundar lekh aapava badal ane Jayvatiji ne khub khub abhinandan.

  Hu aetalu puchhu chhu ke vanchavu to bahu saru lage chhe aa badhu pan kharekhar aavu shakya hoy chhe kharu?

  Je loko aa bhasha ane vicharo samje chhe ane grahan ma, anusaran ma rakhe chhe teva loko j avu vache chhe ane je loko ne aa samajavanu chhe te loko kyarey aa vachata nathi hota. Aa aapana samaj ni moti vitambana chhe. Women Liberations par ghanu lakhay chhe pan vache chhe kon? je mane chhe. Je loko manta nathi tene kharekhar vachvu joie pan te to juj case ma j shakya bane chhe.
  Artical vishe koi tika nathi Mrugeshbhai ke Jayvati bahen, aa to khali rosh chhe je loko aa vicharo sudhi pahochi suddha shakta nathi. Aem thay chhe ke hath ma lekh lai game gam dhhol sathe dhandhero pitavi joie aa lakhan no.

  Fari aabhar sundar lekh badal.

 9. Bhaumik Trivedi says:

  great job..really a nice thought presented by writer ..thnx agai nmrugheshbhai for this article.

 10. Amruta says:

  I totally agree with you Bhavanaben. The people, who really need to read this kind of articals, never read them and eventhough, they happen to read them, as far as I have seen it, they never try even a bit to put into practice. They just read it and forget all about it………and to change that attitude and awaken that kind of people, I guess, we really need to start a “chalval/zumbesh” very actively and this kind of artical should keep coming as they would help atleast a little to change this society’s attitude…….

  Thanks Mrugesh and Thanks Jayvatiji for such a nice artical……….keep it up……..

  Amruta
  California

 11. neetakotecha says:

  vat khub j sari che pan bhavna ben e kahu em aa vat shakya nathi.
  aa vat ma thi dikra na lagan ni khushi sathe dikaro vahechcai jase enu dukh pan che. dar pan che.
  aa badhi vato karvi game che k vahu ne dikri nu sthan aapsu. pan aaj sudhi koi sasu ma nahi bani sakiya ane koi vahu dikri nathi bani saki.
  ane hu to kahu jarurat su che sasu e ma banvani ane vahu e dikri banvani? j padvi che e nibhavo to pan bas che. lagan thay thodo vakhat khub ubharay sasu vahu ne ek bija mate ane jevo ubharo bese etle patiu.
  aavi vato vanchvi khub game che pan jo koi 1 vyakti pan aa vanchi ne amal ma muke to koi 1 parivar ni jindgi pan sudhri jay.
  aapda desh ma badha bija ni marji pramane j potani jindgi jivata hoy che.koine potani jindgi jivvano adhikar che j nahi.
  e sasu hoy k vahu hoy

 12. Ashish Dave says:

  Thought provoking article and well said Amrutaben.

  Ashish Dave
  Sunnyvale, CA

 13. pragnaju says:

  “સંજુ ! સ્ત્રીના કોમળ સ્નિગ્ધ હ્રદયને પતિ તરીકેના અધિકારથી જ વશ કરાતું નથી. એને પ્રેમથી જીતવાનું હોય છે. અધિકાર માત્ર પ્રેમથી જ સંપાદન થતો હોય છે. સાચું જ કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન હોય છે, ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. પ્રેમને પણ પરિપક્વ મિષ્ટ અને ગાઢ થતાં સમય લાગતો હોય છે.”
  અને
  “એક મહત્વની વાત કરું ? આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક પવિત્ર બંધન માન્યું છે. જીવનભરનો અતુટ સંબંધ માન્યો છે. એ સંબંધ જ્યારે બંધાય છે ત્યારે જીવન ધન્ય બની જાય છે. એમાં લગ્નેતર સંબંધને અવકાશ જ ન હોય ! એનું પરિણામ સંતાપ અને દુ:ખમાં જ આવે છે. વિશ્વાસ જ જીવનના પાયામાં રહેલો હોય છે. એક વખત એ પાયો જ ડગમગી જાય પછી શું બાકી રહે !
  અમને ખબર છે કે લગ્નપ્રસંગે અને ત્યાર પછી એમ જ કહોને કે જીવનભર સ્ત્રીને જ પતિ અને સાસરીયાં પ્રત્યેની ફરજની શિખામણ અપાતી હોય છે. મોટેભાગે સામાયિકોમાં અને છાપાંઓમાં પણ એમ જ થતું હોય છે. આપણાં સમાજમાં ઘણું બધું એકપક્ષીય જ ચાલતું રહ્યું છે, પણ તને નથી લાગતું કે લગ્નજીવનની સફળતા માટે સ્ત્રી અને પુરુષ બન્નેની જવાબદારી રહે છે? સ્ત્રી અને પુરુષના પતિ અને પત્નીના સંબંધનાં સમીકરણો નવેસરથી કરવાની જરૂર નથી ? વધું અમારે શું કહેવાનું હોય ! તમારી સહજીવનયાત્રા સુખદ અને મંગલમય બની રહો. ”
  ખૂબ સરસવાત
  દરેક લગ્ન પહેલા, લગ્ન વખતે તથા લગ્ન બાદ પણ બધાને કહેવા જેવી વાત…અભિનંદન

 14. Pathik Shah says:

  Awesome Writing……..

  Really if everybody think like this , there are nothing any problems in this world. and this world become Heaven….

  jo badha aa pramane vichare ne eno amal kare to aa sansar ma jagda ne kankash ne koi j shtan nai rahe that I m sure…..

  If only 1 person apply this thinking in their life so i think k Jayvati bahen no prayas sarthak thayo…..

  Regards,
  Pathik Shah

 15. Dhaval B. Shah says:

  ખૂબ જ સુન્દર લેખ. દરેક દિકરાએ લગ્ન પહેલા વાન્ચવા જેવો!!! જયવતીબેન નો ખૂબ ખૂબ આભાર.

 16. SatishSwami says:

  So far writing is concern i is a good letter to a son,but know a days son has no time to read it. He may take it as a useless feelings.If daughter in law will behave in a different way then what happned..? For say daughter in law is my daughter but is it possible..? Every girl first think about their parents not for huband’s parents. This not mere opinion but exprienced in real life.

 17. bhushan padh, dwarka says:

  superb…thnx

 18. dharmesh Trivedi says:

  દરેક સુપુત્ર ને તેના વેવિશાળ/વિવાહ…પ્રસન્ગે મોટેરાઓએ ભેટ આપવા યોગ્ય લેખ….

 19. Bharat Dalal says:

  Interesting letter. Sanju should appreciate that his wife is now his partner and should be given its share.

 20. Keyur Patel says:

  આ બધુ સ્વભાવગત અને સાપેક્ષ છે. દરેકની સમજણ જુદી જુદી હોય છે. તેમજ સહનશક્તિ પણ અલગ અલગ માત્રા મા હોય છે.

 21. maurvi vasavada says:

  WOW…. Very nice article. Thanks for providing such article/ letter on Readgujarati.

  દીવે દીવો પૃગટે એ આનુ નામ્.

  dear BhavnaJi, tamari vat khub saachi ane vichar mangi le tevi chhe. pan ek nanakadu suggestion aapu? Dharmeshji e aadkatari rite tamari vat ne direction to aapi j didhi chhe.
  Aa article vnachnara ane tene Appreciate karanara darek ek Decision to lai j shake k aaj pachhi koina y marriage / reception ma jaie tyare tene gift ni sathe aa letter ni ek print out gift ma aapie.
  I have decided k I will do it. Will anybody join his/her hands with me?

 22. maurvi vasavada says:

  અને હા આ લેખ ખાલી દીકરા માટે જ નથી પન નવવધુ માટે પ્ણ એત્લો જ useful છે.

 23. Hello Jayvati ji,

  Its really a great araticle. The parents of this age (time) should consider the things u have written in your article. A new member entering in the family, leaving her whole family, friends and relations behind, should be given a warm welcome like this only by the in-laws. Here I have a point to suggest that the same new member must also have the same understandings in her mind. The parents of this incoming new member should also give such beautiful advise to their daughter, to maintain peace and harmony in the family where she is going to develop healthy relationship. And one very nice point of your article – the advise to Sanju lastly –
  હવે એક મહત્વની વાત કરું ? આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક પવિત્ર બંધન માન્યું છે. જીવનભરનો અતુટ સંબંધ માન્યો છે. એ સંબંધ જ્યારે બંધાય છે ત્યારે જીવન ધન્ય બની જાય છે. એમાં લગ્નેતર સંબંધને અવકાશ જ ન હોય ! એનું પરિણામ સંતાપ અને દુ:ખમાં જ આવે છે. વિશ્વાસ જ જીવનના પાયામાં રહેલો હોય છે. એક વખત એ પાયો જ ડગમગી જાય પછી શું બાકી રહે
  Once again abhinandan Jayvati ji

 24. Pinki says:

  ખરે જ ,

  સુંદર વાત, સમયને અનુરૂપ

  દરેક જણ સમજશક્તિથી કામ લેતો જ હોય પણ

  આવી સ્પષ્ટતા સંબંધને પણ વધુ સ્પષ્ટ કરી દ્રઢ

  બનાવે છે………

  લેખક અને પબ્લિશર બન્નેને ખૂબ ખૂબ

  અભિનંદન !!

 25. Dineshchandra Patel says:

  વાત તો બહુ સરસ કરી છે. પણ તેને બન્ને જન્રેશન સુધિ પહોચાડવિ જરુરિ છે.

 26. tina says:

  Really very nice Article…I have no words to say…excellent!!!!

 27. Lortab….

  Difference lortab vicodin. Lortab. Lortab 7.5-500….

 28. ankur patel says:

  this is really a superb advice and i think that every parents should give this letter to children and as i am a son of my parents i am really happy to read this and i will try my best to follow this.

 29. nayan panchal says:

  થોડા દિવસ પહેલા મારી ઈચ્છા હતી કે કોઈ માતાએ પુત્રને લખેલો પત્ર વાંચવા મળે. મારી ઈચ્છા પૂરી થઈ ગઈ અને કેટલી સરસ રીતે.

  આભાર.

  નયન

 30. Veena Dave,USA. says:

  Great writer’s great article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.