વિવિધ પ્રકારના ચાટ – સંકલિત

chaat[1] નૂડલ્સ પકોડા ચાટ

સામગ્રી : 200 ગ્રામ અઘકચરા બાફેલા નૂડલ્સ, 4 મધ્યમ આકારના બાફેલા બટાકા, 4 ટેબલ સ્પૂન ટોમેટો સોસ, 1 ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર. તળવા માટે રિફાઈન્ડ તેલ, શણગારવા માટે સમારેલા ધાણા, છીણેલું કોપરું.
રીત : બધી સામગ્રીને એક સાથે મેળવીને પકોડાના આકારમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. હવે નૂડલ્સ પકોડાની દહીં, આમલીની મીઠી ચટણી, ટોમેટો સોસ, સેવ, ચાટ મસાલો, લાલ મરચું, ધાણા અને કોપરાનું છીણ ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

[2] આલુ ચાટ

સામગ્રી : 250 ગ્રામ નાની બટાટી (બાફીને છાલ ઉતારી લીધેલી), 1 ઝૂડી ફૂદીનો, 1 ચમચી લીંબુનો રસ-ખટાશ વધુ પસંદ હોય તો 2 ચમચી, ઝીણા સમારેલાં 8-10 લીલા મરચાં, 2 ચમચી જીરૂનો બારીક ભૂકો, 2 ચમચી ચાટ મસાલો, 2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર, છ ચમચા બાંધેલું દહીં, આદુનો એક નાનો ટુકડો, 1 ચમચી સંચળ, 50 ગ્રામ કાજુ.

રીત : ગેસ પર નોન સ્ટીક પેન મૂકી તેલ ઉમેરો, તેલ બરાબર ગરમ થાય એટલે બટાટા સહેજ સોનેરી થાય એ રીતે તળી લો. બહારની સાઈડે થોડા કકરા દેખાવવા જોઈએ. કાજુ, ફુદીનાનાં પાંદડાં, લીલાં મરચાં, દહીં, આદું, સંચળ સ્વાદ માટે, થોડું મીઠું ઉમેરી શકાય. આ બધાને મિશ્ર કરી પેસ્ટ બનાવો. પછી પેસ્ટ બાજુ પર મૂકો. બાજુ પર મૂકેલા બટાટાને એક મોટા બાઉલમાં લઈને તેના પર પેસ્ટ અને સૂકો મસાલો જેવો કે જીરૂનો ભૂકો, ચાટ મસાલો, મીઠું વગેરે ભભરાવો અને બટાટા પર આ બધાનું આવરણ થાય એ રીતે હલાવો. તેમાં લીંબુનો રસ ઉમેરો. ગરમગરમ પીરસો. ઉપરથી થોડો ચાટ મસાલો, ઝીણા સમારેલા ધાણા તેમજ ફૂદીનો, ઝીણું સમારેલું લીલું મરચું વગેરે ભભરાવી. આકર્ષક રીતે સજાવી પીરસો. આ ચાટ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. ટૂથપિક લગાવી સર્વ કરો.

[3] ભજિયાં ચાટ

સામગ્રી : 100 ગ્રામ ચણાનો લોટ, 1 ચપટી સોડા બાય કાર્બોનેટ (સોડા), 1 ચમચો સમારેલા લીલા ધાણા, મીઠું (સ્વાદ અનુસાર), તળવા માટે તેલ, એક નાના બટાટાના નાના નાના પતીકા કરવા, એક નાના રીંગણની નાની સ્લાઈસ કરવી, 50 ગ્રામ પનીર, પનીરને પણ સ્લાઈસના સ્વરૂપમાં કાપી લેવું. 10 લાંબા લીલાં મરચાં.

ચાટ માટે સામગ્રી : બે બાફેલા બટાટા (નાના ટુકડા કરી લેવા), 100 ગ્રામ સાદી બુંદી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જીરાનો ભૂકો, ચાટ મસાલો અને સ્વાદ માટે મીઠું, 4 ટેબલ સ્પૂન લીલી ચટણી, 8 ટેબલ સ્પૂન મીઠી ચટણી, 1 કપ જાડું દહીં. સજાવટ માટે ઝીણા સમારેલા ધાણા, લાલ મરચું, જીરૂનો ભૂકો.

રીત : ભજિયાં બનાવવા માટે ચણાના લોટમાં થોડું પાણી, સોડા, લીલા ધાણા વગેરે ઉમેરી બરાબર ફીણી લઈ ખીરું બનાવવું. ત્યાર બાદ કડાઈમાં તેલ મૂકી પનીરને તળી લેવું. કાપેલા બટાટા, રિંગણ (મરચાં પણ ઉમેરી શકાય) વગેરેને ખીરામાં બોળી ભજિયાંના રૂપમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લેવા. સહેજ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા, પછી તેને ઠંડા થવા દો.

ચાટ બનાવવા માટે સૌ પ્રથમ તળેલા ભજિયાને એક મોટી પ્લેટમાં લઈ લો. બાફેલા બટાટાની સ્લાઈસ અને બુંદીને તેના ઉપર ગોઠવો. તેના પર લાલ મરચું, જીરુંનો ભૂકો અને ચાટ મસાલો ભભરાવો. તમે ઈચ્છો તો ઉપર મીઠું પણ ભભરાવી શકો. તેના ઉપર લીલી ચટણી, મીઠી ચટણી અને દહીં રેડો. સજાવટ માટે લીલા ધાણા, લાલ મરચું, જીરાનો ભૂકો ભભરાવો. તરત પીરસી દો.

[4] પાપડી ચાટ

સામગ્રી : 200 ગ્રામ કર્કરી પાપડી (પૂરી), 100 ગ્રામ ચીઝ, 2 ટામેટા, 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1/2 કપ ફૂદીનાનાં પાંદડા, 2-3 નાની ચમચી ચાટનો મસાલો, 200 મિ.લી. ટોમેટો કેચપ, 4 ચમચી છીણેલું કોપરું.

રીત : ચીઝને સૌથી પ્રથમ છીણી લો, ડુંગળી, ટામેટું, કોથમીર અને ફૂદીનાના પાંદડાને સમારી લો. પાપડીના કકડા કરી ચીઝમાં આ બધી વસ્તુઓ બરાબર મિશ્ર કરી દો. તેના પર થોડો ચાટ મસાલો ભભરાવો. ટોમેટો કેચઅપ દ્વારા સ્વાદને વધુ વધારી શકાય. કોથમીર અને છીણેલું કોપરું ઉપરથી ભભરાવો. આ ચાટ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અહલ્યાવૃત્તિ – મૃગેશ શાહ
મારા જીવનના પ્રેરક પ્રસંગો – કલ્પેશ ડી. સોની Next »   

19 પ્રતિભાવો : વિવિધ પ્રકારના ચાટ – સંકલિત

 1. purna says:

  આજે કોઈ ની ઉપર ખતરો હોય એવું જણાઈ રહ્યું છે સર !!!
  આજે બસ ડિપાર્ટ્મેન્ટલ સ્ટોરને ખટાવી અને ઘરનાને આ ચાટ ખવડાવવાની ખુબ મજા પડશે!!
  અને આમેય આજે અમારા ઘરે કોઈ ખાસ મહેમાન આવવાના છે 😀

 2. Uma Bhatt says:

  I want to copy good articals and recipees also… but due to i don’t have this font i can’t save and read it

 3. pragnaju says:

  આવી સ્વાદિષ્ટ વાનગીઓ હોય તો ઈટાલીઅન,મેક્સીકન
  કારનીવોરસ વાનગીઓ તરફનું આકર્ષણ ઓછું થાય!
  હવે કાયદા પ્રમાણે તેમાં જે ચરબી વાપરવાની નથી તેનો ખ્યાલ રાખી તેની બનાવટ વિષે વિગત આપવી જરુરી છે.
  ખાસ કરીને સેચ્યુરેટ ફૅટ,સ્યુગર,સોલ્ટ વિ.

 4. Bhavna Shukla says:

  Koi Americano ne kahesho ke here is vegeterian delecious food !!!! Not Gashpus (Allways all over the world) Badha avu samje chhe ke veg food atale salad. Let them try this, they will come to know what does it means by taste…!!! Mans na locha karata ketalu swadishta chhe…

 5. Anjani Bhatt says:

  મજા આવિ. વેબ પર ગુજરાતિ મા રેસિપિ હોઇ તેનાથિ રુદુ શુ હોઇ શકે?

 6. Upendra says:

  Very good , some one should if possible translate in English Procedure /Materials.
  nice

 7. anu says:

  સરસ વાનગેી ઓ ચ્હે . પન તમે તે પન જનાવો કે દા.ત . ૨૦ માનસ હોય તો પુરેી નો લોત કેત્લો જોઇઅએ.કે ભાત કેત્લો જોએ. અમે તમારા આભરેી રહેીશુ.માપ જોએ ચ્હે.

 8. shruti says:

  this is very nice because it is eazy to make any recipi in home it is best resourse of new recipi.

  shruti.h.maru

 9. juhi says:

  i cant see this page

 10. rupal shah says:

  ખુબ સરસ વાનગિ લાગિ , પરનતુ બટાકા તળવાથિ કાચા નહિ રહે?

 11. milan says:

  મને પનિ પુરિ અને સવ પુરિ બનવ મતેનિ રિત મોક્લો તો અમે બનવિએ.અ રિદ દોતો મ પર જ સેન્ત કર્જો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.