જીવ ના બાળો – રિષભ મહેતા

રહ્યાં કોરાં કાં ચોમાસે ? નકામો જીવ ના બાળો
ઘણાં વાદળ છે આકાશે ! નકામો જીવ ના બાળો.

દગો દીધો જો વિશ્વાસે, નકામો જીવ ના બાળો
અગર દાઝ્યા છો ભીનાશે, નકામો જીવ ના બાળો.

થવાનું જે હશે; થાશે ! નકામો જીવ ના બાળો
રહો એના જ વિશ્વાસે, નકામો જીવ ના બાળો.

તમારા આંગણામાં જે ઉછેર્યું ઝાડ એનાં ફળ –
નસીબ જેના તે ખાશે, નકામો જીવ ના બાળો !

તમે સાચવશો ક્યાં સુધી એ રંગોને; સુગંધને ?
ફૂલો ખીલ્યાં તો ચૂંટાશે, નકામો જીવ ના બાળો.

એ વાદળ છે અને વરસી જવાની એની ફિતરત છે
વરસતું એ ન રોકાશે, નકામો જીવ ના બાળો !

જતન જળનું કરો તો શક્યતા ભીનાશની રહેશે,
કદી મૃગજળ ન ભીંજાશે, નકામો જીવ ના બાળો !

સળગતા દીપને જો ધ્યાનથી જોશો તો સમજાશે
વસે અંધાર અજવાશે ! નકામો જીવ ના બાળો.

પવન પથરીલો છે ને છે હવા પણ ખૂબ ખરબચડી –
ઉઝરડા છે હરેક શ્વાસે ! નકામો જીવ ના બાળો….!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારા જીવનના પ્રેરક પ્રસંગો – કલ્પેશ ડી. સોની
એકાદ ફૂલ રંગીન – મંગળ રાઠોડ Next »   

24 પ્રતિભાવો : જીવ ના બાળો – રિષભ મહેતા

 1. Raulji Hardatsinh says:

  very good Rishbh bhai

 2. અત્યંત સુંદર રીષભભાઇ

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice gazal….!

  “રહ્યાં કોરાં કાં ચોમાસે ? નકામો જીવ ના બાળો
  ઘણાં વાદળ છે આકાશે ! નકામો જીવ ના બાળો.”

  ગ્ઝલ પતી ગઇ , ને જિવ બળી ગ્યો………..!

 4. ચૈતન્ય ઍ શાહ says:

  સુંદર રીષભભાઇ..સરસ બહુ સરસ
  બે લાઈન ઉમેરવાનુ મન થઈ ગયુ…..

  ઇશ્વરે આપ્યુ છે આ સુન્દર મજાનુ જીવન
  આજે દૂખ છે તો કાલે સુખ હશે નકામો જીવ ના બાળો

  બરાબર છે રીષભભાઇ ?

 5. pragnaju says:

  મા બૃહિ દીનં વચઃ પરથી – રિષભ મહેતાએ
  સરસ ગઝલ રચી.
  નકામો જીવ બાળનારા ફક્ત
  “એ વાદળ છે અને વરસી જવાની એની ફિતરત છે
  વરસતું એ ન રોકાશે, નકામો જીવ ના બાળો !”
  સમજે તો તે આશા આપવા પુરતો છે સાથે મૃગજળ ભીંજાશે એ વિચાર છોડી જળનું જતન કરો તો જ ભીનાશની શક્યતા રહેશે.
  સુંદર ગઝલ
  અભિનંદન

 6. Bhavna Shukla says:

  Sundar Shabdo…..Kharekhar nakamo jiv balato bandh thayo kshanvar to…

 7. vishal says:

  અત્યારે ખુબ જ ખરાબ મુડ હતો..તમારિ ગઝલ સામ્ભળી ને સાચે જ દિલાસો મલ્યો..નકામો જિવ બળતો બન્ધ થયો…થેન્કસ અ લોટ…

 8. vishal says:

  અત્યારે ખુબ જ ખરાબ મુડ હતો..તમારિ ગઝલ સામ્ભળી ને સાચે જ દિલાસો મલ્યો..નકામો જિવ બળતો બન્ધ થયો…થેન્કસ અ લોટ…….

 9. Shantu says:

  Nice…Rishabbhai

  Shnatu , toronto

 10. bijal bhatt says:

  તમે સાચવશો ક્યાં સુધી એ રંગોને; સુગંધને ?
  ફૂલો ખીલ્યાં તો ચૂંટાશે, નકામો જીવ ના બાળો.

  ખુબ સુંદર રચના.
  પ્રકૃતિના આ સહજ સ્વભાવને સરળતા થી સ્વિકારી લેવો જોઈએ. ખુબ સુંદરશૈલી મા કવિ એ આપેલો સંદેશો જીવનમંત્ર બનાવી શકાય તો આપો આપ કુદરત (ઈશ્વર) માટે શ્રદ્ધા અને સબુરી ખીલવી શકીશુ.

 11. ખુબ જ જરૂરી એવી વાત કરી રિષભભાઈએ…

  રજુઆત પણ ગમી..

  લખતાં રહો…

 12. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  પવન પથરીલો છે ને છે હવા પણ ખૂબ ખરબચડી –
  ઉઝરડા છે હરેક શ્વાસે ! નકામો જીવ ના બાળો….!

  ખુબ સરસ શબ્‍દો કંડારેલ છે.

  રિષભભાઇ.
  અમારી આપને શુભકામનાઓ.

 13. Pranav Sheth says:

  હ્દય ને સ્પર્શિ જાય તેવિ ગઝલ
  Heartly congrates to Rishbhhai,

  Namste.

  Pranav Sheth.
  Saudi Arabia.

 14. dharmesh Trivedi says:

  વાહ !!!…..ખુબ સુન્દર…..

 15. Avinash panchal says:

  Respected Sir,
  Aam to hu tmaro student chhu kadach tame mane nahi olkho
  main B.A kakanpur karyu chhe

  જતન જળનું કરો તો શક્યતા ભીનાશની રહેશે,
  કદી મૃગજળ ન ભીંજાશે, નકામો જીવ ના બાળો !

  bahu mast pankti lakhi chhe
  hu 1 pankti muku chhu tamne malta j mane advice aapva vinti

  Tmara pyaar ma koi no dhimo svas chale chhe,
  ne lagnio na vmal ma kyak visvas chhale chhe.

  hu pan janu chhu ane tu pan jane chhe aa bhasa,
  k be aankha ne gami jay aetlo samvad chhale chhe.

  avinash panchal, godhra
  (Darpan)

 16. Avinash panchal says:

  Tmara pyaar ma koi no dhimo svas chale chhe,
  ne lagnio na vmal ma kyak visvas chhale chhe.

  hu pan janu chhu ane tu pan jane chhe aa bhasa,
  k be aankha ne gami jay aetlo samvad chhale chhe.

  avinash panchal,godhra
  (Darpan)

 17. nirlep bhatt says:

  વાહ ભૈ…મજા પડી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.