એકાદ ફૂલ રંગીન – મંગળ રાઠોડ

તમારી વાત સાચી છે.
ફૂલ આપીને તમે
કોઈને
બનાવી શકો કોમળ.
બનાવી શકો તમે
કોઈકને રંગીન.
એવી શક્યતાઓને મારે
સ્વીકારવી જ પડે.
એવી પરિસ્થિતિમાં
હું તમને હવે
એ જ કહી શકું કે
આ ખલનાયકને હવે
ધિક્કારો નહીં.
તેને પણ કરી જુઓ પ્રેમ.
આપી જુઓ એકાદ ફૂલ રંગીન !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવ ના બાળો – રિષભ મહેતા
આ અમારું રજવાડું ! – પ્રવીણ દરજી Next »   

22 પ્રતિભાવો : એકાદ ફૂલ રંગીન – મંગળ રાઠોડ

 1. મારા તરફ થી મંગળભાઇને ઍક નાનકડૉ બગીચૉ….

  સરસ….

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Nice poem..

  Keep writting

 3. વિનોદ, સિડની says:

  મૃગેશભાઈ,

  નવા લેખક કે કવિ ને પ્લેટફોર્મ આપવા નો રીડ ગુજરાતી નો આશય છે એ “તમારી વાત સાચી છે…!” પણ, એમ “પ્લેટફોર્મ આપી ને તમે કોઈને
  બનાવી ન શકો કવિ..!!” મારી કોમેન્ટ કોઇ ને rude લાગશે, પણ “એવી પરિસ્થિતિમાં હું તમને હવે એ જ કહી શકું કે આ ખલનાયક (ટીકાકાર) ને ધિક્કારોશો નહીં..! ”

  રીડ ગુજરાતી અને ગુજરાતી સાહિત્ય નો નિયમીત વાચક હોવા થી આવાં જોડક્ણાં ને સાહિત્ય નો કયો પ્રકાર માનવો એ નક્કી ન કરી શક્યો. અન્ય વાચકો મને એ સમજવા માં મદદ કરશે તો ચોક્કસ ગમશે..!!!

 4. pragnaju says:

  ‘એકાદ ફૂલ રંગીન’ – જોડકણા કવિતા રચવાનો પ્રયાસ મંગળ રાઠોડને કાવ્ય રચવાની પ્રેરણા આપી યોગ્ય ગુરુ પાસે તાલીમ લેવા પ્રેરશે તેવી આશા સાથે
  શુભ કામના

 5. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આ કાવ્યનો પ્રકાર અછાંદસ લઘુ કાવ્યનો છે અને આ કાવ્ય ‘નવનીત સમર્પણ’ ના તાજેતરના અંકમાં પ્રકાશિત થયેલ છે તેની નોંધ લેશો.

  ધન્યવાદ.

 6. Bhajman Nanavaty says:

  આવી જ વાત હોય તો
  હું પણ બનું કવિ.

  લાગણઑને શબ્દમાં ઢાળો
  વાત શું છે નવી!

 7. Bhajman Nanavaty says:

  લાગણીઓને શબ્દમાં ઢાળો
  વાત શું છે નવી!

 8. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  લાગણીઓને શબ્‍દોમાં ઢાળવાની કળા એક એવી કળા છે. જે કળા તો કોઇકનેજ વરેલી હોય છે. બધા માટે એ સહેલુ નથી કે લાગણીઓને શબ્‍દોમાં ઢાળી શકે. મંગળભાઇને પ્રયાસને આપણે ઠેસ ન પહોચાડી શકીએ. ઉપરથી આપણે તો એમને પ્રોત્‍સાહિત (Encourage) કરવાના હોય.

 9. Gaurav says:

  good poem

 10. Bhavna Shukla says:

  Kavita ma shabdo ni sadgi game tevi chhe. Kavya jaruri nathi ke bhare bharkham shabdo thi bareli undi vato j hoy. Mangalbhai, laghu kavya badal kharekhar aabhar, Have aa pushp ne hath maj rakhjo sada taiyar.

 11. Shantu says:

  Nice that people are trying and we should encorage them insted being rude.

  Keep on Mangal Rathod

  Shantu, Toronto

 12. Jayesh Thakkar says:

  મિત્રો,
  મંગળ રાઠોડ પ્લેટફોર્મ-ઝંખુ “નવા કવિ કે લેખક” નથી. તેઓને “યોગ્ય ગુરુ પાસે તાલીમ” લેવાની પણ જરુર નથી કારણકે તેઓ પોતે જ એક “યોગ્ય ગુરુ” છે. અછાંદસ કાવ્યો પિકાસોના પેઇંટિંગ્સ જેવા હોય છે.
  જો કે એ બધુઁ હુઁ પણ નથી સમજતો… પણ અણસમજથી વિવેક-રેખા ઉલંઘવી યોગ્ય નથી….

 13. એક સામાન્ય વ્યક્તિની ઝંખનાને ખુબ જ સુંદર શબ્દોમાં રજૂ કરી … સુંદર રચના..

 14. dharmesh Trivedi says:

  કળાકાર/કવિ નિ રચના ને માણવા કે બિરદાવવા નુ ઔદાર્ય ના દાખવિએ તો કૈ નહિ પરન્તુ પ્રયાસ ને કારન વગર વખોડ્વો તો ના જ જોઇએ….

 15. Payday loan. says:

  Free payday loan….

  Payday advance loan utah. Free payday loan. Payday loan. Payday loan without a checking account. No telecheck payday loan. Payday loan utah….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.