સૌરાષ્ટ્ર અને જન્માષ્ટમી-અતુટ સંબંધ – નિલય ઉપાધ્યાય
[રીડગુજરાતી ને આ કૃતિ મોકલવા માટે શ્રી નિલયભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર.]
ગુજરાતી પ્રજા ઉત્સવપ્રિય તરીકે ખ્યાતિ પામી છે. એ વર્ષના પ્રત્યેક તહેવારો દરમિયાન સિદ્ધ થયા વગર રહેતું નથી. પતંગ ચગાવવાનો ઉત્સવ હોય કે દિપાવલીની રોશની. એની વચ્ચે સેન્ડવિચની જેમ ઠસો ઠસ આવતા વિવિધ તહેવારો પણ ચોક્કસપણે રંગેચંગે મનાવાય જ છે. હા, સૌરાષ્ટ્રના ગુજરાતીઓ, આ બાબતમાં સૌથી આગળ અને પછી તમામ ગુજરાતીઓ આવે એ આત્મવિશ્વાસપૂર્વક કહી શકું. હવે મુખ્ય મુદ્દા પર આવીએ તો અહીં જે વાત કરવાની હતી એને સૌરાષ્ટ્ર સાથે આત્મીય સંબંધ છે, એ છે જન્માષ્ટમી.
જન્માષ્ટમી એટલે આપણી ભાષામાં સાતમ આઠમ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર. સ્વભાવે રંગીલા અને કર્મે યુગપુરુષ એવા શ્રી કૃષ્ણના જન્મદિવસની સૌથી વધારે રંગીન ઉજવણી જ્યાં થાય છે એ સૌરાષ્ટ્રનું રાજકોટ શહેર. અલબત્ત, ધાર્મિક મહાત્મય ધરાવતા દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સમાંતર ઉજવણી પણ યોજાય છે. આ બધામાં રાજકોટ ઉજવણીની ચરમસીમાએ હોય છે. ગામેગામ થતા સુશોભનોથી માંડીને લોકમેળા અને અષ્ટમીની રથયાત્રા પછી ‘નંદ ઘેર આનંદ ભયો’ ના નાદ સાથે જન્મદિનની આખરી ક્ષણોનો માહોલ જીવનનું એક અવિસ્મરણીય સંભારણું બની રહે છે. એન.આર.આઈ ગુજરાતીઓ વેબસાઈટ કે ટી.વી.ની સ્ક્રીન પર, જન્મભૂમિનું સ્મરણ કરતાં આનંદ કરે છે તો દેશના જ અલગ અલગ રાજ્યોમાં ધંધાર્થે જઈ વસેલા આપણા ગુજરાતીઓનું મન પણ સૌરાષ્ટ્રના પોતીકા આ તહેવારની ઉજવણીના સમાચાર વાંચવા કે જોવા ચોક્કસ લલચાય છે. ઓખાના પ્રેસ પ્રતિનિધિ મનસુખભાઈ બારાઈ દ્વારકાધીશના નામથી એક વેબસાઈટ પર દ્વારકાના કૃષ્ણજન્મોત્સવનું જીવંત પ્રસારણ પણ વર્ષોથી કરે છે.
શ્રી કૃષ્ણ જન્મોત્સવ દરમ્યાન રચાતા માહોલ તરફ એક નજર કરીએ તો સુશોભનો, રાસ, તથા મેળાઓ સૌથી વધારે ધ્યાનાકર્ષક હોય છે. સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ, નગર કે શહેર નહિ હોય જ્યાં જન્માષ્ટમીની ઉજવણી નહીં થતી હોય. પોતપોતાની આગવી પરંપરા અનુસાર રાંધણછઠ્ઠથી આઠમ સુધી ઉલ્લાસ, ઉલ્લાસ અને માત્ર ઉલ્લાસ જ હોય. ગામડાઓમાં સૌરાષ્ટ્રના મોટા શહેરોની માફક ઉત્સવ સાથે આધુનિકતા હજુય આવી નથી, જો કે સમય સાથે પરિવર્તન જરૂર આવ્યું છે. શુદ્ધ ગામઠી ભાષામાં રચાયેલા, લોકગીતોના સથવારે ગામડાના પટાંગણમાં જન્માષ્ટમીના દિવસે અગાઉ રાસ લેવાતા. ઢોલ, નગારા, ત્રાંસા, મંજિરા જેવા વાદ્યો વડે, ચગડોળની માફક, હુડો, પોપટિયું, પંચિયા, તાલી વગેરે શૈલીમાં જોશભેર રાસ રમતા પુરુષો અને મહિલાઓ નજરે પડતા. હવે એ બધું ઓછું થાય છે.
‘કૃષિપ્રભાત’ અઠવાડિયકના લેખક અને ખેડૂત અને વળી અચ્છા ફોટોગ્રાફર શ્રી રમેશભાઈ ભોરણિયા આવી જ બાબતો જાણવા ગામડે ગામડે ઘૂમ્યા હતા, એમણે કહ્યું કે જોડિયા તાલુકાના લતીપર કે ટંકારાના હડાણા ગામના રાસમંડળો ખૂબ નામ કમાયા છે. આગવા પહેરવેશ અને સુંદર સંગીતથી મઢેલા ગુજરાતીઓના સાંસ્કૃતિક વારસાને ઝળહળાવતા રાસમંડળોની સંખ્યા હવે ઘટી રહી છે, લુપ્તતાને આરે છે. ખેર, આ ઉત્સવની પ્રાચીન રીત થઈ, પણ ગામડાના મેળાઓ હજી અકબંધ રહ્યા છે. શહેર જેટલી આધુનિકતા હજુ મંદ ગતીએ પ્રવેશી રહી છે. કદાચ એટલે હજુ પણ એનું મહાત્મય જળવાયું છે. સૌરાષ્ટ્રના શહેરોમાં જન્માષ્ટમી પાશ્ચાત્ય બની રહી છે. પાશ્ચાત્યપણાની સાથે ટેકનોલોજી આવતા ઉત્સવમાં ચાર ચાંદ લાગી ગયા છે એનો પ્રભાવ રંગીલા રાજકોટમાં ગલીનાકે થતા અવનવા ‘ફ્લોટ્સ’માં મનોરંજન સાથે જોવા મળે છે. કૃષ્ણ ભગવાનના જીવનચરિત્રને તાદશ કરતા દ્રશ્યો મનમોહક હોય છે. બાળપણના, કાનુડાથી મહાભારતમાં ગીતાસાર આપતા વિરાટ કૃષ્ણ અનેક વિસ્તારોમાં જોવા મળી જાય. કેટલાક ઠેકાણે તો રૂપિયો કે પાંચ રૂપિયા આપો તો કૃષ્ણ ભગવાન તમને પ્રસાદી આપવા પણ આવે છે !
જાહેરમાં થતા અત્યંત આકર્ષક આવા ‘ફ્લોટસ’ ની સજાવટમાં અનેક લોકોનો સખત પરિશ્રમ સમાયેલો હોય છે. છતાં એમાં થાક નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિનો અફાટ ભક્તિરસ છલકાય છે, સાથોસાથ જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી આઠમની શોભાયાત્રા, અમદાવાદની જગન્નાથજીની યાત્રા કરતાં બેશેર ચઢે તેવી હોય છે.
‘મેળા’ સૌરાષ્ટ્રની પરંપરા છે. હાથમાં હાથ પકડીને હૈયે હૈયું દબાય એટલી હકડેઠઠ ભીડમાં પણ ઉજવણીના ઉત્સાહ વચ્ચે અનેક મેળા સૌરાષ્ટ્રવાસીઓ ઉજવે છે. મોટા મેળાઓમાં અત્યારનો રાજકોટ શહેરમાં યોજાતો મેળો ભારતભરમાં સુવિખ્યાત છે. દેશને આઝાદ થયાને જેટલા વર્ષો થયા એટલા જ વર્ષનો ઉંમરલાયક આ મેળો બની ગયો છે. રમકડા અને ખાવાપીવાના અનેક સ્ટોલ તથા એક સાથે ગોળગોળ ઘુમતા 20-25 ફજરફાળકા દિવસે ન દેખાય એટલા રાતે રમણીય ભાસે છે. રાજકોટમાં અત્યાર સુધી ચાર દિવસ યોજાતો લોકમેળો હવે લગભગ આઠ દિવસ સુધી ચાલતો રહે છે. બાળકો માટે રમકડાં અને મોટેરાંઓ માટે મેળાવળો, આ મેળો ગણાય છે. પૂરા એક અઠવાડિયા સુધી માત્ર એક જ દિવસના ઉત્સવની ઉજવણીના ઉત્સાહ વચ્ચે જનજીવન ફરીથી પાટે ચડતા પણ બીજું પૂરું અઠવાડિયું વહી જાય છે, એવી હોય છે આ મહોત્સવની રંગત. આદરીય કવિ શ્રી રમેશ પારેખે આ મેળા વિશે બહુ સરસ લખ્યું છે કે :
આ મનપાંચમના મેળામાં
સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લઈને
કોઈ રાત લઈને આવ્યા છે.
પયગંબરની જીભ જુઓ
વેચાય છે બબ્બે પૈસામાં
ને લોકો બે બે પૈસાની
ઓકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા
કોઈ દોરાનું તૂટવું લાવ્યા
કોઈ અંગત ફાડી નાખનારું
એકાંત લઈને આવ્યા છે.
આ મનપાંચમના મેળામાં
સૌ જાત લઈને આવ્યા છે.
Print This Article
·
Save this article As PDF
જન્માષ્ટમીની ઉજવણીના સુંદર લેખ સાથે પ્રાર્થના ઉમેરુ…
હે પરમ પ્રિયતમ પૂર્ણતમ પુરુષોતમ શ્રીકૃષ્ણ !
તારાથી વિમુખ રહેવાને કારણે અનાદીકાળથી અમે અનંતાનંત દુઃખ ભોગવ્યા છે-ભોગવી રહ્યા છીએ.
પાપ કરતા કરતા અતકરણ એટલું મલીન થઈ ગયું છે કે સંતો દ્વારા એ જાણવા છતાં કે તું તારી ભુજાઓ ફેલાવી ,તારી વાત્સલ્યમય દ્રુષ્ટિથી અમારી પ્રતીક્ષા કરી રહ્યો છે,તારા શરણમાં નથી આવી શક્યા.
હે અશરણ શરણ! તારી કૃપા વગર કોઈ તને જાણી પણ શકતું નથી.આવી સ્થિતીમા,
હે અકારણ કરુણ પતિતપાવન શ્રી કૃષ્ણ! તું તારી અહેતુકી કૃપાથી અમને અપનાવી લે!
હે કરુણાસાગર અમે ભુક્તિ-મુક્તિ આદી કાંઈ માંગતા નથી.અમને તો ફક્ત તારા નિષ્કામ પ્રેમની જ એક માત્ર ચાહ છે.
હે જીવનધન!હવે તો તારા પ્રેમ વિના આ જીવન મૃત્યુથી પણ અધિક ભયાનક છે.અતએવ-
પ્રેમ ભિક્ષાં દેહી.
પ્રેમ ભિક્ષાં દેહી.
પ્રેમ ભિક્ષાં દેહી
sunder lekh
it was amaizing artical on janmashtami and cultere of mela.
સરસ લેખ. અહીં રાજકોટમાં અત્યારે ખૂબ વરસાદ છે છતાં લોકો મન ભરીને મેળો માણે છે.
બહુ સરસ. મજા આવિ, નિલયભાઇ લખતા રેજો
ખુબ સરસ લેખ
સૌરાષ્ટ્રની આવી જ ભાતીગળ સંસ્કૃતિ સાથે પરિચય કરાવતા રહેજો..
very good and with indept article.
congts a lot
regards to Nilaybhai
very true Nilaybhai. Saurashtrian are Crazy for Satam-Aatham. Here in Gandhinagar, that enthu is not seen. Therefore, this year especially to show that festival to my little daughter we took her to Junagadh (our native). She was very much surpirsed like, O how people Draw Rangoli on raods? How such competition held? People spend their whole night in SHERI decoration.
THE LIVELINESS OF THE FESTIVAL IS OBSERVED IN SAURASHTRA ONLY.
Very true Nilaybhai. Saurashtrian are Crazy for Satam-Aatham. Here in Gandhinagar, that enthu is not seen. Therefore, this year especially to show that festival to my little daughter we took her to Junagadh (our native). She was very much surpirsed like, O how people Draw Rangoli on raods? How such competition held? People spend their whole night in SHERI decoration.
THE LIVELINESS OF THE FESTIVAL IS OBSERVED IN SAURASHTRA ONLY.
Melas and such festivals are a part of our culture and our children should appreciate its significance.
khub sarars, nilaybhai