વૃક્ષોની લીલા – ગુણવંત ઉપાધ્યાય

વૃક્ષોની નિત્ય લીલા લીલી નજરથી ચાખું,
ભીની થયેલ આંખો ગજવામાં કેમ રાખું ?

વૃક્ષોમાં જોઉં છું હું પાલક પિતાનો ચહેરો,
વડવાઈમાં વસેલું મારું યે કૂળ આખું.

પગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,
બસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.

જન્માક્ષરો યે ક્યાં છે, ક્યાં હાથ, હસ્તરેખા,
મારું ભવિષ્ય મિત્રો કઈ રીત કોઈ ભાખું ?

વૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;
બારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવ પરિવાર – લતા હિરાણી
ફરાળી વાનગીઓ – સંકલિત Next »   

12 પ્રતિભાવો : વૃક્ષોની લીલા – ગુણવંત ઉપાધ્યાય

 1. વૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;
  બારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું ?

  -અદભુત શેર…. વાહ…

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice Gazal….!

  “પગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,
  બસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.”

  good imagination…..

 3. pragnaju says:

  ગઈ ૨૫મી એપ્રીલે ‘આરબર ડે’ને દિવસે વૃક્ષો અંગેની પ્રવૃતિઓ હોય છે.તેમાં એક પ્રોજેસ્ટ કાવ્ય હરિફાઈનો પણ હોય છે. જેવાકે હાઈકુ,ત્રણ લાઈનના ૫-૭-૫ સીલેબેલ્સની, પાચ લાઈનના કાવ્ય…વર્ણન ૪,કાર્ય ૬,લાગણીનુ વર્ણન ૮ અને ટાઈટલ માટે બીજા શબ્દો
  ૨ સીલેબેલ્સ,વૃક્ષોના ચિત્રો પરથી કાવ્ય,વૃક્ષો અંગે મારું સ્વપ્ન વિ.તે બધા કાવ્યો કરતા પણ આ કાવ્ય સુંદર લાગ્યું-માણ્યું.
  આ ‘બે દરો દિવારકા એક ઘર બસાના ચાહિએ’ની કલ્પનાને પોતાના અને વૃક્ષોના સ્વરુપમાં
  ઊંડા પ્રેમા-લાગણીથી લખાયલુ-

  “વૃક્ષોની નિત્ય લીલા લીલી નજરથી ચાખું,
  ભીની થયેલ આંખો ગજવામાં કેમ રાખું ?

  વૃક્ષોમાં જોઉં છું હું પાલક પિતાનો ચહેરો,
  વડવાઈમાં વસેલું મારું યે કૂળ આખું.”
  મન પ્રસન્ન કરી દે છે.
  પગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,
  બસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.

  જ્ન્માક્ષરો યે ક્યાં છે, ક્યાં હાથ, હસ્તરેખા,
  મારું ભવિષ્ય મિત્રો કઈ રીત કોઈ ભાખું ?

  વૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;
  બારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું ?
  અને છેલ્લા ત્રણ શેરો-આફ્રીન થઈ ગયા.

 4. Bhavna Shukla says:

  ભીની થયેલ આંખો ગજવામાં કેમ રાખું ?
  ……….
  આહ્!!!!!!

 5. BHAGIRATH LASHKARI says:

  KYA BATT HAIII……………..KHUB SUNDAR SHER……….

  “પગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,
  બસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.”

 6. Vaishali Maheshwari says:

  Awesome creation.

  Very nice and touching.

  The best part is:
  વૃક્ષોમાં જોઉં છું હું પાલક પિતાનો ચહેરો,
  વડવાઈમાં વસેલું મારું યે કૂળ આખું.

  Wonderful.
  Thank you Mr. Gunvant Upadhyay!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.