ફરાળી વાનગીઓ – સંકલિત

image[1] રાજગરાનો ચેવડો
(ચાર વ્યક્તિ માટે)

૨૫૦ ગ્રામ રાજગરો
૧૦૦ ગ્રામ સીંગદાણા,
૫૦ ગ્રામ તળેલા સાબુદાણા,
૧૫૦ ગ્રામ ખમણ પત્રી,
તળવા માટે તેલ.
મીઠુ ,મરી, લાલમરચૂ ,દળેલી ખાંડ, (પ્રમાણસર)

બનાવવાની રીત :
સૌ પ્રથમ રાજગરાના લોટમાં પ્રમાણસર મીઠુ, મરી નાખી હલાવી લો . ત્યારબાદ તેમાં થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ સેવ પાડી શકાય તેવો બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહી એવો માફકસર લોટ બાંધી લો. હવે સેવ પાડવાના સંચામાં તેને ભરી ઝીણી સેવ પાડી ઉકળતા તેલ માં તળી લો. હવે એક પ્લેટ માં માંડવીના દાણા તથા ખમણ પત્રી તળીને અલગ રાખો. તળેલી રાજગરાની સેવ પર આ તળેલા માંડવીના દાણા, પત્રી તથા તળેલા સાબુદાણા નાંખો. આ મિશ્રણમાં થોડુ મીઠું, લાલ મરચું, તથા દળેલી ખાંડ ભભરાવો. (અહીં દળેલી ખાંડ વધારે નાંખવી.) આમ આપનો રાજગરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે જે આપ ઉપવાસ એકટાણામાં લઈ શકો છો.

image[2] રાજગરાના ભજીયા
(ચાર વ્યક્તિ માટે)

૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ
૩ બટેટા
૧ ટામેટું
૫ લીલા મરચાં
થોડી કોથમરી
મીઠું ,લાલ મરચું, મરી
તળવા માટે તેલ.

બનાવવાની રીત :
સૌ પ્રથમ બટેટા ખમણી ને ધોઈ એક પ્લેટમાં લઈ લો. તેમાં ટામેટાના ખુબ જ ઝીણા કાપેલા ટૂકડા , લીલા મરચાં તથા કોથમરી સુધારી ને નાંખો હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરો. પ્રમાણસર મીઠું, લાલ મરચું, મરી નાંખી આ મિશ્રણને તૈયાર કરો. (યાદ રાખો કે આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. એમ કરવાથી તૈયાર કરેલું ખીરું ઢીલું પડી જાશે અને ભજિયા કરકરા નહિ થાય.) હવે એ તૈયાર કરેલા ખીરામાંથી નાની નાની ભજી ઉકળતા તેલમાં તળી લો અને દહીં તથા લીલા મરચા સાથે ગરમ ગરમ પીરસો.

image[3] રાજગરાની પુરી
(ચાર વ્યક્તિ માટે)

૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ
મીઠું , મરી, જીરૂ

બનાવવાની રીત :
રાજગરાના લોટમા માફકસર મીઠું, મરી, તથા જીરૂ નાંખી ભેળવી લો. હવે હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધો. પણ અહીં સામાન્ય પુરી કરતા સહેજ કઠણ લોટ બાંધવો. તેમજ લોટ બંધાય જાય એટલે તરત નાના નાના લુઆ તૈયાર કરી લોટ ઢાંકી દેવો. હવે થોડું અટામણ લઈ નાની નાની પુરીઓ વણી ઉકળતા તેલ માં તળી લો. આ પુરી તમે ચા સાથે નાસ્તામાં અથવા બટેટાની સુકીભાજી સાથે જમવામા લઈ શકો છો. આ ફરાળી વાનગીઓ ઉપવાસ એક્ટાણામાં ખુબ જ ઉપયોગમા લેવામાં આવે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃક્ષોની લીલા – ગુણવંત ઉપાધ્યાય
એહથી આગળ – સુધીર પટેલ Next »   

22 પ્રતિભાવો : ફરાળી વાનગીઓ – સંકલિત

 1. Mahendi says:

  nice article specially in the month of sharvan

 2. pragnaju says:

  ઉપવાસ કરવાનો આવે અને પ્રશ્ન થાય કે શું ખાવું?
  ફ્ર્રાળમાં પણ જુદી જુદી માંગણીઓ!
  આ ફરાળી વાનગીઓ સ્વાદિષ્ટ છે તેથી ઘણાને અનુકૂળ આવશે…
  ફરાળી વાનગીઓ – સંકલિત – જેણે પણ કરી હોય તેને ધન્યવાદ

 3. Bhavna Shukla says:

  રાજગરાની ભજી સરસ બને છે. કઈક નવુ પણ લાગે. થોડા દહી મા મીઠુ, સહેજ લાલ મરચુ, થોડી ખાંડ અને એક ચમચી શેકેલા શિંગદાણાનો ભૂકો અને થોડુ કાકદડીનુ છીણ નાખી ફરાળી રાયતુ સાથે ભજી ભાવશે.

 4. વટ્ટી says:

  બઓ સરસ

 5. Aarti says:

  very nice

 6. ranjan pandya says:

  બિજિ ફરાલિ વાનગિ જેવિ કે ફરાલિ શાક કથિ નિ રેસિપિ આપસો

 7. Buspar. says:

  Buspar….

  Buspar….

 8. Arpita Modi says:

  જેને ઉપ્વાસ કર્યો હોય તેના માતે રાજગરાના ભજીયા એક સ્વદિશ્ત વાન્ગિ બનિ રહેશે.

 9. Generic of imitrex….

  Has a generic brand been developed for imitrex. Imitrex generic. Generic of imitrex. Imitrex going generic….

 10. Tina says:

  looks like fasting in out of india becomes easy whn u have such farali items in yr dish..!!

 11. manish says:

  ghani saras recipee aapi chhe, pani puri ni recipee aapsho

 12. Rita says:

  I would like to suggest a small alteration to the recipe for Rajagra Puri:

  Roll a few puries at a time; and place them saperately in a plate.

  Place a falt skillet on one side of your stove on medium heat to roast dry puries; keep frying pan with oil on med heat READY on the other side of the stove to fry puries!

  Roast Rajagra-puries on both sides on the flat skilet; fry them right away in med hot oil. Drain them on paper towel!

  These puries will not be soggy; less oily! Thanks to my Mom!
  -Rita

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.