ફેર છે – દિનેશ કાનાણી

[‘શબ્દસૃષ્ટિ’ સપ્ટેમ્બર-2007 માંથી સાભાર.]

બોલવામાં ચાલવામાં ફેર છે
એટલે તો આટલું અંધેર છે.

માત્ર બસ થોડાઘણા મતભેદ છે,
લોક કહે કે એની વચ્ચે વેર છે.

ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
સાવ આ તાજો જ મારો શેર છે.

એક બે જો હોય, તો કહીં પણ દઉં,
દુર્દશાનાં કારણો સિત્તેર છે.

હું અહીં તો આપનો મહેમાન છું,
મારો અસલી ચહેરો મારે ઘેર છે.

એક વ્યક્તિ કાંકરીચાળો કરે
ત્યાં જ ડામાડોળ આખું શ્હેર છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુન્ની – દીવાન ઠાકોર
ઉમ્મીદવાર છે – હરીન્દ્ર દવે Next »   

14 પ્રતિભાવો : ફેર છે – દિનેશ કાનાણી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice gazal….!

  “એક બે જો હોય, તો કહીં પણ દઉં,
  દુર્દશાનાં કારણો સિત્તેર છે.”

 2. pragnaju says:

  વર્ષો પહેલાં એક ગીત ગાતા…
  સમજું ના આ ભરતી છે
  કે આવે છે તુફાન ?
  તેવો શેર સરસ છે પણ
  તાજો લાગતો નથી.
  ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
  સાવ આ તાજો જ મારો શેર છે.
  એક વ્યક્તિ કાંકરીચાળો કરે
  ત્યાં જ ડામાડોળ આખું શ્હેર છે !
  સાચી વાત પણ એ વાઘને કોણ કહે કે…
  હું અહીં તો આપનો મહેમાન છું,
  મારો અસલી ચહેરો મારે ઘેર છે.
  ખલીલ કહે છે…મુખવટા વગરનો કોઈનો પણ
  અસલી ચહેરો જોવાઈ જાય તો તેને ગાંડો ગણે છે!
  સરસ

 3. ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
  સાવ આ તાજો જ મારો શેર છે.

  – ઉમદા શેર…. આખી ગઝલ જ જોકે સરસ થઈ છે…

 4. pallavi says:

  nice creation
  pallavi

 5. krupal soni says:

  એક વ્યક્તિ કાંકરીચાળો કરે
  ત્યાં જ ડામાડોળ આખું શ્હેર છે !

  એક બે જો હોય, તો કહીં પણ દઉં,
  દુર્દશાનાં કારણો સિત્તેર છે.

  very nice sir it touched my heart.KEEP IT LIKE THIS,

 6. Nilesh Shrimali says:

  Matra thoda ghana matbhed chhe
  loko kahe chhe aeni vacche ver chhe.

  tahuko… ke chis
  nakki karo

  Nice, lakhan man kyank mariz ni asar lagi

  well, good

 7. Atul Jani says:

  બોલવામાં ચાલવામાં ફેર છે
  એટલે તો આટલું અંધેર છે.

  કહેવુ કાઇક અને કરવુ કશુક, મનમા કાઇક અને રજુઆત જુદી. અન્ધેર માટેનુ મોટુ રહસ્ય ઉદઘાટીત કરવા બદલ ખુબ ખુબ ધનવ્યવાદ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.