ઉમ્મીદવાર છે – હરીન્દ્ર દવે

[શ્રી હરીન્દ્ર દવેના સૌ પ્રથમ કાવ્યસંગ્રહ ‘આસવ’ (1961) માંથી સાભાર.]

વેરાન રાહ છે, ન કોઈ આવનાર છે,
ઓ જિન્દગી, આ કોનો તને ઈંતેજાર છે !

ક્યાં નેત્ર મેં મીંચ્યાં ને હવે ક્યાં ખૂલી રહ્યાં,
કેવા અજાણ મુલ્કમાં ઊગી સવાર છે !

કોની દુઆ હતી કે અસર આટલી થઈ,
ડૂમો હતો હૃદયમાં હવે અશ્રુધાર છે !

એથી તો મૂકતો નથી નિ:શ્વાસ મારગે,
હું તો નિરાશ છું ઘણા ઉમ્મીદવાર છે.

રોકી શકો તો રોકો તમે કાળચક્રને,
યુગને ન રોકો, એ તો ફકત રાહદાર છે.

આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં,
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

મારા જીવનની ખેર પૂછો છો તો કહી દઉં,
દીપક જલી રહ્યો છે, છતાં અન્ધકાર છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફેર છે – દિનેશ કાનાણી
ગુરુભક્ત આરુણિ – અજ્ઞાત Next »   

13 પ્રતિભાવો : ઉમ્મીદવાર છે – હરીન્દ્ર દવે

 1. Hiral Thaker 'Vasantiful' says:

  આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં,
  ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

  Realy Jyathi Simao khatam thay chhe tyathij to temna shabdo ni sharuvat thay chhe….!

 2. shaileshpandya BHINASH says:

  nice……………………

 3. pragnaju says:

  હરીન્દ્ર દવેનું નામ ન હોય તો પણ વાચતા જ હ્રુદયને સ્પર્શી જાય તો તે ગઝલ તેમની જ છે તે ખબર પડે!
  કયો શેર વધુ ગમે છે તે નક્કી નથી થતું…
  વેરાન રાહ છે, ન કોઈ આવનાર છે,
  ઓ જિન્દગી, આ કોનો તને ઈંતેજાર છે !

  ક્યાં નેત્ર મેં મીંચ્યાં ને હવે ક્યાં ખૂલી રહ્યાં,
  કેવા અજાણ મુલ્કમાં ઊગી સવાર છે !

  કોની દુઆ હતી કે અસર આટલી થઈ,
  ડૂમો હતો હૃદયમાં હવે અશ્રુધાર છે !

  એથી તો મૂકતો નથી નિ:શ્વાસ મારગે,
  હું તો નિરાશ છું ઘણા ઉમ્મીદવાર છે.

  રોકી શકો તો રોકો તમે કાળચક્રને,
  યુગને ન રોકો, એ તો ફકત રાહદાર છે.

  આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં,
  ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

  મારા જીવનની ખેર પૂછો છો તો કહી દઉં,
  દીપક જલી રહ્યો છે, છતાં અન્ધકાર છે.

  … છેલ્લી લીટી -તમને સર્વશક્તિમાન દીપક નીચેથી બહાર લાવે પછી ઉજાસ જ ઉજાસ…ખેર જ ખેર
  વાંચેલી ફરી વાંચી
  … તો પણ આનંદ થયો

 4. દીપક જલી રહ્યો છે, છતાં અંધકાર છે ! વાહ કવિ !

 5. હરીંદ્રભાઈ મારા લાડકા ત્રણચાર કવિમાંના એક છે એટલે મારે તો આજે નંદમહોત્સવ

 6. ક્યાં નેત્ર મેં મીંચ્યાં ને હવે ક્યાં ખૂલી રહ્યાં,
  કેવા અજાણ મુલ્કમાં ઊગી સવાર છે !

  આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં,
  ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

  -સુંદર ગઝલ….

 7. વાહ! સુંદર ગઝલ!

 8. Amoxicillin for acne….

  Amoxicillin for acne. Amoxicillin kills acne. Amoxicillin for healing steroid acne. Amoxicillin acne….

 9. Hartford ephedra lawyers….

  Liquid ephedra. Ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.