આપણે અને છેવાડાના લોકો – બિલ ગેટ્સ

bill gates[અનુવાદ : યોગેશ કામદાર/ દીપક દોશી. ‘નવનીત સમર્પણ’-સપ્ટે’07 માંથી સાભાર.]

[પૂર્વભૂમિકા : ભાગ્યે જ કોઈ બિલ ગેટ્સના નામથી અજાણ હશે. 52 વર્ષીય વિલિયમ (બિલ) એચ. ગેટ્સ માઈક્રોસોફટ કોર્પોરેશનના અધ્યક્ષ છે. એમની વાર્ષિક આવક 51.12 અબજ ડૉલરની છે. દુનિયાભરમાં 78,000 લોકો એમાં કામ કરે છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વિશ્વની સૌથી મોટી સખાવત પણ કરે છે. ચોત્રીસ અબજ અમેરિકન ડૉલરનું સખાવતી ‘બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ ચલાવે છે. અત્યાર સુધી વિશ્વભરમાં 29 અબજ ડૉલરની સખાવત દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય અને અસમાનતા ક્ષેત્રે યોગદાન આપ્યું છે. અહીં એમની હળવી છતાં ગહન શૈલીમાં એમણે હાર્વર્ડ યુનિ.ના સ્નાતકોને જે શીખ આપી છે તે આપણા પ્રાચીન ઋષિ પોતાના શિષ્યોને આપતા જ્ઞાનની કક્ષાની છે. આ વક્તવ્ય જૂન 7, 2007માં હાર્વર્ડ યુનિ. ના પદવીદાન સમારોહમાં અપાયેલું છે. લેખનું શીર્ષક મૌલિક છે.]

પ્રમુખ બોર્ડ, ભૂતપૂર્વ પ્રમુખ રુડેનસ્ટિન, નવા નિમાયેલા પ્રમુખ ફૌસ્ટ, હાર્વડ કોર્પોરેશન તથા સંચાલન સમિતિના સભાસદો, વાલીગણ અને સૌથી મહત્વના, મારા વહાલા સ્નાતકો.

30થી પણ વધુ વર્ષોથી એક ઝંખના હતી કહેવાની કે ‘પિતાજી, હું તમને નહોતો કહેતો કે હું અહીં પાછો આવીશ અને મારી પદવી જરૂર મેળવીશ ?’ આવું સન્માન મને સમયસર બક્ષ્યું તે બદલ હું હાર્વર્ડનો ઋણી છું. કારણકે આવતે વર્ષે હું મારી નોકરી બદલવાનો છું અને તેવા પ્રસંગે મારા પરિચય-પત્રમાં કૉલેજની ડિગ્રી હોય તો સારું લાગે. મારા કરતાં વધુ સીધો રસ્તો અપનાવીને (એટલે કે વ્યવસ્થિત રીતે પોતાનો અભ્યાસ પૂરો કરીને) આજે પદવી મેળવનાર સ્નાતકોનું હું અભિવાદન કરું છું. ક્રિમસને એમ કહ્યું કે, ‘હાર્વર્ડમાંથી શિક્ષણ અડધેથી છોડી જનારાઓમાંની હું સૌથી સફળ વ્યક્તિ છું.’ મારા માટે આ આનંદની વાત છે. નાપાસ વિદ્યાર્થીઓનો હું સૌથી સફળ પ્રતિનિધિ છું. મારે મારી એવી ઓળખાણ પણ આપવી છે કે મેં જ સ્ટિવ બાલમર જેવાને બિઝનેસ સ્કૂલને તિલાંજલિ આપવા પ્રેર્યો. મારી સંગતની અસર બહુ સારી નથી. અને કદાચ એટલે જ મને તમારા વિદાયમાન સમારંભમાં બોલવાનું આમંત્રણ અપાયું છે. તમારા અભ્યાસકાળની શરૂઆતમાં જ જો મને ભાષણ આપવા બોલાવાયો હોત તો તમારી સંખ્યા આજે અહીં ઓછી હોત.

મારો હાર્વર્ડનો અનુભવ અદ્દભુત હતો. શિક્ષણ વિશ્વનું વાતાવરણ પણ એટલું જ અદ્દભુત હતું. જે વિષયો મેં નહોતા લીધા તેના વર્ગોમાં જઈને પણ હું બેસતો. અને હોસ્ટેલની મજા તો કાંઈ ઔર જ હતી. ક્યુરિયર હાઉસમાં આપેલા રેડક્લિફમાં હું રહેતો હતો. મોડી રાત સુધી મિત્રો મારા ઓરડામાં ધામો નાખી ચર્ચાઓ કરતા રહેતા. એમને ખબર હતી કે મને કાંઈ સવારે વહેલા ઊઠવાની ચિંતા નથી. આમ મને બધાં ‘અસામાજિક તત્વો’ ની નેતાગીરી મળી. કહેવાતા ‘સભ્ય’ લોકોથી અમે જુદા છીએ એવું પુરવાર કરવા અમે સૌ એક બીજાને જાણે વળગી રહેતા.

રેડક્લિફમાં રહેવાનો આનંદ અનેરો હતો. અહીં યુવતીઓની સંખ્યા ખૂબ હતી અને યુવાનોમાંના મોટા ભાગના ગણિત અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હતા. જો તમે સાનમાં સમજી જવાના હો તો કહું કે આવી પરિસ્થિતિ મારા જેવા માટે બહુ ‘ફાયદાકારક’ હતી. અને અહીં જ મને મારા જીવનનો મહત્વનો પદાર્થપાઠ પણ મળ્યો કે ‘ફાયદાકારક’ પરિસ્થિતિ હોય તો સફળતા હાંસલ થશે જ તેની કોઈ ખાતરી નથી મળતી. હાર્વર્ડની મારી સૌથી યાદગાર ક્ષણ આવી સન 1975ના જાન્યુઆરી મહિનામાં. ક્યુરિયર હાઉસમાંથી મેં આલ્બુકર્ક સ્થિત એક કંપનીને ફોન જોડ્યો. આ કંપનીએ વિશ્વનાં સૌ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત કરી હતી; અને મેં તેમને આ કોમ્પ્યુટરો માટે સોફટવેર બનાવીને વેચવાની તૈયારી દર્શાવી. મારા મનમાં ફફડાટ તો હતો જ કે હું તો હોસ્ટેલમાંથી ફોન કરી રહેલો એક છોકરડો છું તે જાણીને તેઓ ફોન મૂકી દેશે. પણ તેમણે તો કહ્યું : ‘હજી અમારી બધી તૈયારી પૂરી નથી થઈ એટલે તમે એકાદ મહિના પછી આવીને મળો.’ મારા માટે તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું જેવી આ વાત હતી કારણ કે મારું સોફટવેર પણ હજુ ક્યાં તૈયાર હતું ? તે ઘડીથી મૂળ તો વધારાના ક્રેડિટ પોઈન્ટસ મેળવવાના આશયથી હાથમાં લીધેલા આ પ્રોજેક્ટ પાછળ હું રાત-દિવસ મચી પડ્યો. આનું પરિણામ એટલે મારા વિદ્યાર્થી જીવનનો અકાળે અંત અને માઈક્રોસોફ્ટ સાથેની મારી રોમાંચક સફરની શરૂઆત.

હાર્વર્ડની મારી સૌથી અગત્યની યાદગીરી એટલે આટલા બધા બુદ્ધિશાળી અને તેજસ્વી સહયોગીઓનો સંગ. આવા વાતાવરણમાં ક્યારેક આનંદ જ આનંદ તો ક્યારેક હતાશા અને ક્યારેક નિરાશા પણ. અને આમ છતાં હરહંમેશ, ડગલે ને પગલે કોઈ ને કોઈ પડકાર. અપ્રતિમ એવો આ અનુભવ હતો. ભલે મેં મારો હાર્વર્ડનો અભ્યાસ અડધેથી પડતો મૂક્યો હોય પણ અહીં વિતાવેલાં વર્ષો, અહીં મેળવેલી વૈચારિક મૂડી અને અહીં મળેલા મિત્રોએ મારા જીવનના ઘડતરમાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે. અતીતમાં ડોકિયું કરું છું ત્યારે મને હંમેશાં એક અફસોસ રહ્યા કરે છે. મેં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય છોડ્યું ત્યારે વિશ્વભરમાં ફેલાયેલી અસહ્ય અસમાનતાની મને કોઈ જાણ જ નહોતી. દારુણ ગરીબી, બીમારી અને રોગચાળો અને તકોની એવી અસમાનતાઓ જેણે દુનિયાના કરોડો મનુષ્યોને હતાશા અને કમનસીબીમાં જીવવા મજબૂર કર્યા હતા.

અહીં હાર્વર્ડમાં મને અર્થશાસ્ત્ર અને રાજકારણને લગતા ઘણા નવા વિચારોનો પરિચય તો થયો જ સાથે-સાથે વિજ્ઞાન અને તંત્રજ્ઞાને સર્જેલી ક્રાંતિનું પણ જ્ઞાન મળ્યું. પરંતુ માનવજાતની સફળતા એટલે માત્ર અદ્દભુત શોધખોળો કરવી તે નથી. સાચી સફળતા તો છે દુનિયામાં વ્યાપેલી અસમાનતાઓને ઘટાડવામાં. ભલે તે લોકશાહીના માધ્યમ વડે હોય કે શિક્ષણના અતિ બહોળા પ્રસાર દ્વારા કે પછી સૌને આર્થિક સહાય પૂરી પાડવાથી હોય કે બીમારી-રોગચાળાનો અસરકારક પ્રતિકાર કરવામાં હોય – ઉચ્ચતમ સફળતા છે વૈશ્વિક અસમાનતાઓ નિવારવામાં. મેં જ્યારે ભણવાનું અધવચ્ચે પડતું મૂક્યું ત્યારે મને એવી ખબર સુદ્ધાં નહોતી કે મારા જ દેશના લાખો કિશોરો શિક્ષણથી વંચિત રહી જાય છે કે દુનિયાભરના કરોડો મનુષ્યો કલ્પના પણ ન કરી શકાય તેવી દારુણ ગરીબીમાં દોજખની જિંદગી જીવી રહ્યા છે. આનું ‘ભાન’ થતાં મને વર્ષો લાગ્યાં. તમે જ્યારે હાર્વર્ડમાં જોડાયા ત્યારે પરિસ્થિતિ જુદી હતી. તમારા પુરોગામીઓની સરખામણીમાં વૈશ્વિક અસમાનતાઓની જાણ અને સમજ તમને વધુ છે. મને આશા છે કે તમારા અહીંના અભ્યાસકાળ દરમ્યાન તમને એવું વિચારવાનો મોકો જરૂર મળ્યો હશે કે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની ક્રાંતિકારી પ્રગતિનો ઉપયોગ આ અસમાનતાઓને નાથવા અને નેસ્તનાબૂદ કરવા અકસીર રીતે કેમ કરી શકાય. આ પ્રશ્નોનો ઉકેલ લાવવા આપણે સૌ આજે વધુ સભાન અને સજ્જ છીએ.

ધારી લો કે દર અઠવાડિયે તમારી પાસે થોડા કલાકો અને થોડા પૈસા ફાજલ બચે છે જેનો ઉપયોગ તમે કોઈ સત્કાર્ય પાછળ કરી શકો, એથી કોઈની જિંદગી સુધારવામાં કે બચાવવામાં તમે યથાશક્તિ યોગદાન આપી શકો. તો આવા સમય અને પૈસા તમે ક્યા કાર્ય માટે વાપરશો ? મેલિન્ડા (મારી પત્ની) અને મારા માટે પણ આવો જ પડકાર ઊભો છે : અમારી સંપત્તિ અને સમયનો સદુપયોગ કરી વધુમાં વધુ ઉમદા કાર્ય કઈ રીતે કરતાં રહેવું.

મેલિન્ડા અને મારા વચ્ચે આવી ચર્ચાઓ ચાલતી હતી તેવા વખતે એક રસપ્રદ લેખ અમારે ધ્યાને ચડ્યો. દુનિયાભરનાં લાખો બાળકો એવા રોગોનો ભોગ બની મૃત્યુ પામતાં હતાં જે રોગો અમે માનતા હતાં કે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે – મેલેરિયા, ન્યુમોનિયા, યલો ફિવર, હેપિટાઈટિસ-બી વગેરે. આમાંનો રોટાવાયરસ નામનો એક રોગ તો એવો છે જેનું અમે નામ સુદ્ધાં નહોતું સાંભળ્યું. આ રોગ દર વર્ષે પાંચ લાખ જેટલાં બાળકોનો ભોગ લે છે – આમાંનું કોઈ બાળક અમેરિકાનું નથી. ચોંકાવનારી વાત હતી. અમે તો એવી જ ભ્રમણામાં હતાં કે જે લાખો ભૂલકાંઓ મરી રહ્યાં છે તેમને જો બચાવી શકાય તેમ હોય તો દુનિયાભરમાં એમને બચાવવા અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવા અવશ્ય ઝુંબેશ ચાલી હોત. પણ કોઈના પેટનું પાણી સુદ્ધાં હાલતું હોય તેમ લાગતું નહોતું. જો સમયસર સારવાર મળે તો જન્મતાં પહેલાં જ મૃત્યુમુખે પહોંચી જતાં લાખો માનવજીવ બચાવી શકાય તેમ છે અને તે પણ સાવ નજીવા ખર્ચે. પણ હકિકત એ છે કે આવા કોઈ પ્રયત્નો થતા નથી.

જો તમે માનતા હો કે દરેક માનવજીવનું મૂલ્ય સમાન છે તો આપણને કંપારી નહીં છૂટે કે માત્ર અમુક જીવો બચાવવા યોગ્ય છે જ્યારે બીજા નહીં ? અમે નિર્ણય કર્યો : ‘આ સાચું ન હોઈ શકે, પણ જો સાચું હોય તો આમાં મદદરૂપ થવું તે અમારું સર્વોચ્ચ લક્ષ્ય હોવું જોઈએ.’ અને તમારામાંના કોઈએ પણ જે કર્યું હોય તે જ રીતે અમે પણ અમારું કામ શરૂ કર્યું. પ્રાણપ્રશ્ન છે : ‘આ બાળકોને માનવસમાજ મરવા દઈ જ કેમ શકે ?’ આનો જવાબ સીધો છે અને કડવો પણ. આવા બાળકોનો જીવ બચાવવામાં વ્યાપાર-ઉદ્યોગોને કોઈ ફાયદો નથી થવાનો અને સરકારને તો કોઈ મદદ કરવામાં જાણે રસ જ નથી. આ બાળકોના મૃત્યુનું કારણ હતું કે તેમનાં મા-બાપ આર્થિક રીતે મજબૂર હતાં અને વહીવટીતંત્ર તેમનું સાંભળવા રાજી નહોતું. પણ તમે અને હું આ બન્ને રીતે સક્ષમ અને સજ્જ છીએ. જો આપણે યોગ્ય આર્થિક નીતિ અનુસરીએ તો વ્યાપાર-ઉદ્યોગો આ નિસહાય લોકો પ્રત્યે પોતાની જવાબદારી અદા કરે. જો આજીવિકાની વધુ તકો પેદા કરી શકાય અને વધુને વધુ લોકો પોતાની આવકનું ધોરણ ઉપર લાવી શકે તો આવી ભીષણ અસમાનતાઓથી મનુષ્યોને બચાવી શકાય. સરકાર પર તમારા-મારા જેવા એવું દબાણ જરૂર લાવી શકે જેથી આપણે જે બાબતે ચિંતિત છીએ તેવી સમસ્યાઓ પર સરકાર આપણી પાસેથી કર તરીકે ઊઘરાવેલા પૈસા ખર્ચે.

નિ:સહાય લોકોનું કલ્યાણ થાય, વ્યાપાર-ઉદ્યોગોને ધંધાની તકો મળે અને રાજકારણીઓને મત – એવી જો કોઈ વ્યવસ્થા અને યોજનાઓ આપણે વિચારી શકીએ તો દુનિયાભરમાંથી અસમાનતાઓ ઓછી કરવાની દિશામાં આપણે થોડાંક કદમ આગળ વધ્યા એમ કહી શકીશું. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે તે ક્યારેય પૂરી નહીં થાય પરંતુ જો આપણે દિલોજાનથી આ પ્રક્રિયા આગળ ધપાવશું તો દુનિયાની કાયાપલટ કરી શકીશું. હું આશાવાદી છું અને દઢપણે માનું છું કે આમ કરવું શક્ય છે. જેમનાં મનમાં આ વિશે થોડી-ઘણી શંકા છે તે મને કહેતાં હોય છે : ‘માનવજાતના ઉદ્દભવથી આવી અસમાનતાઓ છે અને તે હંમેશ રહેવાની જ. કારણકે કોઈને કાંઈ જ દરકાર નથી.’ હું આ વિચાર સાથે જરા પણ સહમત નથી. મારો વિશ્વાસ છે કે આપણા સહુમાં પૂરેપૂરી અનુકંપા છે, હમદર્દી છે. અહીં હાજર રહેલી પ્રત્યેક વ્યક્તિએ, ક્યારે ને ક્યારે, એવી કરુણતા જરૂર અનુભવી હશે કે જેથી તેમનું હૃદય દ્રવ્યું હોય. અને આમ છતાં આપણે કાંઈ જ કર્યું નહીં હોય. એટલા માટે નહીં કે કાંઈ કરવાની આપણી ઈચ્છા નહોતી પણ એટલા માટે કે આવે વખતે શું કરવું જોઈએ તેની આપણને સૂઝ નહોતી. આવી પરિસ્થિતિમાં શું કરી શકાય તેનો જો ખ્યાલ હોત તો આપણે અચૂક તેમ કર્યું હોત.

આપણે બદલાવ લાવી નથી શકતા તેનું કારણ એ નથી કે આપણને આવી કોઈ પરવા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે પરિસ્થિતિઓ જટિલ અને દુર્ગમ હોય છે. આપણી સંવેદનાઓને આચરણમાં મૂકવા માટે પહેલાં તો પ્રશ્નને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવો પડે, પછી તેનો ઉકેલ શોધવો પડે અને તેવા ઉકેલનાં પરિણામોનો અભ્યાસ કરવો પડે. પરિસ્થિતિની જટિલતા આ કામ માટે અવરોધરૂપ બને છે. ચોવીસે-કલાક, સતત ચાલતાં રહેતાં સમાચાર-પ્રસારણો અને ઈન્ટરનેટ વગેરેની સુવિધા હોવા છતાં આ મહત્વના પ્રશ્નોને લોક-માનસ સુધી પહોંચાડવાનું કામ અઘરું છે. કોઈ વિમાન અકસ્માત થાય તો અધિકારીઓ તરત જ પત્રકાર પરિષદ બોલાવશે, વિગતવાર તપાસ યોજવાના વાયદાઓ કરશે જેથી ભવિષ્યમાં ફરી આવી હોનારત ન થાય. પરંતુ અધિકારી જો ખરેખર પ્રમાણિક હોય તો તેણે કહેવું જોઈએ કે ‘વિશ્વમાં દરરોજ જેટલી વ્યક્તિઓ બચાવી શકાય તેમ હોવા છતાં મોતના મુખમાં ધકેલાતી હોય છે તેમાની અડધા ટકા જેટલી વ્યક્તિઓ આ વિમાન અકસ્માતનો ભોગ બની છે; અને અમે આ અડધા ટકા જેટલી વ્યક્તિઓના જાનના રક્ષણ માટે બધું જ કરી છૂટવા તૈયાર છીએ.’ પ્રશ્ન વિમાન હોનારતનો નથી. પરંતુ બચવાની શક્યતાઓ હોવા છતાં મૃત્યુનો ભોગ બનતા લાખો મનુષ્યોનો છે. અને આ ખુવારી તરફ આપણું ધ્યાન નથી જતું કારણ કે પ્રસાર-માધ્યમો માટે તો કંઈક નવું બને તે સમાચાર ગણાય. લાખો મનુષ્યો મરતા રહે છે તેમાં કાંઈ જ નવું નથી. અને એટલે આ વાતો હાંસિયામાં ધકેલાઈ જાય છે જેથી સહેલાઈથી તેને અવગણી શકાય. પણ આ વાતથી આપણે સભાન હોઈએ ત્યારે સુદ્ધાં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ સહેલું નથી. જ્યારે પરિસ્થિતિ અટપટી હોય ત્યારે યાતનાઓ પર લક્ષ્ય આપવું સહેલું નથી. આપણે નજર ફેરવી લઈએ છીએ. જો આપણે ખરેખર પ્રશ્ન જોઈ શકીશું, જે ખરેખર તો પહેલું પગથિયું છે, તો આપણે બીજું પગથિયું ચડી શકીશું. અવઢવોમાંથી માર્ગ કાઢીને ઉપાય શોધવાનું.

આપણી નિસબતનું કંઈક ઉપજાવવું હોય તો એનો યોગ્ય ઉપાય શોધવો આવશ્યક છે. આપણી પાસે પુરવાર થયેલો સ્પષ્ટ જવાબ હશે તો કોઈ પણ સંસ્થા કે વ્યક્તિના, ‘હું કઈ રીતે મદદરૂપ થઈ શકું ?’ સવાલનો આપણી પાસે પરિણામકારી ઉત્તર હશે. સાબિત કરી શકીશું કે કોઈપણ સાચી નિસબત ક્યારેય વેડફાતી નથી. પણ આ જટિલતા આપણા પુરુષાર્થના માર્ગમાં અડચણ થઈ ઊભી છે. એ જ આપણી નિસબતને ચરિતાર્થ થતાં રોકે છે. જટિલતામાંથી ઉપાય તરફ જવાના દેખીતી રીતે ચાર સ્તર છે : ધ્યેય નક્કી કરવું, ઉત્તમ-અસરકારક અભિગમ અપનાવવો, એ અભિગમ માટે યોગ્ય તકનિક શોધવી અને એ દરમિયાન તમારી પાસે હોય તે તકનિકનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો – ભલે પછી એ આધુનિક દવા હોય કે સરળ મચ્છરદાની.

એઈડ્સની મહામારી એનું ઉદાહરણ પૂરું પાડે છે. એનું મુખ્ય અને વ્યાપક લક્ષ્ય તો અવશ્ય આ રોગને જડમૂળથી નાશ કરવાનું જ હોય. એનો ઉત્તમ-અસરકારક અભિગમ એટલે એને વધુ ફેલાતાં અટકાવવો. એને માટેની આદર્શ તકનિક એટલે એક જ ડોઝમાં આજીવન પ્રતિકારકશક્તિ મળે તેવી રસી શોધવી. આ માટે સરકાર, દવાની કંપનીઓ અને ફાઉન્ડેશનો રસીસંશોધન માટે નાણાં પૂરાં પાડે અને એ દરમિયાન આપણા હાથમાં જે કંઈ છે તેનો ઉત્તમ ઉપયોગ કરવો – એ માટે આપણી પાસે સૌથી ઉત્તમ રસ્તો છે લોકોને આવા ભયજનક આચરણથી બચાવવા.

આપણું ધ્યેય સિદ્ધ કરવા વળી ચાર ચરણની સાયકલ શરૂ થાય છે. આ નમૂનો છે. સૌથી અનિવાર્ય છે કે એના વિશે વિચારવાનું અને અમલમાં મૂકવાનું ક્યારેય ચૂકવું નહિ. 20મી સદીમાં આપણે મલેરિયા અને ટ્યુબરક્યુલોસિસ સાથે જે કર્યું તેનું પુનરાવર્તન ન કરવું. એમાં આપણે એની જટિલતા સાથે હાર સ્વીકારી લીધી અને ખસી ગયા. પ્રશ્નને તપાસ્યા પછી અને એનો ઉપાય શોધ્યા બાદ અંતિમ ચરણ છે તમારા કાર્યની આંકણી કરવી અને એની સફળતાઓ અને નિષ્ફળતાઓને અન્યો સાથે સહિયારવી જેથી તેઓ એમાંથી કંઈક શીખે. તમારી પાસે સ્પષ્ટ માહિતી સાથેના આંકડા હોવા જોઈએ. તમે બતાવી શકતા હોવા જોઈએ કે કાર્યક્રમ અંતર્ગત લાખો વધુ બાળકોને રસી મુકાઈ છે. આ બિમારીથી મરતાં બાળકોનો આંક ઘટ્યો હોવો જોઈએ. આ માત્ર કાર્યક્રમની સફળતા માટે નહિ પણ મોટાં ઉદ્યોગગૃહો અને સરકાર પાસેથી વધુ નિવેશ મેળવવા માટે પણ જરૂરી છે.

જો તમારે લોકોને એમાં જોડાવા પ્રેરવા હશે તો એમને માત્ર આંકડા બતાવવાથી નહિ ચાલે. એમને કાર્યની મનુષ્યજીવન ઉપર થયેલી અસરથી વાકેફ કરવા પડશે. જેથી લોકોને સમજાય કે ભોગ બનેલા પરિવારો માટે એક જીવનને બચાવવાનું કેટલું મૂલ્ય છે. મને યાદ છે, થોડા વર્ષો પહેલાં હું વિશ્વ સ્વાસ્થ્ય પંચની સભામાં ડાવોસ ગયો હતો. લાખ્ખો લોકોનો જીવ બચાવવા માટેની ચર્ચાઓ થતી હતી. લાખ્ખો ! માત્ર એક વ્યક્તિને બચાવવાનો રોમાંચ કેવો હોય ! – એનો લાખ્ખો સાથે ગુણાકાર કરો…. છતાં મારા માટે એ અત્યંત કંટાળાજનક સભા હતી. સૌથી વધુ કંટાળાજનક. એટલી બધી કે હું પોતે એ સહન ન કરી શક્યો. આ અનુભવ મને એટલા માટે વધુ આકર્ષક લાગ્યો કે હમણાં જ હું એક કાર્યક્રમમાંથી આવ્યો છું જ્યાં અમે કોઈ સોફટવેરના 13માં સંવર્ધનને રજૂ કરી રહ્યા હતા. લોકો રીતસરના કૂદી કૂદીને બરાડા પાડીને પોતાની ઉત્તેજના વ્યકત કરતા હતા. સોફટવેર માટે લોકો ઉત્તેજિત થાય એ મને ગમે – પણ લોકોના જીવ બચાવવા માટે આપણે વધુ ઉત્તેજના શા માટે જન્માવી નથી શક્તા ? તમે લોકોને ઉત્તેજિત નથી કરી શકતા – સિવાય કે એમને એની અસર બતાવો – એમની સંવેદના જગાડો. અને એ કઈ રીતે થઈ શકે – એ વળી જટિલ પ્રશ્ન છે. તેમ છતાં હું આશાવાદી છું. હા, અસમાનતા આપણે ત્યાં હંમેશની છે, પણ જટિલતાની વચ્ચેથી માર્ગ કાઢવા માટેનાં સાધનો આપણી પાસે હંમેશાં નહોતાં. એ નવાં છે – આપણી મોટા ભાગની નિસબતમાં એ ઉપયોગી થઈ શકે તેમ છે. અને એટલે આપણું ભવિષ્ય ભૂતકાળ કરતાં જુદું થઈ શકે છે.

આ યુગની નિશ્ચિત અને પ્રગતિકર શોધો – જૈવિકતંત્રજ્ઞાન, કૉમ્પ્યુટર, ઈન્ટરનેટ – આપણને તક આપે છે જે પહેલાં ક્યારેય નહોતી મળી – કારમી ગરીબી દૂર કરવાની અને ટાળી શકાય એવી જીવલેણ બિમારીઓથી થતા મોત ટાળવાની. સાંઠ વર્ષ પહેલાં, જ્યોર્જ માર્શલ અહીંથી જ પોતાના ઉદ્દઘાટન-ભાષણમાં યુદ્ધ બાદના યુરોપનાં રાષ્ટ્રોને સહાય યોજનાની ઘોષણા કરી હતી. શબ્દો હતા, ‘મારા મતે પ્રશ્ન ખૂબ જ જટિલ બની ગયો છે. પ્રજા સામે વર્તમાનપત્રો અને રેડિયોએ ખડકેલો માહિતીનો ઢગ એટલો વિરાટ થઈ ગયો છે કે એક સામાન્ય માણસ એનો સાચો અંદાજ પણ ન લગાવી શકે. વાસ્તવિક દષ્ટિએ આટલા ઓછા ગાળામાં આખી સ્થિતિનું સાચું આકલન કરવું અશક્ય છે. મારી દષ્ટિએ સૌથી મોટી મુશ્કેલી એ જ છે.’ માર્શલના ઉદ્દબોધન બાદ ત્રીસ વર્ષે, મારો વર્ગ મારા વગર જ્યારે સ્નાતક થઈ ગયો હતો, ટેકનોલોજી વિકસી રહી હતી, જે વિશ્વને નાનું, વધુ ખુલ્લું, વધુ દશ્યમાન અને ઓછું દૂર કરી રહી હતી. ઓછા દરે વ્યક્તિગત કૉમ્પ્યુટર બહાર પડતાંની સાથે એક શક્તિશાળી માળખું તૈયાર થયું. એણે શીખવા અને સંપર્ક માટેની તકો ઊભી કરી.

આ નેટવર્કને લીધે માત્ર અંતર ઘટવાનો અને બધાને પાડોશી બનાવવાનો જાદુ થયો. એટલું જ નહિ પણ એક જ પ્રશ્ન ઉપર અનેક શક્તિશાળી પ્રતિભાશાળી મગજ એક સાથે કામ કરવા સક્ષમ બન્યાં. આને લીધે નવી નવી શોધોનો દર ઝડપથી વધવા માંડ્યો. એની સમાંતરે વિશ્વમાં કોઈ પાસે આ ટેકનોલૉજી ઉપલબ્ધ હતી તેની સામે બીજા પાંચને નહોતી. એનો અર્થ એ કે ઘણાં સર્જનાત્મક મગજ સંવાદમાંથી બાકાત રહી ગયાં. વ્યવહારુ બુદ્ધિ અને પ્રસ્તુત અનુભવવાળા તેજસ્વી લોકો પાસે એમની પ્રતિભાને ધાર કાઢી શકે અને વિશ્વને પોતાના વિચારથી સમૃદ્ધ કરી શકે એવી ટેકનોલૉજી નહોતી. આ ટેકનોલૉજી શક્ય તેટલા લોકો સુધી પહોંચે તે જરૂરી છે કારણકે આ પ્રગતિ એક એવી ક્રાંતિ જન્માવી રહી છે, જેમાં એક માનવ બીજા માનવ માટે કંઈક કરી શકે. તેઓ માત્ર રાષ્ટ્રીય સરકારો માટે નહિ પણ યુનિવર્સિટીઓ, કોર્પોરેશન (નિગમો), નાની સંસ્થાઓ અને વ્યક્તિઓને પણ પ્રશ્નો જોતાં, સહિયારું અભિગમો ઘડતા, પોતાના પુરુષાર્થની અસર માપવા સક્ષમ બનાવે છે. આ આપણું યુદ્ધ ભૂખમરા, ગરીબી અને અછત સામે છે, જેની વાત જ્યોર્જ માર્શલે 60 વર્ષ પહેલાં કરી હતી.

હાર્વર્ડ પરિવારના આંગણામાં ઊભેલા આ સભ્યો વિશ્વમાં ઉમદા બૌદ્ધિક પ્રતિભાશાળી વ્યક્તિઓનો સમૂહ છે. શેના માટે ? એમાં કોઈ શંકા નથી કે હાર્વર્ડની આ વિદ્યાશાખા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ અને એના આશ્રયદાતાઓએ અહીંના અને વિશ્વના લોકોના જીવનવિકાસમાં પોતાની શક્તિ વાપરી છે. પણ આપણે વધુ કરી શકીએ ? હાર્વર્ડ પોતાની વિચારશક્તિ એવા લોકોના જીવન વિકાસમાં ખર્ચી શકે જેમને એના નામથી પણ ઓળખ નથી ? અહીં ઉપસ્થિત ડીન અને પ્રોફેસરો, હાર્વર્ડના વિચારશીલ આગેવાનોને મારે એક વિનંતી કરવી છે: તમે નવી વિદ્યાશાખા શરૂ કરો છો, એની મુદત નક્કી કરો છો, એનો અભ્યાસક્રમ બનાવો છો અને પદવી માટેની જરૂરિયાત નક્કી કરો છો. મહેરબાની કરીને તમારી જાતને પૂછો : ‘તમારી ઉત્તમ બૌદ્ધિકતાને સૌથી મોટા પ્રશ્નોના નિરાકરણ માટે સમર્પિત કરવી જોઈએ ? વિશ્વની અધમ અસમાનતા વિશે હાર્વર્ડની વિદ્યાશાખાએ પ્રોત્સાહન આપવું જોઈએ ? હાર્વર્ડના વિદ્યાર્થીઓએ વૈશ્વિક ગરીબીની ગહનતા… વિશ્વમાં અસ્તિત્વ ધરાવતાં ભૂખમરા…. પીવાલાયક પાણીની અછત…. ભણતરથી વંચિત રખાતી કન્યાઓ….. મટાડી શકાય એવા દર્દોથી મરતાં બાળકો વિશે અભ્યાસ કરવો જોઈએ ? વિશ્વના સૌથી સદભાગી લોકોએ વિશ્વના સૌથી દુર્ભાગી લોકોનો અભ્યાસ કરવો જોઈએ ? આ કંઈ અલંકારિક ભાષામાં પુછાયેલા પ્રશ્નો નથી – જેનો તમે તમારા ધારા મુજબ જવાબ આપી શકો.

મને અહીં એડમિશન મળ્યું ત્યારે મારી માને ગર્વ થયો હતો. બીજા માટે કંઈક કરી છૂટવા એણે મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે. મારાં લગ્નના થોડા દિવસ પૂર્વે એણે મેલિન્ડાના માનમાં એક પાર્ટી યોજી. એમાં એણે મેલિન્ડાને લગ્ન વિષે લખેલો પત્ર વાંચ્યો. ત્યારે મારી મા કૅન્સરમાંથી પસાર થઈ રહી હતી, છતાં એણે પોતાનો સંદેશ પહોંચાડવાની તક ઝડપી લીધી. પત્રના અંતે લખ્યું : ‘જેમને સૌથી વધુ મળ્યું હોય છે, તેના તરફથી સૌથી વધુ અપેક્ષા રહે છે.’

અહીં આપણે આ ચોકમાં ઊભા છીએ. તેમને જે બુદ્ધિ, સુવિધા અને તક મળી છે એને ધ્યાનમાં લેતાં વિશ્વને આપણી પાસેથી અખૂટ અપેક્ષા રહે તે વાજબી છે. આજના યુગ પાસેથી જે અપેક્ષિત છે એના સંદર્ભે મારે દરેક સ્નાતકને ઊંડે સુધી પ્રસરેલી અસમાનતા જેવી એક ગહન સમસ્યા ઉપર કામ કરી એમાં તજજ્ઞ બનવા હૃદયપૂર્વક સલાહ આપું છું. એને જ તમારી કારકિર્દી બનાવો તો તો અદ્દભુત પણ એને માત્ર તાત્કાલિક પરિણામ મેળવવાની દિશા ન માનશો. અઠવાડિયાના થોડાક કલાક તમે માહિતી મેળવવા વિકસતા જતા ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો, તમારા રસના અન્ય સાથી શોધી કાઢો, વચ્ચે આવતા વિધ્નો સમજી લો અને એમાંથી માર્ગ કાઢતાં શીખો. અડચણોને અવરોધ ન બનવા દો. હૃદયપૂર્વક મંડી પડો. વિષમતા જેવા મોટા પ્રશ્નો હાથમાં લો. ખાતરી રાખજો કે એ તમારા જીવનનો મહાનતમ અનુભવ હશે.

સ્નાતક તરીકે તમે આજે અદ્દભુત સમયમાં પગ મૂક્યો છે. તમે હાર્વર્ડ છોડશો ત્યારે તમારી પાસે એવી ટેકનોલૉજી હશે જે અમારા વર્ગ પાસે નહોતી. તમે વૈશ્વિક અસમાનતાથી સભાન છો, અમે નહોતા. આ સમાનતા સાથે તમારી અંદર માહિતીસભર વિવેકભાન પણ છે. આ લોકોને તમે અવગણશો તો તમારું એ વિવેકભાન, તમારી ફરજનિષ્ઠા તમને જંપવા નહિ દે. એ લોકોનાં જીવન તમારા સાધારણ પ્રયત્નથી બદલાઈ શકે છે. તમારી પાસે ઘણું છે જે અમારી પાસે નહોતું. તમારે શુભસ્ય શીઘ્રમ કરવાની જરૂર છે, અને લાંબા સમય સુધી મંડ્યા રહેવાની જરૂર છે.

હવે તમે આટલું જાણો છો ત્યારે વિધ્ન ક્યાં છે ?

હું આશા રાખું છું કે જ્યારે તમે 30 વર્ષ પછી પાછા હાર્વર્ડ આવો અને તમારી બુદ્ધિ અને શક્તિ સાથે તમે શંર કર્યું તેનો હિસાબ આપો ત્યારે પોતાની જાતને માત્ર વ્યાવસાયિક સિદ્ધિઓથી ન મૂલવો પણ વિશ્વની ગંભીર વિષમતાઓ સામે શું પગલાં લીધાં એ જુઓ. તમારી સાથે જેને સ્નાન સૂતકનોય નાતો નથી સિવાય કે માનવતા – એવા છેવાડેના લોકો સાથે તમે કેટલી સારી રીતે વર્ત્યા એ જુઓ.

મારી હાર્દિક શુભેચ્છાઓ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનહંસા મોતી ચારો – સં. હસમુખ વી. પટેલ
એક પ્રાર્થના – સં. ઈશા કુન્દનિકા Next »   

33 પ્રતિભાવો : આપણે અને છેવાડાના લોકો – બિલ ગેટ્સ

 1. bharat dalal says:

  How great Bill is and his ideas that we should try to reduce the poverty and sickness as we have resources but not real willingness to do. All major businesses and prefessionals and gifted people should make a firm determination to help poor and sick and reduce inequality.

 2. Paresh says:

  શ્રી બીલ ગેટ્સ, શ્રી રતન ટાટા, શ્રી નારાયણ મૂર્તિ – તમામ નગર શ્રેષ્ઠીઓ છે. તેમને વાંચવા, સાંભળવા અને અનૂસરવાથી અદના માનવ તરીકે હંમેશા લાભ જ થાય છે. સુંદર ભાષાંતર. આભાર

 3. કૃણાલ says:

  દરેક માણસની એક સામાજીક જવાબદારી બનતી હોય છે. માણસ સામાજીક પ્રાણી છે અને નૈતિક રીતે સમાજમાં રહીને સમાજ એને જેટલું આપે છે એના કરતા પણ વધારે તેણે પાછું આપવું જોઇએ. દુનિયામાં પ્રવર્તતી અસમાનતાઓ વિશેના ઉપરોક્ત વિચારો સાથે બિલકુલ સહમત છું.

  કદાચ આ લખીને હું અતિશયોક્તિ કરી રહ્યો છું પણ મને એમ લાગે છે કે મૂકેશભાઇ અને અનિલભાઇ રોજ સવારે ઉઠીને સામ સામે બાયો ચઢાવવા કરતા કઇક વધુ કન્સટ્રક્ટીવ કરવું જોઇએ. બન્ને ભાઇઓ પોતાની કમ્પ્નીઓને વિસ્તારી નોકરીની તકો ઉભી કરે છે એ યોગ્ય છે પણ જો એનાથી નીચેના લેવલ પર જઇને જો સમાજમાં પ્રવર્તતી અસમાનતાઓ દૂર કરવા માટે પ્રયત્નો કરી યોગદાન આપી શકે તો વધુ લાભદાયી થઇ શકે. મારી કોઇ હસ્તી નથી કે હુ આવા સિધ્ધહસ્ત માણસો વિશે ટકોર કરી શકું પણ જે વિચાર આવ્યો એ લખ્યું છે.

 4. બિલુભાઈ બિલુભાઈ આવ્યા છે; ધૂમધડાકા લાવ્યા છે.

 5. કૃણાલભાઈ સાથે હું પણ સહમત છું…

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Excellent…!

  Everthing comes in these few lines…

  “ધારી લો કે દર અઠવાડિયે તમારી પાસે થોડા કલાકો અને થોડા પૈસા ફાજલ બચે છે જેનો ઉપયોગ તમે કોઈ સત્કાર્ય પાછળ કરી શકો, એથી કોઈની જિંદગી સુધારવામાં કે બચાવવામાં તમે યથાશક્તિ યોગદાન આપી શકો. તો આવા સમય અને પૈસા તમે ક્યા કાર્ય માટે વાપરશો ? ”

  Thank you

 7. Ami says:

  Marvellous.

 8. Chirag Patel says:

  very nice and inspiring. When you become reach, you have made somebody poorer. so, it is your responsibility to help that poorer.

 9. Swati Dalal says:

  Hi,
  I liked this article so much that I cannot describe. I think this article should publish in as many newspaper,magazines,websites as possible. Because those are the media which can change people’s thinking. And in India we know the power of media since the freedom fighting time. Media has an amazing power, and I hope that will help to achieve what Mr.Gates said. Salute Mr. Bill Gates.

  Swati Dalal

 10. Ankita says:

  Really great Speech and so does the translation.

  Also, I got chance to hear Mr.Bill Gates in a meeting. He is really a great Human Being. We all educated people should take some inspiration from his thoughts.

  Really a superb article. Can you tell me from where I can get this article in English? I would like to send this to all my team members here in MS.

  Thanks.

 11. Virendra says:

  ખૂબ જ સરસ. સલામ વિલિયમ.

 12. BHAUMIK TRIVEDI says:

  SIMPLY GR8 …BEST ..THNX

 13. Pankey says:

  ઘિ ગ્રેટ (બિલ) ગેટ્સ!
  આપણે ત્યાં મહદઅંસે સત્કાર્ય એટલૅ ઘાર્મિક કાર્ય એવી માન્યતા. કલાક ફાજલ પડે તો મંદિરે જવુ, તીર્થયાત્રાએ જવુ અને પૈસા ફાજલ પડે તો ઘરે કોઈ ક્રર્મકાંડ કરાવવો અથવા મંદિર બંધાવવું. બિલ સાહેબે કહ્યું તે પ્રમાણે જ ખરુ ધર્મ કાર્ય છે. બિલ ગેટ્સ પાસે ઇન્કમ ટેક્ષ વાળાએ જવું પડે એવુ તમને લાગે? આપણે ત્યાં જુઓ! જેમની પાસે લોકો સૌથી વધુ આપેક્ષા રાખતા હોઇ તેઓ બિચારાઓ પાસે ટેક્ષના પૈસા પણ રહેતા હોતા નથી.(અપવાદ હોઇ શકે)
  એકદમ સાચી વાત છે ગુરુ બિલની કે સાચી સફળતા તમે વિશ્વની ગંભીર વિષમતાઓ સામે શું પગલાં લીધાં અને તમારી સાથે જેને સ્નાન સૂતકનોય નાતો નથી સિવાય કે માનવતા – એવા છેવાડેના લોકો સાથે તમે કેટલી સારી રીતે વર્ત્યા એમાં જ છે.

 14. pragnaju says:

  “મેં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય છોડ્યું ત્યારે વિશ્વભરમાં ફેલાયેલી અસહ્ય અસમાનતાની મને કોઈ જાણ જ નહોતી. દારુણ ગરીબી, બીમારી અને રોગચાળો અને તકોની એવી અસમાનતાઓ જેણે દુનિયાના કરોડો મનુષ્યોને હતાશા અને કમનસીબીમાં જીવવા મજબૂર કર્યા હતા.”
  …’સ્નાતક તરીકે તમે આજે અદ્દભુત સમયમાં પગ મૂક્યો છે. તમે હાર્વર્ડ છોડશો ત્યારે તમારી પાસે એવી ટેકનોલૉજી હશે જે અમારા વર્ગ પાસે નહોતી. તમે વૈશ્વિક અસમાનતાથી સભાન છો, અમે નહોતા. આ સમાનતા સાથે તમારી અંદર માહિતીસભર વિવેકભાન પણ છે. આ લોકોને તમે અવગણશો તો તમારું એ વિવેકભાન, તમારી ફરજનિષ્ઠા તમને જંપવા નહિ દે. એ લોકોનાં જીવન તમારા સાધારણ પ્રયત્નથી બદલાઈ શકે છે. તમારી પાસે ઘણું છે જે અમારી પાસે નહોતું. તમારે શુભસ્ય શીઘ્રમ કરવાની જરૂર છે, અને લાંબા સમય સુધી મંડ્યા રહેવાની જરૂર છે.’

  આવા સંત જેવા વિચાર આવવા, તેને માટે મંડી રહેવું તથા અન્યોને પ્રેરણા આપવી …
  બિલ ગેટ્સને તથા સામાન્ય માણસો પણ સરળતાથી સમજી શકે તેવો અનુવાદ કરવા બદલ યોગેશ કામદાર/ દીપક દોશીને પણ હેટ્સ ઓફ…

 15. arpit says:

  Thx for such artical…

  congrats to the person who did wonderful translation….

 16. Dhirubhai Chauhan says:

  કૃણાલભાઈ સાથે હું પણ સહમત છું…

 17. renish says:

  Really Great thoughts from Mr.Bill Gates…
  Excellent…! i also salute to him….

  Thank you…

 18. Nimish says:

  By putting this article, readgujarati has added one more dimension to its personality. Something new, that’s great, thanks.

 19. Rajesh says:

  એક અદના માનવીની નિખાલસ વાતો આમ તો ઘણું બધું કહી જાય છે. સામાન્યથી માંડીને વિરાટ દરેક માનવીને બોધ આપતી વાત શ્રી બિલગેટ્સે જણાવી છે. અહીં શ્રી કુણાલભાઈની વાત પણ વિચાર માંગી લે તેવી છે.

 20. MANHAR M.MODY says:

  ખૂબજ ભાવવાહિ અને પ્રેરણાદાયી પ્રવચન. સુંદર અને સરળ ભાવાનુવાદ માટે અનુવાદક ભાઈઓ અભિનંદનના અધિકારી છે.
  રીડ ગુજરાતીના માધ્યમથી આવા સુંદર લેખ આપણા સુધી પહોંચાડવા બદલ મ્રુગેશભાઈનો જેટલો આભાર માનીયે તેટલો ઓછો.
  -‘મન’ પાલનપુરી

 21. Keyur Patel says:

  વિચાર પ્રેરક લેખ છે. અહી મુક્યો તે ગમ્યું. આભાર.

 22. Jayesh says:

  Gates Harvard Commencement Speech
  June 7, 2007 5:23 p.m.

  Below is the prepared text for Microsoft Chairman Bill Gates’s commencement address to the Harvard University class of 2007. June 7, 2007

  President Bok, former President Rudenstine, incoming President Faust, members of the Harvard Corporation and the Board of Overseers, members of the faculty, parents, and especially, the graduates:

  I’ve been waiting more than 30 years to say this: “Dad, I always told you I’d come back and get my degree.”

  I want to thank Harvard for this timely honor. I’ll be changing my job next year . and it will be nice to finally have a college degree on my resume.

  I applaud the graduates today for taking a much more direct route to your degrees. For my part, I’m just happy that the Crimson has called me “Harvard’s most successful dropout.” I guess that makes me
  valedictorian of my own special class . I did the best of everyone who failed.

  But I also want to be recognized as the guy who got Steve Ballmer to drop out of business school. I’m a bad influence. That’s why I was invited to speak at your graduation. If I had spoken at your orientation, fewer of you might be here today.

  Harvard was just a phenomenal experience for me. Academic life was fascinating. I used to sit in on lots of classes I hadn’t even signed up for. And dorm life was terrific. I lived up at Radcliffe, in Currier
  House. There were always lots of people in my dorm room late at night discussing things, because everyone knew I didn’t worry about getting up in the morning. That’s how I came to be the leader of the
  anti-social group. We clung to each other as a way of validating our rejection of all those social people.

  Radcliffe was a great place to live. There were more women up there, and most of the guys were science-math types. That combination offered me the best odds, if you know what I mean. This is where I learned the sad lesson that improving your odds doesn’t guarantee success.

  One of my biggest memories of Harvard came in January 1975, when I made a call from Currier House to a company in Albuquerque that had begun making the world’s first personal computers. I offered to sell them software.

  I worried that they would realize I was just a student in a dorm and hang up on me. Instead they said: “We’re not quite ready, come see us in a month,” which was a good thing, because we hadn’t written the
  software yet. From that moment, I worked day and night on this little extra credit project that marked the end of my college education and the beginning of a remarkable journey with Microsoft.

  What I remember above all about Harvard was being in the midst of so much energy and intelligence. It could be exhilarating, intimidating, sometimes even discouraging, but always challenging. It was an amazing privilege – and though I left early, I was transformed by my years at Harvard, the friendships I made, and the ideas I worked on.

  But taking a serious look back . I do have one big regret.

  I left Harvard with no real awareness of the awful inequities in the world — the appalling disparities of health, and wealth, and opportunity that condemn millions of people to lives of despair.

  I learned a lot here at Harvard about new ideas in economics and politics. I got great exposure to the advances being made in the sciences.

  But humanity’s greatest advances are not in its discoveries – but in how those discoveries are applied to reduce inequity. Whether through democracy, strong public education, quality health care, or broad economic opportunity – reducing inequity is the highest human achievement.

  I left campus knowing little about the millions of young people cheated out of educational opportunities here in this country. And I knew nothing about the millions of people living in unspeakable poverty and disease in developing countries.

  It took me decades to find out. You graduates came to Harvard at a different time. You know more about the world’s inequities than the classes that came before. In your years here, I hope you’ve had a chance to think about how – in this age of accelerating technology – we can finally take on these inequities, and we can solve them.

  Imagine, just for the sake of discussion, that you had a few hours a week and a few dollars a month to donate to a cause – and you wanted to spend that time and money where it would have the greatest impact in saving and improving lives. Where would you spend it?

  For Melinda and for me, the challenge is the same: how can we do the most good for the greatest number with the resources we have. During our discussions on this question, Melinda and I read an article
  about the millions of children who were dying every year in poor countries from diseases that we had long ago made harmless in this country. Measles, malaria, pneumonia, hepatitis B, yellow fever. One disease I had never even heard of, rotavirus, was killing half a million kids each year – none of them in the United States.

  We were shocked. We had just assumed that if millions of children were dying and they could be saved, the world would make it a priority to discover and deliver the medicines to save them. But it did not. For under a dollar, there were interventions that could save lives that just weren’t being delivered. If you believe that every life has equal value, it’s revolting to learn that some lives are seen as worth saving and others are not. We said to ourselves: “This can’t be true. But if it is true, it deserves to be the priority of our giving.”

  So we began our work in the same way anyone here would begin it. We asked: “How could the world let these children die?”

  The answer is simple, and harsh. The market did not reward saving the lives of these children, and governments did not subsidize it. So the children died because their mothers and their fathers had no power in the market and no voice in the system. But you and I have both. We can make market forces work better for the poor if we can develop a more creative capitalism – if we can stretch the reach of market forces so that more people can make a profit, or at least make a living, serving people who are suffering from the worst inequities. We also can press governments around the world to spend taxpayer money in ways that better reflect the values of the people who pay the taxes.

  If we can find approaches that meet the needs of the poor in ways that generate profits for business and votes for politicians, we will have found a sustainable way to reduce inequity in the world. This task is open-ended. It can never be finished. But a conscious effort to answer this challenge will change the world. I am optimistic that we can do this, but I talk to skeptics who claim there is no hope. They say: Inequity has been with us since the beginning, and will be with us till the end – because people just . don’t care.” I completely disagree. I believe we have more caring than we know what to do with.

  All of us here in this Yard, at one time or another, have seen human tragedies that broke our hearts, and yet we did nothing — not because we didn’t care, but because we didn’t know what to do. If we had known how to help, we would have acted. The barrier to change is not too little caring; it is too much complexity. To turn caring into action, we need to see a problem, see a solution, and see the impact. But complexity blocks all three steps. Even with the advent of the Internet and 24-hour news, it is still a complex enterprise to get people to truly see the problems. When an airplane crashes, officials immediately call a press conference. They promise to investigate, determine the cause, and prevent similar crashes in the future.

  But if the officials were brutally honest, they would say: “Of all the people in the world who died today from preventable causes, one half of one percent of them were on this plane. We’re determined to do
  everything possible to solve the problem that took the lives of the one half of one percent.” The bigger problem is not the plane crash, but the millions of preventable deaths. We don’t read much about these deaths. The media covers what’s new and millions of people dying is nothing new. So it stays in the background, where it’s easier to ignore. But even when we do see it or read about it, it’s difficult to keep our eyes on the problem. It’s hard to look at suffering if the situation is so complex that we don’t know how to help. And so we look away.

  If we can really see a problem, which is the first step, we come to the second step: cutting through the complexity to find a solution. Finding solutions is essential if we want to make the most of our caring. If we have clear and proven answers anytime an organization or individual asks “How can I help?,” then we can get action – and we can make sure that none of the caring in the world is wasted. But complexity makes it hard to mark a path of action for everyone who cares – and that makes it hard for their caring to matter.

  Cutting through complexity to find a solution runs through four predictable stages: determine a goal, find the highest-leverage approach, discover the ideal technology for that approach, and in the meantime, make the smartest application of the technology that you already have – whether it’s something sophisticated, like a drug, or something simpler, like a bednet.

  The AIDS epidemic offers an example. The broad goal, of course, is to end the disease. The highest-leverage approach is prevention. The ideal technology would be a vaccine that gives lifetime immunity with a single dose. So governments, drug companies, and foundations fund vaccine research. But their work is likely to take more than a decade, so in the meantime, we have to work with what we have in hand – and the best prevention approach we have now is getting people to avoid risky behavior.

  Pursuing that goal starts the four-step cycle again. This is the pattern. The crucial thing is to never stop thinking and working – and never do what we did with malaria and tuberculosis in the 20th century
  – which is to surrender to complexity and quit.

  The final step – after seeing the problem and finding an approach – is to measure the impact of your work and share your successes and failures so that others learn from your efforts.

  You have to have the statistics, of course. You have to be able to show that a program is vaccinating millions more children. You have to be able to show a decline in the number of children dying from these
  diseases. This is essential not just to improve the program, but also to help draw more investment from business and government.

  But if you want to inspire people to participate, you have to show more than numbers; you have to convey the human impact of the work -so people can feel what saving a life means to the families affected.

  I remember going to Davos some years back and sitting on a global health panel that was discussing ways to save millions of lives. Millions! Think of the thrill of saving just one person’s life – then multiply that by millions. . Yet this was the most boring panel I’ve ever been on – ever. So boring even I couldn’t bear it.

  What made that experience especially striking was that I had just come from an event where we were introducing version 13 of some piece of software, and we had people jumping and shouting with excitement. I love getting people excited about software – but why can’t we generate even more excitement for saving lives?

  You can’t get people excited unless you can help them see and feel the impact. And how you do that – is a complex question.

  Still, I’m optimistic. Yes, inequity has been with us forever, but the new tools we have to cut through complexity have not been with us forever. They are new – they can help us make the most of our caring – and that’s why the future can be different from the past.

  The defining and ongoing innovations of this age – biotechnology, the computer, the Internet – give us a chance we’ve never had before to end extreme poverty and end death from preventabledisease. Sixty years ago, George Marshall came to this commencement and announced a plan to assist the nations of post-war Europe. He said: “I think one difficulty is that the problem is one of such enormous complexity that the very mass of facts presented to the public by press and radio make it exceedingly difficult for the man in the street to reach a clear appraisement of the situation. It is virtually impossible at this distance to grasp at all the real significance of the situation.”

  Thirty years after Marshall made his address, as my class graduated without me, technology was emerging that would make the world smaller, more open, more visible, less distant.

  The emergence of low-cost personal computers gave rise to a powerful network that has transformed opportunities for learning and communicating.

  The magical thing about this network is not just that it collapses distance and makes everyone your neighbor. It also dramatically increases the number of brilliant minds we can have working together on
  the same problem – and that scales up the rate of innovation to a staggering degree.

  At the same time, for every person in the world who has access to this technology, five people don’t. That means many creative minds are left out of this discussion — smart people with practical intelligence and relevant experience who don’t have the technology to hone their talents or contribute their ideas to the world.

  We need as many people as possible to have access to this technology, because these advances are triggering a revolution in what human beings can do for one another. They are making it possible not just for national governments, but for universities, corporations, smaller organizations, and even individuals to see problems, see approaches, and measure the impact of their efforts to address the hunger, poverty, and desperation George Marshall spoke of 60 years ago.

  Members of the Harvard Family: Here in the Yard is one of the great collections of intellectual talent in the world. What for?

  There is no question that the faculty, the alumni, the students, and the benefactors of Harvard have used their power to improve the lives of people here and around the world. But can we do more? Can Harvard dedicate its intellect to improving the lives of people who will never even hear its name?

  Let me make a request of the deans and the professors – the intellectual leaders here at Harvard: As you hire new faculty, award tenure, review curriculum, and determine degree requirements, please ask
  yourselves:

  Should our best minds be dedicated to solving our biggest problems?

  Should Harvard encourage its faculty to take on the world’s worst inequities?

  Should Harvard students learn about the depth of global poverty . the prevalence of world hunger . the scarcity of clean water .the girls kept out of school . the children who die from diseases we can cure?

  Should the world’s most privileged people learn about the lives of the world’s least privileged?

  These are not rhetorical questions – you will answer with your policies.

  My mother, who was filled with pride the day I was admitted here – never stopped pressing me to do more for others. A few days before my wedding, she hosted a bridal event, at which she read aloud a letter about marriage that she had written to Melinda. My mother was very ill with cancer at the time, but she saw one more opportunity to deliver her message, and at the close of the letter she said: “From those to whom much is given, much is expected.”

  When you consider what those of us here in this Yard have been given – in talent, privilege, and opportunity – there is almost no limit to what the world has a right to expect from us. In line with the promise of this age, I want to exhort each of the graduates here to take on an issue – a complex problem, a deep inequity, and become a specialist on it. If you make it the focus of your career, that would be phenomenal. But you don’t have to do that to make an impact. For a few hours every week, you can use the growing power of the Internet to get informed, find others with the same interests, see the barriers, and find ways to cut through them.

  Don’t let complexity stop you. Be activists. Take on the big inequities. It will be one of the great experiences of your lives. You graduates are coming of age in an amazing time. As you leave Harvard, you have technology that members of my class never had. You have awareness of global inequity, which we did not have. And with that awareness, you likely also have an informed conscience that will torment you if you abandon these people whose lives you could change with very little effort.

  You have more than we had; you must start sooner, and carry on longer.

  Knowing what you know, how could you not?

  And I hope you will come back here to Harvard 30 years from now and reflect on what you have done with your talent and your energy. I hope you will judge yourselves not on your professional accomplishments alone, but also on how well you have addressed the world’s deepest inequities . on how well you treated people a world away who have othing in common with you but their humanity.

  Good luck.

 23. Aruna says:

  Wonderful article. Contrats to the Translator for excellent traslation.

 24. Sureja Vishal says:

  Exchelent,
  no one indian reach man like bill gates

 25. Sureja Vishal says:

  Exchelent,
  no one indian rich man like bill gates

 26. anu says:

  મ્રુગેશ ભાઈ,
  આવા સુન્દર પ્રવચનો ને વાચવા નિ તક આપિ. આભાર . પ્રેરના આપે તેવુ ચ્હે. ane jene je karvu hoy te pan manas paisa thi j badhi seva kari shake tevu nathi koi hospital ma jai juvo to khabar pade ke manaso ne ketli paisa sivay pan jarur chhe eak humf ni

 27. nayan panchal says:

  સુંદર પ્રવચન.

  જે સમાજે આપણને આટલુ બધુ આપ્યુ છે તેને પાછુ આપવુ એ આપણી ફરજ છે.

  “જેમને સૌથી વધુ મળ્યું હોય છે, તેના તરફથી સૌથી વધુ અપેક્ષા રહે છે.’”

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.