મનહંસા મોતી ચારો – સં. હસમુખ વી. પટેલ

[‘મનહંસા મોતી ચારો’ પુસ્તકમાંથી સાભાર.]

[1] માનવી ધનવાન કે કુળવાન હોવાથી સારો કે સદગુણી નથી બનતો. એનાં કાર્ય, લીધેલું પાર પાડવાનો સંકલ્પ એને સાચો માનવી ગણવાને હક્કપાત્ર બનાવે છે, સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે.

[2] દુ:ખ અને સુખની ઘટમાળ અંધારા અને અજવાળાની ઘટમાળ જેમ ફરતી રહે છે. જે લોકોને તેનો લાભ લેતાં આવડે છે તે જ સાચું જીવન જીવી જાય છે.

[3] આપણી મોટામાં મોટી ભૂલ એ થઈ છે કે મનુષ્યને બદલે સમાજને વધારે મહત્વનું સ્થાન આપી દીધું છે. મનુષ્યને નાનો માન્યો છે અને સમાજને મોટો ગણ્યો છે. પરિણામ એ આવ્યું છે કે સમાજ મનુષ્યની ઉન્નતિનું સાધન ન બનતાં બંદીઘરની ગરજ સારે છે. આ આપણી ભૂલ સુધારીને સમાજ માટે વ્યક્તિ નથી પણ વ્યક્તિ માટે સમાજ છે તેમ સ્વીકારવું જોઈએ.

[4] તમે સાચા વિદ્યાર્થી બનજો. પુષ્કળ જ્ઞાન મેળવજો. એ જ્ઞાન એટલે વાંચન તો ખરું જ પણ માત્ર વાંચન નહિ. વાંચનથી જે જાણો અને સમજો તેને અનુભવની કસોટી ઉપર ચઢાવજો અને તમારી આસપાસનું અવલોકન કરી મેળવેલા જ્ઞાનની પરીક્ષા કરજો. જિજ્ઞાસાવૃત્તિ-જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ સદાયે જલતી રાખજો. એ ભૂખ માનસિક તંદુરસ્તીની નિશાની છે.

[5] ઊઠ, કામે લાગ, કર્તવ્ય-કર્મ એ તારો ચિરપંથ છે. રસ્તો વટાવતાં ટેકરીઓ ઉપર ઘૂમવાનું રહેશે. થાક લાગે ત્યારે વૃક્ષની શીતળ છાયા તૈયાર છે. તૃષા લાગે ત્યારે ઝરણાનું સ્વચ્છ જળ તને પ્રાપ્ત થશે. ક્ષુધા લાગે ત્યારે વનનાં પરિપકવ ફળો તારું સ્વાગત કરવા હાજર છે. સૂરજ અને ચંદ્ર જ્યાં સુધી આકાશમાં પોતાનાં કર્તવ્યપંથ રત રહે છે ત્યાં સુધી તું આગળ જા, અને સિદ્ધિ તને વરમાળા પહેરાવશે. પથિક ! તારો જય હો !

[6] સતત પરિશ્રમને પરિણામે જ મિસરના પિરામિડ ઊભા થઈ શક્યા હતા. સતત પરિશ્રમના પ્રતાપે જ જેરૂસાલેમનું વિશાળ અને ભવ્ય મંદિર ઊભું થઈ શક્યું હતું. ચીનનું રક્ષણ કરનારી ફરતી લાંબી દીવાલ ખડી થઈ શકી હતી તે પરિશ્રમના પરિણામે જ વાદળોથી ઢંકાયેલો આલ્પ્સ પર્વત અને અજોડ એવરેસ્ટ પણ જીતાયું. વિશાળ અને તોફાની એટલાંટિકનો માર્ગ મોકળો થતો હતો. જંગલ અને પહાડો સાફ કરી મોટાં નગરોનું નિર્માણ થયું હતું. રેલવે, મોટર, એરોપ્લેન વગેરે પરિશ્રમનું જ પરિણામ છે. જીવનમાં એવી કઈ વસ્તુ છે જે સતત પરિશ્રમથી સાધ્ય કરી શકાતી નથી ?

[7] આળસને દૂર કરવી એ મનને વ્યવસ્થિત કરવાનું પ્રથમ પગથિયું છે. એ જ ઘણું સુગમ પગલું છે અને તે પૂર્ણ કર્યા સિવાય બીજાં પગથિયાં ચઢવાં મુશ્કેલ છે. આળસને વળગી રહેવું એ સત્યમાર્ગ સામે મજબૂત દીવાલ ઊભી કરવા બરાબર છે. શરીરને જોઈએ તે કરતાં વિશેષ સુખ તથા આરામ-ઊંઘ આપવામાં, લાસરિયાં કરવામાં અને જે કામો તરત કરવાં જેવા હોય છે તે તરફ બેદરકાર રહેવામાં યાને નહીં કરવામાં આળસ સમાયેલી છે. સવારમાં વહેલાં ઊઠીને, શરીરના પૂર્ણ આરામ પૂરતી ઊંઘ લઈને અને દરેક કામ તથા ફરજ પછી ભલે તે ગમે તેવાં નજીવાં હોય, તે તેના યોગ્ય કાળે તરત મન દઈને બજાવવાં. આ રીતે આળસ દૂર કરવી જોઈએ.

[8] વાહ રે જુવાન, તું પણ કોઈ અજબ નિરાશાવાદી લાગે છે. પ્રયત્નથી સચ્ચાઈ તારે પડખે ઊભી છે અને છતાં તું કહ્યા કરે છે કે ‘મારે પડખે કોઈ નથી.’

[9] નીચેની ચીજો યાદ રાખો.

-સમયની કિંમત
-ખંતનો વિજય
-કામ કરવાનો આનંદ
-સાદાઈની મહત્તા
-ચારિત્ર્યનું મૂલ્ય
-ભલાઈની તાકાત
-દાખલની અસર
-પરજનોનો ઉપકાર
-ધીરજનાં ફળ
-ક્રોધનું મારણ

[10] આ પ્રમાણે જીવો :

-મગજ ઠંડુ રાખો
-પગ ગરમ રાખો
-હૃદય પવિત્ર રાખો
-પેટ પોચું રાખો
-આંખોમાં અમી રાખો
-વડીલ પ્રત્યે અદબ રાખો
-મિત્ર પ્રત્યે વફાદારી રાખો
-પાડોશી સાથે સુસંપ રાખો
-કુટુંબ પ્રત્યે મમતા રાખો
-સ્વાત્મા પ્રત્યે નિખાલસતા રાખો

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે
આપણે અને છેવાડાના લોકો – બિલ ગેટ્સ Next »   

21 પ્રતિભાવો : મનહંસા મોતી ચારો – સં. હસમુખ વી. પટેલ

 1. bharat dalal says:

  Excellent pearls of humanity.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice…!

  “આપણી મોટામાં મોટી ભૂલ એ થઈ છે કે મનુષ્યને બદલે સમાજને વધારે મહત્વનું સ્થાન આપી દીધું છે. મનુષ્યને નાનો માન્યો છે અને સમાજને મોટો ગણ્યો છે. પરિણામ એ આવ્યું છે કે સમાજ મનુષ્યની ઉન્નતિનું સાધન ન બનતાં બંદીઘરની ગરજ સારે છે. આ આપણી ભૂલ સુધારીને સમાજ માટે વ્યક્તિ નથી પણ વ્યક્તિ માટે સમાજ છે તેમ સ્વીકારવું જોઈએ.”

  સમયની કિંમત
  કામ કરવાનો આનંદ
  સાદાઈની મહત્તા

 3. anamika says:

  good………

 4. Paresh says:

  સુંદર મોતી સમાન વિચારો

 5. pragnaju says:

  સં. હસમુખ વી. પટેલનો મોતી ચારો– મનહંસાની પરખ પણ છે.બાકી હંસલો જાણી બગલાને આવો ચારો આપીએ તો પણ તે તો માછલી જ મ્હોંમા મુકશે.
  વારંવાર વાંચી મનન કરવા જેવો ‘મોતી ચારો’બદલ ધન્યવાદ

 6. Bhavna Shukla says:

  રત્નકણિકાઓ………આભાર…

 7. neetakotecha says:

  khuba j sunder

 8. મોતી ચારો……

  સુંદર મોતી સમાન વિચારો,

  જીવ નૅ હૃદય પવિત્ર રાખૅ

 9. manish popat says:

  Very Good……………

 10. Maulik says:

  સુન્દર વિચાર્, પ્રયત્ન કરિ કે અમલ કારિ શાકિઅએ.

 11. govind shah says:

  Moti charo – By shri H. patel- very beautiful , inspiring , excellent thoughts & worth remembering all the day.- govind shah

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.