એક પ્રાર્થના – સં. ઈશા કુન્દનિકા

માનવજાતનાં હે આદિ પરમ માતાપિતા,
અમને માતાપિતા થવાના પુનિત કાર્યમાં મદદ કરો.

બાળકોના પ્રશ્નોને અમે તેમની નજરે જોઈએ,
અમારું પોતાનું બાળપણ યાદ રાખીએ,
જેથી તેમની પાસેથી વધુ અપેક્ષા રાખવામાંથી બચીએ એવી મદદ કરો.

શાંત મૌન તારાઓ જેવી અમને ધીરજ આપો,
રમૂજવૃત્તિ આપો,
ભય ને દબાણને બદલે પ્રેમથી તેમને જીતી શકીએ એ માટે મદદ કરો.

તેઓ સીધાં-સરળ બની રહે,
રમતના નિયમોનું પાલન કરે,
તેવું હું તેમને શીખવી શકું, એ માટે મદદ કરો.

દરેક ઘર એક પવિત્ર મંદિર છે,
દરેક ઈચ્છા એ પ્રાર્થના છે,
તેવું હું તેમને શીખવી શકું, એ માટે મદદ કરો.

મારું પોતાનું જીવન હું શંકારહિત થઈને જીવું,
જીવનની મૂળભૂત સારપમાં મારી શ્રદ્ધા પ્રસારું,
યૌવનનાં તેજ ને તરવરાટ મારા પોતામાં પ્રગટ કરું
જેથી તેઓ આ બધું અનાયાસ ગ્રહણ કરે.

તેમને દોરવણી આપી શકું એવી દઢતા મારા હાથમાં મૂકો,
કારણ કે નાની ઉંમરમાં ભૂલો થાય છે,
ડગમગી જવાય છે.
વીરતાપૂર્વક જીવવાનું
અને પરાજયને હિંમતથી જીરવવાનું હું તેમને શીખવી શકું.

તેમના જીવનનું મૂલ્ય, તેઓ બીજાને કેટલા
ઉપયોગી થઈ શકે તેના પર છે, તેવું હું તેમને શીખવી શકું.

સાચું સુખ વસ્તુઓમાં નહિ પણ તેમના
મન અને પ્રાણના ઉઘાડમાં છે, એવું હું તેમને શીખવી શકું
એ માટે મને મદદ કરો.

મારું પોતાનું જીવન તેમનામાં વધુ ઉચ્ચરૂપે,
વધુ સુંદર, વધુ ઉમદારૂપે પ્રગટ થાય તેવું કરવામાં મને મદદ કરો,
જેવાં થવાની અમે પોતે ક્યારેય હિંમત કરી ન હોત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે અને છેવાડાના લોકો – બિલ ગેટ્સ
ભારતીયતાનો પરિચય – અવંતિકા ગુણવંત Next »   

17 પ્રતિભાવો : એક પ્રાર્થના – સં. ઈશા કુન્દનિકા

 1. Dhirubhai Chauhan says:

  sundar parthna!

 2. Avani says:

  Wow… very nice Prarthana

  I m in the same situation right now…. every line of this Prarthana is like from my bunch of wishes everyday i do.

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice…! Kundanika Kapadiya Ni “Param Samipe” yad avi gai….

  “મારું પોતાનું જીવન તેમનામાં વધુ ઉચ્ચરૂપે,
  વધુ સુંદર, વધુ ઉમદારૂપે પ્રગટ થાય તેવું કરવામાં મને મદદ કરો,
  જેવાં થવાની અમે પોતે ક્યારેય હિંમત કરી ન હોત. “

 4. Rajesh says:

  સુંદર પ્રાર્થનાની અનુભૂતિ થઇ.

 5. pragnaju says:

  સં. ઈશા કુન્દનિકાની સુંદર પ્રાર્થના,આત્માનો ખોરાક, રોજ રટવાથી કદાચ એટલો ફાયદો ન થાય જેટલુ તેમાનુ સત્ય જાણી- તે અંગે માની ,શરણાગત ભાવથી તે પ્રમાણે કરવાનો પ્રયત્ન થાય.

  ‘તેમના જીવનનું મૂલ્ય, તેઓ બીજાને કેટલા
  ઉપયોગી થઈ શકે તેના પર છે, તેવું હું તેમને શીખવી શકું.સાચું સુખ વસ્તુઓમાં નહિ પણ તેમના
  મન અને પ્રાણના ઉઘાડમાં છે, એવું હું તેમને શીખવી શકું એ માટે મને મદદ કરો.’

  આ સત્ય પહેલા માબાપે સ્વીકારવાનું છે…બાકી ખલિલ જિબ્રાન, રવીન્દ્રનાથ ટાગોર જેવા અનેકોએ સરળ ભાષામાં આ સત્ય સમજાવવા પ્રયત્ન કર્યો છે.
  ‘એવું હું તેમને શીખવી શકું’-તે પહેલા તેવા અમે બનઍ તે જરુરી નહીં…આવશ્યક છે. પછી ‘એ માટે મને મદદ કરો.’ એવું કહેવૂં પણ નહીં પડે!

 6. neetakotecha says:

  badako na prashnone ame temni najre joiye
  amaru potanu badpan yad rakhiye
  jethi temni pasethi vadhu apeksha
  rakhvamathi ame bachiye avi madad karo.

  southi saras vat.
  badako nu bachpan aapde khatam kari nakhiye chiye . southi motu pap e j kariye chiye aapde.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.