ભારતીયતાનો પરિચય – અવંતિકા ગુણવંત

ફ્રેન્કફર્ટથી બોમ્બે આવતા વિમાનમાં કિન્નરીની બાજુની સીટમાં લારી નામનો એક ઈટાલિયન બેઠો હતો. પચાસેક વર્ષની ઉંમરનો હતો. એનો જન્મ ઈટાલીમાં થયો હતો પણ હાલમાં એ કુટુંબ સાથે અમેરિકામાં વસ્યો હતો. એની કંપની તરફથી ધંધાર્થે એ ઈજિપ્ત, રોમ, આફ્રિકા, સાઈબીરીયા, ફ્રાન્સ, જર્મની, રશિયા, ઈંગલેન્ડ એમ કેટલાય દેશોમાં ફરતો હતો. ભારતમાં બે વાર આવી ગયેલો. એ એની ત્રીજી ટ્રીપ હતી.

એણે એના મોંમા સળગાવ્યા વિનાની દેશી બીડી રાખી મૂકેલી. કહે, ‘બીડી પીવાની મનાઈ છે, મોંમાં મૂકી રાખવાની મનાઈ નથી. મને આવું કરવાની મઝા આવે છે.’ થોડી વાર થઈ એટલે એરહોસ્ટેસ ડ્રીંક્સ લઈને આવી. કિન્નરીએ નારંગીનો રસ લીધો. લારીએ વાઈન લીધો. એણે કિન્નરીને પૂછ્યું : ‘તમે કેમ વાઈન નથી લેતા ?’
‘હું વાઈન નથી પીતી. મેં કદી ચાખ્યોય નથી.’
‘ચાખવાનો, શું કરવા નથી ચાખતાં ? પીવા જેવું પીણું છે.’
‘અમારા ગુજરાત રાજ્યમાં એના પર કાયદેસર પ્રતિબંધ છે. અમારા ધર્મમાં એનો નિષેધ છે.’ કિન્નરીએ કહ્યું.
‘તમારાં મા-બાપે પહેલેથી નિષેધ કર્યો હશે એટલે કદી તમને ચાખવાનો અવસર જ નહિ મળ્યો હોય.’ લારીએ મજાકભર્યા સૂરમાં કહ્યું.
‘હા.’ કિન્નરીએ સરળતાથી ઉત્તર આપ્યો. સફરમાં એ એકલી જ હતી. અમેરિકાથી ભારત જતી હતી. એનેય આ સહપ્રવાસીની સાથે વાત કરવાની મઝા આવતી હતી. લાંબી સફરમાં વાતો કરનારની ઝંખના અવશ્ય રહે છે.
‘એટલે કે તમે વાઈન ચાખ્યો નથી, કારણ કે આજ દિન સુધી એ માટે તક નહોતી મળી. પણ આજે તો તમને પૂરી તક છે. તમને જોનાર કોઈ નથી, અટકાવનાર કોઈ નથી તો લો ને. લઈ લો.’
‘ના. મને ઈચ્છા નથી થતી.’
‘ઈચ્છા નથી થતી કે હિંમત નથી ચાલતી, લેતાં ડરો છો ?’
‘ના રે, ડરવાનું શું કામ ? અહીં તો છૂટ છે. કોઈ કાયદાનો પ્રતિબંધ નથી.’
‘તો ચાખો.’ કહીને લારીએ ગ્લાસ કિન્નરીના મોં સામે ધર્યો.
કિન્નરીએ વાઈનનો ગ્લાસ સૂંઘ્યો ને બોલી, ‘મેં ટેસ્ટ કરી લીધો.’

‘કેવી રીતે ?’
‘નાકથી સૂંઘીને’
‘કેવો લાગ્યો ?’
‘ખરાબ નથી.’
‘તો તો આગળ વધો. હવે જીભથી ટેસ્ટ કરો. મોં વાટે ગળામાં ઉતારો.’ લારી મસ્તીથી બોલ્યો.
‘ના મેં સૂંઘ્યો એ પૂરતું છે.’ કિન્નરીએ કહ્યું.
‘સેંકડો હજારો વર્ષથી દુનિયામાં દારૂ પીવાતો આવ્યો છે. તમારા દેશમાંય પીવાતો હતો અને પીવાય છે. તમારા રાજ્યમાં બંધી કરી છે એ બિનજરૂરી છે.’ લારીએ કહ્યું.
‘નશાકારક પીણાં પીને માણસ સાનભાન ભૂલી જાય એ પીણાંની બંધી જ હોવી જોઈએ.’ કિન્નરીએ કહ્યું.
‘હું વાઈન લઉં છું. મને તો એનાથી કોઈ નુકશાન નથી થયું.’ લારીએ કહ્યું.
‘એ તમારો અનુભવ છે.’ કિન્નરીએ કહ્યું.
‘હું ચાખીને અનુભવ કરીને બોલું છું. જ્યારે તમે ચાખ્યા વગર અનુભવ કર્યા વિના બોલો છો. બુદ્ધિમાન માણસ કદી આવું કરે ?’ લારીએ પૂછ્યું.
કિન્નરી બોલી, ‘દરેક વસ્તુના ગુણધર્મ જાણવા, એને અજમાવવી જોઈએ એવું નથી. ઝેર પીવાથી મરી જવાય. એ બીજાના અનુભવે જાણ્યું છે, એની પર વિશ્વાસ મૂકવાનો. આપણે જાતે ઝેર પીને અજમાવવાની જરૂર નથી. આપણે બુદ્ધિમાન છીએ, બીજાના કહેવા પર ભરોસો રાખી શકીએ.’

‘તમે બીજા પર કેટલો ભરોસો કરો ?’ લારીએ પૂછ્યું.
‘સંપૂર્ણ’ કિન્નરી આત્મવિશ્વાસથી બોલી.
લારી એકદમ કિન્નરીના હાથનું કાંડું પકડે છે. કિન્નરી હાથ છોડાવી લેતી નથી કે ચહેરા પર કોઈ પ્રતિભાવ નથી આપતી. કંઈ બોલતી નથી, જરાય વિચલિત નથી થતી.
લારી બોલ્યો, ‘મેં તમારો હાથ પકડ્યો છે.’
‘જોઈ રહી છું.’ સ્વાભાવિક કંઠે કિન્નરી બોલી.
‘છોડાવી કેમ નથી લેતાં ?’ લારીએ પૂછ્યું.
‘શું કામ છોડાવી લઉં ?’
‘મેં તમને સ્પર્શ કર્યો છે. હું એક પુરુષ છું. તમે એક સ્ત્રી છો. આપણે સાવ પરિચિત છીએ. પ્રથમ વાર જ એકબીજાને જોયાં છે. આપણો દેશ જુદો છે. ભાષા જુદી છે. સંસ્કાર જુદા છે. સંસ્કૃતિ જુદી છે. તમે સાવધ કેમ નથી બની જતાં ?’
‘તમારા સદભાવ માટે મને કોઈ શંકા નથી. હું એક સ્ત્રી છું માટે તમે મને સ્પર્શ નથી કર્યો. હું કોઈ વિકાર નથી અનુભવતી. આ વાતાવરણ જેમ મારી ચામડીને અડે છે, તેમ અમારો હાથ હાથ અડે છે.’ કિન્નરીએ કહ્યું.
‘આ પ્લેનમાં બીજા ઈન્ડિયનો છે. તમારા સમાજમાં કોઈ પુરુષ સ્ત્રીને અડે, આમ હાથ પકડે તો ખરાબ દેખાય તોય તમે હાથ કેમ ખેંચી નથી લેતા ? તમને ડર નથી ? તમારી ટીકા થશે ?’ લારીએ પૂછ્યું.
‘માણસ માણસની વચ્ચે સદભાવ હોય છે. માણસના હૃદયમાં સદભાવ હોય છે. હું એ સદભાવમાં વિશ્વાસ રાખું છું. આપણી આ ક્ષણની મૈત્રીમાં વિશ્વાસ રાખું છું. હું તમને અપમાનિત કરવા નથી માગતી. હું પરિપક્વ ઉંમરની છું.’
‘તમારી ઉંમરની વાત કેમ વચ્ચે લાવ્યા ? મેં ક્યાં તમારી ઉંમર પૂછી છે ? તમે પરિપક્વ ઉંમરના છો. એમ કહેવા પાછળ તમારો શું આશય છે ?’
‘મારો આશય એક જ છે કે હું ઠરેલ બુદ્ધિની છું. એ તમે જાણી શકો. બાકી ઉંમર તો એમ જ કહેવાઈ ગઈ.’ ‘ના એમ જ નથી કહેવાઈ ગઈ. તમે તમારી ઉંમરથી સભાન છો. ઉંમર કહીને તમે એવું સૂચવવા માગો છો કે તમે હવે યૌવનાવસ્થા વટાવી ચૂક્યાં છો. તમારામાં પ્રેમનાં તોફાન ન જાગે. પ્રેમની મસ્તી ન જાગે. એટલે પુરુષ તમને જોઈને ચંચળ ન બને, ઉન્મત ન બને, બેચેન ન બની બેસે, તમારી ગંભીરતા આપોઆપ એને ઠંડો પાડે.’ લારીએ સ્પષ્ટતાથી કહ્યું.

કિન્નરી ક્ષણાર્ધ માટે તો ચમકી ગઈ. પણ પછી બોલી, ‘મેં આવી દષ્ટિથી વિચાર નથી કર્યો. હું યુવાન હતી ત્યારેય હું ડરતી ન હતી. હું માણસમાં વિશ્વાસ કરું છું. હું મારી જાતમાં વિશ્વાસ કરું છું ને માણસાઈમાં વિશ્વાસ કરું છું. નીડરતાથી જીવવાનું અમે શીખ્યા છીએ.’ લારીએ હાથ છોડી દીધો ને થોડી વારે ગાઢ સ્વરે બોલ્યો, ‘તમે જેને પ્રિય છો એ તમને ક્યા નામથી બોલાવે છે ?’
‘મારું નામ કિન્નરી છે, પણ તેઓ લાડમાં મને કિનુ કહે છે.’ કિન્નરીએ કહ્યું.
‘તો હું તમને એ નામથી બોલાવું ?’
કિન્નરી હસી. એ લારીને જોઈ રહી.
‘તમને કિનુ કહું તો તમને વાંધો છે ?’ લારીએ ફરીથી પૂછ્યું.
‘મને શું કામ વાંધો હોય ? મને ક્યા નામથી બોલાવવી એ તમારે નક્કી કરવાનું છે. મારે તો માત્ર જવાબ આપવાનો છે.’

કિન્નરીની વાતો, વર્તન અને વિચારોથી લારી એકદમ પ્રભાવિત થઈ ગયો. એ બોલ્યો : ‘હું બે વાર મુંબઈ આવી ગયો છું. ખાસ્સા દિવસ રોકાયો છું. ઘણી સ્ત્રીઓ સાથે વાત કરી છે. મૈત્રી કેળવવા પ્રયત્ન કર્યો છે, પણ તેઓ ભડકીને દૂર ભાગે છે. કોઈ આટલી સરળતાથી આવા સ્વાભાવિકપણે, આવા ગૌરવથી મળતું નથી. બોલતું નથી.’

કિન્નરીએ કહ્યું : ‘તમે કલબમાં જતાં હશો ત્યાં અમુક જ પ્રકારની સ્ત્રીઓને મળ્યા હશો. તમે કોઈ ભારતીય ગૃહસ્થના ઘરે ગયા છો ? અમારી પરંપરા પ્રમાણે જીવતા ટ્રેડીશનલ ગૃહસ્થના ઘેર ? ભારતનાં ગામડાંમાં જાઓ. એક વાર ત્યાં જાઓ, એમને મળો, ત્યાં ગૃહિણી ગમે તે ઉંમરની હશે પણ તમને સૌજન્યપૂર્ણ આવકાર આપશે. હેતથી તમારી સાથે વાતો કરશે, જમાડશે. તમારી સરભરા કરશે. ત્યાં એક માનવીય ગરિમા હશે. ભારતીય માનસનો સાચો પરિચય મેળવવો હોય તો પરંપરાના સંસ્કાર પામેલા કોઈ કુટુંબમાં જાઓ. કલબમાં કે અત્યારની ઑફિસોમાં કે કૉલેજોમાં નહિ. અમારે ત્યાં કોઈ સ્ત્રીને મિસિસ કે મિસ કે પુરુષને મિસ્ટર કહીને બોલાવવાનો રિવાજ નથી. માણસ અજાણ્યો હોય, પહેલી વાર મળતો હોય તોય એને ભાવથી સગાઈ સૂચક સંબોધન કરાય છે. અમારે ત્યાં અજાણ્યા પર વિશ્વાસ કરાય છે. એના આદરસત્કાર થાય છે. તમે જાઓ એટલે કોઈ તમને ભાઈ કહીને બોલાવશે. કોઈ વયોવૃદ્ધ સ્ત્રી દીકરો માનશે, નાનાં બાળકો કાકા-માસા જેવું મીઠું સંબોધન કરશે. તમને સગાઈના દોરમાં બાંધી દેશે. તમને પોતાપણાની હૂંફ-ઉષ્મા અનુભવવા મળશે. તમને કોઈ નવો અનુભવ થશે.’

‘મને અહીં તમારી પાસેથી જ એ અનુભવ મળ્યો છે. હું તમારો આભાર માનું છું.’ લારીએ કહ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક પ્રાર્થના – સં. ઈશા કુન્દનિકા
જીવનભર હું મજૂર રહ્યો છું – વિનોબા ભાવે Next »   

33 પ્રતિભાવો : ભારતીયતાનો પરિચય – અવંતિકા ગુણવંત

 1. Dhirubhai Chauhan says:

  ati sundar !!

 2. hemen mehta says:

  હિન્દુ નારિ સાદા સારિ

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….!!!!!

 4. અમી says:

  વાહ … “મેરા ભારત મહાન” એમ જ નથી કહેવાતુ.

 5. Piyush Patel says:

  This is very good article.

 6. anamika says:

  very good article……..

 7. Paresh says:

  પૂર્વ હોય કે પશ્ચિમ વિચારોની આપ લે આટલી તંદુરસ્ત હોવી જોઈએ. સુંદર વાર્તા.

 8. BHAUMIK TRIVEDI says:

  really a nice story and truth…………..અમારી પરંપરા પ્રમાણે જીવતા ટ્રેડીશનલ ગૃહસ્થના ઘેર ? ભારતનાં ગામડાંમાં જાઓ. એક વાર ત્યાં જાઓ, એમને મળો, ત્યાં ગૃહિણી ગમે તે ઉંમરની હશે પણ તમને સૌજન્યપૂર્ણ આવકાર આપશે. હેતથી તમારી સાથે વાતો કરશે, જમાડશે. તમારી સરભરા કરશે. ત્યાં એક માનવીય ગરિમા હશે. ભારતીય માનસનો સાચો પરિચય મેળવવો હોય તો પરંપરાના સંસ્કાર પામેલા કોઈ કુટુંબમાં જાઓ. કલબમાં કે અત્યારની ઑફિસોમાં કે કૉલેજોમાં નહિ. અમારે ત્યાં કોઈ સ્ત્રીને મિસિસ કે મિસ કે પુરુષને મિસ્ટર કહીને બોલાવવાનો રિવાજ નથી. માણસ અજાણ્યો હોય, પહેલી વાર મળતો હોય તોય એને ભાવથી સગાઈ સૂચક સંબોધન કરાય છે. અમારે ત્યાં અજાણ્યા પર વિશ્વાસ કરાય છે. એના આદરસત્કાર થાય છે. તમે જાઓ એટલે કોઈ તમને ભાઈ કહીને બોલાવશે. કોઈ વયોવૃદ્ધ સ્ત્રી દીકરો માનશે, નાનાં બાળકો કાકા-માસા જેવું મીઠું સંબોધન કરશે. તમને સગાઈના દોરમાં બાંધી દેશે. તમને પોતાપણાની હૂંફ-ઉષ્મા અનુભવવા મળશે. તમને કોઈ નવો અનુભવ થશે.’

  really a nice thoughts and real india darshan..in villages..keep it up ..

 9. Bharat Lade says:

  સરસ વાર્તા

 10. Rajesh says:

  ભારતીય સ્ત્રીની ગજબની આત્મસંયમતા, સૂજબૂજ, સંસ્કાર ના અનોખા દર્શન કરાવતો લેખ. અતિ સુંદર.

 11. pragnaju says:

  ‘કિન્નરીની બાજુની સીટમાં લારી નામનો એક ઈટાલિયન બેઠો હતો. એનો જન્મ ઈટાલીમાં થયો હતો’
  થી
  ‘મને અહીં તમારી પાસેથી જ એ અનુભવ મળ્યો છે.
  હું તમારો આભાર માનું છું.’ લારીએ કહ્યું.
  આ સુંદર વાર્તા કાલ્પનિક હોય પણ એન્ટોનીઆ સ્તેફેનો માઈનો,જેનો જન્મ ઓરબેસેનો કે લુસિઆના-ઈટાલીમાં થયો હતો,તેને ભારતિયતાનો પરિચય થયો, એક માનવીય ગરિમાનો પરિચય મળ્યો, તેણે પરંપરાના સંસ્કાર પામેલા કુટુંબમાં લગ્ન કર્યા, ભારતિય નાગરિક થઈ. આજે આખી દુનિયામાં
  પોપ્યુલર નારીઓની ગણનામા અગ્રસ્થાનોમા છે!

 12. chetu says:

  આપણાં સંસ્કાર જ આપણાં વ્યક્તિત્વ નું અને હિંદુત્વ નું ગૌરવ છે..

 13. neetakotecha says:

  sunder……..

 14. meena says:

  બહુ સ્રરસ લેખ

 15. bharat dalal says:

  Wonderful reflection of integrity and character.I hope that it becomes a part of us.

 16. Ramesh Shah says:

  સુંદર નિરૂપણ અને એટલી જ સુંદર બાંધણી.

 17. કૃણાલ says:

  એક લોકગીત યાદ આવી ગયું…..

  આપણા મલકના માયાળુ માનવી,
  માયા મૂકીને વયા આવો મારા મહેમાન,
  રીયોને આપણા મલકમાં,
  હે હાલો… હાલો…

 18. apekshahathi says:

  best:)

 19. Jinendra Shah says:

  દિલ ખુશ કરિ દિધુ….

  સાચે આપડિ સંસ્ક્રુતિ થિ દુર ના થયિયે તો બધા જવાબ અહિયા જ છે…!!!

  સલામ છે ગુર્જર નારિ ને..!!

 20. kush vyas says:

  great

 21. Maitri says:

  Simply Great & beautiful!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.