મિલીના ઘર તરફ… – યામિની વ્યાસ

[રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2007માં પ્રાપ્ત થયેલી અનેક કૃતિઓમાંની એક કૃતિ.]

ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફુર્તિ અનુભવતી હતી. પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતુ. બંને કિડની કામ ન કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો.

સેવ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડોનર ડો.મિલીના ઇન્ટરવ્યુ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડોનેટ કરી રહી હતી? એને પૈસાની કોઇ મોટી જરુરિયાત હશે કે માનવીય લાગણી ? શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો, ડો, મિલી દોઢેક મહિના પહેલા જ એમ, બી. બી.એસ.થઇને ઇન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટીટ્યુટમાં જોડાઇ હતી. વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એક્ના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડોનરની શોધ ચાલી રહી હતી.આમ પણ મોટા બીઝનેસમેન સૌરભ ને પત્નીની જીંદગી બચાવવા ગમે તેટ્લા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું. આ બાજુ ખુબ જ સાધારણ ફેમિલિની ડો.મિલી પોતાની ‘મા’ ની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેકટ મેચ થતા હતા. શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ.મિલી વસી ગઇ હતી. શુભાંગીએ પ્રથમ પ્રેગનન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી એબોર્શન કરાવ્યું હતું. એનો એને ભારો ભાર રંજ થયો. ‘પોતાને દીકરી હોત તો કદાચ આવડી હોત !’

મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડોનેશનની વાત કરી ન હતી .પરંતુ બાપુને સોગંદ આપીને પણ સમજાવી લીધા હતા. એ જ હોસ્પિટલના બાજુના યુનીટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એક્ની એક દીકરી હતી. હોસ્પિટલના કૅમ્પસમાં જ નાચી કુદી, મોટી થઇ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડોક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડોક્ટર બનવાની ઇચ્છા હતી. માથુર ખુબ મહેનત,ધગશ અને લાગણીથી બધાનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતુ. હોસ્પિટ્લ સ્ટાફ્ના ઘણા ડોક્ટર્સએ મિલીને ભણાવવામાં મદદ કરી હતી. ભણીને એ જ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે આવી હતી. ઓછા ભણેલા માથુરને દીકરી પર અતુટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું ને સારું જ હોય એમ એ માનતો. માની હાર્ટસર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટ્મેન્ટમાં ખુબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી.

નિયત તારીખે કીડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી. એને જલદી રજા મળી ગઇ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો. શુભાંગીના શરીરે પણ નવી કીડની સ્વીકારી લીધી હતી. તબીયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી . એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી. કોણ જાણે કેમ માથુરની ભોળી આંખોમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી. થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી, અંકોડીથી ગૂંથેલી સફેદ થેલીમાં વચ્ચે કેસૂડાંનાં બે ફૂલ ગૂંથ્યાં હતાં. આવી જ થેલી એણે પણ જાતે ડિઝાઇન કરી ગૂંથી હતી ત્યારે સૌરભે ટકોર પણ કરેલી. ‘તને તો કેસરી –ભગવો રંગ બહુ ગમે !’
‘હા, બહુ ગમે, આમ તો કામણગારો છતાં ત્યાગ, બલીદાનનો રંગ, વળી કેસૂડાને આનાથી વધુ ક્યો રંગ સોહે?’ આ વિચાર કડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય, કિડનીની માફક થેલી પણ નજરે ચઢે તો વેચાતી ન લઇ લે! પૈસાદારનું શું કહેવું?

શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઇ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બંનેની નજરમાં કિલક થઇ ગઇ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ,ખુબ સંઘર્ષ કરી,એકલે હાથે બીઝનેસ સંભાળતા હતા. એમણે શુભાંગીને પર્સનલ આસીસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીના હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એક્નો એક પુત્ર સૌરભ જ હતો. એની ખુશી માટે અમીર-ગરીબના ભેદભાવ વિના વગર આનાકાનીએ દુર્ગાએ સૌરભ-શુભાંગીનાં લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઇચ્છતી, કહોકે ,એની પ્રબળ ઇચ્છા હતી એક્ના એક પૌત્રની દાદી બનવાની. વંશવેલો વધારનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઇની પણ ભાગીદારી વગર એક્નો એક પૌત્ર ભવિષ્યમાં બીઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય. વળી દીકરીના વડીલો એ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજૂર ન હતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી-સૌરભને કહી દીધું કે ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં.’ અને એની ઇચ્છા વિરુધ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવાનું કે વર્તવાનું હતું જ નહીં.

શુભાંગી ને પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી દોઢ મહીનામાં જ એબોર્શન કરાવવું પડ્યું હતું. થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્ર પ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે, વગર પરીક્ષણે કહી આપું કે દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટુ પડતું જ નથી.’ દુર્ગા આ વખતે શુંભાગીનીની ખૂબ કાળજી રાખતી અને દરરોજ શુંભાગીને મંદીરે લઇ જઇ જ્યોતિષે કહ્યા મુજબની પુજા કરાવતી. આ ક્રમ છેલ્લા મહીના સુધી જળવાયો. એવામાં એક દીવસ પૂજા કરીને સાસુ વહુ મંદીરના પગથિયાં ઉતરતા હતા ને સાડીનો છેડો પગમાં ભરવાતાં શુંભાગીનો પગ લપસ્યો ને પછી…. દોડાદોડ, હોસ્પિટલ ને ઇમરજન્સી……દોઢ દીવસ શુંભાગી કોમામા રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુંભાગી ઉગરી ગઇ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દીવસો આવ્યાં. સાસુમાની ઇચ્છા પૂરી થઇ. દીકરો જન્મ્યો, આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ જળવાઇ રહી.

ફરી નજર થેલી તરફ ગઇ ને યાદ આવ્યું કે, ‘એ ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઇ રોજ મંદીરે જતી પરંતુ તે દિવસે પગ લપસતા સીધા હોસ્પિટલ ભેગા થવું પડ્યું ત્યારે થેલી મંદીર પાસે જ પડી ગઇ હશે, તે આ થેલી તો ન હોય?’
એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’
માથુર એક ઝાટકે બોલી ઉઠયો: ‘ચામડી કહો તો ઉતારી આપુ, આ થેલી ના આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી, આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની મા ના ગીરવી રાખેલા ઘરેણા લેવા જઉ છું.’
શુંભાગીએ ફરી કહ્યું, ‘તારી દીકરીએ તો કીડની આપી, તું એક થેલી ના આપી શકે?’
માથુરે થેલીને હૈયા સરસી ચાંપીને આંખમાં ઝળઝળીયાં સાથે કહ્યું : ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી. એ બાળકને જન્મ આપી શકે એમ ના હતી. મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી છે. એટલે જ તો એનું નામ મિલી છે…’ છેલ્લું વાક્ય બોલાતું હતું ત્યાં જ દુર્ગાદેવી ને સૌરભની રૂમમા એન્ટ્રી થઇ. બંને ચોંકીને એક્બીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઉઠયો, શુંભાગીના પગ પાસે ફસડાઇ પડ્યો, દુર્ગાના મોઢામાંથી આહ નીકળી ગઇ, ‘મિલી, મારી જ કુળદીવડી !!!’

માથુર કાંઇ ના સમજ્યો. પરંતુ શુંભાગીના મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક (કે જીવતી બાળકી) કચરાપેટી…..ઓહ …….ઓહ!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કીડનીનાં રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી, ‘દીકરી! તે તો જન્મ આપનાર ને પાલક મા, બંને માતાને જીવતદાન આપ્યું. ખરેખર, દીકરી લેવા નહીં, દેવા જ આવતી હોય છે, ધન્ય છે તને! ત્યાં જ દુર્ગાદેવીના ઉચ્ચાર સંભળાયાં, ‘માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું’ બોલતાની સાથે જ એમણે દોટ મૂકી. શુંભાગી ગભરાઇ, બોલી, ‘સૌરભ, મમ્મીજી કયાં ગયાં?’ ‘અરે, એમણે તો દોટ મૂકી.’, ‘હાય, હાય ક્યાં? હાય રામ!’ ‘મિલીના ઘર તરફ…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજ – મહેન્દ્ર જોશી
બે લલિતનિબંધો – રીના મહેતા Next »   

29 પ્રતિભાવો : મિલીના ઘર તરફ… – યામિની વ્યાસ

 1. Ramesh Shah says:

  વાર્તા વાંચતા જ મહેમુદ નું ‘કુંવારા બાપ’ પીક્ચર યાદ આવી ગયું.હિંદી પિક્ચર ની છાંટ વર્તાઈ પણ વાર્તા સારી.

 2. Nilesh says:

  સાર

 3. pragnaju says:

  વાર્તાની કથાવસ્તુ, ભાવ, અભિવ્યક્તિ અને સંવાદોના આધારે અગ્રસ્થાનની યોગ્યતા ધરાવતી ખૂબ જ સુંદર વાર્તા.
  શરુઆત સાંપ્રત કાળમાં પણ ‘દિકરીને દૂધ પીતી કરવાની’ સમસ્યા -જેને લીધે જાતી પરીક્ષણ ગુન્હો ગણવાનો કાયદો કરવો પડ્યો! પણ એકલો કાયદો કરવાથી ઉકેલ આવતો નથી.લોક કેળવણીનૂં કામ આવી દમદાર રજુઆત કરતી વાર્તાથી જરુર થાય છે.
  બીજી સમસ્યા કીડની દાનની-જેને માટે શામ-દામ સુધી તો ઠીક પણ દંડ-ભેદ કીડનીની ચોરી કરવી કે તેને માટે હત્યા કરવા સુધીની સ્થિતી હોય ત્યારે દરેક માધ્યમ દ્વારા આ અગે કેળવણી દ્વારા સગુણાત્મક પરિવર્તન આવશ્યક છે જ.
  વાર્તાનો અંજામ સાનંદ-આશ્ચર્ય જનક રહ્યો!
  “માથુર કાંઇ ના સમજ્યો. પરંતુ શુંભાગીના મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક (કે જીવતી બાળકી) કચરાપેટી…..ઓહ …….ઓહ!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કીડનીનાં રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી, ‘દીકરી! તે તો જન્મ આપનાર ને પાલક મા, બંને માતાને જીવતદાન આપ્યું. ખરેખર, દીકરી લેવા નહીં, દેવા જ આવતી હોય છે, ધન્ય છે તને! ત્યાં જ દુર્ગાદેવીના ઉચ્ચાર સંભળાયાં, ‘માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું’ બોલતાની સાથે જ એમણે દોટ મૂકી. શુંભાગી ગભરાઇ, બોલી, ‘સૌરભ, મમ્મીજી કયાં ગયાં?’ ‘અરે, એમણે તો દોટ મૂકી.’, ‘હાય, હાય ક્યાં? હાય રામ!’ ‘મિલીના ઘર તરફ…’
  આ વાર્તા અંગે નીર્ણાયકોનાં મુલ્યાંકન પર નજર કરી તો નવાઈ લાગી કે નીર્ણાયક ૨ અને ૩ને આ વાર્તા પહેલા વર્ગમાં મુકવા જેવી લાગી- તેને નીર્ણાયક ૧ને
  પાસીંગ ગુણ આપવા જેવી પણ ન લાગી!
  યામિની વ્યાસ (મિલીના ઘર તરફ) 25 60 60 145

 4. Baboochak says:

  શુભાંગી ને પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી દોઢ મહીનામાં જ એબોર્શન કરાવવું પડ્યું હતું.

  દોઢ મહીના ની છોકરી મોટી થઇ?? યે બાત કુછ હઝમ નહિ હુઇ!!

 5. Lambodar says:

  શુભાંગી ને પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી દોઢ મહીનામાં જ એબોર્શન કરાવવું પડ્યું હતું.

  દોઢ મહીના ની છોકરી મોટી થઇ?? યે બાત કુછ હઝમ નહિ હુઇ!!…..

 6. rita saujani says:

  The story explains about the second Pregnancy!
  શુભાંગી ને પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી દોઢ મહીનામાં જ એબોર્શન કરાવવું પડ્યું હતું. થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્ર પ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે, વગર પરીક્ષણે કહી આપું કે દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટુ પડતું જ નથી.’ દુર્ગા આ વખતે શુંભાગીનીની ખૂબ કાળજી રાખતી અને દરરોજ શુંભાગીને મંદીરે લઇ જઇ જ્યોતિષે કહ્યા મુજબની પુજા કરાવતી. આ ક્રમ છેલ્લા મહીના સુધી જળવાયો. એવામાં એક દીવસ પૂજા કરીને સાસુ વહુ મંદીરના પગથિયાં ઉતરતા હતા ને સાડીનો છેડો પગમાં ભરવાતાં શુંભાગીનો પગ લપસ્યો ને પછી…. દોડાદોડ, હોસ્પિટલ ને ઇમરજન્સી……દોઢ દીવસ શુંભાગી કોમામા રહી, બાળક ન બચાવી શકાયું

 7. Bhavna Shukla says:

  દિકરી ના નામ પર હવે તો આવી વાર્તાઓ પણ સહન નથી થતી. લખનાર ની માફી ચાહુ છુ લોહીના ક્ણ – ક્ણ પૂર્વક.

 8. વાર્તા ખૂબ સરસ ને અસરકારક છે.અભિનંદન !

 9. Keyur Patel says:

  કોઈ ફિલમ ની કથા હતી કે શું? થોડુંક નવુ આપો તો સારૂં !!!

 10. urmila says:

  ‘દિકરી ના નામ પર હવે તો આવી વાર્તાઓ પણ સહન નથી થતી’ I agree

 11. Dineshchandra Patel says:

  Good Story, But it looks like filmy. Some more social touch is required.

 12. chandni says:

  મને તમારી આ વાર્તા ખુબ જ ગમી આજ ના યુગ મા હજુ પણ લોકો હોઇ જે દીકરી નથી સ્વીકારતા… એટલે હજુ પણ જાગ્રુતી ની જરુર છે…

 13. અતુલ જાની (આગંતુક) says:

  દિકરીના જન્મ સામે મોટા ભાગે વિરોધ કરનારી સ્ત્રીઓ હોય છે. અહીં આ વાર્તાંમાં દુર્ગાદેવી દિકરીના જન્મ સામે વિરોધ કરે છે.

  આપણું વેદાંત શાસ્ત્ર દ્વૈત નો સ્વીકાર નથી કરતું. અધ્યાત્મ શાસ્ત્ર ની કોઈ પણ શાખા પછી તે કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ કે કોઈ અન્ય યોગ હોય તેમાં ક્યારેય ક્યાંય સ્ત્રી કે પુરૂષનો ભેદ પાડવામાં નથી આવ્યો.

  ગ્રેટ બ્રીટનમાં રાજ્યની ધુરા દાયકાઓ સુધી રાણીઓ જ સંભાળતી. સ્ત્રીઓ પણ પુરુષના જેટલી જ કાબેલ હોય છે. તો પછી શા માટે દિકરીના જન્મ સામે વિરોધ છે?

  હવે તો આપણને ચર્ચા કરવા માટે મૃગેશભાઈના સુંદર પુરુષાર્થને પરિણામે એક સરસ વ્યવસ્થા પ્રાપ્ત થઈ છે.

  મારો વિચાર ત્યાં Discussion વિભાગમાં દિકરીના જન્મ સામે વિરોધ શા માટે? તે વિશે સંવાદ શરું કરવાનો છે તો આપણે સહું ચર્ચા માટે ત્યાં જ મળીશું?

 14. pragnaju says:

  આ વાર્તાની લેખીકા મારી દિકરી છે એટલે નહીં પણ તટસ્થ રીતે-
  મારી જાણ પ્રમાણે-
  આ જ વાર્તાનુ તેનું જ લખેલું નાટક ભજવાયું ત્યારે દિકરીની ભૃણ હત્યામાં માનનારાની પણ આંખો ભીની થઈ હતી!
  એક ગમ્મતની વાત-
  સરકારે આ અંગેના પ્રચાર પત્રિકાઓમાં તેનું ઈનામ જીતનાર ‘ ભૃણ હત્યા’ અગે કાવ્ય છાપ્યું હતું.
  … ફક્ત એક જ અફસોસ છે તેની દિકરી,મારી પૌત્રી, કોમ્પુટર એન્જીનીયર છે છતાં તેને સાઈબર અપનાવવાનો સમય નથી!

 15. Pankay says:

  દુર્ગા આ વાત ભૂલી ગઇ હતી કે પોતાના વારસવદાર(પૌત્ર)ને જ્ન્મ આપવા માટે તેના પુત્રને કોઇની દિકરીની જરુર હતી, અને સૌરભને પોતે આ ધરતી પર જન્મ લેવા માટે માની (એ પણ કોઇની દિકરી)ની જરુર પડી હતી, ઘરમાં વહુ જોઇતી હોઈ તો બહાર કોઇની દિકરી શોધવા નીક્ળીએ પરંતુ આપણે ત્યાં કોઇએ આવવું નહિ! પરતું અફસોસની અને સમાજના દુર્ભાગ્યની વાત તો એ છે કે આવી ઘટનાઓ પાછળ મોટે ભાગે પાછી સ્ત્રીઓ(પરણી ગએલી દિકરીઓ) જ જવાબદાર હોઇ છે!

 16. Hiral Thaker "Vasantiful" says:

  Very nice story..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.