બે ગઝલો – સુનીલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી સુનીલભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો sunras2226@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો. ]

[1] રકતમાં બોળી કલમ

અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
તારા મિલનની આશમાં ખરતો રહ્યો.

ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો,
હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.

રાજી થયો પાનાં જીવનનાં ઓળખી,
હું દાવ જોકરનો સદા રમતો રહ્યો.

ક્યાંયે જુદી ભાસે દશા તો આપણી,
તું આમ બળતી હુંય તો બળતો રહ્યો.

જો હો વ્યથા કે કોઈની પણ હો કથા,
બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.

[2] તોડજે મૌનને

તોડજે તું મૌનને તડપ્યા વગર,
જીંદગી જાશે પછી વરસ્યા વગર

કાગળોમાં ગોઠવી અક્ષરો નવા
આખરે તું ભૂંસજે અટક્યા વગર

માણજે ફુલને સહારે જિંદગી
પાંદડે ને પાંદડે જીવ્યા વગર

આંગળીએ લખ વસિયત તો નવી
કાળને તું ઢાળજે સરક્યા વગર

છોડજે ગત કે અનાગતની કથા
આજને તું માણજે તરસ્યા વગર

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત
સમજ – મહેન્દ્ર જોશી Next »   

14 પ્રતિભાવો : બે ગઝલો – સુનીલ શાહ

 1. sanket says:

  માણજે ફુલને સહારે જિંદગી
  પાંદડે ને પાંદડે જીવ્યા વગર

  આંગળીએ લખ વસિયત તો નવી
  કાળને તું ઢાળજે સરક્યા વગર
  સરસ અભિવ્યક્તિ…!

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Both gazals are very nice…!!

  Specialy….

  “અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
  તારા મિલનની આશમાં ખરતો રહ્યો.”

  “તોડજે તું મૌનને તડપ્યા વગર,
  જીંદગી જાશે પછી વરસ્યા વગર”

 3. સુંદર ગઝલો…. છંદ પણ બહુધા જળવાયો છે…

  છોડજે ગત કે અનાગતની કથા
  આજને તું માણજે તરસ્યા વગર
  -સરસ વાત….

  અભિનંદન, મિત્ર! ઘણી બધી સંભાવના અને શકિત દેખાઈ રહી છે…

 4. pragnaju says:

  ‘જો હો વ્યથા કે કોઈની પણ હો કથા,
  બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.’
  રક્તમાં કલમને બોળવાની વાત તો
  સુનીલ શાહના સુરતના માનનીય શ્રી ભગવતીભાઈએ પણ કરી છે.ફૈઝ અહેમદ ફૈઝતો કલમ કરેલા હાથની કલમ બનાવી રક્તથી લખવાની વાત કરે છે અને ગઝલને માટે જીગરનું લોહી આવશ્યક ગણ્યું છે પણ અહીં તો ‘જો હો વ્યથા કે કોઈની પણ હો કથા’-બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.સરસ.

  ‘હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.’
  અને હુંને ઓગાળવની વાત જો વાત જ ન રહે તો જીવન પણ સફળ થઈ જાય!
  સરસ રચના.
  … અને બીજી રચનામાં સનાતન સત્ય-
  આજને માણવાની વાત-
  ‘માણજે ફુલને સહારે જિંદગી
  પાંદડે ને પાંદડે જીવ્યા વગર

  આંગળીએ લખ વસિયત તો નવી
  કાળને તું ઢાળજે સરક્યા વગર

  છોડજે ગત કે અનાગતની કથા
  આજને તું માણજે તરસ્યા વગર”
  ખુબ જ સુંદર.

 5. સુરેશ જાની says:

  અહીં પહેલાં પ્રકાશીત થઈ હતી –
  ————————————–
  અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
  તારા મિલનની આશમાં ખરતો રહ્યો.
  http://kaavyasoor.wordpress.com/2007/05/30/joker_sunil/
  —————————————-

  તોડજે તું મૌનને તડપ્યા વગર,
  જીંદગી જાશે પછી વરસ્યા વગર

  http://kaavyasoor.wordpress.com/2007/09/10/todaje_tu_sunil/

 6. vishwajit mehta (vishu) says:

  અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
  તારા મિલનની આશમાં ખરતો રહ્યો.

 7. ચૈતન્ય શાહ અમદાવાદ says:

  સુંદર ગઝલો….

 8. Rajesh says:

  Dear Sunil ji,
  both the ghazals r really very nice, two lines in particular
  છોડજે ગત કે અનાગતની કથા
  આજને તું માણજે તરસ્યા વગર
  adbhoot

 9. hardik says:

  khub j saras aavu j lakhata raho…

 10. hardik says:

  ખુબ જ સરસ …..આવુ જ લખતા રહો…..

 11. Meetal says:

  અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
  તારા મિલનની આશમાં ખરતો રહ્યો.

  ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો,
  હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.

  તોડજે તું મૌનને તડપ્યા વગર,
  જીંદગી જાશે પછી વરસ્યા વગર

  સુનીલ શાહ ….શબ્દોને વાચા આપી……સ્ર્સ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.