સમજ – મહેન્દ્ર જોશી
હાથથી છૂટ્યું એ તો છૂટ્યું સમજ
એક વાસણ કાચનું ફૂટ્યું સમજ !
અર્થ ખુશ્બૂનો એવો તે શો થયો,
પુષ્પને ક્યાં કોઈએ ચૂંટ્યું, સમજ !
સાતમા માળે મળ્યું એક સરનામું,
સ્વપ્ન ત્યાં પહોંચ્યું, દડ્યું, તૂટ્યું સમજ !
બસ અહીંથી ઊઠીને ત્યાં જઈ બેઠો,
આમ જો તો ક્યાં કશું ખૂટ્યું સમજ !
તેં સમજના દ્વાર પણ વાસી દીધાં,
મેં નર્યા એકાંતને ઘૂંટ્યું સમજ !
માવજત તું વાટની કરતો રહ્યો,
કોડિયે દીવેલ પણ ખૂટ્યું સમજ !
ઝેર તો પગમાં સફરનું પણ હતું,
શિર ભલા ક્યા કારણે ફૂટ્યું ? સમજ !
Print This Article
·
Save this article As PDF
Nice Gazal..!!!
“માવજત તું વાટની કરતો રહ્યો,
કોડિયે દીવેલ પણ ખૂટ્યું સમજ !”
હાથથી છૂટ્યું એ તો છૂટ્યું સમજ
એક વાસણ કાચનું ફૂટ્યું સમજ !
માવજત તું વાટની કરતો રહ્યો,
કોડિયે દીવેલ પણ ખૂટ્યું સમજ !
-સુંદર ગઝલ…. મજાના શેર…
ઝેર તો પગમાં સફરનું પણ હતું,
શિર ભલા ક્યા કારણે ફૂટ્યું ? સમજ !
મહેન્દ્ર જોશીની ‘સમજ’
અનુભવ વાણીની સાદી સમજ –
તેમાં
અર્થ ખુશ્બૂનો એવો તે શો થયો,
પુષ્પને ક્યાં કોઈએ ચૂંટ્યું, સમજ !
સારા શેરો માણ્યા
અભિનંદન
ઝેર તો પગમાં સફરનું પણ હતું,
શિર ભલા ક્યા કારણે ફૂટ્યું ? સમજ !
મહેન્દ્ર જોશીની ‘સમજ’
અનુભવ વાણીની સાદી સમજ –
તેમાં
અર્થ ખુશ્બૂનો એવો તે શો થયો,
પુષ્પને ક્યાં કોઈએ ચૂંટ્યું, સમજ !
સારા શેરો માણ્યા
અભિનંદન
એક્દમ સરસ્.. જે સઁબઁધો તુટયાં એ લેણ દેણ પુરી સમજ્..!
હાથથી છૂટ્યું એ તો છૂટ્યું સમજ
એક વાસણ કાચનું ફૂટ્યું સમજ !
એક્દમ સરસ્.. જે સઁબઁધો તુટયાં એ લેણ દેણ પુરી સમજ્..!
એક વાસણ કાચનું ફૂટ્યું સમજ !
વાહ મહેન્દ્રભાઇ,
“માવજત તું વાટની કરતો રહ્યો,
કોડિયે દીવેલ પણ ખૂટ્યું સમજ !”
…………………………………………………………….
કારણ કે હમણા જ મુકુલભાઇ કહેતા હતા “લયસ્તરો” થી કે,
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?
……………………………………………………
ખુબ સરસ
“માવજત તું વાટની કરતો રહ્યો,
કોડિયે દીવેલ પણ ખૂટ્યું સમજ !”
ખૂબ જ સુંદર ‘સમજ’ ! !