ધૂમ ધડાકા (બાળકાવ્ય) – કેયૂર ઠાકોર

ધૂમ-ધડાકા, મોજ મજાની રાત છે કાળી,
રુમઝુમ નાચતી ગાતી આવી, પાછી રે દીવાળી.

ભણવાનું તો ભૂલી જવાનું, ફરવાનું ‘બિન્દાસ’,
ધૂમ-ધડાકા, ફટાકડાંનો મસ્ત-મજાનો ત્રાસ,
આનંદે તો રમશું દઈ એકબીજાને તાળી.

દીવાઓ ઊડાડે ઝગમગતાં ફુવારાં,
આકાશ બની ધરતી દીવા જો લાગે તારા,
ચાંદો ચમક્યો આજે ધરતીને નિહાળી.

કાજુ-કતરી, મિઠાઈ સંગે મઠિયા-સુંવાળી,
બૉમ્બ ધડાકા ગાજે, ગાજે બંદૂકની નળી,
જમીન ચક્કર ઘુમતું જાણે લાગે ગોળ થાળી.

રાત અમાસની વીતી, ‘ઊગ્યું’ નવું વરસ.
ટેટાની તો લૂમો ફૂટતી, બૂમો પડે ‘સબરસ’,
સોનેરી તો સવાર મીઠી, ‘સાલ મુબારક’ વાળી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છેલ્લી વાર – હર્ષ બ્રહ્મભટ્ટ
ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર Next »   

9 પ્રતિભાવો : ધૂમ ધડાકા (બાળકાવ્ય) – કેયૂર ઠાકોર

 1. nayan panchal says:

  વાહ! બાળપણના દિવસોની યાદ તાજી કરાવી દીધી. શું ટેન્શન ફ્રી દિવસો હતા એ??

  આજે પણ મને યાદ છે જ્યારે પપ્પા સાથે હું દિવાળીના ફટાકડા લેવા જતો હતો…

  નયન

 2. Airfare. says:

  Airfare japanes election flight….

  Student airfare….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.