ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી

[વ્યવસાયે ‘સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર’ માં કાર્યરત એવા શ્રી પ્રણવભાઈ સ્વભાવે સાહિત્યકાર છે. વર્ષો સુધી તેમના નિબંધો અનેક નાના-મોટા સામાયિકોમાં સ્થાન પામ્યા છે. આ તમામ નિબંધોને સંકલિત સ્વરૂપે તાજેતરમાં ‘ગ્રીન લીફ’ પુસ્તકરૂપે તેમણે પ્રકાશિત કર્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી પ્રણવભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર.]

[1] માનવીય અળગાપણું

હમણાં એક મુસાફરી કરતી વેળાએ મન વિચારે ચડ્યું. અમે જે વાહનમાં હતા તેમાં એક બીજાથી અજાણ્યા એવા આઠ મુસાફરો હતા. તેમાંથી છ પાસે મોબાઈલ ફોન હતા. વારાફરતી કોઈક કોઈક ફોનમાં રીંગ વાગતી અને વાતો થતી રહેતી જ્યારે એકપણ વ્યક્તિના ફોનમાં રીંગ ન વાગે ત્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હોય તેવું લાગતું. ટેકનોલોજીની આ તે કેવી કમાલ (!!) કે સાવ પાસે બેઠેલાં એક ચૈતન્ય સભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ અને દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !!

બદલાતા સમયની આ તાસીર છે. આજથી થોડાં જ વરસો પહેલાં એક ઘરનો પ્રસંગ આખી શેરીનો પ્રસંગ બનતો અને એક ઘરની પીડા પર અનેક ઘરોને આંસુ સારતા જોયાને કંઈ સદીઓ નથી વીતી ગઈ. માણસનો તેના આસપાસના વિશ્વ સાથે જીવંત સંપર્ક રહેતો. બે-ચાર દિવસ બહાર જઈ આવ્યા પછી આસપાસના બધાને મળી લેવાની આપણને તાલાવેલી રહેતી. માણસ માણસ સાથે, આસપાસના નાનકડા વિશ્વ સાથે કોઈ જ કારણ વગર જ જોડાયેલો રહેતો. આજના સમયમાં પ્રવૃત્તિઓનો વ્યાપ વધવાની સાથે સાથે ટી.વી. અને ફોન જેવાં ઊપકરણોને કારણે કોઈ જ દેખીતા કારણ વગર જ આપણે વ્યસ્ત રહેવા લાગ્યા.

માણસ જો માત્ર અન્યથી અળગો રહેવા લાગે તો બહુ વાંધો નથી પણ કમનસીબે માણસ પોતાનાથી જ અળગો થતો જાય છે એ ઘટના ચિંતા ઉપજાવે છે. આપણે આપણી જાત સાથે સંવાદિતા જાળવી શકતા નથી તેનાથી જ વિષાદ કે પ્રછન્ન વ્યક્તિત્વની સમસ્યાઓ સર્જાય છે. પહાડ પણ તૂટી પડે એવી ક્ષણો એ અડગ રહી શકેલા માનવીઓની માનસિકતાનો અભ્યાસ કરીએ તો આ વાત સમજવી અઘરી નથી. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ જે મનોબળની જરૂર પડે છે અને સમસ્યાના સમાધાન માટે જે સ્થિર મનની જરૂર પડે છે તે માત્ર અને માત્ર મન સાથે દોસ્તીપૂર્વક સાઘેલી સંવાદિતા જ આપી શકે. ન કરવા જેવું કોઈ કામ કરવું પડે કે કરવા જેવું કોઈ કામ ન કરી શકીએ ત્યારે મનમાં જે પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે તે જ આપણી અંદર રહેલા આપણા મૂળ સ્વરૂપનો જવાબ છે. આ જવાબની સતત અવગણના કરવાથી આપણા આપણી જાત સાથે જ (‘બીઈંગ’ અને ‘બીકમિંગ’ વચ્ચે) અબોલા શરૂ થાય છે જે અંતમાં પીડાને જન્મ આપે છે.

જીવનમાં સઘળું વહેંચતા રહેવું એ આપણી મૂળભૂત વૃત્તિ છે. આનંદ હોય કે પીડા આપણા જીવનમાં એની વહેંચણી કરવાની ઈચ્છા હંમેશા રહે જ છે. પછી એ અન્ય સાથે હોય કે પોતાની જાત સાથે હોય. જે માણસ આનંદ અને પીડા વહેંચવા ખાતર પણ બીજા સાથે જોડાયેલો રહેતો નથી તે માણસ માટે જીવન વિકાસ માત્ર સ્વપ્ન બની જાય છે.

સૌને સંવાદ સભર જીવનયાત્રા માટે શુભ કામનાઓ….

[2] વિસ્મયનો વૈભવ

હમણાં એક મિત્રે અણિયાળો સવાલ કર્યો : ‘તમે કોઈનાથી પ્રભાવિત થાઓ છો ખરા ?’ સવાલ અકળાવનારો હતો અને પોતાની માનસિકતાનું ‘ઑડિટ’ કરવાની ફરજ પાડે તેવો હતો. એક માણસ બીજા માણસથી ક્યારે પ્રભાવિત થાય ? પસ્તીની બૂમો પાડતો ફેરિયો, ટિકિટ કાપતો કંડકટર, મોરલી વગાડતો મદારી…. આવા જે જે પાત્રો પ્રત્યે આપણે બેધ્યાન રહીએ છીએ એ તમામ પાત્રો નાનકડાં બાળક માટે ધ્યાનાકર્ષક હોય છે. કારણ એક જ છે વિસ્મય. વય વધવાની સાથે સાથે આ વિસ્મયનું સ્થાન દુનિયાદારી લઈ લે છે અને આપણે કોઈથી પણ પ્રભાવિત થવાની મહામૂલી જણસ ગુમાવી બેસીએ છીએ.

આ વિસ્મય એટલે શું ? વિસ્મય એટલે નવું નવું જાણવાની ઈચ્છા તો ખરી સાથે સાથે આપણે બધુ જ નથી જાણતા એ સત્યનો નિખાલસ સ્વીકાર પણ ખરો. જે વસ્તુ, વિચાર કે આવડત આપણી પાસે નથી એ બીજા પાસે હોય તેવી આપણને જાણ થાય ત્યારે મનમાં જો નકારાત્મક વિચારો પ્રગટે તો તે ઈર્ષા અને જો કશુંક હકારાત્મક કે આંદોલિત કરી મૂકે તેવું અનુભવાય તો તે વિસ્મય. કોઈ બાળક જ્યારે પતંગિયાને જોઈ વિસ્મય પામે છે ત્યારે પોતે એ પતંગિયાની જેમ ઊડી નથી શકતું તે તથ્યને સ્વાભાવિકપણે સ્વીકાર્યા પછી પણ જે લાગણી તેનું મન અનુભવે છે તે જ વિસ્મય.

આપણે શા માટે ધીરે ધીરે આ વિસ્મયનો વૈભવ ગુમાવી રહ્યા છીએ ? વય વધવાની સાથે માણસ ધનિક થવાં મથે છે સમૃદ્ધ થવા નહીં. સમૃદ્ધિને અને ધનને કશો સંબંધ નથી એ તથ્ય વિસરાતું જાય છે. વય વધવાની સાથે સાથે પ્રાથમિકતાઓ બદલાય છે અને રોકડા વળતર સિવાયની વાતો ગૌણ બનતી જાય છે. બાળપણમાં વર્ગમાં ભણતાં ભણતાં પણ પક્ષીને અવાજ પરથી ઓળખી જનારા આપણા કાન હવે બગીચામાં બેઠાં બેઠાં પણ પક્ષીના ટહુકા સાંભળી શકતા નથી. છેલ્લે તમે ક્યારે એવી વસ્તુથી વિસ્મયાનંદ પામ્યા હતા જેમાં તમારો બિલકુલ સ્વાર્થ ન હોય એવું કોઈ પૂછે તો જવાબ આપવો મુશ્કેલ થઈ પડે ખરો !

શ્રી ગુણવંત શાહ લખે છે તેમ અહંકાર વિહોણી અવસ્થા એ જ વિસ્મય છે. વિસ્મયની જાળવણી એ હળવાશ ભરી જિંદગીનો ગુરુમંત્ર છે એમ માનવામાં કશું જ નુકશાન નથી. નવું નવું જોવા જાણવાની જિજ્ઞાસાએ આ વિસ્મયને જિવાડતો પ્રાણવાયુ છે. આ જિજ્ઞાસાએ તો જિજીવિષાનું બીજું નામ છે જે જીવનના દીપકમાં તેલ પૂરવાનું કામ કરે છે. વિસ્મયને જાળવી રાખવાની એક રીત આ પણ છે, થોડા થોડા સમયના અંતરે કોઈક એવા સ્થળની મુલાકાત લીધા કરવી જ્યાં નૈસર્ગિક વિશાળતાનો અનુભવ થાય. વિશાળ પર્વતમાળા કે અફાટ જળ રાશિ સમાવી ઘૂઘવતો સમુદ્ર કે કોઈક ગાઢ જંગલ કે પછી નિસીમ આકાશ… આવાં આવાં સ્થળો સાથે એકાકાર થવાથી પણ વિસ્મયની જાળવણી શક્ય બનશે જ.

એકવાર આ વિસ્મયને સાચવી લીધા પછી ‘યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો, ભલે છીન લો મુઝ સે મેરી જવાની…. મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન… વો કાગઝ કી કશ્તી… વો બારીશકા પાની…..’ આ સાંભળતી વેળાએ ઉર ઉદાસીથી નહીં પણ ઉમંગથી ઊભરાશે તેની ગેરંટી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભિન્ન ષડ્જ – હરિશ્ચન્દ્ર જોશી
રાખે છે મને – હરકિસન જોષી Next »   

12 પ્રતિભાવો : ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી

 1. bijal bhatt says:

  ખુબ સુંદર લેખ. અને ખુબ સુંદર પુસ્તક પણ!!!

  આપણા જિવનની સુક્ષ્મ વાતો પણ મન પર કેટલી ઉંડી છાપ છોડે છે!!! આપણે ક્યાં હતા? અને ક્યાં જઈ રહ્યા છીએ? ટક્નોલોજી નો વધતો જતો વ્યાપ.. એને કારણે બે સ્થળ વચ્ચેનું અંતર તો ઓછુ થઈ ગયુ.. પણ પ્રાણ અને પ્રકૃત્તિ વચ્ચે (આપણી અને કુદરતિ સૌંદર્ય) નુ અંતર કદાચ વધી ગયુ.

 2. પ્રિય પ્રણવભાઈ,

  ખૂબ ખૂબ અભિનંદન…. પ્રગતિના પંથે સદૈવ આગળ વધતા રહો એવી શુભકામના… આપનું આ પુસ્તક ક્યાંથી અને કઈ રીતે મેળવી શકાશે એ જણાવશો?

 3. Dhaval B. Shah says:

  બહુજ સરસ લેખ. ‘બીઈંગ’ અને ‘બીકમિંગ’ ની વાત બહુ ગમી.

  “છેલ્લે તમે ક્યારે એવી વસ્તુથી વિસ્મયાનંદ પામ્યા હતા જેમાં તમારો બિલકુલ સ્વાર્થ ન હોય એવું કોઈ પૂછે તો જવાબ આપવો મુશ્કેલ થઈ પડે ખરો !” આ વાત પણ ખૂબ જ સાચી છે.

 4. pragnaju says:

  પ્રણવ ત્રિવેદીના સુંદર નીબંધો.
  ‘ટેકનોલોજીની આ તે કેવી કમાલ (!!) કે સાવ પાસે બેઠેલાં એક ચૈતન્ય સભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ …’
  ઘણા ચિંતકોના વિચારોને વાચા આપી છે. ટેકનોલોજીથી ઓચાઈ જઈ કે સત્ય સમજવાથી હવે ઘણાએ સંવાદ સભર જીવનયાત્રા શરુ કરી છે તે સારો સંકેત છે.
  ——————————————————
  મનનો મહારોગ-‘ઈર્ષા’ને મટાડવાનો ઉપાય તે…
  ‘વિસ્મય એટલે નવું નવું જાણવાની ઈચ્છા તો ખરી સાથે સાથે આપણે બધુ જ નથી જાણતા એ સત્યનો નિખાલસ સ્વીકાર પણ ખરો. જે વસ્તુ, વિચાર કે આવડત આપણી પાસે નથી એ બીજા પાસે હોય તેવી આપણને જાણ થાય ત્યારે મનમાં જો નકારાત્મક વિચારો પ્રગટે તો તે ઈર્ષા અને જો કશુંક હકારાત્મક કે આંદોલિત કરી મૂકે તેવું અનુભવાય તો તે વિસ્મય. ‘
  ખૂબ જ સુંદર.
  સંતોએ સાક્ષાત્કારની સ્થિતીનું વર્ણન ન થઈ શકે -છતાં તેને “વિસ્મયાનંદ સ્થિતી” જેવું તરીકે વર્ણવ્યુ છે. અ ભિનંદન.

 5. bharat dalal says:

  Both the subjects are wonderful.Is it not true that we lose our childlike curosity very early and become lonely. Learning should never stop and it keps you young.

 6. Keyur Patel says:

  પ્રણવભાઈ, તમારી ગેરંટી મને ગમી….

 7. neetakotecha says:

  aaje najik rahevavada o dur thai gaya che ane dur rahevavada o ne mashin e najik kari nakhiya che.
  j najik hoy e potana nathi rahya ane jene potana kahi sakay eva loko najik nathi hota.
  mara gare 1 var desh ma thi mari ben ni dikrio aavi . ame shak leva jata hata. to emne kahu k masi hu kapda badlavi lau. me kahu hal bahu sara che.to n mani ane shak lai ne aaviya pahi kahe k me mari istri khoti bagadi. me puchi kem su thau to kahe tamara mumbai ma to koi ne koi same jovano samay j kya che. badha bhagta j hata. kevi jindgi jive che ahiya na loko.
  have aavi doda dodi ni jindgi ma bahu ichcha hoy ne to pan pakshi o na tahuka sambhdvano samay nathi. are emna tahuka to chalu j hoy che pan magaj ma etli chinta hoy k e sambhdata e nathi.
  sache kevi jindgi jiviye che.
  mari 1 friend che ena net par ajanya bahu badha friends che. roj badha sathe vato karti hoy ane hasti hoy ekli ekli. me ene kahu k ahiya tari aaju baju jo ne koi friend male to ajaniya sathe su kam dosti kare che. to kahe janita o ne time kya che vat karva mate.
  bahu dukh thay che aa badhu joine sache. k kya pahochse aa badhu?

 8. Effexor sale….

  Effexor sale….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.