રાખે છે મને – હરકિસન જોષી

પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને

રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને

શક્ય ક્યાં છે ક્યાંક ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !

પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !

રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને

એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી
તાજ હોટલ – આર.એમ.લાલા Next »   

14 પ્રતિભાવો : રાખે છે મને – હરકિસન જોષી

 1. Avani says:

  Wow…very nice…just love every single line of it…

 2. સુંદર રચના…

 3. pragnaju says:

  ‘રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
  શબ્દમાં ઘોળીને રાખે છે મને’
  વાહ્!

 4. Bhavna Shukla says:

  “પ્રિયજનના સ્નેહની ખાત્રી જેવુ મોટુ સુખ આ દુનિયામાં બીજુ એક પણ નથી”
  ……………………………………………………………
  શરદબાબુ એ શ્રીકાન્તના મનમાં મૂકેલો એક વિચાર અહી કેટલો યથાર્થ છે. સુંદર કાવ્યાનુવાદ. કાવ્ય ને કાવ્યની દ્રષ્ટિથી મૂલવવાનું કામ સમિક્ષકોનું છે પરતું ભાવની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રચના બની રહી છે.

 5. Ibuprofen recall metal….

  Ibuprofen. Fluconazole ibuprofen for nail fungus. Ibuprofen profile nmr. Does ibuprofen increase blood to the brain….

 6. મૌલિક says:

  સરસ રચના!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.