તાજ હોટલ – આર.એમ.લાલા

 

[ઈ.સ. 1981માં ટાટા કંપનીના સર્જન વિશે પ્રકાશિત થયેલા એક પુસ્તક ‘સંપત્તિનું સર્જન’ માંથી સાભાર.]

જગતનાં પ્રવાસી વર્તુળોમાં તમે ‘તાજ’ નું નામ બોલો એટલે તરત જ સામેથી પ્રશ્ન આવશે ‘કયો ?’ શાહજહાંનું આરસપહાણમાં સાકાર થયેલું એ સ્વપ્ન તેની પત્નીના પ્રેમમાંથી ઉદ્દભવ્યું હતું. જમશેદજીની કૃતિ તેમના પોતાના નગરના પ્રેમમાંથી જન્મી હતી.

મુંબઈના ‘સૅટરડે રીવ્યૂ’ નામના છાપાએ 1865 માં લખ્યું હતું કે આજે એક સારી હોટલની ખોટ જેટલી વરતાય છે, એટલી અગાઉ કદી વરતાઈ નહોતી. મુંબઈને પોતાને અનુરૂપ એવું વિશ્રામગૃહ ક્યારે મળશે ? મુંબઈમાં કેટલીક ચલાવી લેવાય એવી હોટલો હતી, પણ ત્યાં માત્ર ‘બડા સાહેબ’ કે ‘છોટા સાહેબ’ ને જ પ્રવેશ હતો. એક દિવસ જમશેદજી પોતાના એક પરદેશી મિત્રને પર્કની ઍપોલો હોટેલમાં ભોજન આપવા લઈ ગયા. બારણે ઊભેલા સજ્જને કહ્યું : ‘તમારા મહેમાનનું અમે સ્વાગત કરીએ છીએ પણ દિલગીર છું કે તમારું નહીં કરી શકીએ.’ કેમ કે હૉટલ ‘માત્ર યુરોપિયનો માટે’ હતી. એકવાર મોટરક્ષેત્રના ઉદ્યોગપતિ સર વિલિયમ મૉરિસ ને ઑક્સફર્ડ બહાર આવેલી ગૉલ્ફ કલબમાં આવી રીતે પેસવા નહોતા દીધા. તેમણે આખીને આખી ગૉલ્ફ કલબ ખરીદી લીધી અને તેના બધા સભ્યોને છૂટા કરી દીધેલા.

જમશેદજીએ સારો માર્ગ લીધો. તેમણે પોતાના શહેરમાં એકદમ અદ્યતન હોટલ ઊભી કરી. જે દિવસે તે શરૂ થઈ તે જ દિવસથી જગતની શ્રેષ્ઠ હોટલોમાં તેની ગણતરી થવા લાગી. જમશેદજીનું આ ‘તાજ’ હૉટલનું સાહસ તેમની બીજી યોજનાઓથી તદ્દન જુદા જ પ્રકારનું છે. આને બીજા ઉદ્યોગોની જેમ ચલાવવાની તેમની ઈચ્છા નહોતી. કેટલો ખર્ચ આવશે તેની પણ તેમણે ગણતરી નહોતી રાખી. ઍપોલો બંદર ઉપરની રિક્લેઈમ્ડ લૅન્ડ તેમણે ખરીદી અને મકાન બાંધવાનું શરૂ કર્યું. તેના પાયા જ 40 ફૂટ ઊંડા હતા. તે દિવસોમાં તો એક નવાઈ કહેવાય. વચલા મોટા ઘુમ્મટને બન્ને બાજુએ લાંબી મોટી પરસાળો થવાની હતી, જેથી દરિયાનો પવન છૂટથી આવે અને બધે ફરી મકાનને ઠંડુ રાખે. અને બન્ને છેડે બે નાના ઘુમ્મટ આવે.

તે વખતે ગેટવે ઑફ ઈન્ડિયા તો હજી બંધાવાનો હતો. બંદરના મુખ સામે એક માત્ર ભવ્ય તાજ હોટલ ઊભી હતી. એક એવી વાયકા વહેતી થઈ હતી કે એક ઈટાલિયન સ્થપતિએ તાજની ડિઝાઈન તૈયાર કરી હતી. ઈમારત પૂરી બની ગયા પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે પ્રવેશદ્વાર પાછલા ભાગે ગયેલું જોઈને તેને ભયંકર આઘાત લાગ્યો. આ કથામાં રંગ ભરવા માટે એમ પણ કહેવામાં આવે છે કે પેલા ઈટાલિયને તાજના સૌથી ઉપરના મજલેથી પડતું મૂકેલું ! પણ એ તો જોકે એક અફવા માત્ર હતી. ઈમારતના નકશા પર બે ભારતીય સ્થપતિઓના હસ્તાક્ષર છે. તેમણે તાજની ડિઝાઈન એવી રીતે તૈયાર કરી હતી કે તેના ઓરડાઓ દરિયાના પાણીથી થોડાક જ ફૂટ ઉપર હોય જ્યાંથી દરિયાનું ભવ્ય દશ્ય જોઈ શકાય. મહેમાનને એવું લાગે કે તે હજી જહાજમાં જ બેઠેલો છે. પ્રવેશદ્વાર પાછળના ભાગે ‘વેલિંગ્ટન મ્યુઝ’ ની સામે હતું. એ જમાનામાં ત્યાંથી ઘોડાગાડીઓ સીધી દાખલ થઈ શકતી. જમશેદજી એમની દીર્ઘદષ્ટિ માટે જાણીતા હતા. એમ કહેવાય છે કે તેમણે તાજમાં આવનાર મુલાકાતીઓના મનોરંજન માટે દરિયાની ખાડીમાં આવેલા બે ટાપુઓ ખરીદી લીધા હતા.

પોતાના વિદેશના પ્રવાસો દરમ્યાન તાજને ઉત્તમમાં ઉત્તમ સાધનોથી સજાવવા માટે જમશેદજી મોટા ભાગની ખરીદી જાતે જ કરતા. એ રીતે સોડા અને બરફ બનાવવાની ફેક્ટરી, ધોલાઈ અને પાલીસનાં મશીન, લૉન્ડ્રી, લિફટ અને એક ઈલેક્ટ્રિક જનરેટર વગેરે તેમણે જાતે ખરીદ્યાં હતાં. તેમણે પોતાના પુત્રને લખ્યું હતું કે સજાવટમાં આંખને અપ્રિય લાગતા પીળા અને લાલ રંગો ન વાપરવા. જમશેદજીએ તાજ પર એ જમાનામાં 25,00,000 નો ખર્ચ તો કરી જ નાખ્યો હતો. તેવામાં એફિલ ટાવરના ઉદ્દઘાટન પ્રસંગે જમશેદજીએ પૅરિસમાં ભરાયેલા પ્રદર્શનની મુલાકાત લીધી. એ પ્રદર્શનમાં તેમણે પહેલી વાર સ્પન આયર્નના થાંભલા જોયા. તેમણે તરત જ તાજ માટે 10 થાંભલા ભારત મોકલી દેવાનો ઑર્ડર આપ્યો. આજે તે થાંભલા તાજના બૉલરૂમને ધારણ કરતા ઊભા છે. કેમ જાણે અવિનશ્વર ન હોય ! 1903માં જમશેદજીના જીવનકાળ દરમ્યાન જ, સત્તર મહેમાનોથી તાજનું ઉદ્દઘાટન થયું હતું.

મુંબઈમાં વીજળીની રોશનીવાળી આ પહેલી ઈમારત હતી અનેક લોકો આકર્ષાઈને તેને જોવા આવતા. કેરો (ઈજિપ્ત) ની શેપર્ડઝ હોટેલ અને સિંગાપુરની રેફલ્સ હૉટલની વચ્ચે તાજની સરખામણીમાં આવી શકે તેવી બીજી કોઈ હોટેલ નહોતી. જમશેદજીએ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ ના તંત્રી લૉવેટ ફ્રેઝરને કહ્યું હતું, ‘મેં પરદેશી લોકોને ભારતમાં આકર્ષવા માટે આ બાંધી છે. તેના પર માલિકી રાખવાની મારી કોઈ ઈચ્છા નથી.’ તેમના સમકાલીનોમાંથી પણ કોઈ તેના માલિક થવા ઈચ્છતું નહોતું. બધા તેને તાતાનો ‘ધોળો હાથી’ કહેતા. ‘તાજ એટલે જ સંસ્કારિતા અને સૌંદર્ય’ – આ સિદ્ધ કરવા માટે તાજના કર્મચારીઓએ ચાર પેઢીઓ સુધી પ્રેમ અને કાળજીભર્યા પ્રયાસો કર્યા છે. તાજે પણ માઠા દિવસોમાંથી પસાર થવું પડ્યું છે. એક વખતે એની પણ આવક ઘણી ઓછી હતી. બીજો કોઈ માલિક હોત તો વેચવા માટે લલચાઈ જાત. પણ તાતા પેઢીની રીતરસમ પ્રમાણે તેઓ વળગી જ રહ્યા. તાતાને એ સાંભળીને ઉત્સાહ થતો કે દુનિયાભરના ટ્રાવેલ એજન્ટોએ તાજને જણાવ્યું કે તેમના ગ્રાહકો તેમના પ્રવાસ કાર્યક્રમમાં માત્ર તાજની મુલાકાત લેવા માટે મુંબઈને દાખલ કરે છે. 1980માં ગ્રેગરી પેક 28 વર્ષ પછી ફરી તાજમાં ઊતર્યા, ત્યારે તેમણે કહ્યું : ‘આ જૂની તાજ તો એની એ જ છે, જાણે રત્નજડિત મુકુટ’ જે અનેક લોકોએ તાજમાં રહેવાનો આનંદ લીધો છે, તેમાંના એક છે ડબ્લ્યુ. સમરસેટ મોમ. જમશેદજીનું સ્વપ્ન ફરીવાર સાચું પડ્યું – હૉટેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

90 જેટલા પ્રવાસવર્ણનોમાં, જીવનચરિત્રોમાં અને નવલકથાઓમાં તાજમહાલ હોટેલનો ઉલ્લેખ આવે છે. લુઈ બ્રોમફિલ્ડની ‘વન નાઈટ ઈન બોમ્બે’ ની વાત તાજની આસપાસ ગુંથાયેલી છે. સાતમા દાયકામાં પ્રવાસ પર્યટનોને ઉત્તેજન મળતાં હોટેલ વ્યવસાયની તકો ઉજ્જવળ બની છે. આઠમા દાયકામાં ઘુમ્મટની બેરોક બાંધણી અને મોકળાશવાળા ઓરડાઓની તાજની બે હારમાં ઊંચી અને સાંકડી તાજ ઈન્ટર-કૉન્ટિનેન્ટલનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે એક પ્રકારનો વિરોધ રચે છે. તાતા સ્ટીલની પેઠે તાજે પણ પોતાનો વંશવેલો ફેલાવ્યો છે. મસ્કતથી મદ્રાસ સુધીમાં તાજનાં ધોરણો સાચવીને પાછલા બે દાયકાઓમાં બીજી દશ હોટલો શરૂ કરવામાં આવી છે. લેક પેલેસ હોટેલ, ઉદયપુર તથા ગોવાની ફોર્ટ આગ્વાડા બીચ રિઝોર્ટ તેમાં આવી જાય છે. જ્યાં જ્યાં તાજ નવી હોટલો બાંધે છે ત્યાં ત્યાં તે તેના સ્થાનિક કારીગરો અને મિસ્ત્રીઓને પ્રોત્સાહન આપે છે. જેમ કે ફોર્ટ આગ્વાડામાં દીવા મૂકવાની દીવી તરીકે ત્યાં બનતા માટીના ઘડાઓનો ઉપયોગ કર્યો છે. અને ઍશ-ટ્રે અને વાંસની ટોપલીઓ પણ ત્યાં બનતી જ દાખલ કરી છે. હોટલોના ઓરડાઓમાં પ્રદર્શિત કરેલા સામાને પ્રવાસીઓમાં કાયમી બજાર ઊભું કરી આપ્યું છે. પરિણામે સ્થાનિક કારીગરોને હંમેશાં ચાલુ રોજી મળ્યા કરે છે.

ન્યૂ દિલ્હીમાં જ્યારે તાજમહાલ હોટેલ બાંધવામાં આવી ત્યારે મકરાણામાંથી આરસકામ કરનારા, રાજસ્થાનમાંથી પિછવાઈ ચિત્રકામ કરનારા, પાણીપતમાંથી ગાલીચા વણનારા, પુણેમાંથી ભીંતચિત્રો બનાવનારા અને કલકત્તામાંથી બ્લૉક છાપનારાઓને રોકવામાં આવ્યા હતા. જેમ એક જમાનામાં આગ્રાના તાજમહાલે ભારતના કારીગરોનો કસબ દેખાડ્યો હતો, તેમ તાજ જેવી નવી હૉટલો આજે ભારતના કારીગરો કેવા કુશળ છે, તે દર્શાવે છે. આવા પ્રકારની કારીગરીને ઉત્તેજન આપવાથી વંશપરંપરાગત કસબ શીખતા કારીગરો, ફૅક્ટરીઓ કે ઑફિસો તરફ વળી જવાને બદલે પોતાના વ્યવસાયને વળગી રહે છે.

ધ ઈન્ડિયન હૉટેલ્સ કંપની તાતાની સૌથી ઝડપથી વિસ્તરતી કંપનીઓમાંની એક છે. 1973-74 અને 1978-79 ના સમયગાળા દરમિયાન ઈન્ડિયન હોટેલ્સ કંપનીએ એકલા પરદેશી હૂંડિયામણમાં જ રૂ. 54 કરોડની કમાણી કરી હતી. અનેક નવી નવી હૉટલો બનવા છતાં તાજ જગતની શ્રેષ્ઠ ગણાતી દશ હૉટલોમાં ગણાય છે. આઠમા દાયકામાં તેના વિકાસ માટે તાતાની ખાનગી માલિકીની ‘ધ ઈન્ડિયન હોટેલ્સ કંપની’ ને જાહેરક્ષેત્રમાં ફેરવવી પડી છે. તે પહેલાં તાજ દ્વારા થતી કમાણીનો એકએક રૂપિયો દાન સખાવતોમાં જતો, કેમ કે તેનો દરેકે દરેક શેર તાતા ટ્રસ્ટનો હતો. કેટલાક લોકો કહે છે : ‘તાજ દુનિયાની હોટલોમાં અજોડ છે’. આ વાત અનેક દષ્ટિએ સાચી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાખે છે મને – હરકિસન જોષી
ઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ Next »   

24 પ્રતિભાવો : તાજ હોટલ – આર.એમ.લાલા

 1. આ લેખ અહીઁ લખનારને ખૂબ અભિનઁદન !
  મહત્ત્વની અને ઘણી ઉપયોગી માહિતી છે.
  આભાર !

 2. Pratik Madhani says:

  Veri nice and informative……….

  Thanks

 3. Pratik Madhani says:

  Very nice and informative……….

  Thanks

 4. I had attended one seminar on TATA as a student. The speaker had spent around 40 years in TATA. He narrated us TATA story from the beginning and he told us every detail about TAJ hotels. How Jamshedji loved it !! They started one ice factory nearby this hotel so that visitors can get cool air !! They started many services which were revolutionary at that time..

  TATAs’ have always been like that. That is why first thought that comes by hearing name TATA is : TRUST

 5. Vipool Kalyani says:

  Can you mail me please, I do not have your current e.mail. The ID that I use is returned.
  Many thanks.

  Vipool

 6. Dhrumal says:

  બહુ દુખ ની વાત ચે કે તાતા ગ્રુપ એ પન હવે નફાખોરી ચાલુ કરી દીધી ચે.
  ૧ બેગ ટાટા નમક ૧૦ થી ૧૨ રુપિયા મા વેચાય ચે તે પણ આયોડીન ના નામે.

 7. pragnaju says:

  ધ ઈન્ડિયન હૉટેલ્સ કંપની તાતાની સૌથી ઝડપથી વિસ્તરતી કંપનીઓમાંની એક છે. 1973-74 અને 1978-79 ના સમયગાળા દરમિયાન ઈન્ડિયન હોટેલ્સ કંપનીએ એકલા પરદેશી હૂંડિયામણમાં જ રૂ. 54 કરોડની કમાણી કરી હતી. અનેક નવી નવી હૉટલો બનવા છતાં તાજ જગતની શ્રેષ્ઠ ગણાતી દશ હૉટલોમાં ગણાય છે. આઠમા દાયકામાં તેના વિકાસ માટે તાતાની ખાનગી માલિકીની ‘ધ ઈન્ડિયન હોટેલ્સ કંપની’ ને જાહેરક્ષેત્રમાં ફેરવવી પડી છે. તે પહેલાં તાજ દ્વારા થતી કમાણીનો એકએક રૂપિયો દાન સખાવતોમાં જતો, કેમ કે તેનો દરેકે દરેક શેર તાતા ટ્રસ્ટનો હતો. કેટલાક લોકો કહે છે : ‘તાજ દુનિયાની હોટલોમાં અજોડ છે’. આ વાત અનેક દષ્ટિએ સાચી છે.
  ‘તાતા’ની સંપતી રોકફેલરની સંપતી જેવી ચોખ્ખી છે તેવું નાણાના નીષ્ણાતો માને છે.તે સાચું પણ છે.
  ‘તાજ હોટલ ‘નુ સુંદર રસદર્શન કરાવવા
  આર.એમ.લાલા ને અભિનંદન

 8. Keyur Patel says:

  જમશેદજી ને આપણે એક દુરંદ્રષ્ટા તરીકે તો જાણીયે જ છીએ. પરંતુ તાજ વીશે વધુ જણાવીને આપે ખુબજ સારુ કર્યુ. થેંક્યુ !!!!

 9. Bhavna Shukla says:

  બસ આને જાળવી રાખીએ……..
  ખુબજ સુંદર માહિતી.

 10. કલ્પેશ says:

  મુંબઇની અને ગેટ્વે ઓફ ઇંડિયાની યાદ અપાવિ દીધી.

  આભાર !!

  whatever has come from society should go back to society – Tata

 11. bharat dalal says:

  Pride of India and Jamshedji is pride of India. He was a visinory and I salute him.

 12. Amol says:

  મહત્ત્વની અને ઘણી ઉપયોગી માહિતી છે.
  આભાર !

  અમોલ…..

 13. Vintage lovelies….

  Vintage lovelies….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.