ઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ
ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.
પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ;
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;
કહ્યું કરો મા-બાપનું દો મોટાંને માન;
ગુરુને બાપ સમા ગણશો મલશે સારું જ્ઞાન.
આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત;
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;
ક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.
નિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,
જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.
Print This Article
·
Save this article As PDF
નિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,
જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.
ખુબ સુંદર સત્ય
ભારત હોય કે પરદેશ ગુજરાતીના ઘેર ઘેર
ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.
પ્રાર્થનામાં ગવાય છે.
સંપૂર્ણ પ્રાર્થના બદલ
ધન્યવાદ
હું નાની હ્તી ત્યારે આ પ્રાર્થના ગાતી હતી.
મારા દિકરાઓને પણ શીખવાડી
અને હવે દિકરાઓના બાળકોને પણ આ પ્રાર્થના શીખવાડી છે.
પરઁપરાગત રીતે ચાલી આવેલી આ પ્રાર્થના
દરેકના જીવનમાઁ ખૂબ જ બળ બક્ષે છે.જ્યાઁ
ગુજરાતી,ત્યાઁ આ પ્રાર્થના.જ્યાઁ આ પ્રાર્થના,
ત્યાઁ સઁસ્કાર ,વિવેક અને સૂઝ ! આ મારા
બાળપણની અવિસ્મરણીય,ચિરઁજીવ ભેટ.
આભાર કવિ અને ભાઇશ્રી મૃગેશભાઇનો !
આ વાંચીને શૈશવની દુનિયામા ફરી એકવાર પ્રવેશ્યાનો લહાવો માણ્યો. એસમયે આ કેટલી હોંશથી ગાતા હતા. એ દિવસો યાદ આવી ગયા.
ઓ ઇસ્વર ભજિયે તને એ મારી પ્રાર્થના હતી અમો બધા આજથી ૫૦ વરસ પહેલા આન્ખો બન્ધ કરી હાથ જોડી ગાતા હતા તે યાદ આવી ગયુ. આન્ખો ભીની થઈ. એ બધા સાથીઓ .. યાદ આવ્યા ..એ બધા કયોં હશે…બસ આગળ નથી લખાતુ.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;
ક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.
………………
પરમ ક્રુપાળુ પરમાત્માને કોટિ પ્રણામ…
કવીશ્વરની અનેક શાશ્વત પ્રાર્થના-રચનાઓમાંની એક પવિત્ર પ્રસાદી. સીધી સાદી સરરર સટ્ટ…
બહુ સરસ પ્રર્થાના. આપ એક બિજી પ્રર્થના પણ મુકો તો આપનો ખુબ આભાર..
મન્દિર તારું વિશ્વ રુપાળું, સુંદર સર્જન હારા રે …
આ પુરી પ્રાર્થના મને મળતી નથી.
હુ અને મારો ભાઇ નાના હતા ત્યારે રોજ રાતે સુતી વખતે આ પ્રાર્થના ગાતા હતા. હવે મારી દિકરી ગાય છે. અને વરસો વરસ આ પ્રથા ચાલતી રહેશે.
Thanks Mrugeshbhai for such small but very heart touchy moments.
i thought these are just 4 lines..
this is first time i came to know that this prayer
has more than 4 lines..
tnx a lot for this..
ભગવાન તમારુ ભલુ કરે,આ લેખ વાચિ મને ગનો આન્દ થયો