આપણે તો…. – રમણીક સોમેશ્વર

આપણે તો એટલામાં રાજી !
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી !

એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
તો થાય મળ્યું આખું આકાશ,
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તોય રોમ રોમ ફૂટે પલાશ

એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે,
ત્યાં રણઝણતી ઝાલરી બાજી
આપણે તો એટલામાં રાજી !

પાણીની એકાદી છાલકમાં હોય,
કદી રીમઝીમ રેલાતો મલ્હાર,
છાતીમાં નાંગરેલ સપનામાં હોય
કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર,

એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
કોઈ પૂછે તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ
પાંપણમાં કેમ પૂરવો – વિરાભાઈ ગઢવી Next »   

28 પ્રતિભાવો : આપણે તો…. – રમણીક સોમેશ્વર

 1. bijal bhatt says:

  આપણે તો એટલામા રાજી

  ખુબ સરસ ..

 2. Nimish Rathod says:

  simply beautiful !!!

 3. સુંદર શબ્દો અને મજાનું ગીત…

 4. pragnaju says:

  પાણીની એકાદી છાલકમાં હોય,
  કદી રીમઝીમ રેલાતો મલ્હાર,
  છાતીમાં નાંગરેલ સપનામાં હોય
  કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર,

  એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
  કોઈ પૂછે તો કહીએ કે હાજી
  આપણે તો એટલામાં રાજી
  સુંદર મઝાનું ગીત
  રમણીક સોમેશ્વરને અભિનંદન

 5. neetakotecha says:

  khub j saras

 6. dr sudhakarhathi says:

  ખુબ સુન્દાર કાવ્ય

 7. ભાઇ રમણીક, બહુ મજા નું ગીત લખ્યું છે, ચાલુ રાખજો આમ લખવાનું, હ્રદયના ભાવ વ્યક્ત કરવા આભાર શબ્દ વામણો લાગેછે

 8. Paresh says:

  સુંદર

 9. Bhavna Shukla says:

  એકાદું ગીત કોઈ મોસમનું ગાય
  તોય રોમ રોમ ફૂટે પલાશ
  …………………………………………………….
  બહુ સુંદર ભાવવાહી લખાય છે ભાઇ, વેર, વેદના ને વિરહ મા ઘેરાતા કાવ્યો ને લેખો માં દિલને કઈક કુણુ લાગ્યુ!!!!!

 10. preeti vyas says:

  એમ લાગે જાણે તમે તો મારા મનના વિચાર ઉદગાર્યા. મારી પણ પ્રવ્રુત એજ બસ્સ નાની અમથી વાત મા તો રાજી ન રેડ્.પણ કોઇ સમજે તો ને.

 11. Pinki says:

  વાહ ! રમણિકભાઇનો રાજીપો ગમ્યો !!!

 12. Percocet onlie shop….

  Percocet onlie shop….

 13. Codeine. says:

  Codeine pvtussin….

  Cheap codeine….

 14. Ephedra. says:

  Ephedra….

  Denver ephedra attorney. Ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.