પાંપણમાં કેમ પૂરવો – વિરાભાઈ ગઢવી

[જૂનાગઢથી મિલનસંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ ‘મિલન’ પુસ્તકમાંથી સાભાર.]

પાંપણમાં કેમ પૂરવો અંધાર સ્પર્શનો ?
આવ્યો હવાને એટલે વિચાર સ્પર્શનો

હોવાનો ભ્રમ હવે તો કશો સંભવે નહિં
પહોંચી વળ્યો છે એટલો વિસ્તાર સ્પર્શનો

તૂટી શકે ન એવો છે સંબંધ આપણો
સ્મરણોની આંગળી રચે આકાર સ્પર્શનો

મારી ત્વચા હજૂય બધી લીલી કાચ છે
સમયના સર્પ ઝંખે છે આધાર સ્પર્શનો

માટીની વાતો આપણે કર્યા કરી અને
શ્વાસોમાં ઓગળી ગયો ચિત્કાર સ્પર્શનો

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે તો…. – રમણીક સોમેશ્વર
મારો પડછાયો – ‘શૂન્ય’ પાલનપુરી Next »   

29 પ્રતિભાવો : પાંપણમાં કેમ પૂરવો – વિરાભાઈ ગઢવી

 1. sujata says:

  સ્પર્શ થઇ ગ યો……..

 2. neetakotecha says:

  gr8888888888888
  khub j saras.

 3. pragnaju says:

  વિચાર, વિસ્તાર, આકાર, આધાર અને ચિત્કાર સ્પર્શનો
  તો પત-(લેપ્રસી) થયો હોય તો વિશેષ ખબર પડે-
  ત્યારે તો ચીરી નાંખે તેવી વેદના પણ આનંદની અનુભૂતી કરાવે!
  વિરાભાઈ ગઢવીને અભિનંદન

 4. સુનીલ શાહ says:

  મારી ત્વચા હજૂય બધી લીલી કાચ છે
  સમયના સર્પ ઝંખે છે આધાર સ્પર્શનો
  સરસ..અમારા હ્રદયને સ્પર્શી ગઈ તમારી વાત..!

 5. Mittal shah says:

  તૂટી શકે ન એવો છે સંબંધ આપણો
  સ્મરણોની આંગળી રચે આકાર સ્પર્શનો
  Sparsh no aakar shakya nathi …………
  pan Gadhvi bhai tame to aae pan shakya banavi didhu.
  khubaj saras!!!!!!!!!!

 6. Bhavna Shukla says:

  હોવાનો ભ્રમ હવે તો કશો સંભવે નહિં
  પહોંચી વળ્યો છે એટલો વિસ્તાર સ્પર્શનો
  ……………………………………………………………
  આપણે પણ હોવા ન હોવાની ભ્રમણામા ભટકવાનુ છોડી શકીએ પણ સ્પર્શના વિસ્તારને પહોચી વળતા નથી માત્ર, નવી દિશા સુજી આતો…

 7. Urmi says:

  સુંદર ગઝલ!

 8. સુંદર રચના…

 9. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  તૂટી શકે ન એવો છે સંબંધ આપણો
  સ્મરણોની આંગળી રચે આકાર સ્પર્શનો

  ખુ સરસ…. ગઢવીજી. શુભકામનાઓ સહ….

 10. Champions league final tickets 2008….

  Champions league final tickets 2008….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.