મારો પડછાયો – ‘શૂન્ય’ પાલનપુરી

ડગલેપગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો;
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો;
જે દિવસ હું કોઈની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર ?
હું વિનાવાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઈ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઈમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પુરાયો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંપણમાં કેમ પૂરવો – વિરાભાઈ ગઢવી
સ્વપ્નનું ગણિત – ડૉ. ચંદ્રશેખર ઠક્કુર Next »   

25 પ્રતિભાવો : મારો પડછાયો – ‘શૂન્ય’ પાલનપુરી

 1. neetakotecha says:

  kai pankati ne vakhanu e j nathi samjatu.
  grrr88888888888888888
  1 ….1 pankati ma dard che.
  kai pankati mate ane su lakhu.
  kurban.

 2. ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,
  લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

  મજાની ગઝલ..

 3. pragnaju says:

  જેના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પુરાયો હોય તેવી ગઝલ
  તેમાં આ બે શેરો
  ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો;
  જે દિવસ હું કોઈની નજરોથી ઘેરાયો હતો.

  માફ કરજે થઈ શક્યું ના આપણું જગમાં મિલન,
  ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.
  અમને પણ રઘવાયા કર્યા!

 4. ek gujarati says:

  “ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો”…

  તત્ત્વજ્ઞાન છે કે માનસશાસ્ત્ર ? વાહ શૂન્ય !

 5. Mittal shah says:

  તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી,
  ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
  Palanpurijini aam to darek rachna sarasaj hoy che, aa be panktio to pan ketli sahajtathi kahi che.
  great!!!!!!!!!!!

 6. Bhavna Shukla says:

  માફ કરજે થઈ શક્યું ના આપણું જગમાં મિલન,
  ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.
  ……………………………………………………………..
  આ કઇ તેમની એકલા પોતાની વાત થોડી કહી છે. કોની વિટંબણા નથી આ…….

 7. deven adesara says:

  sunya palanpuri is one the greatest gazalkar of gujarati literature and this gazal ia an another example of it…………..

 8. naresh badlani says:

  i like gujarati gazals and poems .i request u pls send me some good gazals like “lila college ma jai rahi che”.etc.
  thank u.

 9. sunil says:

  “sunya” palanpuri is a great man tis aritikal is very thought ful i like it very muc

 10. Vijayraj says:

  વાહ, વાહ, વાહ, વાહ, વાહ, વાહ, વાહ….

 11. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી,
  ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

  ખુબ સરસ રચના છે. ખુબ કદરને પાત્ર છે. ફીદા થઇ જવાય તેવી રચના છે. અમારી આપને શુભકામનાઓ.

 12. Devang Shah- From Africa says:

  Excellent Gazals. I think in this site you have to incorporate more gazals ,poems , litreature from prominent authors,poets and Gazalkars and make it more interesting so more and more NRG can take advantages. Thanks

 13. Girish padaria says:

  ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,
  લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

  – આજે જાણ્યુ સન્ધ્યા ના રન્ગો મહિ ઉદાસિ કેમ ઢળિ હતિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.