શેર કી ઔલાદ – ડૉ. શરદ ઠાકર

મારા કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનો અવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એક જોરદાર અવાજ આવ્યો, બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોય એવો ! મેં ઉપર જોયું. ખરેખર, એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક, સાડા છ ફીટની ઉંચાઈ, કદાવર દેહ, શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજ દાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમ રંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે !

શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપર મોટી મોટી આંખો, દુશ્મનને ડારી નાખે, પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવી લાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે, પણ સાવ કવિ જેવો સ્ત્રૈણ ભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે.

મેં ઉપર જોયું, ત્યારે એ મને ‘સેલ્યુટ’ કરતો ઊભો હતો. આ મિલિટરીવાળાની સલામ કરવાની વાત મને ગમી, પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકો આટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું નથી. પહેલાં તો હું માનતો હતો કે આમાં માત્ર સામાવાળાનું ધ્યાન દોરવાનો જ હેતુ હોય છે, પણ એવું હોય તો બોલીને ક્યાં ધ્યાન નથી દોરાતું ? આમાં બીજું શું કે ફર્શને નુકશાન થવાનો ડર અને આવો અવાજ સાંભળીને મારા જેવા પોચટ માણસના હૃદયને જરા થડકા જેવું લાગી જાય. જો એ હટ્ટોકટ્ટો માણસ લશ્કરી આદમી ન હોત તો હું ચોક્કસ એને કહેત કે ભાઈ, સલામ મારતાં રહેવું, એમાં પાપ નથી, પણ આ બૂટવાળો ભાગ જરા…..!

‘ગુડ મોર્નિંગ સર, આઈ એમ રાજિન્દરસિંહ કાલરા, આઈ એમ એ મિલિટરી મેન !’
‘ગુડ મોર્નિંગ, બૈઠિયે’ મેં કહ્યું, પણ એ બેઠો નહિ.
‘માફ કરના મેં અપની વાઈફ કો લેકે આયા હૂં.’ કહીને એ દરવાજામાં ઊભેલી એની પત્નીને માનભેર લઈને અંદર આવ્યો. પેલી પણ જંગલના રાજા સાથે શોભે એવી જ પંજાબી કુડી હતી. મેં એની સામે જોયું. ચોમાસાના તળાવની જેમ ભરેલી લાગતી હતી. એ બેઠી, ત્યાર પછી જ સરદારજી ખુરશીમાં બેઠા. હું પતિ-પત્નીને જોઈ જ રહ્યો. પૌરુષત્વથી છલકાતો જુવાન જ્યારે સ્ત્રીને, બીજી કોઈ સ્ત્રીને તો ઠીક છે, પણ ખુદ પોતાની પત્નીને આટલા માનથી અને આટલા સ્ત્રીદાક્ષિણ્યથી બોલાવે એ મારા માટે આનંદનો વિષય રહ્યો છે. આ માણસ દુશ્મનનો કચ્ચરઘાણ કાઢતો હશે ત્યારે કેટલો પથ્થરદિલ બની જતો હશે, પણ અત્યારે એક સ્ત્રી સાથેના વર્તનમાં એ કેટલી નજાકતથી પેશ આવતો હતો ! મારે એને કહેવું હતું કે, ‘યાર, કાં તો આ છોલી નાંખે એવા કપડાં બદલાવી નાંખ અને કાં તો પછી સ્વભાવની આ મુલાયમતા છોડી દે ! બંનેનો મેળ નથી બેસતો.’ પણ પછી લાગ્યું કે એનું નજાકતભર્યું વર્તન એના પડછંદ વ્યક્તિત્વને ઓપ આપતું હતું, એને સંપૂર્ણ બનાવતું હતું.

‘સા’બ મૈં એન્ટિટેરેરિસ્ટ સ્ક્વોર્ડમેં હૂં. મેરી ડ્યૂટી કા કોઈ ઠિકાના નહીં હોતા, જહાં ભી કોઈ ગરબડી ફૈલે, હમેં વહાં જાના પડતા હૈ. ઓર આપ તો જાનતે હૈં કી આજકલ….’ એનું અધૂરું વાક્ય મેં મનમાં જ પૂરું કરી લીધું. આખો દેશ આજકાલ ભડકે બળી રહ્યો છે, હર શાખપે ઉલ્લુ બેઠા હૈ, ધીમે ધીમે આખા દેશમાં બે જ જાતિ રહેશે, એક આતંકવાદીની અને બીજી દેશભક્તોની ! પણ આ સરદારજીની અહીં અમદાવાદમાં શી જરૂર પડી હશે ?
‘મેરી ડ્યુટી તો આજકલ પંજાબમેં હૈ, સર ! લેકીન મેરી શાદીકો અભી સાત આઠ મહિને હી હુએ હૈ. આપ દેખ સકતે હૈ કિ મેરી વાઈફ….’ એણે અટકીને પત્ની સામે જોયું. ભરેલું તળાવ શરમાઈ ગયું. સરદારજીએ વાતનો છેડો ફરીથી પકડી લીધો, ‘મેરે સસુરજી યહાં અહમદાબાદમેં હૈં, ઈસલિયે મેં ઉસકો યહાં ડિલિવરી કે લિયે છોડને આયા હૂં.’

હું સમજી ગયો : ‘સરદારજી, આપ ઉનકી ફિક્ર મત કરના. મેં પૂરા ખયાલ રખૂંગા.’ એની આંખોમાં મેં જાણે અત્યારે જ બાળકના જન્મના સમાચાર આપ્યા હોય તેવો ભાવ ઊમટતો હતો. મેં એની પત્નીની શારીરિક તપાસ કરી, દવાઓ લખી આપી, પ્રસૂતિની તારીખ કાઢી આપી અને ફરીથી બતાવવા આવવાની સલાહ પણ આપી. સરદારજીને ચિંતા એક જ વાતની હતી. એના બાળકના જન્મ સમયે એને રજા મળશે કે કેમ ? કારણ કે એની છુટ્ટીનો આધાર એની પરિસ્થિતિ પર નહિ, પણ દેશના સંજોગો પર હતો. એણે મને વિનંતી કરી : ‘લિજીયે સા’બ ? યે મેરા હેડકવાર્ટસ કા પતા…. જૈસે હી ખુશખબરી આયે, મેરે નામ એક ટેલિગ્રામ ભેજ દેના. આપકા ટેલિગ્રામ મેરે લિયે મેડિકલ સર્ટિફિકેટ કા કામ કરેગા. મુઝે ઉસી દિન છુટ્ટી મિલ જાયેગી…..’

અમારી વાતચીત હજુ ચાલી જ રહી હતી, ત્યાં બહારથી મારો ચારેક વર્ષનો પુત્ર દડબડ દોડતો અંદર ધસી આવ્યો. દિવસમાં એકાદ-બે વાર આવી રીતે મારી પાસે દોડી આવવાની એને ટેવ છે. આજે એ આવતાં તો આવી ગયો પણ આ કદી ન જોયેલા ડરામણા માનવીને જોઈને ત્યાં જ ઊભો રહી ગયો. એના મનમાં જાગી રહેલા ઘણા બધા પ્રશ્નો હું સમજી શકતો હતો. કદાચ સરદારજી પણ સમજી ગયા હશે. એ ઊભો થયો. બધી જ ઔપચારિકતા ત્યાગીને એક પુરુષ, અરે, એક પિતા જ બની ગયો : ‘અરે બાદશાહ આ જાઓ, આઓ મેરી બાંહોમેં….’ એણે હાથ લાંબા કરીને બાબાને ઊંચકી લીધો. બે-ત્રણ માસ પછી પધારી રહેલા પોતાના પુત્રની ઝાંખી કરી રહ્યો એ મારા દીકરામાં !

‘ક્યા ખાઓગે, બાદશાહ ? ચોકલેટ ખાની હૈ આપકો ? લો, જી અપને અંકલ સે માંગ લો. બાદશાહ હોકે ડરતે ક્યું હો ?’ બાબો જોઈ રહ્યો હતો. જે કાળમીંઢ ખડક જેવો લાગતો હતો, એનામાંથી ફૂટી રહેલાં વહાલના ઝરણાંમાં એ ભીંજાઈ રહ્યો હતો. ખિસ્સામાંથી પચાસની નોટ કાઢીને એણે દીકરાના હાથમાં મૂકી. એણે એ પકડી લીધી, સરદારજીની મૂછ પર હળવેથી હાથ ફેરવ્યો, એકાદ વાળ ખેંચી પણ જોયો અને પછી ધીમેથી, મથામણ કરીને એ નીચે ઊતરી ગયો. એ નાસી જતાં પહેલાં એક હસતી નજર એના ‘અંકલ’ તરફ ફેંકીને ઊભો રહ્યો. કદાચ એ કદાવર સૈનિકના દાઢી, મૂછ અને પાઘડી તરફ વિસ્મય ભાવથી જોઈ રહ્યો હતો !

પાકીટમાંથી બીજી એક સો રૂપિયાની નોટ કાઢીને એ મારી તરફ ફર્યો. ‘ડૉ. સા’બ, આપકી ફીસ ?’ મેં કહ્યું : ‘રહેને દો, સરદારજી. આપને મેરે બેટે કો પ્યાર દિયા હૈ, મૈં અબ….’
‘નહીં, સા’બ ફિર તો વો ફીસ હુઈ ના ? પ્યાર થોડા હુઆ ? હરગીઝ નહીં, આપકો યે પૈસે તો લેને હી પડેંગે.’

મારા મનમાં તીવ્ર ઈચ્છા થઈ આવી એને કહેવાની કે, ‘ભાઈ, પ્યાર તો તારી મૂછનો વાળ ખેંચીને મારા દીકરાએ મેળવી જ લીધો છે. બાકી દુનિયાના પટ પર કોઈની તાકાત નથી કે તારા જેવા મર્દની મૂછને સ્પર્શ પણ કરી શકે. તેં આટલું બધું આપ્યું છે, પછી પાકીટ કાઢવાની જરૂર જ ક્યાં હતી ?’ પણ ફરી મને થયું કે મિલિટરીમેનને વધુ કાંઈ કહેવું સારું નહીં. મેં નોટ લઈ લીધી, પણ મનમાં ગાંઠ વાળી કે એની પત્નીને જ્યારે બાળક જન્મશે, ત્યારે એની કોમળ હથેળીમાં આ નોટને સવાઈ કરીને મૂકી દઈશું. પ્યાર માત્ર પંજાબમાં જ પેદા નથી થતો, ગુજરાતમાં પણ પાકે છે, માત્ર હવામાન સારું હોવું જોઈએ !

ફરીથી એક જોરદાર ‘સેલ્યુટ’ ફર્શ પર જોશભેર બૂટ પછાડવાનો અવાજ, અને કવીક માર્ચ…! એ દિવસે ક્યાંય સુધી આ શિસ્તબદ્ધ, છતાં પ્રેમથી છલોછલ સરદારજી મારા મન પર છવાયેલો રહ્યો. એની પત્ની નિયમિત મારી પાસે ‘ચેક-અપ’ માટે આવતી રહી. થોડા દિવસ પછી જ દિવાળી હતી. એક સવારે ટપાલીએ મને દિવાળી કાર્ડઝનો થોકડો આપ્યો. મોટાભાગનાં મિત્રોનાં હતાં, સગાંવહાલાંનાં હતા, ફાર્માસ્યુટિકલ કંપની તરફથી હતાં, પણ એક કાર્ડ વાંચીને હું ઝૂમી ઊઠ્યો. ‘ડૉક્ટર સા’બ ઔર આપકા પરિવાર, આપ સબકો શુભકામનાએ. નયી સાલ આપકો મુબારક હો. મૈં વતનકી હિફાઝતમેં લગા હૂં, આપ મેરે આનેવાલે કલકી હિફાઝત મેં હૈ ! વાહે ગુરુ આપ કો કામિયાબી બખ્શેં ! મેરા સલામ ! આપકે બેટે કો ઊસકે મૂંછોવાલે અંકલકી ઓરસે ઢેર સારા પ્યાર. ઊસકો બોલના કે ચોકલેટ કે લિયે પૈસે અપને પાપા સે નહીં લેના, ઊસકા અંકલ અભી જિન્દા હૈં.’ કાર્ડની નીચે લખ્યું હતું : રાજિન્દરસિંહ (મિલિટ્રી-મેન) ! મેં એ કાર્ડ સાચવીને મૂકી દીધું. ત્યારપછી બરાબર દોઢ મહિને એની પત્નીએ મારા નર્સિંગહોમમાં હૃષ્ટપુષ્ટ બાબાને જન્મ આપ્યો. હું હરખાયો. ‘સરદારજી, અબ મેરી બારી હૈ. હમ ભી કુછ કમ નહીં હૈં. તુમ એક બાર આઓ તો સહી, ફિર દેખના કિ મૈં ક્યા કરતા હૂં ? તુમ્હારી સેલ્યુટ ઔર તુમ્હારી મૂછે ઔર તુમ્હારી ચોકલેટ ફિક્કી ન પડ જાયેં તો કહના મુઝે….!’ હું મનોમન સરદારજીને પડકારી રહ્યો.

પણ એ ક્ષણ ન આવી શકી. મારો ટેલિગ્રામ ગયો. એ જ દિવસે હેડ કવાર્ટસમાંથી એક સરખા બે ટેલિગ્રામ્સ નીકળી ચૂક્યા હતા – એક રાજિન્દર સિંહના પિતાને ત્યાં અને બીજો એના સસરાના સરનામે – ‘કેપ્ટન રાજિન્દરસિંહ કાલા ઈઝ શોટ ડેડે, ડ્યુરીંગ એ ફાયર્સ કોમ્બેટ વીથ ટેરરિસ્ટ. ધ હૉલ આર્મી ફિલ્સ એકિસ્ટ્રીમલી સોરી. મે હીઝ સોલ રેસ્ટ ઈન પીસ. એ ડિટેઈલ્ડ લેટર ફોલોઝ…’

પછી શું થયું એ લખવાની વાત નથી, હૈયું આંખ વાટે વહી જાય ત્યારે કલમ થંભી જતી હોય છે. મારી ડાયરીનું એ પાનું આજે પણ અધૂરું જ છે. પેલું દિવાળીકાર્ડ એ પાનાંઓમાં હજુ પણ સચવાયેલું પડ્યું છે. હું મનોમન એ મૃત દેશભક્ત સૈનિકને ઉદ્દેશીને બબડી ઊઠું છું – ‘સરદારજી મર્દ હોને કે બાવજૂત ભી આપને આપના વાદા નહીં નિભાયા. અબ કિસીસે કોઈ વાદા નહીં કરના. અધૂરે વાદે બહોત પીડદાયી હોતે હૈ, આપકે લિયે નહીં, પછી રહ જાને વાલોં કે લિયે ! આપકો ક્યા ? બસ, જબ મરજી હૂઈ, ચલ પડે….! મેરે છોટે બાદશાહ કા ભી વિચાર નહીં કિયા, ન તુમ્હારે છોટે બાદશાહ કા….! કુછ સાલ તો રૂક જાતે, તો વો ભી દેખ શકતા કિ કિસ શેર કી ઔલાદ હે વોહ ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંગ – રામજીભાઈ કડિયા
બે છાતિમ વૃક્ષ – અમૃતલાલ વેગડ Next »   

69 પ્રતિભાવો : શેર કી ઔલાદ – ડૉ. શરદ ઠાકર

 1. neetakotecha says:

  aadarniya DR. shaheb.
  ruvada ubha thai gaya. aankh ma pani aavi gaya.bas vadhare kai lakhvanu sujtu j nathi aa varta mate.

 2. anamika says:

  super………….excellent…….i have no word to admire ur story

 3. રસસભર વાર્તા.લેખક્ને અભિનઁદન…..
  એક વાત ખૂઁચી;કવિઓને સ્ત્રૈણ ગણ્યા!

 4. Bharat Lade says:

  I can’t forget it. very nice.

 5. Namrata says:

  બહુ સુન્દર વાર્તા. My husband can not read gujarati fluently, but i want him to enjoy sharad thakar’s writings. Any books of sharad thakar in english?

 6. prerna says:

  Respected Dr thakar,
  Excellent story indeed.
  I am taking printout of this for my brother.
  let me tell u i m addictive of bbooks and read allmost anything which comes to my way.
  but opposite to me my brother never reads anything. indeeed he advises me not to waste much of my time on reading.
  first time when i took ur book Doctor ni Diay at my home.
  I still could not believe it!!! he read it at one seat.
  And not that he told me I should keep reading you 🙂
  And now i have to buy any new book of yours to read for him.
  Regards
  PRerna

 7. Dhimant says:

  Very nice.. They are the brave-hearts who fights for the country and we should do every possible thing to help their families. Thanks a ton for such a good article.

 8. Pinki says:

  શહીદોને આપણે પણ કહી શકીએ…… !!

  કર ચલે હમ ફિદા જાનૉ-તન સાથિયો!!

 9. Vinay Mistry says:

  બહુ સરસ વાર્તા છે…………………………

 10. pragnaju says:

  એન્ટિટેરેરિસ્ટ સ્ક્વોર્ડની વાત આવે ત્યારે સીરીયલ ‘૨૪’ની હાઈમળે.ટેક પધ્ધતિઓનો ખ્યાલ આવે!
  ડૉ. શરદ ઠાકર જેવા સિધ્ધહસ્ત લેખકની કરુણવાર્તા વાંચતા જ કાળજું ડોહવાઈ જાય.‘સરદારજી મર્દ હોને કે બાવજૂત ભી આપને આપના વાદા નહીં નિભાયા. અબ કિસીસે કોઈ વાદા નહીં કરના. અધૂરે વાદે બહોત પીડદાયી હોતે હૈ, આપકે લિયે નહીં, પછી રહ જાને વાલોં કે લિયે ! આપકો ક્યા ? બસ, જબ મરજી હૂઈ, ચલ પડે….! મેરે છોટે બાદશાહ કા ભી વિચાર નહીં કિયા, ન તુમ્હારે છોટે બાદશાહ કા….! કુછ સાલ તો રૂક જાતે, તો વો ભી દેખ શકતા કિ કિસ શેર કી ઔલાદ હે વોહ ?’
  વાર્તા લેખન કેવી રીતે કરવું તે પણ શીખવાનું મળે. કવિ, લેખકો, વિવેચકોમાં કદાચ ચારાસાઝો વધારે જણાય છે!
  અભિનંદન

 11. Rupa says:

  Very nice story. Dr. Sharad Thakar’s all the sories are always very good.

 12. Rachana says:

  રુવાઙા ઉભા થઇ ગયા. આંખમાં પાણી આવી ગયું. ખુબ જ સરસ વાતા છે.

 13. bharat dalal says:

  What a story? Very emptioanl and loving.

 14. Jinal Patel says:

  Nice and hearty story..

 15. Ashok Patel says:

  Dear Dr. Sharadbhai,
  A real Doctor could go so deep. You are real genius doctor who can reach to body and in depth of heart.

  Thanks for inspiration.
  Please keep on writing.
  Regard.

  Ashok.

 16. Vikram Bhatt says:

  પ્યાર માત્ર પંજાબમાં જ પેદા નથી થતો, ગુજરાતમાં પણ પાકે છે, માત્ર હવામાન સારું હોવું જોઈએ !

  આ હવામાન વાળુ સમજાયુ નહી. ગુજરાતમાં પ્યારને પકવવા હવામાન હંમેશા સારું જ હોય છે.

 17. Mittal shah says:

  Nice! Dr. sharad Thakar ni varta vanchine ghanoj anand avyo. amto varta na kehvay prasangaj kehvay, aae potana jivanma bani gayel prasangone khubaj sarad ritthi kagad par utare che.

  Dr. sahaeb , hu tamari doctor ni diary niymit vanchu chu. Mane tamara lekh khubj game che. aje read gujarati par tamaro lekh vanchi khub anand thayo.

  Mrugesh bhai mahina ke be mahina ma 1 var to amna lekh api sako ne!!!!!!!!!!!!!

 18. JIGNESH SHAH says:

  હું manvanipatel132 સાથે સહમત છુ. કવિઓને આવી ઉપમા બરાબર નથી.

 19. Krunal Choksi, NC says:

  I have no words to admire this army man and other martyrs, who sacrifice their lives on the name of Bharatmata….. hail India…hail indian Army…..

  krunal

 20. Rushil Joshi says:

  One of the best stories i have ever read from Dr.Sharad. I am always thr to find Dr.Sharad Thakar’s stories on internet. They all are simply great.

 21. d j mankad says:

  ખુબ સરસ પ્રસન્ગ , આજ ન યુવનો ને પ્રેરનદયક્

 22. Nice,
  Dear Sharadbhai,

  Gujarat samachar ma tame lakhavanu bandh karya pachhi hun aa tamari pehli varta vanchi rahyo chuu.

  Nice

  Ae to jevi jeni Niyati….

 23. apekshahathi says:

  very nice story.i like many story of dr.sharad thakar.

 24. Mayur says:

  Really an excellent story!!
  story na cheli line sudhi dhyan bije kyay gayu j nai. Really its amazing and very interesting.

 25. jignasa says:

  ખુબ સરસ.

 26. Ramesh Fofandi says:

  Dear Doctor Sharad,

  We have 4 daily news papers at my Home. Gujarat Samachar, Jai Hind, Sandesh and Divy Bhaskar. Believe me…on Sunday the first thing I do as soon as I take news papers in hand is take the purti of Divy Bhaskar and read DOctor ni Dairy. It’s….so fantastic…..I have been reading lots of manovaignanik books but still I really really facinate your readings….You are a boon to our Lovely lovely mother tongue GUJARATI….JAI JAI GARVI GUJARAT….

 27. saurabh desai says:

  very nice story.that is why i always try to find u r name and read u r story.Very consitant in writing.Always come up with good material

 28. Suchita says:

  Excellent story!!!!!!

  i just love it.
  Niyati a shu nakki karyu chhe…. koi jani nathi saktu.
  Doctor saheb, aankho ma pani aavi gaya….

 29. Snehal says:

  તમારા લેખો વાંચી ને દિલ મા જે આનંદ અને લાગણી નો ચમત્કાર થાય છે ઍ અવણિયનીય છે. આપના વધારે લેખો વાંચવા ની ખૂબ જ ઇચ્છા છે.

 30. Narendra Mistry says:

  Dr. or Writer ? Sarad Thakar
  Congrets for the story….you have very much control over gujarati
  words,like Dr.,you can use them with precision and to the perfect
  use.Sometimes we feel you are going too much deep in description,
  yet, you hit sometimes, bool’s eye.
  Bravo,keep it up.

 31. dhruv says:

  નમસ્કાર, શરદજી
  તમારી કલમ ના જાદુ વિશે લખવા ની યોગ્યતા નથિ, આનિ સાથે હ શરદજિ ના વાચકો ને અનુરોધ કરુ ચ્હુ કે તેઓ નિ નવલકથા સિન્હ પુરુષ જરુર વાચે.

 32. પિયુષ પટેલ says:

  very nice article

 33. Manish Thakar says:

  doctor saheb tame game tya chupaya hoy pan ame tamne duniya na pad mathi pan find karshu !!
  lo aaje read gujrati mathi pakdya !!
  keep it on sir !!
  Manish & Jesal Thakar
  canada

 34. hitesh says:

  Thanks a lot Dr.sharad thakar for great incident u mentioned above..
  I am really feel proud to be an Indiain who has such brave soldier….we are in safe hand….I always feel we can help them to maintain piece and harmony inside country….thanks again…જય હિન્દ્….જય ગરવી ગુજરાત

 35. dinesh says:

  very nice story…………………
  i like ypur all story……………..
  mane lage che………………….
  U HAVE LOTS OF MIND SIR

  THANKS FOR GOOD STORY

 36. Priyank Soni says:

  very touching story.
  This is style of Dr. saab to make memorable and touching ends in all his stories.

 37. KALPESH PATEL says:

  only one word for sir sharad thakar…..
  mind blowing…..

 38. Sulay Patel says:

  realy good one,

 39. Devendra Shah says:

  Since years I am fan of Dr. Sharadbhai’s short stories. Hats off to you. It touches heart and bring tears in eyes !!!

 40. nayan panchal says:

  હું તો એકદમ ખુશ થઇને વાંચતો હતો. પરંતુ ક્ષણવારમાં તો હલકો મૂડ એકદમ ભારે થઈ ગયો. આ કામ માત્ર ડૉક્ટર સાહેબની કલમ જ કરી શકે.

  Generally, I like dark movies but I never prefer to read stuff with sad ending. But life is not always bed of roses.

  ભગવાનને પ્રાર્થના કરીશ કે શહીદ રાજેન્દર સિંહના પરિવારની હંમેશા સંભાળ રાખે.

  નયન

  “પ્યાર માત્ર પંજાબમાં જ પેદા નથી થતો, ગુજરાતમાં પણ પાકે છે, માત્ર હવામાન સારું હોવું જોઈએ !”

 41. sameer says:

  it’s really nice

  i read this artical in london….and it’s remind me divya bhaskars kalash purti…. and my country….

 42. darshan thakkar says:

  આખ મા આસુ આવિ ગયા.

 43. Falguni says:

  very good story

 44. Rape. says:

  The rape of the lock….

  Prison rape. Free rape stories. Free rape pics….

 45. pragna says:

  માભોમ નિ રક્શા માતે પ્રાન નિ આહુતિ આપનારા આ જવાનોના પરિવારને શક્ય બધિ મદદ કરવિ તે પન આપનિ એક દેશ ભક્તિ જ ચ્હે.હ્ર્દ્ય ને ભિન્જવે તેવુ આલેખન્

 46. Narendra Bhagora says:

  સરહદની રક્ષા કરતા જવાનોના કૌટુંબિક જીવનની કરુણાંતિકા બોર્ડેર ફિલ્મ બાદ આ વાર્તા દ્વારા ફરી જાણવા મળી

 47. Naresh Kumar Chandwar. says:

  Dr. Sharad Ji. I am a Hindi speaking man. I do not know to write gujarati nor i can speak it fluently.But somehow i learnt to read it while living in Rajasthan.I am very fond of good litrature.I am always in search of it.And found u.Very touching and full of emotions is this story.Thank u very very much.

 48. rahul says:

  આ લઘુકથા વાચિને મારિ આખ મા પાણી આવિ ગયુ.

 49. Vipul Purohit says:

  Dear Sir,

  This is my first ” PRATIBHAV ” – really nice story.

  Regard

  Vipul

 50. Neha says:

  Too good story.
  I never forget this.
  Ankh mathi pani avi gya.

 51. Pratik says:

  sir,
  It’s very interesting to read article like this as it makes feel to “salute” the person like Rajendrasingh and their family.

 52. krishnakant patel says:

  Respected Sir,
  Dr. Sharad Thakar ” The man who can convert tears in words.”
  I have read your books ” Ran ma khilyu gulab ” & “Tan tulsi Man Mogro”. Both are excellent. Tamara lekho vanchi ne gujarati bhasa sudhari sakay chhe. Tamari badhij books nu list mane uppar na sarname mail karso ne…..

 53. Veena Dave says:

  Respected Thaker Saheb,

  very thouching, tears in my eyes.

  All your stories……I have no words….

  I am fan of your articles.

  Veena Dave
  USA

 54. SURESH TRIVEDI says:

  Will anybody believe “I have tears in my eyes!?SHREE SHARADBHAI I read your stories in DIVYABHASKAR also and I always give my comment.I salute you despite your busy profession you manage to share your valued time in reforming SOCIETY.YOU ARE REALLY GREAT.Keep on catering stories which stimulate mind ,body and inner souls.DESHBHAKT NI DESHBHAKTI NE BIRDAVAVANA SHABDO RUNVADA UBHA KARE TEVI VAKYA RACHNA AAPE KARI CHHE.AAP ABHINANDAN NA ADHIKARI CHHO.PRANAAAAAAAAAAAAAAAAAM

 55. visha says:

  બહુ જ સરસ્. very nice thoughts…
  ankh ma pani avi gayu…

  Thanks..

 56. dr priti says:

  toooo emotional story,
  almost felt like crying,
  realy good work sir

 57. bhatt dhaval says:

  એકદમ સરસ

 58. priyanki says:

  sir,

  mane aap ni aa varta pan khub gami, aap na jivan ni shatya ghatna, madhur sansmarano,vashtavik prasango,vanchva khub j game che!khare khrkhur khub j sunder che!

 59. Ambar Shah says:

  Dr. Sharad Thakar is all time hit. He is the bestest for me.

  What’s great dialogues & Words given by him in the above story.

  Really i m his big fan.

 60. riddhi says:

  saras 6e agal lakhi j nathi sakti

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.