શિકારીને…. – કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમારું કુટુંબ સુખી છે ? – ફાધર વર્ગીસ પોલ
આપણી રાત – ‘કાન્ત’ Next »   

9 પ્રતિભાવો : શિકારીને…. – કલાપી

 1. Bhakti Eslavath says:

  સરસ…આભાર…!

 2. સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
  સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

  – કાવ્યપંક્તિ કહેવત કે રૂઢિપ્રયોગની કક્ષાએ જનમાનસમાં અંકિત થઈ જાય એ કવિની ખરી સિદ્ધિ ગણી શકાય. ગુજરાતી ગઝલના વિકાસમાં કલાપીનું સ્થાન ખૂબ ઊંચું છે. કલાપીની ગઝલો શાસ્ત્રીય દૃષ્ટિએ છંદ, રદીફ, કાફિયાની એરણ પર ઘણીવાર માર ખાતી લાગે પણ કલાપીએ ગઝલને ગુજરાતમાં શરૂઆતના દિવસોમાં જે લોકપ્રિયતા અપાવીને સ્થિર કરી એ પ્રદાન અમૂલ્ય હતું, છે અને રહેશે…

 3. pragnaju says:

  કવિ કલાપી ૧-૨૬-૧૮૭૪માં જન્મ્યા અને ૬-૯-૧૯૦૦માં તો અવસાન થયું.કવિ ટૂંકી જીંદગીમાં
  ૨૬૦ કાવ્યો, ઘણા લેખો,૯૦૦ મિત્રો અને પત્નીને પત્રો ત્યારની હકીકત દર્શાવે છે.બે અંગ્રેજી નોવેલોનું ભાષાંતર પણ કર્યું ૧૦ વર્ષનાં ટૂંકા ગાળામાં!
  સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
  પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
  પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.
  સૌંદર્યની વાત નીકળે ત્યારે કહેવત જેમ બોલીએ છીએ. આ કાવ્ય તેમના અન્ય પુસ્તકો વાંચવાની પ્રેરણા આપે તેવી અબ્યર્થના

 4. કલ્પેશ says:

  કલાપિ એ એમનુ ઉપનામ છે. મુળ નામ શ્રી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે.

  ભૂલ હોય તો સુધારશો

  આભાર !!

 5. Bhavna Shukla says:

  સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
  સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

  સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
  પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.
  ………………………………………………………

  આદર સાથે આ સમજ કેટલી ગહન અને આધ્યાત્મિક છે. શબ્દો દ્વારા સંસ્કારોનુ ભાથુ બાંધી આપ્યુ.
  વિશાળ મન નો રાજવી, કલા ને પી ને પછી રુવે રુવે ફુટી કવન સ્વરુપે…..

 6. Bikini. says:

  Smallest bikini….

  Tiny micro bikini. Thong bikini. Teens in micro bikini. Bikini. Bikini beach. Bikini bollywood actress….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.