આપણી રાત – ‘કાન્ત’

શરદ પૂનમની રઢિયાળી સદા
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !

વદને નવજીવન નૂર હતું,
નયને પ્રણયામૃત પૂર હતું;
હૃદયે રસમાં ચકચૂર હતું,
મને સાંભરે આપણી રાત, સખી !

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ધણી;
કલ્પનાની ઈમારત કૈંક ચણી,
મને સાંભરે આપણી રાત, સખી !

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું,
કથા અદ્દભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિ નિમગ્ન રહું:
મને સાંભરે આપણી રાત, સખી !

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી !
મને સાંભરે આપણી રાત, સખી !

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !

હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિકારીને…. – કલાપી
ફલાહાર – બકુલ ત્રિપાઠી Next »   

17 પ્રતિભાવો : આપણી રાત – ‘કાન્ત’

 1. Bhakti Eslavath says:

  પ્રેમની સરસ અનુભૂતિ રચી છે.

 2. jignasa says:

  Really it’s too nice. I remembered all those days which i shared with my friends in Navratri.

 3. pragnaju says:

  કાન્તની- આપણી રાતે, પ્રેમની અનુભૂતિનું કાવ્ય છે.
  પ્હસે આકાશે ચંદ્રમા,તારા લસે,
  મને સાંભરે આપણી રાત,સખી !
  શરદ પૂનમની રઢિયાળી સદા,
  મને સાંભરે આપણી રાત,સખી !
  પંક્તિઓ તો આપણને સદા સંભરાતી રહેશે.
  કાન્ત એટલે- આપણા ગુજરાતી મીસીસ બ્રાઉનિંગ !
  બન્નેના સોનેટોની મઝા માણીએ.
  If thou must love me, let it be for nought
  Except for love’s sake only. Do not say
  “I love her for her smile… her look… her way
  Of speaking gently… for a trick of thought
  That falls in well with mine, and certes, brought
  A sense of pleasant ease on such a day”—
  For these things in themselves, Beloved, may
  Be changed, or change for thee-and love so wrought,
  May be unwrought so. Neither love me for
  Thine own dear pity’s wiping my cheeks dry—
  Since one might well forget to weep who bore
  Thy comfort long, and lose thy love thereby.
  But love me for love’s sake, that evermore
  Thou may’st love on thorough love’s eternity.
  આ સૉનેટ સાથે, કવિ કાન્તનું આ સૉનેટ સરખાવો:
  સખે! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
  વિના બીજા માટે નહિં જ નહિં આવું મન કહી:
  “સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
  ભરી વાણી માટે અગર દિલના એક સરખા
  તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું !”
  બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય, અથવા
  તને લાગે તેવી; અભિસુખ અને તું પ્રથમથી
  થયો, તે રીતે વિમુખ પણ રે! થાય વખતે!
  અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
  દયા તારી, તેથી પણ નહિં, સખે! સ્નેહ કરતો:
  રહે કાંકે તારી નિકટ, ચિર આશ્વાસન લહે,
  ખુવે તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વિસરતાં!

 4. farzana aziz tankarvi says:

  it has been said that all wise men think alike whether its Kant oe Donne…….
  Both has expressed love to its deepest………..

  Sweetest love, I do not go,
  For weariness of thee,
  Nor in hope the world can show
  A fitter love for me;
  But since that I
  Must die at last, ’tis best
  To use myself in jest
  Thus by feign’d deaths to die.

  Yesternight the sun went hence,
  And yet is here today;
  He hath no desire nor sense,
  Nor half so short a way:
  Then fear not me,
  But believe that I shall make
  Speedier journeys, since I take
  More wings and spurs than he.

  O how feeble is man’s power,
  That if good fortune fall,
  Cannot add another hour,
  Nor a lost hour recall!
  But come bad chance,
  And we join to’it our strength,
  And we teach it art and length,
  Itself o’er us to’advance.

  When thou sigh’st, thou sigh’st not wind,
  But sigh’st my soul away;
  When thou weep’st, unkindly kind,
  My life’s blood doth decay.
  It cannot be
  That thou lov’st me, as thou say’st,
  If in thine my life thou waste,
  That art the best of me.

  Let not thy divining heart
  Forethink me any ill;
  Destiny may take thy part,
  And may thy fears fulfil;
  But think that we
  Are but turn’d aside to sleep;
  They who one another keep
  Alive, ne’er parted be.

 5. farzana aziz tankarvi says:

  thanks Pragnaju for giving mrs.browning’s sonnet……….

 6. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
  કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ધણી;
  કલ્પનાની ઈમારત કૈંક ચણી,
  મને સાંભરે આપણી રાત, સખી !

  સરસ રચના છે. ખુબ ખુબ શુભકામનાઓ.

 7. Bhajman Nanavaty says:

  O how feeble is man’s power,
  That if good fortune fall,
  Cannot add another hour,
  Nor a lost hour recall!

  કાન્તની સાથે પ્રતિભાવકોને પણ માણવાની મજા આવી.

  સહુને અભીનંદન !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.