ડોસા અને ડોસી – સુરેશ દલાલ

ડોસા ને ડોસીને મોતિયો પણ સાથે
          ને ઓપરેશન પણ એક દહાડે.
જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ
          આંખ મીંચે ને આંખને ઉઘાડે.
એક જ ઓરડામાં સામસામે ખાટલા 
          ને વચ્ચે દીકરીઓ છે સેતુ.
એકમેકને વારેવારે પૂછયા કરે છે : 
          તમે કેમ છો ? ને કેમ કરે તુ ?
ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે 
          અને સમયનાં પતંગિયાં ઉડાડે.
થોડી વાર પછી બંને પીએ છે કૉફી 
          જાણે કૉલેજમાં મળી હોય ટ્રોફી.
કૉફી પીને જરી લંબાવ્યું સહેજે 
          અને બંને જણ ગયાં સાવ ઝોપી.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે, 
          આવા જીવતરમાં કોણ આવે આડે ?
હવે દશ્યો દેખાશે બધાં ઊજળાંઊજળાં 
          અને અદશ્યની આછીઆછી ઝાંખી થશે.
આંખોમાં ઊગશે નવલો સૂરજ
          અને ચંદ્રની કળા સહેજ બાંકી થશે.
સાતસાત ફેરા અમે સાથે ફર્યા 
          હવે રમશું એ રાસ જે રમાડે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૈવિધ્યને માણો – રસિક ચંદારાણા
રૂપિયાનું છે રાજ… Next »   

4 પ્રતિભાવો : ડોસા અને ડોસી – સુરેશ દલાલ

 1. […] ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ લયસ્તરો ડોસા-ડોસી સિદ્ધાર્થમાંથી બુદ્ધ […]

 2. […] ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ લયસ્તરો ડોસા-ડોસી સિદ્ધાર્થમાંથી બુદ્ધ […]

 3. nayan panchal says:

  કમાલ કરે છે,
  એક ડોશો હજી ડોશીને વ્હાલ કરે છે.

  સરસ, રોમાન્ટિક કાવ્ય.

  નયન

 4. અતુલ જાની (આગંતુક) says:

  વાહ ભાઈ, આંખે કાળા ચશ્મા પણ સાથે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.