ગાંધીવાણી – સં. ઉર્વીશ વસાવડા

[ શ્રી ઉર્વીશભાઈ દ્વારા સંપાદિત તેમજ મુંબઈ સર્વોદય મંડળ દ્વારા પ્રકાશિત ‘ગાંધીવાણી’ નામનું આ એક એવું પુસ્તક છે જે સમગ્ર ‘ગાંધી-સાહિત્ય’ માં એક અનોખી ભાત પાડે છે. આ પુસ્તકમાં ગાંધીજીના વિચાર અને લેખનને અંગ્રેજી તેમજ ગુજરાતી એમ બે ભાષામાં, સુંદર ફોટોગ્રાફ્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકનું ગાંધીજયંતિ નિમિત્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી વનરાજભાઈનો (મીડિયા પબ્લીકેશન, જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકની વધુ માહિતી માટે આપ શ્રી વનરાજભાઈનો +91 285 2650505 પર સંપર્ક કરી શકો છો.]

[1] આપણા આટલા બધા દેશવાસીઓને જીવનની પ્રાથમિક જરૂરિયાતો સુદ્ધાં મળતી નથી એ વખતે, આ આલીશાન મકાનમાં રહેવાનો અથવા મારી જરૂરિયાત કરતાં એક તસુ પણ વધારે જગ્યા વાપરવાનો મને શો હક છે, એમ મારી જાતને હું કેટલીકવાર પૂછું છું.

Sometimes I ask myself what right have I to live in this mansion or to use even an inch of room beyond my strict requirement when so many of our countrymen are denied even the elementary decencies of life.

[2] અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છૂપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચારે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે.

Experience has taught me that silence is part of the spiritual discipline of a votary of Truth. Proneness to exaggerate, to suppressor modify the Truth, wittingly or unwittingly, is a natural weakness of man, and silence is necessary in order to surmount it. A man of few words will rarely be thoughtless in his speech; he will measure every word.

[3] હું કબૂલ કરું છું કે હું ખાલી હાથે પાછો આવ્યો છું. પણ મને એટલો સંતોષ છે કે જે વાવટાની આબરૂ મારા હાથમાં સોંપાઈ હતી તે વાવટો મેં નીચો નમાવ્યો નથી, કે તેની પ્રતિષ્ઠાને કોઈ રીતે ઝાંખપ લાગવા દીધી નથી. મેં નિરંતર એવી કાળજી રાખી છે ને પ્રાર્થના કરી છે, કે મારાથી ગફલતથી કોઈ ક્ષણે કે નબળાઈની કોઈ પળમાં એવું કાંઈ કામ ન થાઓ કે એવું કંઈ વચન ન બોલાઓ જેનાથી મારા દેશનું ગૌરવ ઝાંખું પડે કે મારા દેશભાઈઓએ મારા પર મૂકેલા વિશ્વાસને માટે હું અપાત્ર ઠરું.

I confess of having returned empty handed. But with a deep sense of satisfaction, that I have not let down the glory and prestige of the flag entrusted in my hands. It has always been my prayer to be very careful in seeing that, no action or utterance on my part, even in the moment of weakness or by some mistake, would diminish the pride of my country, or I may prove inadequate to the trust, my countrymen have shown in me.

[4] ઘણાં આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં હું કહી શકું છું કે ‘ઈશ્વરે મને બચાવ્યો છે.’ જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ-બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે, તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે.

But in all my trials – of a spiritual nature, as a lawyer, in conducting institutions and in politics – I can say that ‘God saved me’. When every hope is gone, when helpers fail and comforts flee’ I find that help arrives somehow, from I know not where. Supplication, worship, prayper are no superstition; they are acts more real than the acts of eating, drinking, sitting or walking. It is no exaggeration to say that they alone are real, all else is unreal. Such worship or prayer is no flight of eloquence; it is no lip-homage. It springs from the heart.

[5] મારા ઉપરની તમારી શ્રદ્ધા મને આભો કરી મૂકે છે…. તમારા આટલા બધા વિશ્વાસને હું લાયક છું કે કેમ, એની મને શંકા છે. પણ હું એટલું જાણું છું કે, મારામાં જે કંઈ તાકાત છે તે સર્વથા હું સત્ય અને અહિંસાનો ઉપાસક છું તેને આભારી છે.

Your faith overwhelms me…. I am doubtful whether I deserve all this confidence, but this much I know that whatever strength I may have is entirely due to the fact that I am votary of truth and non-violence. 

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આનંદની ગંગોત્રી – વર્ષા અડાલજા
રોગિણીની અંતિમ ઈચ્છા – ઘનશ્યામદાસ બિરલા Next »   

14 પ્રતિભાવો : ગાંધીવાણી – સં. ઉર્વીશ વસાવડા

  1. Bhavna Shukla says:

    મૌન અને વાણિ બન્ને પર એમનુ વર્ચસ્વ હતુ. મૌન પરની જીત વાણિ ને ગૌરવ અપાવે અને વિચારોમા સ્થિરતા લાવે આ તેમને ખુબજ સરળ અને સાધ્ય હતુ. તેઓ એક વિરાટ વ્યક્તિત્વના માલિક હતા. ગમે તેટ્લા શબ્દો તેમને મુલવવા માટે વામન પડે. તેમના જન્મ દિવસે ઇશ્વર પાસે પ્રાર્થના અને કોટિ વંદન સાબરમતિ ના સંત ને.

  2. pragnaju says:

    મુંબઈ સર્વોદય મંડળ દ્વારા પ્રકાશિત અનોખી ભાત પાડતું ગાંધીવાણી પુસ્તક જેમાં ગાંધીજીના વિચાર અને લેખનને અંગ્રેજી તેમજ ગુજરાતી એમ બે ભાષામાં, સુંદર ફોટોગ્રાફ્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે તે અંગે જાણી ઘણો આનંદ થયો. ગુજરાતી,હિન્દી કે ભારતની અન્ય ભાષા સમજવાની તકલીફ હોય તેવા પરદેશીઓને તો ખાસ આશીર્વાદ રૂપ…
    રસદર્શન બદલ– સં. ઉર્વીશ વસાવડાનો
    આભાર સાથે
    ગાંધી એવા અભયવ્રતને સત્યને પાળનારા
    સેવામૂર્તિ વિમલમનના દેશની દાઝવાળા
    તમને સત સત પ્રણામ સહ-પ્રેમાંજલી-

    જેમ જેમ વધારેને વધારે પ્રેમભાવથી
    કરશે સ્મૃતિ આત્માથી તમારી પ્રજ્ઞમાનવી
    પ્રકાશ તેમ પૃથ્વીમાં પથરાશે પવિત્ર આ
    અંધકારતણા ઓળા વિલાશે સ્થ્ળ સૂક્ષમના

  3. neetakotecha says:

    gr888888888

  4. Paresh says:

    સુંદર
    સાથે જ ગાંધીજીનું સુંદર વાક્ય
    “ક્યારેય મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર ન મળ્યો હોય તેમ મને લાગ્યું નથી”
    ખરેખર પ્રાર્થનામાં અદભુત શક્તિ છે.

  5. dr.jagdip nanavati says:

    કોણ કહે છે દેશમાં આજે ભૂલી ગયા સૌ ગાંધી
    રાજરમત ને ચૂલે ચાવે, રોજ મઝાના રાંધી….
    ………..અભિનંદન ઊર્વીશભઇ……….

  6. ખૂબ ખૂબ અભિનંદન, ઉર્વીશભાઈ… ફોટોગ્રાફ્સ અને સચોટ વાક્યોથી આખું પુસ્તક અમૂલ્ય બની ગયું હોય એમ લાગે છે.

    બાપુને આપણી વચ્ચે જીવતા રાખવાના આવા તમામ પ્રયત્નો પણ સરવાળે ઓછા જ છે…

    ફરી એકવાર અભિનંદન અને શુભેચ્છાઓ…

  7. raulji says:

    Ghandiji na phota joi ne pan heart khushi khushi bharai jay chhe…. hu Ghadhi ghelo chhu….Ajna andhkarma ej ajvaruu pathri rahyo chhe…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.