અક્ષર હતો… – હેમાંગ જોશી

લાગણીનો આયનો મારો ઘણો તત્પર હતો,
પણ ખબર નો’તી તમારા હાથમાં પથ્થર હતો !

આ વખત પણ એ જ રીતે સ્વપ્ન-ઘરમાં એ મથ્યાં,
બારણે અશ્રુનાં તોરણ, આંગણે અવસર હતો !

શ્રમ વિના જે કંઈ મળ્યું ક્યાંથી ટકે ઝાઝો સમય !
ફૂલ પર ઝાકળનો વૈભવ એટલે પળભર હતો.

થઈ ગયા સાબિત અહીં આરોપ સૌ એના પર,
કેદ રાખો પથ્થરોમાં, આ જ એ ઈશ્વર હતો !

એ હવે જોવા મળે છે જોડણીના કોશમાં,
દોસ્ત, ‘જોશી’ એકલો જ્યારે હતો, અક્ષર હતો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સિંહાવલોકન – અશોક મશરૂ
અથ – મીતા અર્જુન દવે Next »   

19 પ્રતિભાવો : અક્ષર હતો… – હેમાંગ જોશી

 1. Paresh says:

  સુંદર રચના
  “શ્રમ વિના જે કંઈ મળ્યું ક્યાંથી ટકે ઝાઝો સમય !
  ફૂલ પર ઝાકળનો વૈભવ એટલે પળભર હતો.”

 2. સુંદર ગઝલ… નવી જ તાજગીનો અહેસાસ… બધા જ શેર મજા પડે એવા થયા છે…

 3. Jigar Shah says:

  ખુબ જ સરસ રચના…દરેક શેર બહુ બધુ કહિ જાય ચ્હે

 4. sunil shah says:

  મઝાની ગઝલ, અભિનંદન.

 5. sunil shah says:

  મઝાની ગઝલ, અભિનન્દન..!

 6. Piyush Patel says:

  ખુબ સુંદર ગઝલ. આનંદિત થઈ જવાયું.

 7. pragnaju says:

  સુંદર ગઝલ તેમાં
  શ્રમ વિના જે કંઈ મળ્યું ક્યાંથી ટકે ઝાઝો સમય !
  ફૂલ પર ઝાકળનો વૈભવ એટલે પળભર હતો.
  થઈ ગયા સાબિત અહીં આરોપ સૌ એના પર,
  કેદ રાખો પથ્થરોમાં, આ જ એ ઈશ્વર હતો !
  અતિ સુંદર
  અભિનંદન દોસ્ત ‘જોશી

 8. Pinki says:

  થઈ ગયા સાબિત અહીં આરોપ સૌ એના પર,
  કેદ રાખો પથ્થરોમાં, આ જ એ ઈશ્વર હતો !

  ઈશ્વરને કેદ કરી દીધો પથ્થરોમાં , વાહ્… …!!

  એ હવે જોવા મળે છે જોડણીના કોશમાં,
  દોસ્ત, ‘જોશી’ એકલો જ્યારે હતો, અક્ષર હતો !

  અને આ દ્વિઅર્થી ‘અક્ષર’માં પામેલો પણ ખરો !!

  બહુ જ સુંદર !

 9. ખૂબ સુંદર હેમાંગભાઈ! દરેક શેર ખૂબ દમદાર છે.

  આ શેરનો ભાવ ન સમજાયોઃ

  એ હવે જોવા મળે છે જોડણીના કોશમાં,
  દોસ્ત, ‘જોશી’ એકલો જ્યારે હતો, અક્ષર હતો !

 10. Pinki says:

  મૃગેશભાઈ, હેમંતભાઈ

  જેટલું સમજાયું એટલું લખવાની છૂટ લઉં છું…..

  ‘અક્ષર’ એટલે અવિનાશી, નિરાકાર, પરબ્રહ્મ સ્વરૂપ
  અને બીજો અર્થ ભાષામાં વપરાતો મૂળાક્ષર……

  કવિએ ‘અહં બ્રહ્માસ્મિ’ ના બ્રહ્મજ્ઞાનને દર્શાવ્યું છે
  પરોક્ષ રીતે જે કાબિલે દાદ છે …….

  ‘એ હવે જોવા મળે છે જોડણીના કોશમાં”

  સરળ અર્થ તો એમ જ સૂચવે કે,
  શબ્દ બની ગયો પહેલાં તો અક્ષર જ હતો

  પણ ગૂઢ તત્ત્વ તો કહે છે કે
  એકલો નથી હવે જોડાઈ ગયો છે
  મોહ માયાના સાંસારિક બંધનોમાં ……

  ‘દોસ્ત, ‘જોશી’ એકલો જ્યારે હતો, અક્ષર હતો !’

  કબીરે કહ્યું છે કે,
  પ્રેમગલી અતિ સાંકરી, ઇનમેં દોનોં નાહિ સમાઈ
  જબ મેં હું ગુરુ નાહિ, અબ ગુરુ હે મેં નાહિ….

  એટલે બ્રહ્મજ્ઞાન ત્યારે જ પમાય જ્યારે
  ‘હું’ એકલો હોય –
  એકલો એટલે મોહમાયાના બંધન વિનાનો

  એટલે કવિ પણ કહે છે
  હું પણ એકલો હતો ત્યારે ‘અક્ષર’ હતો એટલે કે
  ઈશ્વરીય તત્ત્વ સાથે એકરૂપ હતો પણ
  હવે મોહમાયામાં બંધાઈ ગયો ……………

  આભાર……………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.