રૂપિયાનું છે રાજ…

રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ
રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ

રાજીપો કે નારાજીના મૂળમાં રૂપિયો છે
લિયા-દિયાનો ધરમ અહીંયાં રૂપિયો રુદિયો છે
રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ…. રૂપિયાનું છે રાજ.

દરિયો ભરીને રૂપિયા જોઈએ: પહાડથી ઊંચા રૂપિયા
રૂપિયા મારી પ્રિયતમા ને રૂપિયા છે સાવરિયા
બધાં અહીં છે મૂંગામંતર: રૂપિયાનો રૂડો અવાજ…. રૂપિયાનું છે રાજ.

ખભા ઉપર રૂપિયો ઊગ્યો : પગની પાસે રૂપિયો
શાહમૃગના ઈંડા જેવો રૂપિયો બડો છે બળિયો
મંદિરમાં પણ રૂપિયાની છે આવતી કાલ અને આજ….રૂપિયાનું છે રાજ.

રૂપિયો શાણી સત્તા છે ને રૂપિયો એ જ મહત્તા
રૂપિયા વિના હડધૂત થાતા : ખાતાં બધાંય ખત્તા
ખુશામતિયાઓ ટોળે વળે : એ છે રૂપિયાનો અંદાજ….રૂપિયાનું છે રાજ.

ઊંઘવા માટે સ્લીપિંગ પિલ્સ ને વાતવાતમાં ટૅકસ
અહીં બધાને એક જ ઝંખના: ધનિકા સાથે સૅકસ
શેષનાગ પણ કરી શકે શું ? બધાં જ સમડી, બાજ…..રૂપિયાનું છે રાજ.

[ કવિશ્રી સુરેશ દલાલ ના પુસ્તક ઝલક-દિશા અગિયારમી માંથી સાભાર ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડોસા અને ડોસી – સુરેશ દલાલ
સાચું ન હોય તોય સારું તો છે જ – દિનકર જોષી Next »   

7 પ્રતિભાવો : રૂપિયાનું છે રાજ…

 1. Percocet danger….

  Percocet danger….

 2. અતુલ જાની (આગંતુક) says:

  રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ
  રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ
  બધાં અહીં છે મૂંગામંતર: રૂપિયાનો રૂડો અવાજ
  મંદિરમાં પણ રૂપિયાની છે આવતી કાલ અને આજ
  ખુશામતિયાઓ ટોળે વળે : એ છે રૂપિયાનો અંદાજ
  શેષનાગ પણ કરી શકે શું ? બધાં જ સમડી, બાજ

  અંતરમાં વેદના અને હાથમાં કલમ – ખરે જ અર્થ પાછળની આંધળી દોટ ઘણા બધાં અનર્થો સર્જે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.