કૃપાની હેલી – દેવદાસ શાહ ‘અમીર’

રૂપાળી છે ને સુંદર છે છતાંએ સાવ ઘેલી છે,
પ્રણયની આજ ભાષા છે ન અઘરી છે ન સ્હેલી છે.

બહુ લાચાર છે એ પણ વધારે શું લખી શકશે ?
કલમ કુદરતની મોટી છે અહીં નાની હથેળી છે.

હજુ શ્રદ્ધાની સાથે થઈ રહી છે ગુફતગો મારે,
અરે શંકા, પછી જોશું હજુ તું સ્હેજ વ્હેલી છે.

અમે બસ એક પગ મૂક્યો ને અટવાઈ ગયા એમાં,
અભિમન્યુનો ચકરાવો નથી આ તારી ડેલી છે.

નકામી ચીજ સમજીને તું ફેંકી દઈશ મા એને,
છબી એ મારી માની છે ભલેને સાવ મેલી છે.

જીવન દીધું તમે પાછું તો લાવો ને જીવી નાખું,
આ એવી ગૂંચ છે જેને ઘણી વેળા ઉકેલી છે.

દયા સિન્ધુ ! કહો આ વાદળોને ક્યાંક જઈ વરસે,
અમારે તો પ્રભુ ! તારી કૃપાની રોજ હેલી છે.

તને શું એમ લાગે છે કે જન્નતની મજા મળશે,
‘અમીર’ ઓ દોસ્ત ! થોડું થોભ, આ તો રાત પહેલી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અથ – મીતા અર્જુન દવે
મારા વહેલી સવારના મુલાકાતીઓ… – નીલમ દોશી Next »   

17 પ્રતિભાવો : કૃપાની હેલી – દેવદાસ શાહ ‘અમીર’

 1. neetakotecha says:

  ખુબ જ્ સુન્દર્

 2. pragnaju says:

  દયા સિન્ધુ ! કહો આ વાદળોને ક્યાંક જઈ વરસે,
  અમારે તો પ્રભુ ! તારી કૃપાની રોજ હેલી છે.
  સુંદર
  ‘દેવદાસ શાહ’ અંગે વધુ જાણવા ગુગલ સર્ચ પર મુક્યું તો દેવદાસ ફીલ્મમાં શાહરુકખાન અંગે ઢગલા બંધ માહિતી આવી!

 3. Bhavna Shukla says:

  દયા સિન્ધુ ! કહો આ વાદળોને ક્યાંક જઈ વરસે,
  અમારે તો પ્રભુ ! તારી કૃપાની રોજ હેલી છે.
  ………………………………………………………..
  અરે આવુ જ હમણ ગદ્યસુર પર સુરેશદાદા કહેતા હતા…

 4. Atul Jani says:

  રૂપાળી છે ને સુંદર છે છતાંએ સાવ ઘેલી છે,
  પ્રણયની આજ ભાષા છે ન અઘરી છે ન સ્હેલી છે.

  સાવ સાચી વાત છે, આ આખીયે શબ્દ રચના રુપાળી ને સુંદર તો છે જ પણ સાથે સાથે ઘેલી પણ છે.

  અને ખરેખર પ્રણયની આ ભાષા મને પહેલા તો સહેલી લાગી પણ પછી જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તે વધારે ગુઢ બનતી ગઇ.

  સાચુ કહુ તો મુજ સરીખા મૂઢ ને આ ગુઢ વાતો કાંઈ ખાસ સમજાણી નથી.

 5. maulik says:

  મલે ક્યા બધાને રવાની ગઝલમા,
  તરસને નિભાવી જવાની ગઝલમા.

 6. ahesan says:

  ખુબ સુન્દર

 7. Testosterone pellets….

  Testosterone supplements. Is testosterone an anabolic hormone. Elevated testosterone and estrogen levels in women. Testosterone too much….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.