ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

તારીખ : આજની જ.

પ્રતિ,
તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવયંત્ર – મૃગેશ શાહ
નવું કૂંડું – દિલીપ રાણપુરા Next »   

28 પ્રતિભાવો : ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Dipen Soni says:

  very very TRUE

 2. Atul Jani says:

  [૧૦] આ લેખ ને Favourite તરીકે માર્ક કરી રાખજો અથવા તો પ્રિન્ટ કરી રાખજો અને જ્યારે કશુંય ન સુઝે ત્યારે તેને વાંચજો અને હું ખાત્રી આપુ છુ કે જેવી સમઝણ વિજળીવાળા ને મે આપી છે, તેવી જ સમઝણ વિજળીવેગે તમને પણ આપીશ.

 3. Anita ko Kotadia says:

  આ શબ્‍દો તકલીફમા હોય ત્‍યારે અનાયાસે જ યાદ આવી જાય.

 4. Pinki says:

  ખૂબ જ સરસ અભિવ્યક્તિ……

  અને અતુલભાઈનો દસમો મુદ્દો પણ બહુ જ સરસ….

  તારીખ – એકદમ perfect……..

 5. pragnaju says:

  થોડા સમય પહેલાં “ભગવાનની ટપાલ”માં – ગુણવંત શાહે “સમગ્ર જીવન દરમ્યાન જો તમે
  ફકત એક જ વખત પ્રાર્થના કરો અને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો, તો તે પણ પૂરતું છે.” કહ્યું અને આજે ડૉ. આઈ. કે. વીજળીવાળાનો ભગવાનનો પત્ર વાંચી આ નવી પધ્ધતિથી મન શાન્ત કરે તેવા વિચાર રજુ કર્યા તે બદલ આભાર

 6. ramesh shah says:

  સરળ લાગતી બહુ અગત્ય ની વાત ખૂબ જ સહજ રીતે.

 7. JITENDRA TANNA says:

  ખુબ સરસ. ઓછા અને સરળ શબ્દોમાં બહુ મોટી વાત કરી દીધી.

 8. bharat dalal says:

  Shradha and Vishwas are the keys for getting relief and solving problems. God is such an entityin whom we place our vishwas.

 9. Swati Dalal says:

  very good. I like it very much. Need to read everyday, so will never forget.

  Thanks

 10. Sohil Patel says:

  ખૂબ જ સરસ …Thanks a lot…

 11. Sohil Patel says:

  Would like to share with you!!

  “Prabhu Namni Ausadhi,
  Je Sache Bhave Khay,
  Rog- Shok Avve nahi,
  Sab Sankat Dur Jay……..”

 12. farzana aziz tankarvi says:

  nice……………..simple n sweet but with great depth

 13. deval patel says:

  very nice.
  and really very useful in daily life cuz we all have to face new situations/peoples every day.

 14. Pravin Bhatt says:

  એક વાર એક માણસ બહુ જ આર્થિક મુશ્કેલીમાં આવી ગયો. તેને એમ થયું કે મારે ભગવાનને મદદ માટે સંદેશો મોકલવો જોઈએ.

  ઍણે ઍક પોસ્ટકાર્ડ લખ્યું કે “હે ભગવાન તુ દયાળું છો. હું બહુ આર્થિક ભીડમાં આવ્યો છું તારી સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હાલ પુરતા મને પાંચસો રૂપીયા મોકલ તો મારૂં કામ થઈ જાય. બસ આટલી કૃપા કરી દે તો હૂં આજીવન તારો ઋણી રહીશ.”

  પોસ્ટકાર્ડમાં મોકલનારનું સરનામું લખ્યું અને પછી પ્રતિ તરીકે ભગવાન અને સરનામું વૈકુંઠ ધામ એમ કરીને પોસ્ટ કરી દીધુ.

  પોસ્ટ ઓફીસમાં પોસ્ટના વિતરણ વિભાગના કર્મચારીએ આ વાંચ્યું. તેણે પોસ્ટ-માસ્ટર ને આ પોસ્ટ-કાર્ડ આપતા કહ્યું કે આ સરનામે મારે કઈ રીતે મોકલવું?

  પોસ્ટમાસ્તર દયાળું સ્વભાવનો હતો તેણે કાળજીપૂર્વક વાંચ્યું. તેને થયું કે આ બીચારાને મદદ કરવી જોઇઍ. સ્ટાફના કર્મચારીઓને કીધું કે આપણે થોડા થોડા પૈસા કાઢીને આ માણસને મદદ માટે મનીઓર્ડર કરી દઈએ. બધા કર્મચારીઓએ યથાશક્તી ફાળો એકત્રીત કર્યો. પણ ૨૫ રુપિયા ઓછા એટલે કે ૪૭૫ રુપિયા થયા. પોસ્ટમાસ્તરે કહ્યું કે ૨૫ રુપિયા ઓછા ચાલશે. મનીઓર્ડર કરી દ્યો. મોકલનાર ભગવાન લખજો.

  થોડા દિવસ પછી એ જ સરનામાવાળું બીજુ પોસ્ટકાર્ડ આવ્યું એમાં નીચે પ્રમાણે લખાણ હતુ.

  “હે ભગવાન તુ ખરેખર દયાળું છો. તે મને પાંચસો રુપિયાનો મનીઓર્ડર કર્યો હશે એની મને ખાત્રી છે. પણ આપણાં ભારતના સરકારી ખાતા અને પોસ્ટખાતા ભ્રષ્ટાચારથી છલકાય છે. માટે હવે તુ મનીઓર્ડર કરતો નહી પણ ડીમાન્ડડ્રાફ્ટ થી પૈસા મોકલજે !! “

 15. Jatin Gandhi, Bangalore says:

  ખુબ જ સરસ..,
  એક વાત ઉમેરવા માંગું છું જે મારા સરે ૧૦ મા ધોરણ મા કહિ હતિ..,
  “મે મારિ મુશ્કેલિ મા મદદ માટે ભગવાન ને હાથ લાંબો કર્યો તો ઉપર થી ભગવાનનો અવાજ આવ્યો.., ‘જે હાથ લાંબો કર્યો છે તે તો વાપર, કદાચ મારિ મદદ નિ જરુર જ નહિ રહે'”.

 16. nayan panchal says:

  જો તમે ખૂબ બધો ઇન્કમ ટેક્ષ ભરીને દુઃખી થાવ છો તો વિચારો કે ઘણા લોકો પાસે તો રોજગારી જ નથી.

  નયન

 17. તરંગ હાથી, ગાધીનગર says:

  અંગ્રેજીમાં કહેવત છે કે Don’t Belm your Job થોડ સમય પહેલા મને એક ઈમેલ આવેલો હતો તેમાં થોડા ફોટા આપવામાં આવેલા હતા. તેમાં એક ફોટો એક રંગારાનો હતો કે જે ને એફિલ ટાવર ની ટોચ રંગવાનું કામ કરવાનું હતું હવે વિચારો…………. આ પણ નોકરી જ છે.

 18. Apeksha Bhalchandra Hathi says:

  Thank you very very much sir,

  મને આપનો આ લેખ ખુબ જ ગમ્યો,

  હુ મારા friend circle ને આની print કાઢી ને જરુર વન્ચાવીશ.

  Apeksha Bhalchandra hathi.

  Gandhinagar.

 19. Dushyant Mahida says:

  it’s really good……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.