વાચનયાત્રા – સંકલિત

[‘રોજેરોજની વાચનયાત્રા’ માંથી સાભાર.]

[1] વાચનની વૃત્તિ કેળવવી પડે છે… – પુરુષોત્તમ ગ. માવળંકર

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે; પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે, એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શકતાં, છતાં તેઓ વિચારી તો શકે જ છે.

જેમ આંખો છે એટલે જોવા જેવું સારું બધું જોવાય જ છે, એવું નથી; તેમ વાંચતાં આવડે છે તેથી વાંચવું જોઈતું સઘળું વંચાય જ છે, એવું નથી. અનેક માણસો આખી જિંદગી ભાગ્યે જ કશુંક નક્કર ને નોંધપાત્ર વાચન કરતા હોય છે. વાચનની વૃત્તિ એ દરેક માણસની કુદરતી પ્રક્રિયા નથી; એને કેળવવી પડે છે. આ બાબત અભ્યાસની છે, પ્રયત્નપૂર્વક કરતા રહેવાના વ્યવહારની છે. વાચનની ટેવ નાનપણથી પડવી જોઈએ, મા-બાપોએ અને શિક્ષકોએ તે પાડવી જોઈએ.

અઢળક વાચનસામગ્રી નજર સામે આવે ત્યારે જે કાંઈ જોયું તે બધું વાંચી નાંખ્યું – એવું નહીં ચાલે. વિસ્તૃત સામગ્રીમાંથી કામનું, આહલાદનું અને પ્રેરણાપાન માટેનું વાચન શોધી કાઢતાં આપણે શીખવાનું છે. જેમજેમ આપણું વાચન વધતું જાય તેમતેમ શુંશું અવશ્ય વાંચવા જેવું છે અને શુંશું ન વાંચવા જેવું છે તેની આપણને ખબર પડવા લાગે છે. કેવળ બહુ વાંચી નાખવાથી જ કોઈનું કલ્યાણ થયું નથી. વાચન આત્મસાત થાય તે પણ અગત્યનું છે. જે જે વાંચ્યું તેમાંથી કયું ગ્રહણ કરવા લાયક છે, એ નક્કી કરતાં શીખવાનું છે.

થોડા સમયમાં વધુ વાંચી લેવાની ટેવ ધીરેધીરે અને કષ્ટપૂર્વક પણ પાડવી જોઈએ. ઝડપથી વાંચવું એટલે ગબડાવવું, એમ નહીં ! નજર સડસડાટ ફેરવતાં આવડવું જોઈએ, તેમ તેને યોગ્ય મુદ્દા પર રોકતાં પણ આવડવું જોઈએ. વાંચતાં વાંચતાં કયું તરત ભૂલી જવા જેવું છે એની પણ સૂઝ કેળવવાની છે. સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતાં રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રી-પુરુષનો આજીવન છંદ બની રહો !

[2] આ ભૂખનો વિચાર કરશું ? – બકુલ ત્રિપાઠી

એસ.એસ.સી પૂરી કરી રહેલાં કિશોર-કિશોરીઓ હવે એક વિશાળ બૌદ્ધિક શૂન્યાવકાશમાં પ્રવેશી રહ્યાં છે. જાત, વિશે, જગત વિશે અને જીવન વિશે સમજ મેળવવાની ભૂખ આ ઉંમરે ઊઘડશે, તે સંતોષવાની તક તેમને નહીં મળે. બૌદ્ધિક જાગૃતિને અનુરૂપ સ્વતંત્રતા જે ઉંમરે મળે છે, તે જ ઉંમરે વાચનની દુનિયાનાં દ્વાર તેમને માટે જાણે કે બંધ થઈ જાય છે.

શાળાનાં પુસ્તકાલયો ખાસ સમૃદ્ધ હોય છે એમ તો ન કહેવાય. તો યે જેને અભ્યાસેતર વાંચવું હોય તે વિદ્યાર્થી શાળાકાળમાં ઠીક ઠીક વાંચી શકે છે. જ્યારે કૉલેજના વિદ્યાર્થીઓ તો ગ્રંથાલયમાં જાય તે પાઠ્યપુસ્તકો માટે જ. ગ્રંથાલયોમાં જવા માટે કિશોરોને પ્રેરવાની કોઈ વ્યવસ્થા જ ન મળે. કૉલેજનાં ચાર વર્ષ એટલે લાઈબ્રેરી જોડે લેવાદેવા વિનાનાં વર્ષો.

આમાં યુનિવર્સિટીનો, કૉલેજનો, પ્રધ્યાપકોનો ઘણો વાંક કાઢી શકાય. પણ સૌથી મોટો વાંક તો છે મા-બાપોનો, આપણો સૌનો. છાતી પર હાથ મૂકીને કહો, તમે કદી વિચાર કર્યો છે કે હવેના દોઢ મહિનાના નવરાશના ગાળામાં તમારો પુત્ર કે પુત્રી શું વાંચશે ? કૉલેજમાં આવનાર સંતાન માટે કપડાં કે નવાં ચંપલનો જેટલો વિચાર કરીએ છીએ, તેના દસમા ભાગનોય એમની વાચનભૂખનો કરતા નથી આપણે; અને પછી ચાર વર્ષને અંતે એ ગ્રેજ્યુએટ લગભગ ‘બાર્બેરિયન’ જેવો થઈને બહાર પડે છે ત્યારે આપણે કાં તો કૉલેજના તંત્રને, કાં તો જમાનાને કે ‘જનરેશન ગેપ’ ને ગાળ આપી, એના નામનો નિસાસો નાખી કામે વળગીએ છીએ. દરમિયાન આપણું બીજું સંતાન એસ.એસ.સી. પાસ થઈ એવી જ રીતે અજ્ઞાનના અરણ્યમાં ભટકવાના તબક્કામાં પ્રવેશી રહ્યું હોય છે.

પુસ્તકો અંગેની સગવડો વધારો, વાચન-શિબિરો યોજો, પ્રકાશન-યોજનાઓ આકારો, એવી કોઈ ભલામણો કરવાનું મન હવે નથી થતું. કારણ, એક વાત ચોખ્ખી છે કે આપણને વડીલોને જ પુસ્તકોની કંઈ પડી નથી, બાળકોને કંઈ વંચાવવાની આપણી રુચિ જ નથી, પૈસા અને સલામતી માટે ઝાવાં નાખવા સિવાય બીજાં સાંસ્કારિક મૂલ્યોની મા-બાપોને સાચી ચિંતા જ નથી. આપણે કબૂલ કરી લઈએ કે આપણે મોટેરાં એક અજ્ઞાની, અસંસ્કારી પેઢી છીએ અને આપણી પછીની પેઢીને આપણાથીય વધુ અજ્ઞાની ને અસંસ્કારી રાખવા અંગે આપણને કંઈ જ વાંધો નથી.

[3] આજનો વિદ્યાર્થી – જે. એન. ટંડન

આજના વિદ્યાર્થીના મગજ ઉપર તે પચાવી ન શકે એવી વસ્તુઓ લાદવામાં આવે છે. તેથી તે માત્ર ગોખણપટ્ટી કરતો થઈ જાય છે, જ્ઞાનને આત્મસાત્ કરતો જ નથી. અભ્યાસના મુદ્દાઓ તેના મગજની ઉપરની સપાટીએ થોડોક સમય ટકીને પછી સરકી જાય છે. આવી ગોખણપટ્ટી વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસમાં બિલકુલ મદદરૂપ બનતી નથી; એ બિચારો માત્ર પુસ્તકિયો કીડો બની રહે છે. પાઠ્યપુસ્તકોની બહારની દુનિયાનું તેનું જ્ઞાન શૂન્યવત્ હોય છે. તેની પાસે નથી ગ્રહણશક્તિ, નથી સમજણ કે નથી પોતાના કહી શકાય તેવા અભિપ્રાયો.

આજનો વિદ્યાર્થી શારીરિક રીતે નબળો છે, બૌદ્ધિક ક્ષેત્રે પછાત છે અને નૈતિક રીતે નાદાર છે. કોઈ કાર્ય કરવાને તે કૃતનિશ્ચયી હોતો નથી. દલીલો કરવાની તેને ઈચ્છા થતી નથી. પુસ્તકોનાં પાનાં એના મનમાં દ્વાર બંધ કરી દે છે. સત્ય સાથેનો કોઈ સીધો સંપર્ક તે સાધી શકતો નથી. દૂરની મોટી મોટી વસ્તુઓની જ્ઞાનપ્રાપ્તિમાં તે એટલો તો રચ્યોપચ્યો રહે છે કે પોતાની આસપાસની નાની વસ્તુઓમાં એને રસ નથી રહેતો. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હવે માત્ર ઔપચારિક, આર્થિક અને ઉપરછલ્લો સંબંધ વિકસ્યો છે. આજનો શિક્ષક પગારદાર કાર્યકરથી વિશેષ કશું રહ્યો નથી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વ્યક્તિગત સંબંધની મીઠાશ ઊડી ગઈ છે. પરિણામે ગેરશિસ્ત અને જંગાલિયતભરેલું વર્તન જ્યાંત્યાં પ્રવર્તે છે.

આપણું શિક્ષણ સમય પસાર કરવાનું એક સાધન માત્ર બની ગયું છે. જ્ઞાન કરતાં ગમ્મત ખાતર – એક મજાક ખાતર જાણે કે વિદ્યાર્થીઓ શાળા-કૉલેજમાં જાય છે. આપણા વર્ગોએ સિનેમાહૉલનું સ્વરૂપ ધારણ કર્યું છે. શિક્ષક રસિક ટુચકાઓ કહીને કે ચિત્રવિચિત્ર ટીકાઓ કરીને પ્રેક્ષકગણને ખુશ કરવા મથતો અભિનેતા બની જાય છે. વિજ્ઞાને શોધેલાં મનોરંજનનાં અનેક સાધનોની જેમ શિક્ષણ પણ મનોરંજનનું જ એક સાધન બની ગયું છે. વિદ્યાર્થીઓને ન તો ડહાપણ મેળવવાની ધગશ છે, ન જ્ઞાનની તરસ. તેમની એકમાત્ર ઈચ્છા છે ડિગ્રી કે ડિપ્લોમાનું પ્રમાણપત્ર મેળવવાની ! એ ડિગ્રીઓ નામમાં પ્રભાવક, પણ લાયકાતમાં નિસ્સત્વ હોય છે. વીજળીની બત્તીની સામાન્ય સ્વિચ, ઘડિયાળ કે રેડિયો રિપેર કરતાં વિદ્યાર્થીને નહીં આવડતું હોય, પણ એમ.એસ.સીની ડિગ્રી એ ધરાવી શકે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાગવાણી (ભાગ-2) – દુલા ભાયા કાગ
મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

17 પ્રતિભાવો : વાચનયાત્રા – સંકલિત

 1. A K Maheta says:

  આ ખુબજ સરસ લેખ ચ્હે. હુ આ લેખ થિ પ્રભવિત ચ્હુ.

 2. pragnaju says:

  “ઝડપથી વાંચવું એટલે ગબડાવવું, એમ નહીં ! નજર સડસડાટ ફેરવતાં આવડવું જોઈએ, તેમ તેને યોગ્ય મુદ્દા પર રોકતાં પણ આવડવું જોઈએ. વાંચતાં વાંચતાં કયું તરત ભૂલી જવા જેવું છે એની પણ સૂઝ કેળવવાની છે.”
  આ સુંદર પ્રયોગ સફળતાપુર્વક કર્યો છે.

 3. Bhavna Shukla says:

  વાંચનની ગુણવત્તાને આધારે રસવૃત્તિને ઢાળ મળે છે. અને એજ રસવૃત્તિ જીવન ને યોગ્યાયોગ્ય વેગ આપે છે. કઇ કેટલુય વાંચ્યા કર્યુ… જાણે વર્ષોથી ને હવે સ્પષ્ટ અનુભવી શકાય છે કે શાની તરસ રહ્યા કરતી હતી.

 4. Atul Jani says:

  * કેવળ બહુ વાંચી નાખવાથી જ કોઈનું કલ્યાણ થયું નથી. વાચન આત્મસાત થાય તે પણ અગત્યનું છે. જે જે વાંચ્યું તેમાંથી કયું ગ્રહણ કરવા લાયક છે, એ નક્કી કરતાં શીખવાનું છે.

  બહુ સુંદર વાત.

  * આજનો વિદ્યાર્થી – જે. એન. ટંડન
  આખોયે લેખ ખુબ જ નકારાત્મક લાગ્યો. શુ આજના વિદ્યાર્થી પાસે કાંઈ સારુ છે જ નહીં ? વળી આટલી બધી નિરાશા વ્યક્ત કર્યા પછી પરિસ્થીતીમાં સુધારો લાવવા શું પ્રયત્ન થઈ શકે તે પણ સુચવવામાં આવ્યુ નથી.

  * આપણે કબૂલ કરી લઈએ કે આપણે મોટેરાં એક અજ્ઞાની, અસંસ્કારી પેઢી છીએ અને આપણી પછીની પેઢીને આપણાથીય વધુ અજ્ઞાની ને અસંસ્કારી રાખવા અંગે આપણને કંઈ જ વાંધો નથી.

  બકુલભાઈ આ ગંભીર લેખ છે કે હાસ્ય લેખ્?

  જો હાસ્ય લેખ હોય તો તો કાંઈ વાંધો નહીં પણ જો ગંભીર હોય તો બે વાત છે.

  ૧) તમે કહો છો તે સાચુ છે અને ૨) સાચુ નથી

  જો સાચુ ન હોય તો તો વાંધો નહીં પણ નહીં તો બે વાત છે.

  ૧) હવે પછી ની પેઢીયે આપણા જેવી થશે ૨) આપણા જેવી નહીં થાય્

  જો આપણા જેવી ન થાય તો તો કાંઈ વાંધો નહી પણ નહીંતર પાછી બે વાત છે.

  ૧) તે આવી જ રીતે અસંસ્કાર નુ ઘડતર કર્યા કરશે ૨) તેમને કશુ ઘડતર કરવાની આવડત જ નહીં હોય્.

  જો તેમને કશી આવડત જ નહી હોય તો તો કાંઈ વાંધો નહી પણ નહીંતર પછી બે વાત થાય્
  ૧) કાં તો તે તમારા જેવા લેખકોને ઘડ્યા કરશે ૨) મારી જેવા વાચકને ઘડશે.

  તમારી જેવા લેખક ને ઘડે તો તો કાંઈ વાંધો નહીં પણ મારી જેવા વાચક ને ઘડે તો પાછી બે વાત થાય્

  ૧) કાં તો તે ગમે તે લેખ ઉપર કોમેન્ટ લખ્યાં કરશે ૨) તેને કશું સમજાશે જ નહીં.

  જો તેને કશું સમજાશે જ નહીં તો તો વાંધો નહીં પણ નહી તો પાછી બે વાત થાય્.

  ૧) કાં તો એનાથી તંત્રી કંટાળી જશે ૨) કાં તો અન્ય વાંચકો કંટાળી જશે.

  વાંચકો કંટાળી જાય તો તો વાંધો નહી પણ જો તંત્રી કંટાળી જાય તો આવા વાચકો બીચારા ક્યાં જઈને પોતાની કોમેન્ટ લખશે?

 5. neetakotecha says:

  હુ બધી જ વાતો સાથે સહેમત છુ.આજનાં વિધ્યાર્થી પાસે હકીકત માં સમય જ નથી કે એ બીજુ
  કાંઈ વાંચી શકે. બસ ડિગ્રી મેળવવા ની દોટ છે.સારા, વાધારે પૈસા કમાવા ની તૈયારી, એટ્લે સારુ ભણતર કરવાનુ છે.
  શિક્ષક અને વિધ્યાર્થી વચ્ચે તો કોઈ પણ જાતનૉ મન મેળ નથી રહ્યો.
  પહેલા આ સંબધ માં પ્રેમ હતો.
  પણ હવે નાં બાળકો કહે છે કે ” આજનાં TEACHERS ઘર માં થી એટલા કંટાળી ને આવતા હોય છે કે બસ અમે તો એમનાં ગુસ્સો કાઢવા નુ સાધન માત્ર છીયે.
  આજ નાં ભણતર અને આજનાં બાળકો ની મગજ ની વાતો કરીયે તો એમનાં માટે દુઃખ જ થાય છે.
  મારા નજીક નાં સગાં માં ઍક દીકરી DR. બની. અમે બધા ખુબ જ ખુશ. જે મલે એમને કહીયે કે કાંઇ પણ કાંમ્ હોય તો કહેજો.
  હવે એક દિવસ નજીક નાં મિત્ર નાં સાસુ સિરિયસ થઈ ગયા . એમનો ફોન આવ્યો.
  કે જરા તમારા ઘર ની દીકરી ને લઈ ને આવશો. જરા હોસ્પીટલ વાળા ઓ ને ફોન કર્યો તો તેઓ કહે છે કે B.P કોઇક DR. પાસે મપાવીને અમને કહો પછી એમને અહીયાં લઈ આવવા કે નહી અમે તમને કહીયે.એમને એ જ દિવસે hos. માં થી લઈ આવ્યા હતા.
  અમે અમારી dr દીકરી ને હક્ક થી ફોન કરીયો કે ચાલ તો આપણૅ જરા મારા મિત્ર નાં ઘરે જાવાનુ છે. તો એ દીકરી એ નાં પાડી દીધી કે એ મારો દર્દી નથી એટલે હુ હાથ નહી લગાડુ.
  ત્યારથી બધાને કહેવાનુ મુકી દીધુ કે કાંઇ કામ હોય તો કહેજો.
  શુ કમ નુ આવુ ભણતર
  કે સમય પર કામ ન લાગે. આજનાં બાળકો ને આપણાસંબધો ની પણ કાંઈ જ પડી નથી.
  મને તો આજના ભણતર માટૅ ખુબ જ અફ્સોસ છે મારે મારા બાળકો ને પણ આ આંધળી દોટ માં દોડવા દેવુ પડૅ છે.
  પણ હા હુ એટલા સસ્કાર તો સાથે જરુર આપુ છુ કે જેટલી તારી પદવી વધે એટલી વધારે soft થાજે. અને હંમેશા કોઈ ને તારી જરુરત પડૅ તો બધુ ભુલી ને પહેલા એમને કામ લાગજે.

 6. zalak says:

  Mr. Murgesh We know each other for some chat and i this comment on “Todays Student” – JA. Tanton sorry for say that but Today’s Student is much much batter for the past. and plz request to you dont write that type or stupid paragraph
  bye mrugesh

 7. Meridia diet index dietlist net….

  Meridia. Meridia reviews. Prescription weight loss medications – meridia. Meridia without prescriptions….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.