મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચનયાત્રા – સંકલિત
આખરે અટકી જવાના આપણે…. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ Next »   

22 પ્રતિભાવો : મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 1. Jayesh Thakkar says:

  ખૂબ સરસ…

 2. સુંદર ગઝલ..

 3. મજાના શબ્દો…

  અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
  કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

 4. Mittal shah says:

  આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
  સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે

  khubaj sundar. jyare koi ne kehva jetlu vicharyu hoy che aae aamaj rahi jay che!

 5. Atul Jani says:

  સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
  આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

  વાહ રાજેશભાઈ વાહ્!

  પળ પળ જેણે માણી લીધી, જીવી ગયા તે
  કોણ જીવનજ્યોત જલાવી ચાલ્યું આઘે.

 6. Bhavna Shukla says:

  આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
  સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

  અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
  કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે
  ……………………………………………………………..
  અતિ સુંદર !!!!!! બે વિરોધાભાસી ભાવને સુંદર રીતે મીશ્ર કર્યા કે કાવ્યનો રસ ના તુટે…

 7. pragnaju says:

  રાજેશ વ્યાસ કહે છે: “પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.”
  એમની ગઝલોમાં ક્યાંક છંદ જળવાતો ન હોય એવું લાગે છે પણ એના વિશે કવિ પોતે બહુ સ્પષ્ટ છે: “ગઝલના છંદોને ઘણાં વરસ ઘૂંટ્યાં, પણ એ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલા છૂટી ગયું છે.”
  એકથી એક ચડિયાતા શેરથી સજાવેલી આ ગઝલ માણી-તેમાં
  “સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
  આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.”
  અચાનક વાસ્તવીકતામાં લાવી…
  “કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
  મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
  પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
  શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે. ”
  સુંદર તેમનાં બીજા પુસ્તકો ———
  ‘તૂટેલો સમય’, ‘મત્લા’, ‘છોડીને આવ તું…’, ‘ગઝલવિમર્શ’, ‘મરીઝ અને તેની ગઝલો’, ‘અમર ગઝલો’ માણવાની પ્રેરણા આપે છે…
  અભિનંદન.

 8. ANGEL says:

  ખુબ સરસ
  પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
  શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.