આખરે અટકી જવાના આપણે…. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી શૈલેષભાઈનો (ખેડા, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો bhinash@gmail.com પર સંપર્ક કરી શકો છો. ]

રંગમાંથી અર્થ શોધી, આખરે અટકી જવાના આપણે
એક,બે, ત્રણ દશ્ય ચોરી, આખરે અટકી જવાના આપણે

દોડતી ઘટના હૃદયમાં સાચવીને રાખવી સ્હેલી નથી,
બંધ મુઠ્ઠી સ્હેજ ખોલી, આખરે અટકી જવાના આપણે.

આમ તો બેઠા જ છીએ શ્વાસ રોકી, મૌન રાખી તોય પણ,
એક મૂંગું ચિત્ર દોરી, આખરે અટકી જવાના આપણે.

ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને બ્હાર પણ આવી શકે…
બે ચરણ જળમાં ઝબોળી, આખરે અટકી જવાના આપણે.

શોધ જેવું શોધતા કૈં ના મળ્યું ને જિંદગી પુરી થઈ,
વારતા, સિદ્ધાંત છોડી, આખરે અટકી જવાના આપણે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
યાદગાર પ્રસંગ – દીપિકા પાંડે Next »   

18 પ્રતિભાવો : આખરે અટકી જવાના આપણે…. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

 1. sujata says:

  ક લ મ ના અટ્કે……..ખયાલ રાખજો……..

 2. Atul Jani says:

  શું વાત કરો છો શૈલેશભાઈ.

  આપની જેવા સુંદર કલાકાર અટકી જાય તે અમે હરગીઝ નહીં ચલાવી લઈયે.

  સુજાતા બહેન ની સાથે બીલકુલ સહમત છુ, કલમ તો ચાલુ જ રાખવી પડશે.

  સુંદર ગઝલ રજુ કરવા બદલ ધન્યવાદ.

 3. Bhavna Shukla says:

  રંગમાંથી અર્થ શોધી, આખરે અટકી જવાના આપણે.
  એક મૂંગું ચિત્ર દોરી, આખરે અટકી જવાના આપણે.
  ………………………………………………………………..
  માનવસહજ્ વૃત્તિને શબ્દો દ્વારા સરસ પકડી છે.
  અભિનંદન…

 4. pragnaju says:

  સુંદર કૃતિ…
  શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ની આખરે અટકી જવાના આપણે…. તે આરંભે શુરા આપણે બધાંને ન અટકવાની વાત કટાક્ષથી સૂચવે છે!
  તેમાં સચોટ રીતે આપણી માનસિક સ્થિતીનું…
  “ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને બ્હાર પણ આવી શકે…
  બે ચરણ જળમાં ઝબોળી, આખરે અટકી જવાના આપણે.

  શોધ જેવું શોધતા કૈં ના મળ્યું ને જિંદગી પુરી થઈ,
  વારતા, સિદ્ધાંત છોડી, આખરે અટકી જવાના આપણે.”
  બ્યાન… -અભિનંદન.

 5. dr.jagdip nanavati says:

  આમ જો કીધાં કરો, અટકી જવાના આપણે
  આપણું નક્કી હશે, લટકી જવાના આપણે……….

  અમને ન લટકાવતા….શૈલેષભાઇ…..લગે રહો મુન્નાભાઇ…!!!!!

 6. Krunal Choksi, NC says:

  જોજો યાર તમે અને મૃગેશભાઈ અટકી પડી ને અમને ના લટકાવી પાડતા……. એ તો કોઇ કાળે નહી ચાલે……

 7. Jayesh Thakkar says:

  ખૂબ સરસ…

 8. ANGEL says:

  અટ્કવાનુ તો નામ જ નહિ લેતા

  ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને બ્હાર પણ આવી શકે…
  બે ચરણ જળમાં ઝબોળી, આખરે અટકી જવાના આપણે

 9. Gaurav says:

  અટકી ના જતા આપણે

 10. Hiral Thaker 'Vasantiful' says:

  ખુબ જ સરસ્…… 🙂

 11. manoj kadam says:

  nice………………..

 12. ketan says:

  good job.I hope your future will be bright.god bless you.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.