ખોવાયેલું પાકીટ – અનુ. હરિશ્ચંદ્ર

[‘ઈન્ટરનેટ પર પ્રચલિત થયેલી એક વાર્તાના આધારે…]

એક દિવસ હું ઘરે આવતો હતો, ત્યારે રસ્તામાં મેં કોઈનું પડેલું પાકીટ જોયું. જેનું હોય તેને પહોંચાડી દઉં, એમ માની મેં તે લીધું, પણ પહોંચાડવું કોને ? તેના માલિકનું ઠેકાણું તો જાણવું જોઈએ ને ! પાકીટ લઈને મેં ઉઘાડ્યું. તેમાંથી માત્ર ચાર ડૉલરની નોટો નીકળી. બીજું કાંઈ પાકીટમાં નહોતું. મેં વધુ થોડું ફંફોસ્યું, તો અંદર એક નાનું ખાનું હતું અને તેમાંથી એક કાગળ મળ્યો. તે કોઈનો એક નાનકડો પત્ર હતો. કાગળ બહુ જૂનો લાગતો હતો અને સાવ ચોળાઈ ગયેલો. એ પત્ર તે પાકીટમાં વરસોથી પડેલો હશે.

કોઈનો પત્ર તો કેમ વંચાય ? પણ પાકીટ તેના માલિકને પહોંચાડવું હોય, તો કંઈક ઠામ-ઠેકાણું તો શોધવું પડે ને ! એટલે મેં પત્ર લીધો. જોયું તો તેના ઉપર તારીખ ત્રીસેક વરસ પહેલાંની હતી અને મોકલનારનું સરનામું પણ હતું. પત્ર ‘મારા વહાલા માઈકેલ’ એવા સંબોધન સાથે હતો અને તેમાં માત્ર એટલું લખ્યું હતું કે, ‘તું મને ભૂલી જજે. હવે હું તને ક્યારેય નહીં મળું. આપણાં લગ્ન મારાં માતા-પિતાને મંજૂર નથી. એમણે તને મળવાનીયે મને બંધી કરી દીધી છે. સદાકાળ હું તને ચાહતી રહીશ.’ અને છેલ્લે સહી હતી – ‘તારી, બસ તારી જ, માર્ગારેટ.’

વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો. ત્રીસ વરસ પહેલાંનો એક પ્રેમપત્ર, જો કે પ્રેમભંગનો પત્ર, છતાં આ માણસે હજી સાચવી રાખ્યો છે ! પાકીટ તો ઠીક, આ પત્ર મારે તેને પહોંચાડવો જોઈએ, પણ કેવી રીતે પહોંચાડું ? માઈકલ કે જેના ઉપરનો આ પત્ર છે અને જેનું આ પાકીટ છે, તેનું કોઈ ઠામ-ઠેકાણું તો છે નહીં. હા, પત્ર લખનાર માર્ગારેટનું ઠેકાણું છે, પણ તેય ત્રીસ વરસ પહેલાંનું. હવે તે ત્યાં હશે ? અને તે પણ હવે માઈકેલનો પત્તો જાણતી હશે ? છતાં લાવ, કોશિશ તો કરું.

પત્રમાંના સરનામે હું પહોંચી ગયો. માર્ગારેટ તો ત્યાં નહીં મળ્યાં, પણ અત્યારે તે મકાનમાં રહેતાં હતાં તે બહેને મને કહ્યું કે ‘વીસેક વરસ પહેલાં અમે આ મકાન જેમની પાસેથી ખરીદ્યું, એમની એક દીકરી હતી, જેનું નામ માર્ગારેટ હતું. માર્ગારેટ સાસુન હોસ્પિટલમાં કામ કરતી અને હોસ્પિટલના કવાર્ટર્સમાં રહેતી. આ મકાનના માલિકો પોતાની દીકરી સાથે રહેવા જવાનાં હતાં, એટલું મને યાદ છે.’

મેં હોસ્પિટલનો સંપર્ક કર્યો, તો જાણવા મળ્યું કે માર્ગારેટ તો હવે નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયાં છે, પણ હજી અહીં ક્વાર્ટર્સમાં રહે છે. બસ, મને આટલું જ જોઈતું હતું. હું ત્યાં પહોંચ્યો. બારણું ઉઘાડ્યું. મારી સામે એક ઉંમરલાયક બહેન ઊભાં હતાં. વાળ તો બધા ધોળા થઈ ગયેલા, પણ ચહેરો સુંદર લાગતો હતો અને તેના ઉપર તેજ હતું. ઘડીભર એમની સામે જોતા રહીને મેં પૂછયું, ‘તમે જ માર્ગારેટ ને ?’
‘હા, અંદર આવો ને !’
અમે અંદર જઈ બેઠાં. મેં ખિસ્સામાંથી પેલો પત્ર કાઢી એમના હાથમાં મૂક્યો. એમના મોઢા પર અનેરી ચમક આવી ગઈ. ‘અરે બેટા, આ તો મારો જ પત્ર. માઈકેલ સાથેનો આ છેલ્લો સંપર્ક. તને ક્યાંથી મળ્યો ? તું માઈકેલને ઓળખે છે ? માઈકેલ હજી જીવે છે ? ક્યાં છે ?’
મેં માંડીને રસ્તેથી મને મળેલા પાકીટની બધી વાત કરી. પાકીટ એમના હાથમાં મૂક્યું. એ માઈકેલના મધુર સ્મરણોમાં ખોવાઈ ગયાં…. ‘માઈકેલ…. મારો માઈકેલ !… હું હજીયે એને ભૂલી નથી….પછી મેં લગ્ન પણ ન કર્યાં. માઈકેલ જેવો બીજો કોણ મળે ?… દીકરા, આ પાકીટના માલિકને શોધી કાઢ !…’

તેવામાં એમની કામવાળી આવી. પેલા પાકીટ ઉપર એની નજર પડી કે એ ચમકી ઊઠી. ‘લાવો તો ! આ પાકીટ તો અમારા માઈકેલદાદાનું. હું બરાબર ઓળખું ને ! એમનું જ આ લાલ રીબનવાળું જૂના જમાનાનું પાકીટ. કહેતા હતા કે મારું પાકીટ ગૂમ થઈ ગયું છે. પૈસા તો એવા નથી, પણ તેમાં મારી ખાસ ચીજ છે.’ અમે બેઉ તેની સામે જોતાં જ રહ્યાં : ‘તું એમને ઓળખે છે ?’
‘કેમ નહીં ? પેલા વૃદ્ધાશ્રમમાં રહે છે. હું ત્યાં પણ કામ કરું ને !’

હું તુરંત તેને લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો. માઈકેલના વાળ પણ ધોળા થઈ ગયેલા. મેં એમના હાથમાં પાકીટ મૂક્યું. પાકીટ જોઈને એવા તો ખુશ-ખુશ થઈ ગયા. ઝટ ઝટ ખોલીને એમણે જોઈ લીધું કે અંદરના ખાનામાં પેલો પત્ર છે ને ! મેં તે અંદર મૂકી જ દીધો હતો. દીકરા, ભગવાન તારું ભલું કરે ! તેં મારા જીવનની અણમોલ મૂડી મને પાછી મેળવી આપી.
‘દાદા, ખરી મૂડી તો હજી મારે તમને સોંપવાની બાકી છે.’ … અને અમારી સવારી પહોંચી માર્ગારેટના ઘરે. માર્ગારેટ તો ઉત્સુકતાથી તલપાપડ થતી બેઠી જ હતી. બંનેએ એકમેકને જોયાં, અને કેટલીયે વાર સુધી નીરખી-નીરખીને એકમેકને જોતાં જ રહ્યાં. પછી માર્ગારેટ બોલી ઊઠી, ‘માઈકેલ, તું ? મારો માઈકેલ !’ અને ઊછળીને એ માઈકેલને વળગી પડી. બંનેને એકલાં મૂકી હું બહાર નીકળી ગયો.

થોડ દિવસ પછી માઈકેલનો ફોન આવ્યો. ‘અમે લગ્ન કરીએ છીએ. દીકરા, તારે તો હાજર રહેવાનું જ છે. તું મારો ફર્સ્ટ ફ્રેન્ડ (અણવર).’

આ ત્રીસ વરસનો અણવર સાઠ વરસની દુલ્હન અને બાસઠ વરસના દુલ્હાના લગ્નમાં હમણાં જ હાજર રહી આવ્યો. તમનેય આ અનોખા પ્રેમ-મિલનમાં હાજર રહેવાનું ગમ્યું હોત ને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાળો કામણગારો – પ્રવીણ શાહ
અપેક્ષાઓની વણઝાર – હેમન્ત દેસાઈ Next »   

24 પ્રતિભાવો : ખોવાયેલું પાકીટ – અનુ. હરિશ્ચંદ્ર

 1. ramesh shah says:

  સુંદર ભાવનાત્મક અનુવાદ.

 2. વાહ સુંદર વારતા છે ભલે અનુવાદ હોય તો શું થયું
  વાંચતા આનંદ મળે એજ મોટી વાત છે

 3. Atul Jani says:

  દીકરા, ભગવાન તારું ભલું કરે.
  — માઈકલ અને માર્ગારેટ

 4. pragnaju says:

  ” હરિશ્ચંદ્ર” બન્ને બેનોનાં અનુવાદવાળી કે પોતે લખેલી વાર્તા હોય તો આંખ ભીની થાય અને ફરી ફરીને વંચાય નહી એમ ન બને!તમનેય આ અનોખા પ્રેમ-મિલનમાં હાજર રહેવાનું ગમ્યું હોત ને ? સવાલમાં જ જવાબ આવી જાય.
  તેમની બીજી વાર્તાઓ જરુર આપશો

 5. kunal says:

  વાહ …. સાચા પ્રેમનું મિલન … સરસ “કલ્પના” …

 6. vidhi says:

  it is great story i dont have word for it.u know i m not able to write anything

 7. Atul Jani says:

  ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય
  અઘટ પ્રેમ હી હ્રદય બસે, પ્રેમ કહીયે સોય.

  કબીરજીએ ઉપરના દોહરામાં પ્રેમની સચોટ વ્યાખ્યા કરી છે.

  આજીવન જેમનો પ્રેમ અઘટ રહ્યો તેવા અનેરા પ્રેમીઓ માઈકેલ અને માર્ગારેટને લાખ લાખ ધન્યવાદ.

 8. આલૅખ બહુગ મ્યો ભાવ સુન્દર છે….

 9. ભાવના શુક્લ says:

  દિવસો જુદાઈના જાય છે એ જશે જરુર મિલન સુધી,
  મ્હારો હાથ ઝાલીને લઇ જશે મુજ શત્રુઓજ સ્વજન સુધી..
  ………………………………………………………………….
  જુદા પાડવાની આ ક્ષુલ્લુક ઘટન તેમને ક્યારેય જુદા પાડી શકી નહી. કઇ તાકાત અને ક્યો વિશ્વાસ કે માત્ર પત્રના, શબ્દોના, ભાવ ના સહારે અશરીરી મિલન ભોગવી શક્યા. રસ્તો લાંબો હોય પણ સાચો હોય તો ચિંતા શી!!!!! પછીતો રસ્તા સરકે છે પગ તળે થી અને એક અડગતાથી ઉભેલાને મંજીલ સામે થી આવી મળે છે. પ્રેમની આ ગરિમા જ તો !!!!

 10. keyur kinkhbwala says:

  i think, after reading article i trying to read comments by Atul Jani & Bhavana Shulka.

 11. raju yadav says:

  ખુબજ સરસ !

 12. nilesh patel says:

  હદય સ્પર્શ લેખ છે. બહુ સરસ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.