અપેક્ષાઓની વણઝાર – હેમન્ત દેસાઈ

અહીં રહીશું તો ય કેટલું ? – મુકામ નથી !
હે જીવ ! ચાલુ ક્યાં ય આપણો વિરામ નથી !

સહાનુભૂતિ નથી, આશરાનું ધામ નથી;
અહીં તો કોઈના ય દિલમાં વસ્યો રામ નથી !

તમારી માંગ મુજબ લાગણી વહાવું હું ? –
હૃદય છે, કાંઈ આ બજારનું લિલામ નથી !

ખુશી પડે તો મળો, યા ન મળો, આંહીં તો
વિનયનું સૌને નમન, કોઈને સલામ નથી !

ભરોસો કેમ કરું સુસ્ત મારા ભાગ્ય ઉપર;
જરાય એનો સમય પર રહ્યો દમામ નથી !

કહે છે પ્રીત સમો કોઈ નથી આસવ ને
નયના જેવું કોઈ જોરદાર જામ નથી !

હવે જરૂર નથી રંગની કે મસ્તીની
ધરાવી જિન્દગી છે, કલ્પનાનું કામ નથી !

ક્ષિતિજો સ્વચ્છ રહે કેમ કરી જીવનની ? –
અપેક્ષાઓની આ વણઝારનો વિરામ નથી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખોવાયેલું પાકીટ – અનુ. હરિશ્ચંદ્ર
હૃદયની વાંસળી – શેખાદમ આબુવાલા Next »   

18 પ્રતિભાવો : અપેક્ષાઓની વણઝાર – હેમન્ત દેસાઈ

 1. zalak says:

  superab kamal ho gaya many many congratulation dil ko chu jati hai ye gazal

 2. sujata says:

  samay par rahyo nathi damaam pan
  read guj ne roj bharvi chhey salaam

 3. Atul Jani says:

  ક્ષિતિજો સ્વચ્છ રહે કેમ કરી જીવનની ? –
  અપેક્ષાઓની આ વણઝારનો વિરામ નથી !

  અફલાતૂન શેર !

  જીવનની ક્ષિતિજો શા માટે સ્વચ્છ નથી રહેતી તેનો સુંદર જવાબ તરત જ આપી દેવામાં આવ્યો છેઃ અપેક્ષાઓની આ વણઝારનો વિરામ નથી !

  જ્યારે જ્યારે પણ આપણા જીવનની ક્ષિતિજો ધૂંધળી થવા લાગે ત્યારે ત્યારે આ શેર ને તરત જ યાદ કરી લેવો પડશે કે ક્યાંક આપણી અપેક્ષાની વણઝાર લાંબી તો નથી થઈ ગઈ ને!

 4. pragnaju says:

  કવિ ઉશનસ્,રાજેન્દ્ર શાહ,જયંત પાઠક જેવા કવિ મિત્રો અને બચુભાઇ રાવત તથા પિનાકિન ઠાકોર જેવા કાવ્ય વિવેચકો અને મર્મજ્ઞોનાં સાન્નિધ્ય અને પ્રેરણાથી કવિતાક્ષેત્રમાં નોંધપાત્ર ખેડાણ અને સર્જન કરનારા,કાવ્યોનું મધુર ગાન અને બંસરીવાદન નિપુણ હેમંતનાં કવિતાની સમજ,શબ્દાશ્રય,ઇંગિત, મહેક નજરોની ગહેક સપનાંની,સોનલ મૃગ વિ સર્જનો જાણીતા છે,તેઓ ઘણાના વ્યહવારનાં વિષાદ વચ્ચે કહે છે…
  અહીં રહીશું તો ય કેટલું ? – મુકામ નથી !
  હે જીવ ! ચાલુ ક્યાં ય આપણો વિરામ નથી !

  સહાનુભૂતિ નથી, આશરાનું ધામ નથી;
  અહીં તો કોઈના ય દિલમાં વસ્યો રામ નથી !

  તમારી માંગ મુજબ લાગણી વહાવું હું ? –
  હૃદય છે, કાંઈ આ બજારનું લિલામ નથી !
  સ્વચ્છ જીવન અંગે ફરિયાદ પણ તેઓ કરે અને
  અપેક્ષાઓની આ વણઝારનો વિરામ નથી !
  થી ઉતર પણ આપે
  સુંદર ગઝલ
  પ્રતિભાવ માટે હજુ સહેલા સવાલો છે પછી …
  What’s the geometrical meaning of the central extension of the algebra of diffeomorphisms of the circle?jlu…પૂછે તો ?

 5. સુંદર રચના..

 6. સ્‍નેહલભાઇ પટેલ says:

  ક્ષિતિજો સ્વચ્છ રહે કેમ કરી જીવનની ? –
  અપેક્ષાઓની આ વણઝારનો વિરામ નથી !

  ખરેખર સુંદર રચના છે. So appriciable. અમારા આપને અભિનંદન અને શુભકામનાઓ પણ.

 7. ભાવના શુક્લ says:

  ખુશી પડે તો મળો, યા ન મળો, આંહીં તો
  વિનયનું સૌને નમન, કોઈને સલામ નથી
  ………………………………………………..
  ભાવ જગતમા જીવતા આટલા મગરુર!!! હોય છે તે મન ને ખુબજ ગમી જાય છે.

 8. Zoloft. says:

  Lexapro zoloft wellbutrin….

  Zoloft common side effects. Zoloft withdrawal. Zoloft. Zoloft and pain killers. Going off zoloft. Zoloft hyponatremia. Sweating zoloft. Zoloft side effects….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.