હૃદયની વાંસળી – શેખાદમ આબુવાલા

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અપેક્ષાઓની વણઝાર – હેમન્ત દેસાઈ
રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી Next »   

15 પ્રતિભાવો : હૃદયની વાંસળી – શેખાદમ આબુવાલા

 1. Atul Jani says:

  ભાઈ ગઝલોમાં આપણને કાંઈ બહુ ખબર પડતી નથી.

  પણ લાગે છે કે વસંતની વચમાં આવી ચડેલી શિશિરને પણ વસંતની ફૂંક લાગી ગઈ છે.

  અહીં ReadGuharati ના વાસંતિ માહોલમાં મારી જેવી શિશિર કદાચ મ્હોરી ન ઉઠે પણ કોળે તો જરુર.

 2. ramesh shah says:

  શેખાદમ આબુવાલાની બીજી ગઝલો જેટલી સારી આ ગઝલ નથી.

 3. Atul Jani says:

  હું રમેશભાઈ સાથે સહમત છુ.

 4. Atul Jani says:

  કદાચ શરુઆતના તબક્કે લખાયેલી આ ગઝલ હોય અથવા તેનો ગુઢાર્થ આપણને સમજાયો ન હોય. પરંતુ પહેલી વાર વાચતા તો આફરીન પોકારી શકાય એવું નથી.

  જે હોય તે પણ આપણે આપણી અપેક્ષાની વણઝાર ટુંકાવવી જ રહી, નહીં તો પાછી ક્યાંક ક્ષિતિજો ધુંધળી ન થઈ જાય્.

 5. pragnaju says:

  આટલા મોટા ગજાના શાયરની ઘણી જાણીતી ગઝલોમાં આ ગઝલને પ્રકાશમાં લાવવાનું કામ ગમ્યું…
  ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
  સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

  ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
  સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !
  અહીં તો અમારી પાનખરની ઋતુ (અને ઉંમર પણ) તેમાં તેને,હેમંતને,શિશીરને કુદાવી
  નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
  પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !
  અને
  જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
  સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !
  મઝા આવી.હજુ ઘણા બ્લોગ પર નથી આવડતું તેમાંનવા સ્વરુપમાં હૃદયની વાંસળીનો પ્રતિભાવની દહેશત હતી પણ ગણિત હજુ આવડે છે તેથી આ તો સરળ નીકળ્યું!

 6. ભાવના શુક્લ says:

  ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
  દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !
  ……………………………………………………….
  કવિના કવન ને મુલવી શુ જાણીયે….
  કશુ ગમી જાય તો મનમુકી માણીયે….

 7. સ્‍નેહલભાઇ પટેલ says:

  ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
  દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

  ખુબ સરસ રચના છે. હૃદયના તારને સ્‍પર્શી જાય તેવી રચના છે. અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.