વાત એક ગળતા નળની – અનુ. હરિશ્ચંદ્ર

[શ્રી સાનિયાની મરાઠી વાર્તાનો અનુવાદ.]

વિવાહ થયા બાદ એ તેને ઘર બતાવવા લઈ ગયો હતો. એ એકલો જ હતો. કુટુંબમાં બીજું કોઈ નહીં. ઘર સરસ હતું. બે રૂમ, રસોડું અને બાથરૂમ-સંડાસ. માધવીને ઘર ગમી ગયું. સરસામાન પણ કાંઈ વધારે નહોતો. એટલે ઘર મોટું લાગતું હતું. એ ફરીને બધું બતાવતો હતો, તેવામાં માધવીના કાને કાંઈક અવાજ પડ્યો. માધવીનું ધ્યાન તેમાં જતું રહ્યું. પાણી વહેતું હોય એવો અવાજ છે. એ દોડી. બાથરૂમ બહાર બેસિનના નળેથી પાણી જઈ રહ્યું હતું. માધવીએ જઈને નળ ટાઈટ બંધ કર્યો. પાણી જતું બંધ થયું. પાછી ફરી ત્યારે એ માનથી ને પ્રેમથી તેના તરફ જોતાં બોલ્યો : ‘આ ઘરને આવી ગૃહિણીની જ જરૂર હતી.’ માધવીને સારું લાગ્યું.

લગ્ન થયાં. ઘરની સજાવટમાં ને સાચવણીમાં બધે માધવીનો હાથ ફર્યો. એને બહુ ગમ્યું. એ વારે વારે કહેતો રહ્યો : ‘ગૃહિણી ગૃહં ઉચ્યતે, એ કાંઈ ખોટું નથી કહ્યું.’ માધવી ખુશ થતી. પરંતુ ધીરે ધીરે માધવીના ધ્યાનમાં આવતું ગયું કે એ બહુ અવ્યવસ્થિત હતો. કપડાં ઉતારીને જ્યાં-ત્યાં નાખ્યાં હોય. ચીજવસ્તુ લીધી હોય તે જ્યાં-ત્યાં પડી હોય. અને પેલો નળ ! બરાબર બંધ ન કર્યો હોય એટલે તે ગમે ત્યારે વહેતો જ હોય.

શરૂ-શરૂમાં તો માધવી મૂંગી-મૂંગી બધું ઠીકઠાક કરી નાખતી. કાંઈ કહ્યા વિના પોતે જ બધું વ્યવસ્થિત રાખવા પ્રયત્ન કરતી. નળનુંયે ધ્યાન રાખીને બરાબર બંધ કરતી રહેતી. પરંતુ પછી ધીરે ધીરે એનેય પ્રેમથી સૂચના આપતી રહી – ‘આ કપડાં ખીંટીએ ટીંગાડી દેતા હો તો !’… ‘આ ચીજવસ્તુ તેની જગ્યાએ મૂકી દેતા હો તો !’…. ‘આ નળ ટાઈટ બંધ કરતા હો તો !’ એ સાંભળી લેતો. થોડુંક કરવાયે પ્રયત્ન કરતો. પણ વરસોની આદત એમ થોડી જાય છે ?
 

એક રાતે માધવી વચ્ચે કંઈક જાગી ગઈ. પથારીમાં પડી હતી. તેવામાં એના કાને અવાજ આવ્યો – પેલા વહેતા નળનો સ્તો ! મનમાં થોડી ચિડાઈ. પછી નિરુપાયે ઊઠીને અંધારામાં ફંફોસતી બેસિન પાસે ગઈ અને તેણે નળ બરાબર બંધ કર્યો. પથારીમાં પાછી આવી, ત્યારે એ પણ જરીક સળવળ્યો. અડધી ઊંઘમાં બોલ્યો, ‘શું થયું ? ક્યાં ગઈ હતી ?’
‘નળ બંધ કર્યો. તે ગળે છે. ટાઈટ બંધ કરવો જોઈએ.’
એણે ફરી પૂછ્યું : ‘શું થયું ?’
હવે માધવીનો અવાજ જરી ઊંચો થયો – ‘તમે નળ બરાબર બંધ કરતા જાવ. પાણી ગળે છે, નકામું જાય છે.’
‘એ કહેવા તેં મને જગાડ્યો ?’
‘મેં ક્યાં જગાડ્યા ? તમે જાતે જાગી ગયા.’
‘પણ તે તારે જ કારણે ને !’
‘હું શું કરું ? નળ ગળતો હતો તે મેં જઈને બંધ કર્યો’
‘આ તે શી રોજની નાહક કટકટ !’ – એ છણકો કરીને પાછો સૂઈ ગયો. માધવીને કેટલીયે વાર સુધી ઊંઘ ન આવી.

સવારે નાસ્તો કરતાં એણે નરમ સ્વરે કહ્યું : ‘રાતે મારાથી જરીક ગુસ્સો થઈ ગયો. પણ ઊંઘમાં ખલેલ પડે તે મને ચાલતું નથી.’
‘મારી ઊંઘમાંય ખલેલ પડી જ ને ! નળના કારણે.’
‘તે પ્લંબરને બોલાવીને રીપેર કરાવી લે ને !’
‘બોલાવેલો પ્લંબરને. તે કહે છે, નળમાં કાંઈ ખામી નથી. વાયસર પણ બદલી નાખ્યું છે. માત્ર તેને બરાબર બંધ કરવો જોઈએ.’
હવે એને ફરી જરા ચીડ ચડવા લાગી – ‘તે કરતી જા, બરાબર બંધ.’
‘આપણે બંનેએ કરવો જોઈએ.’
‘મને શીખવતી નહીં તને કહી દીધું. મારી ઊંઘ ઊડે તે મને પોષાતું નથી. મૂડ ખરાબ થઈ જાય છે. દિવસ બગડે છે.’

માધવી જરીક ખમચાઈ. પણ કાંઈ બોલી નહીં. એ પણ મોઢું ચઢાવીને ઊઠી ગયો. પરંતુ હવે આવું વારંવાર બનવા લાગ્યું. નળ ગળતો રહે, માધવીથી સહેવાતું નહીં અને એ કહેતો કે ‘તને નળનું આ શું ભૂત વળગ્યું છે !’
‘અરે, તું કાળજી રાખીને બરાબર બંધ કરતો હોય તો !’
‘અને ન કર્યો તો દુનિયા શી રસાતળ થઈ ગઈ ? જઈ-જઈને કેટલું પાણી વહી જતું હશે ? એક બાલદી જેટલું ને ! તો એક બાલદી હું નહાવામાં વધુ વાપરું છું, એમ માન !’

પરંતુ માધવી કેમેય કરી પોતાના મનને મનાવી શકતી નહોતી. આટલું અમથું ધ્યાન ન રખાય ? અને પોતાના માણસને આટલું ન કહેવાય ? આટલું ન શીખવાય ? તો પછી ઘર શાનું ? પણ પછી તો માધવીને એમ થવા લાગ્યું કે ક્યારેક એ હઠપૂર્વક સુધરવા માગતો નથી. જાણી જોઈને નળ બરાબર બંધ કરતો નથી. એક-બે વાર એમ બન્યું કે માધવી હાજર હોય, એ બેસિનમાં હાથ ધોઈને નળ બંધ કરે. બંનેની આંખ મળે. એટલે માધવી આંખેથી ઈશારો કરે કે બરાબર બંધ કર્યો ? પણ પતિદેવ તો તેની પરવા કર્યા વિના ચાલ્યા જાય. માધવી જઈને નળને ટાઈટ બંધ કરે. આ હવે માધવી માટે અસહ્ય થવા લાગ્યું. આ નર્યો અહમ નહીં તો બીજું શું ?

આજે બપોરે માધવીનાં બા આવ્યાં હતાં. વચ્ચે એમને પાણી જવાનો અવાજ આવ્યો એટલે એમણે જઈને નળ બરાબર બંધ કર્યો. અને માધવીને કહ્યું, ‘આ તારો નળ ગળે છે. જરા ટાઈટ બંધ કરતી જા. પાણી નકામું જાય.’ હજી સવારે જ નળ અંગે ફરી બંને વચ્ચે ઊગ્ર ચડભડ થઈ ગઈ હતી. એટલે માધવી એકદમ ઊકળી પડી, ‘તમે આવીને તમારા જમાઈને થોડું સમજાવો !’ અને પછી તો મા આગળ માધવીએ નળની બધી રામાયણ કહી સંભળાવી. કહેતાં-કહેતાં એ રડી પડી. ‘અરે, પહેલાં તો ગૃહિણી-ગૃહિણી કહીને આવી બાબતમાં મારું ગૌરવ કરતાં ! અને હવે આવું કેમ ?’

અનુભવી માને પરિસ્થિતિનો બધો ક્યાસ આવી ગયો. તેમણે દીકરીના વાંસે હાથ ફેરવતાં-ફેરવતાં કહ્યું : ‘આવી બાબતને નાહક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવી દઈએ. ઊકલે તો સલૂકાઈ ને પ્રેમથી ઊકેલીએ. બાકી, છોડી દઈએ. વળી, આવી નાનકડી બાબતમાં પુરુષના અહમને ન છંછેડીએ. બેટા, એ બિચારા લાચાર હોય છે ! તેઓ પોતાનો અહમ છોડી શકતા નથી. એ તો આપણે જ મોટું મન રાખીને એમને સાચવી લેવાના ! આવી બાબતમાં તો જે છોડે, એ જ વધુ સમજદાર અને વધુ મોટો’

માંની શિખામણથી માધવીના ચિત્તને ટાઢક વળી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બોધકથાઓ – સં. મહેશ દવે
વધુ એક વિરામ… -તંત્રી Next »   

29 પ્રતિભાવો : વાત એક ગળતા નળની – અનુ. હરિશ્ચંદ્ર

 1. કલ્પેશ says:

  મોટેભાગે આ વાક્ય સાચુ છે.

  “બેટા, એ બિચારા લાચાર હોય છે ! તેઓ પોતાનો અહમ છોડી શકતા નથી. એ તો આપણે જ મોટું મન રાખીને એમને સાચવી લેવાના ! આવી બાબતમાં તો જે છોડે, એ જ વધુ સમજદાર અને વધુ મોટો”

 2. અતુલ જાની (આગંતુક) says:

  અનુભવી માને પરિસ્થિતિનો બધો ક્યાસ આવી ગયો. તેમણે દીકરીના વાંસે હાથ ફેરવતાં-ફેરવતાં કહ્યું : ‘આવી બાબતને નાહક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવી દઈએ. ઊકલે તો સલૂકાઈ ને પ્રેમથી ઊકેલીએ. બાકી, છોડી દઈએ.

  દરેક દિકરીને આવી અનુભવી માતા હોય તો નાની નની વાતનુ વતેસર થતા અટક્રે અને દાંમ્પત્યજીવનનો પ્રવાહ સહજતાથી વહ્યાં કરે.

  એક સુખી દંપતીને કોઈએ પુછ્યું કે તમારું દામ્પત્યજીવન આટલું બધુ સુખમય કેવી રીતે છે?

  તો હસતા હસતા તેમણે જવાબ આપ્યો કે એ તો ડીમ્-ફુલ ડીમ્-ફુલ કરીએ ઍટલે વાંધો ન આવે. પ્રશ્નકર્તાને આ ડીમ્-ફુલ ડીમ્-ફુલ ન સમજાયું એટલે તેમણે પુછ્યું કે આ ડીમ્-ફુલ વળી શુ? ત્યાંરે ફોડ પાડતા પત્નિએ કહ્યું કે એમાં એવું છે કે ક્યાંરેક ઍ ખીજાયેલા હોય્, કંટાળેલા હોય્ તો એવે વખતે હું જરાક સાચવી લઉ અને તે જેમ સુચનાઓ આપે તે પ્રમાણે કરવા લાગુ. અને પતિએ કહ્યું કે ક્યારેક તેની તબિયત બરાબર ન હોય્, છોકરાંવે કાંઈક પરેશાન કરેલી હોય કે કોઈક કારણસર અકળાયેલી હોય તો પરિસ્થિતિ પ્રમાણે હું જરાક સાચવી લઉ. તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરીને ધીરેથી શું બન્યું છે તે જાણી લઉ અને પછી શાંતિથી જે કાંઈ સમસ્યા હોય તેનો ઉકેલ લાવી દઈએ ઍટલે વાતાવરણ ફરી પાછું પ્રસન્ન થઈ જાય્

  હાઈ-વે પર જ્યાંરે બે મોટા વાહન સામસામેથી આવતાં હોય ત્યારે તેમાંથી એક પોતની હેડ્-લાઈટ ફુલ કરે તો તરત જ સામેવાળો પોતાની હેડ્-લાઈટ ડીમ કરી નાખે. જે પહેલા ફુલ કરે તેની સામે વાળૉ ડિમ કરે. જો બંને ફુલ કરે તો તો અથડાઈ જ જાય પરંતુ ડિમ્-ફુલ ડિમ્-ફુલ કરીએ તો અથડામણ થાય નહી અને વાહનવ્યવહાર સરળતાથી ચાલ્યા કરે.

  આમ આપણને પણ જો આ ડિમ્-ફુલની કળા આવડી જાય તો ઘણાં બધાં અકસ્માતો ટાળી શકાય.

 3. sunil shah says:

  સરસ વાર્તા.
  વેબસાઈટનું આ નવું સ્વરુપ પણ ગમ્યું.

 4. pragnaju says:

  ટોક પાડવી એટલે અહં પર કુષ્ઠાઘાત કરવો.
  જરાક ઝગડા સુધી ઠીક પણ ‘મૌન’ ભારેલા અગ્નિ જેવું ક્યારે કઈ વાતમાં, ટોકમાં,ભડકો થાય તે કહી ન શકાય! નાની નાની વાતમાં તો આ જ યોગ્ય લાગે છે.
  “એ તો આપણે જ મોટું મન રાખીને એમને સાચવી લેવાના!આવી બાબતમાં તો જે છોડે, એ જ વધુ સમજદાર અને વધુ મોટો’
  હરિશ્ચંદ્ર- બન્ને આધ્યાત્મવાદી બહેનો કુંટુંબને સંવાદી રાખવા સારી સારી વાતો અનુવાદિત કરી મોટી સેવા કરે છે.તેમને સસ્નેહ વદન

 5. Keyur Patel says:

  આ તો વાત નુ વતેસર થાતા રઈ ગ્યું…

 6. ભાવના શુક્લ says:

  હમમમમ્!!!
  તો આજે કહી જ દેવાદો…. પુરુષ અને અહમ્ ને એવુ બધુ જ ૧૧૦% હમ્બર્ગ …..
  જે વાત ખોટી તે ખોટી…
  વાતનુ વતેસર ના કરાય પણ આવી નાની નાની બાબતો સ્વિકારીને સમજોતા સાથે કેટલો સમય જીવી શકાય !!! શુ વાર્તાનાયકનો અહમ ત્યા નથી ઘવાતો કે પોતાનો મિથ્યા અહમ પોષીને તેની “પોતાની વ્યક્તિ” માત્ર સમજોતા જેવુ જીવી રહી છે તેની સાથે….
  સ્ત્રી ને અહમ જેવુ કદાચ હોતુ નથી કે પછી સ્ત્રી નો અહમ Full proof હો ભાઇ….. (કોઇ ‘દી ના ઘવાય બવાય હો કે)
  આવુ “બિચારા!!!!” બનવાનુ છોડીને માન અને ગરિમા પુર્વકન સંપૂર્ણ સહજીવનની અપેક્ષા શુ છોડી દીધી તે કથા નાયકે.
  માધવીના “બા” નો ઉકેલ તે સમય પુરતો કદાચ વ્યવહારુ હોય શકે પણ યોગ્ય તો નથ્થ્થ્થી જ્.
  માફ કરશો અહિ સારા પુરુષ સમાજની વાત નથી પણ વાર્તા નાયક જેવા સંકુચિત, “બિચારા” (સ)જીવોની છે.

  બાકી સ્ત્રીનો અહમ જો ઘવાતો જશે આમ જ તો ગૃહ અને ગૃહીણી શોધ્યાય નહિ ઝડે!!!

 7. અતુલ જાની (આગંતુક) says:

  જુઓ ભાવનાબહેન માઠું ન લગાડતા અહી બીચારા વાર્તા-નાયક ને કોઈ કહેવાવાળૂં વડીલ નથી તેથી માધવીના માતાજીએ માધવીને જ સમજાવવી સહેલી પડશે તેમ જાણીને માધવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

  હું જો વાર્તાનાયકનો બાપ હોત તો જરુર તેને ઠપકો આપત ને સુધારવાનો પ્રયત્ન કરત.

  પુરુષો બીચારા ખાસ કાઈ અહમ ધરાવતા હોતા નથી અને જ્યારે પત્નિ રણચંડીનું રૂપ ધારણ કરે છે ત્યારે બે હાથ જોડીને ક્ષમા કરો ક્ષમા કરો તેમ પ્રાર્થના કરવા લાગે છે.

  માટે હવે ક્રોધ છોડો કારણકે માંની શિખામણથી માધવીના ચિત્તને ટાઢક વળી ગઈ છે અને આ ભાઈ ની શિખામણથી આપ પણ ચિત્તમાં ટાઢકને ધારણ કરો.

 8. ભાવના શુક્લ says:

  રણચંડી એ પુર્ણ શક્તિનુ ઇશ્વરીય સ્વરુપ છે ભાઇ. તેને આ રીતે રુપક (કે મશ્કરી) મા વાપરીને તેની ગરીમાને આ રીતે ખંડીત ના કરાય. રણચંડી એ આસુર્ય ના વિનાશ માટેનુ સ્વરુપ હોઇ ગૃહસ્વામિનીને જ્યારે રણચંડી કહેવામા કે ગણવામા આવે ત્યારે તે ગૃહસ્વામી અપ્રત્યક્ષ રીતે માહ્યલી આસુરી વૃત્તિનો જાહેરમા સ્વિકાર કરે છે.
  ……………………………………
  anyway ભાઇની શિખામણ બહેન ના સર-આંખો અને હૃહય પર..હૃદયપુર્વક…મન શાંત…

 9. કમનશીબે આપણા સમાજમાઁ ભોગવવું તો અંતે તો સ્ત્રીને જ પડેછે

 10. અતુલ જાની (આગંતુક) says:

  રણચંડી એ પુર્ણ શક્તિનુ ઇશ્વરીય સ્વરુપ છે તે વાત સાથે હું સહમત છુ. પોતાના ગૃહસ્વામીની આસુરી વૃત્તિ જ્યારે હદ બહાર વકરે છે તે વખતે તે માતૃશક્તિ ગૃહિણીમાં પ્રવેશે છે અને તેના પતિની આસુરિ વૃત્તિનો નાશ કરે છે. મારો ઈરાદો આ માતૃશક્તિને મશ્કરી તરીકે વાપરવાનો જરા પણ નહોતો તેમ છતા જો તમને માઠૂ લાગ્યું હોય તો વિનમ્રતા પુર્વક ક્ષમા ચાહૂં છુ.

  વળી અહીં જે કોમેન્ટ કરવામાં આવે છે તે માત્ર એક બીજા સાથે વિચારની આપ-લે માટે જ કરું છું. મારા વિચારો માં ખામી અને અધૂરપ હોય તેવી પુરી શક્યતા છે. કોઈનૂં પણ દિલ દૂભવવા માટે ક્યારેય હૂં કોઈ કોમેન્ટ કરતો નથી. છતા પણ જો કોઈને પણ મારી કોમેન્ટથી માઠૂ લાગ્યું હોય તો વિનમ્રતા પુર્વક ક્ષમા ચાહૂં છુ.

 11. અતુલ જાની (આગંતુક) says:

  ભાઇની શિખામણ માનવા બદલ આભાર. આવી ડાહી બહેન આપવા બદલ ઈશ્વરનો પણ આભાર.

 12. Maitri says:

  સરસ વર્તા અને વાસ્તવિક પણ ખરિ, મોટા ભાગના ઘરે રોજ આવુ બન્તુજ હોય છે ને વાર્તામા બન્યુ એમ મોટે ભાગે સ્ત્રિઓએ જ compromise કરવો પડ છે…

 13. ભાવના શુક્લ says:

  ભાઇ અતુલભાઇ,
  એક પરિપક્વ લેવલ પરની ચર્ચા ખુબ જ સુંદર અનુભૂતિ આપે છે. માઠુ લાગવાનો કે ક્ષમા યાચવા/આપવાનો કોઇ પ્રશ્ન જ ઉઠતો નથી ભાઇ. (ખરુ કહુ તો તેવો સંકુચિત વર્ગ હજુ રીડ ગુજરાતી સુધી પહોચ્યો જ નથી.). ખામી વગરનુ તો કોઇ જ નથી તમારા વિચારોમા અધુરપ હોય શકે તો મારા વિચારોમા વધુ પડતો મિથ્યા આક્રોશ પણ હોય શકે. છતા મને અહિ આ ફલક પર જ અનેક વડિલો, મિત્રો, સખીઓ અને આજે એક નિખાલસ અને વિશાળ હૃદયી ભાઇ મળ્યા છે. જેનો આભાર સાનિયાજી, હરિશ્ચન્દ્રભાઇ અને મૃગેશભાઇનો પણ માનવો રહ્યો.

 14. ramesh shah says:

  આ જ વાર્તાની અને વાર્તાકાર ની સફળતા! જેટલી મજા વાર્તા વાંચતા આવી એટલી જ અતુલભાઈ અને ભાવનાબહેન ના વાર્તાલાપ i mean ચર્ચાલાપ વાંચતા આવી. બધાને અભિનંદન.

 15. ramesh shah says:

  ભાવના બહેન ની જાણ ખાતર જણાવવાનુ કે હરિશ્ચન્દ્રભાઈ નો આભાર (જો લેખક નો આભાર માનતા હોય તો) નહી પણ બહેનો એવુ pragnaju ની કોમેન્ટ માં લખ્યુ છે.-“હરિશ્ચંદ્ર- બન્ને આધ્યાત્મવાદી બહેનો”

 16. pragnaju says:

  મારી સમજ પ્રમાણે મુઠ્ઠી ઉંચેરા પૂ કાન્તાબેન અને હરવિલાસબેન જેઓ ધરમપુરનાં જંગલમાં સર્વોદયની ધૂણી ધખાવી બેઠા છે તેઓ ‘હરિશ્ચંદ્ર’ એ નામે સર્વોદયને અનુરુપ સાહીત્ય લખે છે-ભાષાંતર કરે છે.

 17. ભાવના શુક્લ says:

  જી હા રમેશભાઇ.. આદરણિય pragnaju ની કમેંટ વાચેલી હતી(ભુલ્યા વગર વાચુ છુ. કારણ કે અહી મળેલા “પ્રિય” વડીલો મા ના તેઓ એક છે) પરંતુ ચર્ચાલાપ મા ભુલ થઇ ગઇ. મુઠ્ઠી ઉંચેરા પૂ.કાન્તાબેન અને હરવિલાસબેન જેઓ ધરમપુરનાં જંગલમાં સર્વોદયની ધૂણી ધખાવી બેઠા છે તેમને મારા શત પ્રણામ અગ્યાનતા માટે બન્ને બહેનોની ક્ષમા ચાહુ.

 18. neetakotecha says:

  *** બિચારા લાચાર હોય છે***
  બિચારા અને પુરુષો, હાહાહાહા મને હસવુ આવે છે

  ***અનુભવી માને પરિસ્થિતિનો બધો ક્યાસ આવી ગયો***
  મા એ આખરે તો એક સ્ત્રી ને

  ***આમ આપણને પણ જો આ ડિમ્-ફુલની કળા આવડી જાય તો ઘણાં બધાં અકસ્માતો ટાળી શકાય. **

  આપણી જીદગી શુ બલ્બ છે. અને ઉડી જાય તો……

  ***“એ તો આપણે જ મોટું મન રાખીને એમને સાચવી લેવાના***

  લેલેલેલે તે હંમેશા આપણૅ જ મન મોટૂ રાખ્વાનુ.ચાલો માન્યુ તો ખરી કે એમના મન નાના હોય

  ***પુરુષો બીચારા ખાસ કાઈ અહમ ધરાવતા હોતા નથી***

  હ્રદય પર હાથ રાખીને કહો જોઈયે.

  ***.). ખામી વગરનુ તો કોઇ જ નથી***

  અને આપણે એમ્ને બીજી ભુલ કરવા માટે ઍંમન પાછા માફ કરી દઈયે.
  નીતા

  http://neeta-kotecha.blogspot.com/

  http://neeta-myown.blogspot.com/

 19. અતુલ જાની (આગંતુક) says:

  ડિમ્-ફુલની કળા
  ————
  ડિમ – ફુલની કળા એક ઉદાહરણ તરીકે કહેવાયું છે. આ કળા એવા પ્રકારની છે કે જેમાં બે પાત્રો જ્યારે એક બીજા સાથે વાતચીત કે ચર્ચા કરતાં હોય તેવે સમયે કોઈ એક પાત્ર થોડૂં ઉશ્કેરાઈ જાય કે ગરમ થઈ જાય તો તેને ફુલ(Full) કહેવાય. આમ તો જે વાતવાતમાં ગરમ થઈ જાય તેને (Fool) પણ કહેવાય. તેવે વખતે સામેનું પાત્ર પોતાના મગજ ઉપર કાબુ રાખી શકે તો તેને ડીમ કહેવાય. સંવાદ કે ચર્ચા દરમ્યાન કેટલીક વાર પોતાનો મત દ્રઢતાથી રજૂ કરવા માટે એક પાત્ર Full થઈ જાય પણ તે વખતે સામો માણસ શાંત રહે તો જ સંવાદ ટકી રહે. પરંતુ જો સામો માણસ પણ ઉશ્કેરાઈ જાય તો પછી સંવાદ ટકાવવૉ હોય અને મારામારી અટકાવવી હોય તો પહેલા માણસે ડીમ થઈ જવું જોઇઍ. જેને આ ડીમ – ફુલની કળા આવડી જાય તે ઘણા બધા અકસ્માતમાંથી બચી જાય.

  જો કોઈ વારંવાર ફુલ થયા કરે તો બલ્બ ઉડી પણ જાય.

 20. અતુલ જાની (આગંતુક) says:

  ***પુરુષો બીચારા ખાસ કાઈ અહમ ધરાવતા હોતા નથી***
  હ્રદય ઉપર હાથ રાખીને કહૂં છુ કે જ્યારે જ્યારે સ્ત્રીઓ સાથે દલીલો કરવાની આવે છે ત્યારે મારા હ્રદયના ધબકારા વધી જાય છે.

 21. bharat dalal says:

  How much waste of time and energy in the comments made by lots of people? Instead, we should learn how small repititive things can be most annoying and irritating? Immaturity is at the peak in both

 22. અતુલ જાની (આગંતુક) says:

  નિંદક નિયરે રાખીએ, આંગન કુટી છવાય
  બિન પાની સાબુન બિના, નિર્મલ કરે સુભાય (સ્વભાવ)

  Thank you Bharatbhai.

 23. uday desai says:

  નો કોમેન્ટ્સ્……..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.