વ્હાલમ – સુલભ ધંધુકિયા
જગનું ગરબડિયું ગાડું આમ ચાલે,
મારા વ્હાલમ રિસાય કેમ ચાલે.
સંસારી દર્પણમાં જોયું તો રાજ,
તારો ચાંદલો ચોડ્યો છે મેં તો ભાલે.
સમયની ગરગડી સરકતી જાય,
આમ જીવતરની ચાલણ ગાડી.
એક-મેક સાથ લઈ-દઈને જીવીએ તો,
આયખાની ખીલી ઊઠે વાડી.
સમયની સરવાણી વહેતી રહે,
સાથે આપણી એ વંશ-વેલ મ્હાલે….
જીવન સંસારના સાગરમાં આપણે તો,
સગપણની નાવડીમાં બેઠા.
એક સાથ જીવશું ને એક સાથ મરશું,
કોલ એવા વચનથી એઠા.
અણસમજણના વાયરા વહી ગયા રાજ,
હવે એકલ આ પંથ મને સાલે….
લાંબા વિયોગ પછી દીઠો વ્હાલમીયો,
હરખમાં ગીત ગાઉં તાલે.
ખમ્મા વધામણે દુખણાંઓ લઉં,
મારા વ્હાલમને ચૂમ્મી લઉં ગાલે.
સપના સુલભ આ જીવનનાં ફળિયા,
ને બાથ ભરી લીધી મ્હારા વ્હાલે…
Print This Article
·
Save this article As PDF
જગનું ગરબડિયું ગાડું આમ ચાલે,
મારા વ્હાલમ રિસાય કેમ ચાલે.
very touchy
જગનું ગરબડિયું ગાડું આમ ચાલે,
===================
જન્મ થયો અને જગના ગરબડીયા ગાડામાં ચડી બેઠા.
સમયની ગરગડી સરકતી જાય ,આમ જીવતરની ચાલણ ગાડી. – બાળક મટીને યુવાન થયાં.
એક-મેક સાથ લઈ-દઈને જીવીએ તો, આયખાની ખીલી ઊઠે વાડી. — ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યાં
સમયની સરવાણી વહેતી રહે, સાથે આપણી એ વંશ-વેલ મ્હાલે…. — બાળકો થી ઘર કિલ્લોલ કરવા લાગ્યું
જીવન સંસારના સાગરમાં આપણે તો, સગપણની નાવડીમાં બેઠા. – મધુર ગૃહસ્થાશ્રમમાં સગપણને સથવારે એક ઘર રુપી નાવડી સજાવી.
એક સાથ જીવશું ને એક સાથ મરશું, કોલ એવા વચનથી એઠા. — મધુર પ્રેમાલાપ માં સાથે જીવવાના અને મરવાના એકબીજાને કોલ આપ્યાં.
અણસમજણના વાયરા વહી ગયા રાજ, હવે એકલ આ પંથ મને સાલે…. — કાળના વહેવા સાથે પ્રિય પાત્રનો વિયોગ થવાથી સાથે જીવી અને મરી શકાય છે તેવા અણસમજના વાયરા વહી ગયા અને હવે રહી નરી એકલતા.
લાંબા વિયોગ પછી દીઠો વ્હાલમીયો, હરખમાં ગીત ગાઉં તાલે. — એકાંતમાં વ્હાલમીયાની શોધ આરંભી દીધી. અને લાંબી પ્રતિક્ષાના અંતે વ્હાલીડો દેખાણૉ અને હરખાઈ હરખાઈને આનંદના ગીતડા ગાવાનૂં શરું કર્યું
ખમ્મા વધામણે દુખણાંઓ લઉં, મારા વ્હાલમને ચૂમ્મી લઉં ગાલે. — વ્હાલીડાને જોઈને પ્રેમના પૂર ઉભરાણા અને વ્હાલીડાને ચુમ્મીઓથી નવરાવી દીધો.
સપના સુલભ આ જીવનનાં ફળિયા, ને બાથ ભરી લીધી મ્હારા વ્હાલે… — પ્રભૂએ મારાં વ્હાલીડાએ મને બાથમાં લઈ લીધો અને મારાં જીવતરના બધા સપનાઓ સુલભ થઈ ગયાં.
ધંધુકિયાની- મારા વ્હાલમ રિસાય કેમ ચાલે?
ઘણાને માટે આટલી સુલભ વાત બને
અને
‘સપના સુલભ આ જીવનનાં’ ફળે
તેવી આશા!
ગળતા નળની વાત પછી તુરત જ આ કાવ્ય.!!!!!!
મૃગેશભાઈ ની સમજ પર વારી ગયા ભાઇ !!!!
……………………………………….
અણસમજણના વાયરા વહી ગયા રાજ,
હવે એકલ આ પંથ મને સાલે….
જગનું ગરબડિયું ગાડું આમ ચાલે,
મારા વ્હાલમ રિસાય કેમ ચાલે.
સંસારી દર્પણમાં જોયું તો રાજ,
તારો ચાંદલો ચોડ્યો છે મેં તો ભાલે.
…………………………………..
બધા વગર ચાલે પણ વ્હાલમ ના વ્હાલ વગર તો કેમ ચાલે!!!!!
કાવ્ય મા તો પતિ ને વ્હાલમ તરીકે લીધો હોય તેમ કદાચ હોય,
પણ વિશાળ અર્થમા તો હોવા પણા થી ભરેલ તમામ પરિબળ આવી જાય છે.
મારુ ઘર મારુ વ્હાલમ છે. મારી બાલ્કની વ્હાલમ છે. માર પ્રિય કાવ્યો પણ વ્હાલમ છે. તમામ મિત્રો, સ્વજનો, યાદગાર સ્મૃતિ અને સ્મરણોથી ભરેલા દિવસો અને સ્થાનો… વ્હાલમ ના અર્થમા કેટલુ બધુ સમાય શકે. જ્યાથી વ્હાલ વરસે એ બધુ જ વ્હાલમ…
એકમેક સાથ લઇ-દઇને જીવીએ તો …,કડી ખુબ જ ગમી
‘ખમ્મા વધામણે દુખણાંઓ લઉં, મારા વ્હાલમને ચૂમ્મી લઉં ગાલે.’
માત્ર અણસમજ દૂર કરવાના આશયથી જ પુછુછુ,આપણા રીવાજ પ્રમાણે દુખણા કોના લેવાય? વ્હાલમ ના દુખણા લેવાય? કે પછી વ્હાલમ ના આગમન નાં વધામણા લાવનાર ના દુખણા-એવો meaning છે? ભાવના બહેનનું observation પણ કહેવું પડે “ગળતા નળની વાત પછી તુરત જ આ કાવ્ય.!!!!!!
મૃગેશભાઈ ની સમજ પર વારી ગયા ભાઇ !!!!”
સુલભ ની આ રચના સુલભ કરી આપવા બદલ ધન્યવાદ.