કેવું ? – ભાગ્યેશ જહા

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
   હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
   હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
   તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
   તો જાગેલા દીવાથી કાંપે, –

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
   હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
   હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
   અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
   ને સૂકવેલી લાગણીઓ કોરી,

ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
   હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
   હવે ધોધમાર વરસો તો કેવું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વ્હાલમ – સુલભ ધંધુકિયા
જ્ઞાનધન – સં. મહેન્દ્ર મેઘાણી Next »   

15 પ્રતિભાવો : કેવું ? – ભાગ્યેશ જહા

 1. મજા પડી, આભાર

 2. krishna says:

  ખુબ ગમી

  આભાર!!

 3. pragnaju says:

  ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે!
  તેમના ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ અને બીક માણ્યા હતા.હવે-
  કેવું ? વિરોધાભાસથી હળવેથી ને બદલે હવે ધોધમાર વરસો,બારીએથી આવે અજવાળું તો બારણું ઉઘાડો, ભીના અજવાળાને ઓરડામાં રાખીએ અને વરસે તે સમણાના ઝાંપે,ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે તો જાગેલા દીવાથી કાંપે,
  અને હવે મુખ્ય અભિલાષા-
  દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
  હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
  છેલ્લે ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીંમાં વરાપની આશા.
  આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના ખૂણાને ભીના કરી નાંખે છે!

 4. અતુલ જાની (આગંતુક) says:

  દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
  હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?

  જન્મોથી એક અભિલાષા છે કે આ જન્મે તો હવે તમે પ્રગટશો. પરંતુ તેલ ખૂટી જાય છે, આયખૂં ખર્ચાય જાય છે પણ તમારી ઝાંખી થતી નથી. ફરી ફરી આ દીવાની ઘટનાને આપ પ્રગટાવો છો પણ દીવા તળેનું આ અંધારુ દુર થતું નથી. દીવાને પ્રકાશીત કરનારની ઝાંખી કોણ કરાવશે? એ તો દીવો પ્રગટાવનાર પોતે જો પોતાને પ્રગટ કરે તો થાય બાકી જેનાથી દીવડાઓ પ્રગટે છે તેને પ્રગટ કરવાનૂં સામર્થ્ય દીવડાઓમાં ક્યાંથી હોય અને એટલે જ એક અભ્યર્થના છે કે હવે ખુદ તમે પ્રગટો તો કેવુ?

  આ વખતે તો પ્રગટશોને ?

  એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી !

 5. ભાવના શુક્લ says:

  અંતરની વીણાના તાર તાર ગુંજી ઉઠ્યા છે…..
  અનરાધાર કઇક વરસી રહ્યુ છે……
  રહો ઝરા માણિ લઉ તો પ્રતિભાવ લખુને!!!!!!!!!!!!!!!!!!!

 6. કલ્પેશ says:

  ભાગ્યેશભાઈને વાંચીને ગુલઝારને સાંભળ્યા હોય એવુ લાગે છે.
  હવે તમે પણ ધોધમાર વરસો તો કેવું?

 7. ramesh shah says:

  ખૂબ સુંદર કવિતા.

 8. shivshiva says:

  ઝરમર વરસતા વરસાદ શુ ભીનું કાવ્ય છે.

 9. સુંદર ગીત… ગીતનો ઊઠાવ અને લય બંને તરત જ મનમાં વસી જાય એવા છે.

  ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
  અને પીળી સુવાસ નામે શેરી,
  ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
  ને સૂકવેલી લાગણીઓ કોરી,

  ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
  હવે, તડકો થઈ આવો તો કેવું ?

  -ખૂબ સુંદર વાત…

  ભાગ્યેશ જહાની આવી જ સુંદર બે રચના અહીં વાંચી શકાશે:

  http://layastaro.com/?cat=198&submit=view

 10. dharmesh Trivedi says:

  જય હાટકેશ ભગ્યેશભાઈ…ખુબ સુન્દર કાવ્ય…આપ્નિ કલમ અવિરત વરસતિ રહે તેવિ શુભેછાઓ…ધર્મેશ ત્રિવેદિ….

 11. RAZIA says:

  એક ઉચ્ચ અધિકારી,એક સઁવેદના ના કવિ. અને એક કોમળ હ્ર્દય ‘પ્રાર્થના’ ના પિતા શ્રી
  પાસે આવી જ અપેક્ષા રાખી શકાય.

  રઝિયા મિર્ઝા.

 12. પુલક ત્રિવેદી says:

  જહા સાહેબ,
  હવે ધોધમાર વરસો તો કેવુ…. read gujarati ઉપર વાચીને મોજ આવી ગઇ.
  પુલક ત્રિવેદી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.