મારી મા – અનુ. મૃગેશ શાહ

મારી મા ને એક જ આંખ હતી. જેને લીધે મને તેના કદરૂપા ચહેરા તરફ તીવ્ર અણગમો હતો. તે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટીફિન બનાવીને ઘરનું ગુજરાન ચલાવતી.

આવો જ એક દિવસ હતો જ્યારે એકવાર મારી મા મને પ્રાથમિક સ્કુલમાં મળવા આવી. મને એટલો બધો શરમીંદગીનો અનુભવ થયો…મને થયું કે બસ, તે મને અહીં મળવા આવી જ કેમ ? મેં તેની સામે જોયું પણ નહીં અને દૂરથી જ ગુસ્સામાં મોં ફેરવીને ત્યાંથી ખસી ગયો.

બીજા દિવસે સ્કુલમાં મને મારા એક મિત્રએ વાતવાતમાં કીધું, “એ…એ…. જો…તો… તારી મમ્મીને તો એક જ આંખ છે !” ત્યારે મને થયું કે હું ત્યાં જ આખેઆખો સળગી જાઉં. મારી બસ એક જ ઈચ્છા હતી કે મારી મા ફરી કોઈ દિવસ આ બાજુ એનું કદરૂપું મોં લઈને ના આવે. અને એટલે જ કદાચ મેં તે દિવસે એને કહ્યું કે “જો તું મને ખરેખર આજીવન પ્રસન્ન જોવા ઈચ્છતી હોય તો તું મરી કેમ નથી જતી ?”

માએ મને કાંઈ જવાબ ના આપ્યો.

હું એ દિવસે એટલો બધો ગુસ્સામાં હતો કે મારે શું કહેવું તેનો મેં એક ક્ષણ પણ વિચાર કર્યો નહતો. મને તેના લાગણીઓની કોઈ પરવા નહતી. મેં એ ઘર કયારનુંય છોડી દીધું હતું કારણકે હું તેની સાથે એક ક્ષણ પણ રહેવા નહતો માગતો. મારે એની સાથે કોઈ જાતના સંબંધો રાખવા નહતા.

ધીમે ધીમે મેં અભ્યાસમાં મન પરોવીને ખૂબ મહેનત કરી. પરિણામે એક દિવસ મને સીંગાપુર જવાની તક મળી. એ પછી મારું લગ્ન થયું. મેં મારું પોતાનું ઘર લીધું. હું પિતા બન્યો અને આમ જ એક પછી એક સમૃધ્ધિના શીખરો ચઢતો ગયો. હું મારા જીવન, મારા સંતાનો અને મારી સુખ-સાહેબીથી સંતુષ્ટ હતો. અને ત્યાંજ એક દિવસ મારી મા મને શોધતી-શોધતી સીંગાપુર છેક મારા ઘર સુધી આવી ચઢી.

મા એ તો મને કેટલાય વર્ષોથી જોયો નહતો. તે તેના પૌત્ર-પૌત્રીઓને પણ કદી મળી નહતી. જ્યારે એ મારા ઘરના દરવાજા પાસે ઊભી હતી ત્યારે મારા બાળકો તેને જોઈને હસતા હતા. મેં તેને વગર આમંત્રણે આવવા બદલ ખૂબ બૂમો પાડીને ધમકાવી. મેં તેને ખૂબ ઊંચા અવાજમાં કહ્યું કે “ તારી અહીં મારા ઘર સુધી આવવાની હિંમત કેવી રીતે ચાલી ? હવે તુ મારા બાળકોને હેરાન કરવા આવી છે ? જા…જતી રહે… હમણાંજ અહીંથી. મારું આટલું બોલવા છતાં પણ મારી માતાએ ખૂબ જ શાંતિથી અને સ્વસ્થતાથી કહ્યું કે “ઓહ, હું માફી ચાહું છું. મને કદાચ આ ખોટું સરનામું આપવામાં આવ્યું હોય એમ લાગે છે.” અને વધારાનો એકપણ શબ્દ બોલ્યા વગર તે તરત ત્યાંથી ચાલી ગઈ.

એક દિવસ હું જે સ્કુલમાં ભણતો હતો તે સ્કુલની કોઈ ખાસ બાબત અંગે એક મિટિંગનો પત્ર મારા સિંગાપૂરના ઘરે આવ્યો. પત્નીને હું બીઝનેસ ના કામથી જાઉં છું એમ જુઠ્ઠું કહીને વતન આવ્યો. મિટિંગ પતી ગયા પછી, માત્ર જાણકારી માટે હું મારી મા જ્યાં રહેતી હતી તે ઝૂંપડીમાં ગયો. પાડોશી એ કીધું કે એ તો મૃત્યુ પામી છે. મને આ સમાચાર સાંભળીને એક આંસુ પણ આવ્યું નહીં. તેનું કોઈ દુ:ખ ન થયું. પાડોશીએ મને તેનો એક પત્ર આપ્યો જે મને પહોંચાડવાની તેની ઈચ્છા હતી. એ પત્રમાં લખ્યું હતું….

વ્હાલા પુત્ર….
હું તો બસ આખો દિવસ તારા જ વિચારો કર્યા કરતી હતી. સિંગાપુર આવીને તારા બાળકોને હેરાન કર્યા એની માટે મને માફ કરજે. તું અહીં મિટિંગ માટે આવવાનો છે એ જાણ્યું ત્યારે મને અત્યંત આનંદ થયો. પણ અફસોસ બેટા, હું તને જોવા માટે પણ પથારીમાંથી ઊઠી શકતી નથી. તારો જ્યારે ઊછેર થતો હતો ત્યારે તને મારી ઉપસ્થિતિમાં શરમીંદગી થતી એની હું આજે માફી માંગુ છું.

બેટા.., તને ખબર છે ? તુ જયારે એકદમ નાનો હતો ત્યારે તારો એક અકસ્માત થયો હતો અને એમાં તેં એક આંખ ગુમાવી હતી… અને એક મા તરીકે મારાથી એ જોવાયું નહીં.. હું તને એક આંખે ઊછરતો જોઉં એવી મારી હિંમત જ નહોતી….

એટલે મેં મારી એક આંખ તને આપી દીધી…..

તું જ્યારે એ આંખથી આ જગતને જોતો ત્યારે મને તેનો અત્યંત ગર્વ થતો કે મારો પુત્ર આજે મારા બદલે મારી આંખથી આ જગતને જોઈ રહ્યો છે. બીજું તો શું કહું, મને તેનો અત્યંત ગર્વ હતો…..

મારા પ્રેમ સાથે….
તારી મા.

[અનુવાદ : મૃગેશ શાહ ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રથમ શિશુના જન્મે – સુરેશ દલાલ
ફૂલછાબ Next »   

29 પ્રતિભાવો : મારી મા – અનુ. મૃગેશ શાહ

 1. Rakesh Chavda says:

  Mrugeshbhai this article brought tears in my eyes. Really this article must reach every son of Mother. God appointed mothers on this globe becuase he can not reach everywhere.

 2. Neela says:

  Mrugeshbhai I do agree with Rakeshbhai.
  God bless you to give such a good article

 3. SV says:

  Very touching…

 4. Kunal Parekh says:

  mrugeshbhai, hu ahiya maara mataa-pitaa thi dur rahu chhu……dar-roj emni saathe phone thi vaato karu chhu….pan aa vaartaa ….saachu kahu to maari aankho ma aansoo laavi gai…..mane pan e badhi kshano yaad aavi gai ..jyaare hu maari mummy ne vagar vaanke khijvaayo hato….this is so much …..i’ve no words to describe my feelings…….
  that’s it……….

 5. Tarang Pathak says:

  Hello Mrugeshbhai,

  There are absolutely no words to express the amount of gratitude that I can show towards u for putting such a rich gujarati literature on net. It indeed helps those who, physically are miles away from Gujarat but by heart they are still there. Once again thank you very much for uploading and updating this website with so much rich gujarati literature.

 6. Gira says:

  There are no words, which can stand by a Mother’s Wonderful Heart. The thing that we all are unable to do it but this “Mother” doesn’t stop to even think about her self and sacrifice for her child. At last I would like to say that the place of God is also nothing to compare a Mother’s.

  Very heart-touching story. Thank You…

 7. Leela says:

  Dear Sir,
  This article was too much touchy. I cant bear nething against mother… Hope not a single case of this type may be still there in this world!!!

 8. thakkar dhiraj says:

  thank u very much to the maker of this site. U give me a lot by this type of sahitya. Know i’ll send this articles to all my friends.
  thank u very much once again.

 9. nilam.h doshi says:

  MARI MA. again well done.who is author?translation is very touchy.like it.good selection.

 10. Kishor G. Maradia says:

  Very nice article which reveals the love of mother to her child. “MA TE MA BIJA BADHA VAGDA NA VA”. right?

 11. Dev says:

  aankho bhini ane hoth sukai gaya.. . ma yaad aavi gay ..

 12. Navin Banker says:

  Dear Mrugeshbhai,

  I hardly cry. I do not consider myself so sensitive. But I literally cried after reading ‘ Maari Maa. ‘.
  Recently, last year only I have lost my mother. She was 81. I am 66 year old Senior Citizen. and I cried…

  We do not understand the feelings of our parents.How much they suffer, how much they love us..

  NAVIN BANKER- Houston, Texas.

 13. Kiritkumar G. Bhakta says:

  મૃગેશ્,
  ઘણી જ સરસ કથા,આજે પહેલી જ વાર કૉમેન્ટ મુકું છું.
  વધુ લખવાનું કારણ નથી.
  અમાસની રાત,ચંદ્રની કલ્પના જ હોય….

 14. smruti says:

  mrugesh bhai ,

 15. smruti says:

  MRUGESHBHAI ………..HRADAYSHPARSHI AAGHATANA MARA MATE ETALE CHHE KE MARI MUMMY SAVITRIBEN JENE MANE BACHAVAVA JATA EK AANKH KHOI BESE LI TAMANE JANAVU KR TENI EK AANKH MA PAHELE THIJ RETINO KALAS THAI GAYOTO TYAR PACHHI HAELY DEPRRETION MA ME TE NE GHANI VAR AANDHALI KAHELU PAN MARI SWEETMUMMY TAMARI AA MAA JEVIJ CHHE ANTE ENE ETALU BADHU SAHAN KARYU KE HAVE JO UCHA AVAJE BOLAI JAYE MARA THI TO MANE MARI JAT PAR NAFARAT THAI TAMANE JANAVU KE MARA PITA AAJ THI 23VARAS PAHELA EX. THAI GAYA CHHE NE KACHARA POTU,VASAN MANJI NE MANE MARI MAA E UCHHERI CHHE AAJE HU….ICICI ADVICER,DIR. OF VRUNDAVAN CREATION,RMP DISTRIBUTOR,WRITER&SUCCESS STEGE ACT. CHHU. KOI KE SACHUJ KAHYU CHHE KE ISHWAR JYARE PRATYEKSH BADHA NE NAHOTO MALI SHKTO TYARE TENE ”MAA” NU SARJAN KARYU.

 16. nayan panchal says:

  I’m speechless.

 17. અતુલ જાની (આગંતુક) says:

  મા તે મા – આ સાથે જ “કાન નો દાતા” પણ યાદ આવી ગઈ.

 18. Mitul says:

  ma te ma bija badha vagda na va !!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.