શણગારી નથી… – આતિશ પાલનપુરી

ખુદ કરી છે કોઈએ ઠારી નથી,
આમ તો એ કોઈથી હારી નથી.

પીઠ પાછળ ઘાવ દૈ પંપાળવા !
એ ખરેખર આપની યારી નથી.

એક ધારી કામના આગળ વધે,
કોઈએ એને કદી વારી નથી.

છે ઉદાસી આંખમાં આઠે પ્રહર,
જિંદગીને મેંય શણગારી નથી.

ભીતરે ક્યાં ઠેસ વાગી છે તને !
રૂઝ વળશે ઘાવ એ કારી નથી.

ગીત છે કે એ ગઝલ કોને ખબર ?
શબ્દમાં એની સમજદારી નથી.

શ્વાસના આધાર પર ‘આતિશ’ રહ્યા,
કોઈની પાસે છટક બારી નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધોળા વાળ – જલન માતરી
ઇટ્સ યોર પ્રોબ્લેમ મોમ – લતા હિરાણી Next »   

13 પ્રતિભાવો : શણગારી નથી… – આતિશ પાલનપુરી

 1. heena says:

  પીઠ પાછળ ઘાવ દૈ પંપાળવા !
  એ ખરેખર આપની યારી નથી.

  ખુબ સરસ

 2. ભાઇ ગઝલ તો મજાની લખો છો

 3. pragnaju says:

  ગીત છે કે એ ગઝલ કોને ખબર ?
  શબ્દમાં એની સમજદારી નથી.
  શ્વાસના આધાર પર રહેલા આતિશનો આ શેર દાદ યોગ્ય છે!
  આતિશ પાલનપુરી તેજ આતિશ મલહારી ?

 4. ભાવના શુક્લ says:

  એક ધારી કામના આગળ વધે,
  કોઈએ એને કદી વારી નથી.
  ……………………………………….
  ખરેખર તો તમામ વેદનાની ને વ્યથાની ગંગોત્રી છે એ… ક્યારેય વારવામા ના આવેલી કામના જ મુળ માત્ર છે. અર્થ સભર તો એ પણ છે કે એકધારી આગળ વધેલી કામના ઉદાસીના ઘરમા જઇ વસી આઠે પ્રહર અને છટક બારી નથી, દરેક ઘાવ ને રુઝવવા સમય પાસે આશા રાખી રહ્યા..
  શ્વાસના આધાર પર લખાતા આતિશ સમા કવનો ને શબ્દોની સમજદારી તો વળી ક્યાથી મળે…

  ખુબ અર્થપુર્ણ રહી રચના… આનંદ થયો એવુ તો કેમ કહુ… હા મુંઝાયેલા મન ને શાતા જરુર મળે છે.

 5. અતુલ જાની (આગંતુક) says:

  ભીતરે ક્યાં ઠેસ વાગી છે તને !
  રૂઝ વળશે ઘાવ એ કારી નથી.

  ઘણો સુંદર શૅર. ઘણીએ વાર આપણા જીવનમાં એવી કોઈ ઠેસ વાગી જાય કે જીવનનો આખોએ પ્રવાહ બદલાઈ જાય. પણ એવી કોઈ ઠેસ નથી કે જેની રૂઝ ન વળે. સમયના વહેણ સાથે ઘા રૂઝાઈ જાય છે અને ફરી પાછો જીવનપ્રવાહ વહેવા લાગે છે.

  સુંદર હકારાત્મક અભીગમ.

 6. ramesh shah says:

  ગીત કે ગઝલ જે પણ છે સરસ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.