ઇટ્સ યોર પ્રોબ્લેમ મોમ – લતા હિરાણી

‘તું બે દિવસ અહીં આવી જા.’ રિસીવરમાંથી અવાજની સાથે સાથે સ્વાતિના આંસુ પણ જાણે ધસી આવશે એવું લાગતું હતું. વાત નક્કી સિરીયસ હશે તો જ એ બોલાવે બાકી એ એની નોકરીમાં અને હું મારા કામમાં બીઝી રહીએ. વધારે ફોન પર જ મળવાનું થાય. આજથી પંદરેક વર્ષ પહેલાં વિશાલ એને છોડીને અમેરિકા જતો રહ્યો ત્યારથી એની સ્ટ્ર્ગલની હું સાક્ષી છું. એ વખતે પરમ તો સાવ નાનો હતો. વિશાલને પ્રેમ કરતાં અને સૌની સાથે ઝઘડીને એને પરણતાં એણે શ્વાસની સાથે હૈયામાં વિશ્વાસનું આખું આકાશ ભરી લીધું હતું અને બહુ જલ્દી ત્યાં શુન્યાવકાશ છવાઇ ગયો હતો. વિશાલથી આમ તરછોડાવું એને તોડી નાખવા માટે પુરતું હતું.

પોતાના લોકો આશ્વાસન આપે તો યે આવી કારમી પીડામાંથી બેઠા થવા એટલું પુરતું ન થાય. કંઇક અંદરની તાકાત જોઇએ. નિસ્તેજ આંખો અને સૂના મન સાથે એણે થોડો સમય કાઢ્યો પણ પછી જાતને સંભાળી લીધી. જે તાકાતથી એ વિશાલ માટે સમાજ સામે લડી હતી એ જ હિંમત એણે પોતાના માટે એકઠી કરી લીધી. એક નિર્ણય ખોટો લેવાઇ ગયો પણ હવે જીંદગીનો દાખલો એણે સાચો ગણીને બતાવવો હતો. નોકરી હતી. આર્થિક મુશ્કેલી નહોતી એટલું સારું હતું.

એકલે હાથે સ્વાતિ પરમને ઉછેરતી રહી.. પરમને ખોળામાં લેતાં, બાગમાં હિંચકા ખાવા લઇ જતાં, હોમવર્ક કરાવતાં, સ્પોર્ટસ અને બીજી એક્ટીવીટીમાં ઇનામો લેતાં એણે પોતાના ભાગ્યને ફરી પોતાની મરજી મુજબ ગોઠવવા માંડ્યું. અને એ જ તો સ્વાતિની મૂડી હતી. બસ પરમ ગ્રેજ્યુએટ થઇ જાય એટલી વાર ! વિશાલ ફોન પર પરમ સાથે વાત કરી લેતો. સ્વાતિએ પોતાના છુટા પડવાનું કારણ કદી પરમને કહ્યું નહોતું. પરમના મનમાં ડેડી માટે આદર જળવાઇ રહે એની ફિકર પણ એણે કરી હતી !! ક્યારેક મળીએ ત્યારે એની જીભ પર માત્ર પરમની અને નોકરીની વાતો હોય. છુટા પડતી વખતે એનો હાથ પસવારતાં કે એને ભેટી લેતાં ક્યાંક ખુણેખાંચરે પડેલી તરછોડાયાની પીડા પર હાશ પ્રસરતી હશે એમ માની શબ્દો હું ટાળતી.

વિશાલે પરમને અમેરિકા આવવા માટે કહ્યું અને પરમ જે ઉત્સાહથી થનગની ઉઠ્યો હતો એનાથી સ્વાતિ ખળભળી ગઇ હતી. પરમ ભલે છુટા પડવાનું કારણ ન જાણતો હોય પણ બંને છુટા રહે છે અને મમ્મીએ એને એકલા જ જાત સીંચીને ઉછેર્યો છે એ પરમ જાણતો હતો. છતાંય વાત દીવા જેવી સ્પષ્ટ હતી. પરદેશ જવાનો મોહ જેવોતેવો નથી હોતો. બધાએ સ્વાતિને પરમને મોકલી દેવા સમજાવી. અને એણે વાસ્તવિકતા સ્વીકારી લીધી. આખરે પરમની કેરીયરનો સવાલ હતો. ‘મમ્મી, હું ભણીને ઇંડિયા પાછો આવી જવાનો છું. જો મને ત્યાં સારી જોબ મળી ગઇ તો હું તને ત્યાં તેડાવી લઇશ એકલી નહીં રહેવા દઉં.’ પરમને ન્યુજર્સી ગયે છ મહિના થયા હતા. ‘પરમ બહુ ખુશ છે એના ડેડી સાથે. ડેડી સારું પોકેટમની આપે છે. ન્યુજર્સીમાં એણે એક શોર્ટટર્મ કોર્સ કરી લીધો છે. એ હવે જોબ પર લાગી ગયો છે’ એ છેલ્લા સમાચાર સ્વાતિએ આપ્યા હતા. અને એક મહિનાથી પરમનો કોઇ ફોન નહોતો.

‘સ્વાતિ, શું થયું ?? તું ફોન કરી લે. સમાચાર તો મળે. નવી નવી નોકરી છે એટલે બિચારાને ટાઇમ ન મળતો હોય !!’ સ્વાતિની આંખો સુધી પહોંચાતું હતું પણ આગળ રસ્તો નહોતો મળતો.

‘ફોન કરી લીધો. મને જાતે બેઠું થતાં આવડી ગયું છે અને એની એકવાર મારે સાબિતી આપવાની છે.’ સ્વાતિનો અવાજ ગુફામાંથી આવતો હતો.

‘એ તો તું કરી જ શકીશ. પરમ શું કહે છે ?’ મને કોઇ ગંભીર ઘટનાની એંધાણી મળતી હતી.
‘એ કહે છે કે તું નોકરી છોડી શકતી હોય તો અહીં આવી જા અને હું વિચારું છું થોડા દિવસ કામ છોડી તારી પાસે રહેવા આવી જઉં. કેટલા વખતથી સ્વામી વિવેકાનંદના પુસ્તકો લાવીને રાખ્યા છે. ટાઇમ નહોતો મળતો. હવે વાંચીશ.મનને શાંતિ મળશે.’
‘સારું છે ને, ચાલો પરમ તને ભુલ્યો તો નથી !!’ મેં હસવા પ્રયત્ન કર્યો.
‘સારું જ છે. કહે છે તારે મારી અને ડેડી સાથે રહેવું પડશે. મેં એને કહ્યું કે એ હું કરી શકું નહીં ત્યારે એણે પોતાનો નિર્ણય સંભળાવી દીધો.’
‘શું કહ્યું ?’ એનું વિલાતો જતો ચહેરો મારાથી સહન થતો નહોતો.
‘ઇટ્સ યોર પ્રોબ્લેમ મોમ, યુ હેવ ટુ એડ્જેસ્ટ’ સ્વાતિની બેગ તૈયાર જ હતી. અમે હાથ પકડીને ડગલા માંડ્યા.

(દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત : 4 એપ્રિલ 2007)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શણગારી નથી… – આતિશ પાલનપુરી
કોઈ પણ ક્ષણે – રીના મહેતા Next »   

27 પ્રતિભાવો : ઇટ્સ યોર પ્રોબ્લેમ મોમ – લતા હિરાણી

 1. પરમનું પાત્ર વિશેષ ગમ્યું

 2. ramesh shah says:

  તમને વાર્તા ગમી કે ન ગમી‘ઇટ્સ યોર પ્રોબ્લેમ’ બાકી મને તો ગમી.

 3. અતુલ જાની (આગંતુક) says:

  ભૌતિક સુખ સગવડોની લાલસા માણસને માણસ પણ નથી રહેવા દેતી. અહીં ભારતમાં કુતરી વિયાય તો તેને માટે ય શીરો થાય. હા કદાચ ભૌતિક સંસાધનોની તથા વ્યવસ્થાપનની ખામી હશે પણ અહી લાગણીઓ તો બારેમાસ ફુલ આપે છે. અહીં તો ઘરમાં પતિ પત્નિ ઝઘડે તો બાજુમાંથી વાણિયાભાઈ આવીને ઝઘડો બંધ કરાવે. એક બીજાની મુશ્કેલીમાં ખડે પગે ઉભા રહે અને પોતાનો જ પ્રોબ્લેમ હોય તેમ પ્રશ્નોને ઉકેલે. અને કોઈની મુશ્કેલી દુર ન થઈ શકે તેમ હોય તોય તેની વાત તો શાંતિથી સાંભળે જ. સ્વાતિ તો અહીં પ્રેમ અને હૂંફ મેળવી જ લેશે. પણ કદાચ ભવિષ્યમાં પરમ કોઈક દિવસ મુશ્કેલીમાં મુકાશે તો ત્યારે પણ મદદે દોડી જશે. અને હા એવા શબ્દો તો તેના મુખમાંથી કદી નહી નીકળે કે Its Your Problem.

 4. sonal modi says:

  be practical

 5. Pinki says:

  I think, Swati becomes practical and ready to adjust with
  his son & so-called husband……. so ……

  It ends i mean problem…….. story ends ……now what about Swati ??

  It’s Swati’s Problem………..???????

  કદાચ સાચી વાર્તા હવે જ શરુ થશે ……
  અને તેમાં એક જ પાત્ર હશે સ્વાતિની મનોદશા……….!!

 6. ભાવના શુક્લ says:

  ૧૫ વર્ષ પહેલા પ્રેક્ટીકલ થયેલા હોત સ્વાતી બહેન તો પોતાનો પુત્ર માતાના પ્રશ્નને યોર્સ ના ગણે પણ અવર્સ ગણે. કમ સે કમ માતાને પુરા સન્માન અને સ્વાભિમાન સાથે રાખી શકે અને પિતાને પણ કહી શકે કે તમે બન્ને આવો અને મારા ઘરમા નવજીવન શરુ કરો પછી સ્વાતી અને વિશાલ પ્રમાણિકતાથી પ્રેક્ટીકલ થયા ગણાય….પણ દરેક પોતાની માન્યતા અને સમજ સાથે અને મોટા થતા, કેળવાતા હોય છે. અહી આપણા સ્વતંત્ર વિચારો ક્યારેક કોઇ ને સ્પર્શી રહે અને ક્યારેક વાગી રહે. માટે વ્યર્થ છે. સમજવાનુ અને શિખવાનુ દરેક સ્વાતીએ છે કે પરમને ઉછેરવો અને આગળ લાવવૉ એ એક મારી ઠોકીને માથે બેસાડેલુ એડજેસ્ટમેન્ટ હતૂ. આપણે જ પાછા તાળીઓ પાડીને કહીયે કે વાહ સ્વાતી કેટલુ સરસ્… કેટલી મગરુરીથી તે વિશાલના સહવાસ વગર પણ પરમને ભણાવ્યો, પરદેશ જઇ શકે તેટલો સક્ષમ બનાવ્યો.. પણ સ્વાતી જાય ક્યા એ ના કરે તો!!!!!……..
  અને ફરી પણ એજ એડસ્ટમેન્ટ્…………….ઘર સાચવવુ અને સજાવવુ અને ત્યારબાદ ટકાવવુ એ દરેક સ્ત્રી નુ સ્વપ્ન હોય છે અને સહજ પણ હોય છે. પણ તેના માટે શોષાવાની કે ગાંડપણ થિ ભરેલા બલીદાનોની કે જે અંતમા મુર્ખામી સાબિત થાય એ હદ સુધી જરુર નથી. જરુર હોય છે એક આત્મસન્માન કેળવવાની અને તેને દરવખતે “પોતાના” ગણતા દંભીઓ બોડી બામણીના ખેતરની જેમ ઉજાડીના જાય તેની.યોગ્ય સમયે યોગ્ય વાત યોગ્ય રીતે પુરા આત્મસન્માન સાથે કહેવાતી હોય તો ફેઇલ થવાના ચાન્સ ઓછા રહે છે. અને પરિવર્તનની ચાલ બહુ ધીમી હોય છે. આજે એક વાત કહી શક્યા તો કાલે તેની સત્યતા સ્વિકારાવી પણ શકીશુ… ઘણુ લખી શકાય સ્ત્રી સન્માનની વાત હોય ત્યારે… પણ ફરી કોઇ વાર… લતાબહેન ની વાર્તા બહુ માર્મીક રહી અને અંત પણ બરાબર જ આપ્યો છે. જેથી વાચતા મનને એક વિચારધારા મળે અને પરિવર્તન એક તસુ આગળ વધે… આભાર..

 7. pragnaju says:

  અહીં બનતી સ્વાભાવિક ઘટનાને સુંદર રીતે વર્ણવી છે.આપણને ચિંતન માટે ધ્યાન દોર્યું છે.
  મોમનો પ્રોબ્લેમ હવે આપણે, સમાજે પોતાનો ગણી સોલ્વ કરવાનો છે અને તેને એડજસ્ટ થવામાં મદદ કરવાની છે..
  આનંદની વાત છે કે તે આપણા ઘણા સંપ્રદાયનાં સંતો આ સફળતાપૂર્વક કરે છે!
  લતાબેનને ધન્યવાદ્

 8. janki says:

  ohh.. the story was very sad bt it said so many things abt reality… i really dont understand why parents spent so much of their time nd energy upto extent they even spent their whole life after a son who s none better thn a rock… I understand they love thier children but still… and usually parents r abanded by son only, if it was a daughter in this case, the mother wouldnt be facing this problem. i am not saying this because i m a daughter .. bt its the face.. i mean moslty girls are not this cruel (there r some exceptions).. i just dont understand the whole logic after this parent-son thing…

 9. અતુલ જાની (આગંતુક) says:

  ભૂલથી હું એમ સમજ્યો હતો કે સ્વાતી અમેરિકા નથી જતી, પરંતુ ફરીવાર વાંચતા ખ્યાલ આવ્યો કે સ્વાતી ફરી એક વાર સમજોતા કરીને હ્રદય ઉપર બોજ લઈને અમેરિકા જાય છે. તેથી ઉપરની મારી કોમેન્ટ હું નીચે મુજબ સુધારું છુ, તો તેને તેવી રીતે વાંચવા વિનંતિ.

  ભૌતિક સુખ સગવડોની લાલસા માણસને માણસ પણ નથી રહેવા દેતી. અહીં ભારતમાં કુતરી વિયાય તો તેને માટે ય શીરો થાય. હા કદાચ ભૌતિક સંસાધનોની તથા વ્યવસ્થાપનની ખામી હશે પણ અહી લાગણીઓ તો બારેમાસ ફુલ આપે છે. અહીં તો ઘરમાં પતિ પત્નિ ઝઘડે તો બાજુમાંથી વાણિયાભાઈ આવીને ઝઘડો બંધ કરાવે. એક બીજાની મુશ્કેલીમાં ખડે પગે ઉભા રહે અને પોતાનો જ પ્રોબ્લેમ હોય તેમ પ્રશ્નોને ઉકેલે. અને કોઈની મુશ્કેલી દુર ન થઈ શકે તેમ હોય તોય તેની વાત તો શાંતિથી સાંભળે જ. સ્વાતિ તો ત્યાં અમેરિકામાં પણ પ્રેમ અને હૂંફ મેળવી જ લેશે અને હંમેશા પરમને મુશ્કેલીમાં મદદરુપ થવા પ્રયત્ન કરશે. પરંતુ એક વાક્ય આજીવન તેના મસ્તિષ્ક ઉપર હથોડાની જેમ ઝીંકાતુ રહેશે કે Its Your Problem mom.

 10. als3404 says:

  Such great mothers are created by God only for India !!!. It is easy to speculate on what she did and why she did so, but difficult to see through her heart, unless you are a mother ( ofcourse born in India) yourself!!!!

 11. mayuri_patel79 says:

  મા તે મા…….મમ પુત્ર પ્રેમ ના કારને સમજોતા કરે અને અમેરિકા જાય નહિકે અમેરિકા ના મોહ મા …….નારિ અબલા નથિ…

 12. Bhavesh Thaker says:

  સરસ સ્ટોરી છે.

 13. Dipika says:

  જો પરમને તેની માં માટે સચો પ્રેમ હોય તો તે આવું કહે જ નહિ. સ્વાતિએ તેને પુરો પ્રેમ અને સંસ્કાર આપ્યા નહી. જે પુત્રે તેનિ માં ને હમેશા એકલી જોઈ હોય તેણે શું કદિયે ના વિચાર્યુ હોય (કોલેજ મા આવ્યા પછી, મોટ થઈને) કે તે એકલી કેવિ રિતે જીવી અને મને કેમ મોટો કર્યો? આ વિચાર આવે તો સંસ્કાર આપ્યા કહેવાય. બાકી તો ફકત ફરજ નિભાવી (ખવડાવવાની, મોટા કરવાની..).

  માતાને દેવ માન. પિતાને દેવ માન. આચાર્યને દેવ માન. અતિથિને દેવ માન. શ્રધ્ધાથી આપ.

  આ સંસ્કાર (વિચાર) બાળકને ૬ મહીનાનૂં હોય ત્યારથી જ સંભળાવવા જોઈએ.
  ક્રુતગ્નતા (appreciation) શિખવવી જરુરી છે, તો જ આપણે માણસ બનિ શકિશું. અને આપણા બાળકો પણ મોટા થઈને મનુષ્ય બનશે. It’s your problem કહેવું તે પશુ જિવન છે. ભુંડ, ગાય, કુતરાને માતા-પિતા માટે કોઈ જ ક્રુતગ્નતા (appreciation) હોતું નથી.

 14. swati shah says:

  Such great mothers are created by God only for India !!!. It is easy to speculate on what she did and why she did so, but difficult to see through her heart, unless you are a mother ( ofcourse born in India) yourself!!!!

  In life most of the mother should be ready to listen ” It’S your problem Mom” ??? That has become a slogan for “so called” mordern generation.

 15. “MA TE MA, BIJA VAN VAGDA NA VA’

  From:
  Gaurang M. Goradiya,
  Web Designer in Mumbai,

 16. Cgi cheap net propecia site….

  Cheap propecia. Cheapest propecia….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.