કોઈ પણ ક્ષણે – રીના મહેતા
આ દિવસો જ કંઈક એવાં છે કે કારણ વિના ભીતર ગ્લાનિ છવાઈ જાય છે. નજીવી વાતે અથવા કોઈ વાત વિનાયે જીવ બળ્યાં કરે છે. હૃદય અને મન કોઈ અજાણ ઉદાસીનું બખ્તર પહેરી દે છે. મન કશે ઠરતું નથી, બેસતું નથી. બસ, ઉભડક જીવે બધે ફર્યા કરે છે. કલમ તો જાણે હાથમાં પકડવાનીયે હિંમત નથી ચાલતી ને આ બધું અહીં લખવા બેઠી છું. આ શબ્દોને વાંચનારા અંગત મિત્રો હોય એમ માની લઉં છું. હા, મિત્રો તો ખરાં જ ! કેટલાકને જાણું ઓળખું છું. કેટલાકને જાણતી ઓળખતી નથી. છતાં એ નામ વિનાના ચહેરાઓ આઘે રહી રહીનેય જાણે મારાં દોસ્ત થઈ ગયાં છે. મારો આનંદ, મારી પીડા, મારી સભરતા, મારી એકલતા બધું જ એમની સમક્ષ ઉઘાડી બેસું છું.
એટલે જ આ ઊંડે-ઊંડે આંખોમાં કચરાની જેમ કંઈક ખટક્યા કરે એવાં દિવસોની મૂંઝવણ પણ લખી દઉં છું. હું જોઉં છું તો મારી આસપાસ બધું શાંત-સ્વસ્થ છે. અહીં કશું બન્યું નથી. પણ કોણ જાણે ખબર નથી પડતી મારું મન શું ઝંખે છે ? બહુ ઊંડેઊંડે જોઉં છું તો મારું ઘણું બધું હમણાનું ખોવાઈ ગયું છે. કેટલાયે દિવસોથી હીંચકે બેસવા છતાં હિલ્લોળાઈ ઊઠતી નથી. સૂની બપોરે કલબલતા પક્ષીને શોધવાને કાજે છાનું ડોકિયું કરવા આ શરીર ઊઠી જ શકતું નથી. વહેલી સવારનું મધુર દર્શન કે ધોધમાર વરસતો વરસાદ બધું મારી અંદરની કોઈ દીવાલની પેલે પાર ચાલ્યું ગયું છે.
બાળકો સાથે રમું છું, એમના આનંદથી નાચું-કૂદું પણ છું ! પણ, એ આનંદની અંદર, મને ચોક્કસ ખબર છે કે રાખની અંદર, પેલી ગ્લાનિની ઝીણી લાલ કોલસીઓ હજુ ધગે છે. એ ઝીણું-ઝીણું મને બાળે છે. આ અગ્નિ મને નથી ગમતો એવું પણ ક્યાં છે ? આ અગ્નિ જ કડકડતી કાળી રાતોમાં તાપણાની જેમ મને હૂંફ આપે છે. પણ આમ કેમ ? હું મને જ આંખ નીચેના અંધકારમાં શોધી પૂછું છું. આમ કેમ ? મારી ઉપર જાણે કાળી માટીના થરના થર કોઈ પાથર્યે જાય છે. આ ‘કોઈ’ વળી શું છે ? વર્તમાન ? ભૂતકાળ ? કે સનાતન શાશ્વત સમય ? મારી ચેતનાનું બીજી હજી કેટલું ને કેટલું અંદર દટાઈ રહ્યું છે. હા, હવે સમજાય છે ! આ અંધકારમાં, ગાઢ અંધકારમાં કંઈક આગિયા જેવું ઝબૂકે છે. મને સમજાય છે કે ગ્લાનિ અને ઉદાસીમાંથી હું નિરર્થકતામાં સરી પડી છું.
ગ્લાનિ કે ઉદાસી ઉપરાંત મને કશીક ગૂંગળામણ પણ અનુભવાય છે. જાણે કે હું કચડાઈ રહી છું, દબાઈ રહી છું. અંદર ને અંદર ઊતરી રહી છું. પણ એક ઊગેલું વૃક્ષ કંઈ પાછું જમીનમાં ઊતરી જઈ શકે ? આ શક્ય નથી. મને ઘણીવાર થાય છે કે મારે ક્યાંક દૂર જવું છે. અજાણી જગ્યાએ….. અત્યારે એ લાગણી પ્રબળ બને છે. હું સ્વપ્નમાં ને સ્વપ્નમાં દૂર ઊડી જાઉં છું કેમ કે મારે કોઈ અજાણી નદીના શીતળ પાણીમાં નહાવું છે. પેલી ગ્લાનિને નિરમાળની જેમ વહાવી દેવી છે. અથવા કોઈ ઊંચો પર્વત પણ મને ગમશે. હું મોટેથી સાદ પાડ્યા કરીશ. પણ કોને ? કોને ? પૃથ્વીને ? આકાશને ? પર્વત પરથી છમ-છમ વહેતાં ઝરણાંને જોવા મળે તો ? તો એના પર હું મારા બાળક જેવું વહાલ ઢોળીશ. પણ આ બધું તો હું મનોમન વિચારું છું. બંધ આંખે જોઉં છું. જોકે હવે મને સપનાં જોવાની ટેવ નથી રહી. પણ મારા ગ્લાનિમાં ડૂબી જડ બની ગયેલાં હૃદયને સજીવન કરવા માટે, કોઈ અજાણ-નરવાં આનંદને તે સ્પર્શી શકે એ માટેય હું બંધ આંખે નદી, પર્વત, ઝરણું, ખીણ, બરફ આચ્છાદિત શિખરો, વૃક્ષો, પક્ષીઓ કંઈ પણ જોઉં છું. હવે મન થોડુંથોડું જાગવા માંડ્યું છે. ટૂંટિયું વાળીને દિવસોથી સૂતું હતું એ થોડીવારમાં જ બેઠું થવા માંડ્યું છે. બારીના કાચની બહાર પવનથી મધુમાલતીની વેલીની ડાળખી ઝૂમી રહી છે. તેનાં આછાં ગુલાબી ફૂલો કેટલાય દિવસોથી મને હસાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. હું છેક આજે તેમને જોઉં છું. આ ક્યારી, આ કૂંડાં કેટલાયે દિવસોથી મારા સ્પર્શ વિના રહ્યાં છે. ગાય કે કૂતરાની પીઠ પસવારતા તેઓ આનંદ અને હૂંફ અનુભવે એમ મારી દષ્ટિથી તેઓનો આનંદ હું વાંચી શકું છું.
આ નાનકડી ક્યારી પાસે ઊભી રહી અચાનક દૂર એક સ્વપ્ન પાસે દોડી જાઉં છું. અરે ! આ જગ્યા તો ઘણી મોટી છે ! અહીં પ્રવેશદ્વારે આસોપાલવ પણ રોપીશ જ. કાનુડાના પારણે તોરણ બાંધવા કોઈ ઘર બહાર – ઊભેલા આસોપાલવનાં પાંદડાં તોડતાં જ મેં વિચારી લીધું હતું. મારી પેલી કપાઈ ગયેલી દાડમડી પણ કોઈ ખૂણે સમાઈ જશે. એને કંઈ ઝાઝી જગ્યા ન જોઈએ સાવ પાતળાં થડવાળું ઝાડ ! જૂઈ, મધુમાલતીના છૉડ તો આ ક્યારીમાંથી જ લઈ જઈશ. પારિજાતનો છોડ પણ ક્યાંકથી મેળવી લઈશ. ખુલ્લી જગ્યામાં તુલસી પણ ખૂબ મહોરી ઊઠશે. જાસૂદ, બારમાસી મારાં વફાદાર જૂનાં દોસ્ત ! ગુલાબ પણ ખાતર નાંખી ઉગાડીશ જ. આહા ! કેવી મજા આવે છે. આ ધરતી વિનાની, વાસ્તવ વિનાની જગ્યા પર ચાલવામાં, આવું સરસ મજાનું સ્વપ્ન જોવામાં !
લ્યો ! જુઓને ! એટલામાં આ બધું ઊગી ગયું. પેલાં આસોપાલવના કુમળાં, રતૂમડાં ચળકતાં પાન મને નવું જીવન આપી રહ્યાં છે. દાડમના કેસરિયાળાં ફૂલો મને એની છાલક છાંટી ગયાં છે. મારા શ્વાસમાં દાડમની જૂઈ, પારિજાતની, મધુમાલતી, મોગરાની, લીમડાની કંઈ કેટકેટલીય ગંધ-સુગંધ ભરાઈ જાય છે. મારો શ્વાસ ભારે-ભારે થઈ જાય છે. આ સુગંધો સીધી મારા ફેફસામાં, હૃદયમાં અને લોહીમાં ભળવા માંડે છે. મારી શિરાઓમાં આનંદ-નિતાંત આનંદ વહેવા માંડે છે. પ્રકૃતિથી દૂર ગયેલી હું ગ્લાનિમાં ડૂબી મરું છું. તો સ્વપ્નમાંય પ્રકૃતિની પાસે જતાં નિતાંત-નરવું હાસ્ય પામું છું. મારી ઉપર ધરબાયેલા માટીના પડના પડ એકાએક ખસતાં જાય છે.
લાગે છે – કોઈપણ ક્ષણે બીજને ફણગો ફૂટશે ! અત્યારે તો બસ, પેલા લાલ મુનિયા પક્ષીની જેમ માટીમાં ધરબાઈ ગયેલાં બીજને મૂંઝાઈને શોધ્યા કરું છું. આ લાલ મુનિયાની બાળવાર્તા તેનાં ચિત્રો સહિત મને બહુ ગમે છે. હું વારંવાર બાળકોને એની વાતો કહું છું. વાર્તાનું શીર્ષક છે : મુનિયાને સોનું મળ્યું. મુનિયા નામનું એક પક્ષી હતું. બહુ વરસાદને કારણે મુનિયા બે-ત્રણ દિવસથી ક્યાંય જઈ શક્યું નહોતું. આજે વરસાદ અટકતાં તે ખોરાક શોધવા દૂર ગયું. ત્યાં સોનેરી ચેરીના વૃક્ષ પરથી તેને એક ચેરીનું ફળ મળ્યું. ખુશ થઈ તે ચાંચમાં લઈ એક ઝાડ પર બેઠું. પણ અચાનક ચાંચમાંથી પેલું મહામહેનતે મેળવેલું ચેરી નીચે પડી ગયું. વરસાદને કારણે પોચી થયેલી જમીનમાં ચેરીનું ફળ ખૂંપી ગયું. મુનિયાએ ચેરી ઘણું શોધ્યું પણ જડ્યું નહિ. મુનિયા પછી રોજ આ જગ્યાએ આવીને ચેરીનું ફળ શોધતું. એક દિવસ એ જગ્યાએ એણે નાનો છોડ ઊગેલો જોયો. પછી તો મુનિયા રોજ એ છોડને જોવા આવતું. છોડની સંભાળ રાખતું. સસલા ને હરણ ખાઈ જવા આવે તો ચાંચ મારી નસાડતું. છોડની આસપાસ ડાળખીઓ ઝાંખરાં ગોઠવી એનું રક્ષણ કરતું. એકવાર ભારે પવન આવે છે. ડાળી-ઝાંખરાંય ઊડી જાય છે. પછી મુનિયા એના દોસ્તો સાથે મળી છોડની આસપાસ મજબૂત આડશ ગોઠવે છે. છોડ ધીમે ધીમે મોટો થાય છે. મુનિયા અને દોસ્તો ત્યાં જ રમે છે. છોડ એક દિવસ ઝાડ બની જાય છે. ઝાડને સુંદર ફૂલ આવે છે અને મુનિયા એક દિવસ જુએ છે તો એ ફૂલોમાંથી સોનેરી રંગના ચેરી ઊગ્યાં છે. ઝૂમખે-ઝૂમખાં ચેરી ! મુનિયાની ચાંચમાંથી ખોવાઈ ગયેલા ચેરી જેવાં જ. મુનિયાને જાણે કે સોનું મળ્યું ! મુનિયા રાજીના રેડ થઈ જાય છે. એ પોતાના દોસ્તોને બોલાવી લાવે છે. બધાં રોજ આનંદથી ચેરી ખાય છે.
Print This Article
·
Save this article As PDF
Ghanu j Gamyu !!!!!!!……abhivaykti saari chhe……….
સમજાતું નથી આ વાર્તા છે,નિબંધ છે કે આત્મકથા છે…ફરી વિચાર આવે છે ના…ના.આ વાર્તા તો નથી.કદાચ કોઈ ગૂઢાર્થ સમાયેલો છે જે મારી સમજશક્તિ બહાર છે? આખો લેખ વાંચી તો ગયો જ છું અને કોઈ બગીચામાં ફરતો હોઉં એવુ અંતમાં અનુભવ્યુ પણ છે-શું આ લેખિકાની સફળતા ના કહેવાય?
રીનાબહેન ખુબ સુંદર પ્રયત્ન છે. અત્યારે તો આપ માટીમાં ધરબાઈ ગયેલાં બીજને મૂંઝાઈને શોધ્યા કરો, પણ આ શોધને સતત ચાલુ રાખશો તો લાગે છે કે – કોઈપણ ક્ષણે બીજને ફણગો ફૂટશે !
ખૂબ સરસ વાત–રજૂઆત
really good
let’s hope if we will be try and try we will be success.
Very good article! I have just received email letter from my freind and I was depressed & sad. This article has many signs of my present state of mind.
Thanks for this and I feel good after reading it.
Hi.. Reena…
We like your Artical. It is hard to understand and easy to read coz there was a lots of matter. me and my wife thought that the Articale is depending upon your life…… But it is so nice and hoping that we will be getting more from your side….
Hereby, I want to tell you that….
……dont think deeply it reduces your decision power……
Dhawal & Aneeta
+919825181484
ખૂબ જ સુંદર……
મને થયું હું જ એ મુનિયા બની જઉં…..!!
રીના મહેતાનો સરસ લેખ…સહજ આત્મનિવેદન અને છેલ્લે આશાવાદ “મુનિયા રાજીના રેડ થઈ જાય છે. એ પોતાના દોસ્તોને બોલાવી લાવે છે. બધાં રોજ આનંદથી ચેરી ખાય છે.”
It ‘s good presentation of state of mind from which most of the women pass. Realy nicely written.
Diazepam….
Diazepam….
Reena bahen ,
bahu j saras aalekhan. amuk vato kadach mara man j chhe ane vacha mali chhe.
abhinandan
Order diazepam with master card.on 30 Nov 2007 at 12:44 pm link comment
Diazepam….
Diazepam….આ ઠીક નથી લાગતું
કદાચ ગુન્હાહીત હોય
કાળજી રાખો
નમસ્તે પ્રજ્ઞાજુબેન
ધન્યવાદ. એ સ્પામ કોમેન્ટ છે અને ઓટોમેટિક આવતી હોય છે. જો કે હવે તેની સામે રક્ષણ મેળવવા માટે સોફટવેર નાખેલ છે તેથી હવે તેની શક્યતા નથી. આ જૂની કોમેન્ટ હોવાથી રહી ગયેલ છે. ધ્યાન દોરવા બદલ આભાર.
તંત્રી.
Lindsay lohan panty less….
Lindsay lohan beaver shot. Lindsay lohan nude. Lindsay lohan naked. Lindsay lohan no panties….