દિવાળીની મીઠાઈઓ – સંકલિત
[1] દિવાળીની ઘારી
[15 વ્યક્તિ, સમય : 1 કલાક]
સામગ્રી :
750 ગ્રા. ઘઉંનો લોટ
10 ગ્રામ એલચી
500 ગ્રામ ઘી
400 ગ્રામ ચણાનો લોટ
500 ગ્રામ ખાંડ
જાયફળ
રીત :
ચણાનો લોટ કરકરો લોટ ઘીમાં શેકો. ઠંડો પડે તેમાં ખાંડ, જાયફળ, એલચીનો ભૂકો નાખી તેનું પૂરણ કરો. ઘઉંના-મેંદામાં ઘીનું મોણ નાખી, કઠણ કણક બાંધી, લૂઆ કરી, પૂરી વણી, એક પૂરી ઉપર પૂરણ મૂકી બીજી પૂરી મૂકો. તેને ચારે બાજુ બંધ કરી તેને કપડાથી ઢાંકો.
હવે તેને ઘીમાં તળી લો. થાળીમાં મૂકો. ઠંડુ પડે ચમચી વડે ગરમ ઘી રેડો. અને ઘારી ઠંડી પડે ઉપયોગ કરો. આ રીતે તૈયાર થયેલી ઘારીમાં 460 કૅલરી વ્યક્તિ દીઠ મળે છે. આ મીઠાઈમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી સપ્રમાણમાં હોવાથી દિવાળી જેવા પ્રસંગે વારંવાર ખાવા જેવી આ મીઠાઈ છે.
[2] માવાની બરફી
[10 વ્યક્તિ, સમય 45 મિનિટ]
સામગ્રી :
1 કિલો માવો
100 ગ્રામ ઘી
400 ગ્રામ બૂરું-ખાંડ
કેસર એસેન્સ
બદામ પિસ્તા
રીત :
ધીમા તાપે માવાને સાંતળો. ચીકાશ આવે અને ઘી છૂટે એટલે હાથ વડે ગોળી બને કે તુરત ઉતારી લો. તેમાં બૂરું ખાંડ અને એસેન્સ નાખી હલાવો. થાળીમાં ઘી ચોપડી તેના ઉપર પાથરો. તેના ઉપર બદામ-પિસ્તાની કાતરી અને કેસર ભભરાવી ઠંડુ પડે તેનાં ચકતાં કરો. આ બરફીમાં 880 કૅલરી વ્યક્તિ દીઠ મળે છે. બદામ અને પિસ્તાને ભારે, ગરમ, સ્નિગ્ધ, મધુર, બલપ્રદ, વાયુને હરનાર, શરીરને પુષ્ટ કરનાર મહર્ષિ ચરકે ગણ્યા છે.
[3] મેસૂર
[15 વ્યક્તિ, 50 મિનિટ]
સામગ્રી :
300 ગ્રામ ચણાનો લોટ
700 ગ્રામ ઘી
50 ગ્રામ એલચી
400 ગ્રામ ખાંડ
250 મિલી દૂધ
રીત :
ચણાના લોટને ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. શેકાયા પછી ખાંડની એકતારી ગરમ ચાસણી નાખો. તેમાં થોડું દૂધ છાંટી ખૂબ હલાવો. તેના ઉપર ગરમ ઘીની ધાર કરો. લોટ છૂટો પડે, ઘી-છૂટું પડે અને ઊભરો આવે ત્યારે એલચીનો ભૂકો નાખી, તુરત ચાળણીમાં નાખી ઠરવા દો. ચાળણી નીચે તપેલી રાખો, જેથી તેમાંનું ઘી નીતરી તેમાં પડશે. ઠંડો પડે તેનાં ચકતાં કરો. 575 કૅલરી વ્યક્તિ દીઠ મળે છે.
[4] હલવાસન
[15 વ્યક્તિ, સમય 1 કલાક]
સામગ્રી :
2 લિટર દૂધ
500 ગ્રામ બૂરું ખાંડ
100 ગ્રામ ઘી
200 ગ્રામ રવો
150 ગ્રામ ઘઉં-લોટ
50 ગ્રામ બદામ
એલચી, જાયફળ, ફટકડીનો ભૂકો
ચાંદીનો વરખ, કેસર
રીત :
રાત્રે ઘઉંને પાણીમાં પલાળી, સવારે કપડામાં બાંધી એક દિવસ રાખવાથી ફણગાં ફૂટશે. પછી કપડામાંથી છોડી તડકામાં સૂકવી, બાદ તેનો કંસાર જેવો લોટ દળવો. ઠંડા દૂધની અંદર લોટ તેમજ રવો એકરસ કરી તાપ ઉપર મૂકો. લોટના દાણા ઉપર આવ્યા પછી તાપ ઓછો કરી વધારો.
ચપટી ફુલાવેલી ફટકડીનો ભૂકો ચારે બાજુ ભભરાવી, પાણી થયું હોય તે બાળી નાખો. કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાખી, બૂરું ખાંડ નાખો. ખાંડનું પાણી બળીને ઘટ્ટ થાય એટલે ઘી નાખો, બાદ પૂરણ જેવું સખત થાય એટલે ઉતારીને એલચી-જાયફળનો ભૂકો નાખી, બરાબર હલાવી, તેના ગોળ પેંડા જેવા હલવાસન વાળો. તેના ઉપર બદામની કાતરી નાખી, થાળીમાં ઘી લગાવી ઠારી દઈ ચાંદીનો વરખ લગાવો. 450 કૅલરી વ્યક્તિ દીઠ મળે છે. લોહ, પોટૅશિયમ અને ખનીજ દ્રવ્યો ધરાવતી બદામવાળી આ વાનગી છે.
Print This Article
·
Save this article As PDF
આવું આવું ના પીરસો મારા ભાઇ, મોઢામાં પાણી આવેછે ને અવસ્થા લાલ સિગ્નલ દેખાડે છે, થોડી દયા કરો
ooooohhh nicee sweets!!! 😀 😀 i agree with the person above me who wrote the post… 😀
અમારા જેવા માટે વગર ખાંડની પણ થોડી મીઠાઈ પીરસો તો મજા પડે.i mean sugurfree.ગોપાલભાઈની વાત 100%.
મીઠાઈઓ પીરસી નથી પણ બનાવવાની રીત આપી છે. માટે જેવી આવડે તેવી બનાવી તેમાં ૨ ચમચી પ્રેમ ભભરાવીને અમારી જેવાને પીરસશો તો હોંશે હોંશે ખાઈ જાશું.
મુખ્ય વાત ભુલી ના જતા બધા….. હેપી દિવાળી!!!…..અને નુતન વર્ષાભીનંદન !!!!!!(મીઠાઇના મેનુ સાથે એડવાન્સમા…)
મ્હોંમાં પાણી આવી ગયું
હવે તો ખાંડને બદલે સ્પ્લેન્ડા (બીજી સ્યુગર ફ્રી આડ અસરવાળી માલૂમ પડી છે!)
અને ઘીને બદલે હાઈડ્રોજનેટેડ કે સેચ્યુરેટેડ ફૅટ સિવાયની ફૅટની અને
વરખ ઝેરી(સીસાનો) કે બનાવટી ન હોય તે જોવું જરુરી છે.
વધુ ધ્યાન રંગ અને સુગંધનૂં રાખવાનું છે.
હવે તો કુદરતી મીઠાઈ જે સ્વાદીષ્ટ અને પૌષ્ટિક પણ હોય તેવી મળે છે.
તેવી પીરસો એ જ વિનતિ.
દિવાળીની શુભ કામના
પ્લેતમા સુન્દર સજાવેલિ મિથાઈઓ જોઈને હાથ લમબાવિને ખાવાનિ જ વાર ચ્હે.શુ કહો ચ્હો?
Adderall….
Adult adhd adderall. Adderall xr. Adderall without prescription. Adderall without a prescription. Adderall san antonio. Adderall….