અવનવી રંગોળી – હીના ખત્રી

રંગોળી બનાવવા અંગે કેટલીક સૂચનાઓ :

કલાત્મક રંગોળી બનાવવી તે પ્રત્યેક ગૃહિણી માટે ગૌરવની વાત છે. ચિત્રકલાના વિશિષ્ટ જ્ઞાનના અભાવે પણ બિંદુઓની મદદથી કલાત્મક રેખાઓ અને યોગ્ય રંગોની સજાવટથી સુંદર રંગોલી બનાવી શકાય છે. આ માટે નીચે આપેલ બાબતો ધ્યાનમાં રાખવી :

[1] હાથ વડે બિંદુઓ બનાવવાને બદલે બિંદુઓવાળા કાગળનો ઉપયોગ કરવો. તેના માટે કાર્ડ-પેપર ઉપર સામાન્ય રીતે બે-બે સે.મી.ના અંતર પર લીટી દોરી સમકોણ ચતુર્ભુજ બનાવવું. અને તેના છેદબિંદુઓ પર અથવા 20” x 30” ના માપનું ગ્રાફ પેપર લઈ તેના ચતુર્ભુજોને છેદબિંદુઓ પર સળગતી અગરબત્તી વડે કાણા પાડવા.

[2] બારીક ચારણી વડે સફેદ ચિરોડી છાણીને એક ડબ્બીમાં ભરીને રાખી લેવી.

[3] કોઈ પણ રંગને આછો બનાવવા માટે તેમાં સફેદ રંગ મેળવવો.

[4] બારીક ચારણી દ્વારા કોલસાની ભૂકી છાણીને તેને એક બીજી ડબ્બીમાં ભરી લેવી.

[5] નીચે આપેલ રંગોમાંથી તમારી આવશ્યકતા અનુસારના રંગો બજારમાંથી લાવી પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી લો. લાલ, સિંદૂરી, ગુલાબી, નારંગી, ઘેરો લાલ, પીળો, લીલો, લીંબુનો રંગ, ચટણી, પોપટી, ભૂરો, જાંબલી, સુંઘનીનો રંગ, મયૂરપંખ, આસમાની વગેરે.

[6] આછા રંગો સામે ઘેરા રંગોનો ઉપયોગ કરવો. બે જુદા જુદા ઘેરા રંગોનો પાસે પાસે ઉપયોગ ન કરવો.

[7] રંગ- યોજના આકર્ષક બનાવવા માટે પરસ્પર-વિરોધી રંગોની જાણકારી જરૂરી છે. ઉદાહરણ તરીકે : લાલ x લીલો , રીંગણી x પીળો, નારંગી x આસમાની, કાળો x સફેદ

[8] સફેદ ચિરોડી, રંગ અથવા કોલસાની ભૂકીનો પ્રયોગ કરવા માટે ચમચીનો ઉપયોગ કરવો.

[9] રંગ ભરતા પહેલા આવશ્યકતા અનુસાર બીજા કાગળ પર જરૂરી રંગોની સાથે સફેદ ચિરોડી અથવા કાળી ભૂકી મેળવી લેવી. બજારના રંગો વધારે ચિકણા હોય છે, આથી ચપટીમાં બરાબર ભરી શકાતા નથી. તેમાં આછો રંગ અને કાળી ભૂકી નાખવાથી એક કાળાશ પડતો રંગ તૈયાર થાય છે અને કરકર્યા થઈ જવાથી ભરવામાં સરળતા રહે છે.

[10] રંગબેરંગી ફૂલો અને પત્તીઓની રંગોળી કે રંગબેરંગી ધાન્યોની – એમ વિવિધ પ્રકારની રીતોથી રંગોળી બનાવી શકાય છે. રંગોળીમાં રંગ ભરવાથી એ વધુ આકર્ષક લાગે છે. રંગો જાતે પસંદ કરવા. જુદા-જુદા રંગોના ઉપયોગથી રંગોળીની સજાવટમાં વિવિધતા લાવી શકાય છે.

[ડિઝાઈન – 1 : તેર ટપકાં, તેર લાઈનો. ]

rangoli
[ડિઝાઈન – 2 : અગિયાર ટપકા, અગિયાર લાઈનો ]

rangoli
[ડિઝાઈન – 3 : ]

rangoli
[ડિઝાઈન – 4 : ]

rangoli
[ડિઝાઈન – 5 : ચૌદ ટપકા, ચૌદ લાઈનો ]

rangoli
[ડિઝાઈન – 6 : સત્તાવીશ ટપકા, સત્તાવીશ લાઈન]

rangoli
[ડિઝાઈન – 7 : એકવીસ ટપકા, એકવીસ લાઈન ]

rangoli

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા
દિવાળીની મીઠાઈઓ – સંકલિત Next »   

14 પ્રતિભાવો : અવનવી રંગોળી – હીના ખત્રી

 1. Gira says:

  hey!!! i have done this in india!! 😀 i love doing this!!! really nice ones!! 😉

 2. Bhajman Nanavaty says:

  ખુબ સરસ !

  પહેલી નજરે એમ લાગે કે રન્ગીન આક્રુતિઓ હોત તો વધુ સરસ લાગત, પણ મને લાગે છે વાચકોની કલ્પનાશીલ સર્જનશક્તિ પર એ કામ છોડી દીધુ !

  readgujarati નો નવો લેઆઉટ સારો છે. અભિનન્દન !

 3. ramesh shah says:

  જાને કહાં ગયે વો દિન…આ લેખ અને રંગોળીની ડીઝાઈન્સ જોઈને સહજ એ દિવસો યાદ આવી ગયા જ્યારે આખી આખી રાત જાગીને રંગોળી બનાવતાં અને એકબીજાનાં આંગણા શોભી-ઊઠે એવી ખેવનાથી આડોશી-પાડોશી ને મદદ પણ કરતાં.હમણાં જ વાંચ્યું કે હવે તો રંગોળી પણ તૈયાર મળે.(ફાફડા,ચોળાફળી અને મઠીયાની જેમ.)

 4. zankhana says:

  thanks heena ben. really nice.
  aavi saras rangoli aapva badal.
  haju biji rangoli apo to vadhu saru.
  thanks to read gujarati.

 5. અતુલ જાની (આગંતુક) says:

  મારા જન્મ પહેલાથી ચાલી આવતી રંગોળીની પરંપરા અમારા કુટુંબે પણ સારી રીતે જાળવી રાખી છે. નાનપણથી જ હું અને મારી બહેન રંગોળી બનાવતાં. મને ફ્રી હેન્ડ ચિત્ર ન આવડે ઍટલે હું મીંડા વાળી રંગોળી બનાવું અને મારી બહેન તો મજાની ફ્રી હેન્ડ રંગોળી બનાવે. રમેશભાઈની વાત સાચી છે રાત આખી જાગીને આ રંગોળી બનાવતા અને પાછા બીજા દિવસે બેસતું વર્ષ હોવાને લીધે વહેલાં ઉઠી પણ જતા. હવે તો મારી દિકરી અને મારી પત્નિ બંને આ કળામાં પારંગત હોવાથી મારું કામ માત્ર તેમને રંગો લાવી આપવાનું અને રંગોળી બન્યા પછી વખાણ કરવાનું જ રહ્યું છે.

  અહીં દિપાવલી પર્વ શરું થઈ ગયું છે. ગઈ કાલે રમા એકાદશીથી તેની શરુઆત થઈ. આજે વાઘબારશ છે. વાઘ બારશ નામ શેના ઉપરથી પડ્યું તેની ખબર નથી કોઈને ખબર હોય તો જણાવશો. આવતી કાલે ધનતેરશ, પછી કાળી ચૌદશ અને ત્યાર પછી વિક્રમ સંવત ૨૦૬૩નો છેલ્લો દિવસ દિવાળી.

  રંગોળી અને મીઠાઈ તથા ફરસાણનો ધમધમાટ શરું થઈ ગયો છે. હવે મને મારા બાળકો જુમ્મર ફીટ કરવા પરાણે કોમ્પ્યુટર ઉપરથી ઉઠાડીને લઈ જાય છે અને મારે ગયા વગર છુટકો જ નથી લ્યો ત્યાંરે આવજો.

 6. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ…. હિનાબહેનની માહીતિ ખુબ જ ઉપયોગી બની રહે તેવી છે. રંગોની મિશ્રણ માટેની સમજ પણ ઘણી સરસ છે. બધીજ ડીઝાઇન્સ તુરત જ કોમ્પ્યુટર મા સેવ કરી છે. ન્યુ-જર્સી ના ભાડાના એપાર્ટમેન્ટમા તો કદાચ શક્ય ના બને પણ ક્યારેક તો જરુર ઉપયોગ કરીશ. સૌરાષ્ટ્રના નાના ગામમા (મારુ અમરેલી મને નાનુ ને રળિયામણુ હંમેશા લાગ્યુ છે.) રાતના ઉજાગરાઓ કરીને દિપાવેલી રંગોળીઓ અને દિવાળીના મિઠાઇની સોડમ સાથે મઘમઘતા રંગો,ફટાકડાની હરીફાઇ…..આ બધુ બહ યાદ આવી ગયુ..

 7. pragnaju says:

  અમે તો હજુ પણ રંગૉળી કરીએ છીએ!
  કોઈકવાર તો દેવદેવીનું ચિત્ર પણ પાડીએ
  નીચે તીથિ લખીએ.
  અહીં રંગની જગ્યાએ જાતજાતના મમ્પ્સનાં ફૂલો છે તે વાપરી એ!
  મેં વાક બારસ લખ્યું તો વાઘબારસ સુધારવાનું સુચન થયું ત્યારે મા સરસ્વતીની વાત કરી
  અને ગંમત કરી કે ધનતેરસે ડોલર ચીતરશો…
  મેં કહ્યું ના,ધન્વન્તરી ચીતરીશું

 8. Moxesh Shah says:

  “કલાત્મક રંગોળી બનાવવી તે પ્રત્યેક ગૃહિણી માટે ગૌરવની વાત છે.”
  હીનાબેન, પ્રતિભાવો પર થી નથી લાગતુ કે ગ્રુહસ્થો માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે.

  I think, to Make/create Rangoli is the celebration Event for each & every member of the family & equally enjoyable for all.

  Wish you all (To Mrugeshbhai & all the readers of Read Gujarati across the Globe):

  Happy Diwali & Prosperous New Year, in advance.

  With Best Wishes,
  Moxesh Shah.

 9. Payal says:

  My little brother and I used to make rangolis in front of our small house in India. After many many years my brother who is now a doctor is visiting us and last night we made rangoli infront of our house. We were just flooded with all the childhood memories. Who knew such a simple tradition can bring so much joy. Thankyou heenaben for the wonderful designs. We will try one of these tonight!

 10. rawal.harshida says:

  ખુબ કુબ આભાર સહ નુતન વરસ્ના અભિનન્દન્ આવ્ત વર્સે પન નવિ નવિ રન્ગોલિ આપો તેવિ આશા સથે જય શ્રિ ક્રિશ્ના,

 11. shree va sau says:

  Rangoli Designs on your site were published in our magazine Shree va Sau. We have not given permission to anyone. So do the needful. Please remove all our designs from site.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.