બે કાવ્યો – સંકલિત

[1] પ્રાર્થના – મનોહર ત્રિવેદી

અમારી વ્હેજો એવી પળ
હરિવર ! દેજો એવી પળ
હિમાદ્રિથી વહેતું જેવું નિર્મલ ગંગાજળ…

કોઈ વાટમાં મળે તો એને દઈએ ભીનું સ્મિત
થાય ઊલટ તો હોઠે રમતું કરીએ ગમતું ગીત
જેમ સવારે ઝરે ડાળથી ફળિયામાં ઝાકળ…

હાથ મળે ત્યાં હેત હેત ને આંખ મળે ત્યાં મેળા
હ્રદય મળે ત્યાં ઉત્સવ-ઉત્સવ એ જ આરતી વેળા
આગળ ઝળહળ અજવાળાં છે, અંધારાં પાછળ…

કાંટાની વચ્ચે ઊઘડે છે રંગરંગનાં ફૂલ
ગૂંથી લઈશું અમે સુગંધે થતાં કોઈની ભૂલ
પંખી નભમાં જાય પરોવી કલરવની સાંકળ…

હરિવર ! દેજો એવી પળ…

[2] ઈચ્છાની હથકડી – કિરીટ ગોસ્વામી

કેવી આ તે ઘડી –
હસવા જાઉં ખૂલીને ત્યાં ચોધાર પડાતું રડી !

કોઈ નથી ને તોય થતું કે કો’ક હશે રે મારું….
સાવ નકામી એક ધારણા હોંશેં-હોંશેં ધારું…
હું જ મને પ્હેરાવું કાયમ ઈચ્છાની હથકડી !
કેવી આ તે ઘડી…

બ્હાર દીવાલો રૂપેરીને ભીતર સઘળું જૂનું,
ઊંડે-ઊંડે લાગ્યા કરતું ઘર આ સૂનું-સૂનું,
મારા જેવું, મારામાં આ કોણ રહ્યું તરફડી ?
કેવી આ તે ઘડી…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૈસા, પૈસા ને પૈસા – યાએનો કવાઈ
મઠિયાંનું રહસ્ય ! – હર્ષદ પંડ્યા Next »   

14 પ્રતિભાવો : બે કાવ્યો – સંકલિત

 1. ramesh shah says:

  “પ્રાર્થના”વાચીંને સવાર તો સુધરીજ પણ “ઇચ્છા ની હાથકડી” વાંચીને તો દિવાળી સુધરી ગઈ.બંન્ને કવિઓ ને સાલમૂબારક

 2. અતુલ જાની (આગંતુક) says:

  વાહ કેવી સુંદર પ્રાર્થના –

  હાથ મળે ત્યાં હેત હેત ને આંખ મળે ત્યાં મેળા
  હ્રદય મળે ત્યાં ઉત્સવ-ઉત્સવ એ જ આરતી વેળા
  આગળ ઝળહળ અજવાળાં છે, અંધારાં પાછળ…

  બસ હવે અંધારા ને પાછળ રાખીને દિવાળીના અજવાળાના સહુને ખુબ ખુબ વધામણાં.

  હું જ મને પ્હેરાવું કાયમ ઈચ્છાની હથકડી ! એક જ વાતમાં બંધનના બધા જ રહસ્યો આવી ગયાં.

  મનોહરભાઈ અને કિરિટભાઈ બંનેની સુંદર રચના વાંચીને ઘણો જ આનંદ થયો.

 3. pragnaju says:

  ‘હરિવર ! દેજો એવી પળ…’મનોહર ત્રિવેદી
  ની પ્રાર્થના હ્રુદયને સ્પર્શી ગઈ
  જાણે સોલી ગાતો હોય …
  શ્વાસમાં વરસે નામરટણના કેમ ન પારિજાત ?
  ઝટ બોલો હરિ! ક્યારે થાશું રોમ રોમ રળિયાત?
  ……………………………………………
  કિરીટ ગોસ્વામીની
  ‘કોઈ નથી ને તોય થતું કે કો’ક હશે રે મારું….
  સાવ નકામી એક ધારણા હોંશેં-હોંશેં ધારું…
  હું જ મને પ્હેરાવું કાયમ ઈચ્છાની હથકડી !
  કેવી આ તે ઘડી…’ વાંચતા જ ચિતંન શરુ થયું
  લલચાવે છે અંત ભલેને,
  ઈચ્છાની શરૂઆત નડે છે.
  ઈચ્છા એ અગ્નિ કહેવાય, ઓલવાય નહીં ત્યાં સુધી સળગ્યા જ કરે!
  એને ઓલવે ત્યારે શાંતિ થાય…
  ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી
  બહુ એકલો હતોને તેને પાડવીતી તાળી
  અને થાય હાથકડી! ત્યારે બીજી બાજુ
  આત્મિક સાધનાના માર્ગમાં તીવ્ર ઈચ્છાની જરૂર ખૂબ વધારે છે.
  સાધના માટેની તીવ્ર ઈચ્છા!!

 4. ભાવના શુક્લ says:

  સુંદર રચનાઓ!!!!
  બન્ને ને અભિનંદન્.

 5. ડૉ.મહેશ રાવલ ના
  Readgujarati.com ની સમગ્ર ટીમને
  ગરવી ગુજરાતી જેવાં નમણાં
  સાલ મુબરક !

 6. Jigna says:

  બ્હુ જ સરસ કવ્યો.. વાચવા નિ ખુબ જ મજા આવિ.

 7. Dhaval B. Shah says:

  Both poems are very nice.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.