ધુમ્મસનાં વન – દર્શના

પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન
એનીયે આરપાર અટવાતી કેડીએ
કેમ કરી જાશું ત્યાં સંગ
પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન

વણઉકલ્યા સંદેશે ગાજયાં ગગન
એમાં રે મલકંતી ચમકંતી વાદળીએ
કેવો રે જાગ્યો ઉમંગ
પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન

છાયાં છવાઈ રહ્યાં ઝાકળ સુમન
ભીંજીરે આંખલડી કેવી એક પલકારે
કેવો રે ઝીલ્યો સતરંગ
પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલછાબ
સ્ટેજ પર બોલવા માટે ટિપ્સ – વિવેક સુરાણી Next »   

10 પ્રતિભાવો : ધુમ્મસનાં વન – દર્શના

  1. Rakesh Chavda says:

    Very nice poem very nice words. congratulation to writer.

  2. Darshana says:

    Rakesh Chavda,
    Thanks.
    I am glad you enjoyed the words.
    Darshana

  3. અતુલ જાની (આગંતુક) says:

    પ્રયત્ન સારો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.